Prem no Purn Santosh - 3 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩

Featured Books
Categories
Share

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩

"પ્રેમ એટલે પહેલી નજરે જોતા જ,
એની સાથે જ જિંદગી વિતાવવાનો મનનો નિર્ણય ."

પહેલી નજરમાં કોઈ યુવાન રાજલ ને ઘાયલ કરી ગયું હતું પણ તેની સાથે વાત કરવી હતી તે યુવાને કોઈ ભાવ આપ્યો નહિ એટલે રાજલ નારાજ થઈ ગઈ અને તે આ યુવાન ને ભૂલીને તે કોઈની રાહ જોવા લાગી.

"નજર મારી તેના પર મળી ને,
આંખોથી પ્રહાર થઈ ગયો,!
એ ક્યાં જાણે છે કે,
હું કેટલી ઘાયલ થઈ ગઈ.!!"

નાનપણ જેની સાથે રાજલે વિતાવ્યું હતું એ કોમલ આજે પહેલી વાર રાજલ ની કોલેજમાં અભ્યાસ કરવા આવી રહી હતી. અને આજે રાજલ તેની જ રાહ જોઈ રહી હતી. આમ તો કોલમ અને રાજલ એક જ ગામડામાં બાળપણ વિતાવ્યું હતું પણ દસ વર્ષ ની રાજલ થઈ ત્યારે તેના મમ્મી પપ્પા તેને અમદાવાદ લઈ ગયા હતા અને આજે રાજલ અમદાવાદ જેવા મોટા શહેરમા રહીને ખૂબ હોશિયાર થઈ ગઈ હતી.

નાનપણમાં જોયેલી કોમલ ને આજે રાજલ તેને ઓળખી જશે કે નહિ તે વિચાર ખુદ રાજલ પણ પોતાના મન ને કરી રહી હતી. ત્યાં સામેથી સફેદ ડ્રેસ પહેરીને આવતી એક ગામડા ની છોકરી જોઈને રાજલ સમજી ગઈ કે આજ કોમલ છે. નાનપણમાં જેવો ચહેરો હતો તેથી કોમલ નો ચહેરો થોડો અલગ હતો પણ જે રીતે તે આવી રહી હતી એ જોઈને રાજલ ને વિશ્વાસ આવી ગયો હતો કે આજ મારી નાનપણની મિત્ર કોમલ છે.

કોમલ પાસે આવી એટલે રાજલ તેને ભેટી પડી. ઘણા વર્ષો પછી મળ્યા ની ખુશી બન્ને ના ચહેરા પર હતી પણ રાજલ નો ચહેરો કિલકિલાટ કરવા લાગ્યો હતો જ્યારે કોમલ આ ખુશી ની ક્ષણમાં રડવા લાગી. આ જોઈને રાજલ તેને શાંત કરીને તેનો હાથ પકડીને કોલેજ ની અંદર દાખલ થાય છે. ક્લાસરૂમ પહોચતા પહોચતા તેમણે બાળપણની ઘણી વાતો કરી.

કોમલ સાથે આખો દિવસ ક્લાસરૂમમાં રહીને મનમાં વસી ગયેલ યુવાન ને હવે રાજલ ભૂલી ચૂકી હતી. પણ જ્યારે રાજલ કોલેજ ના ગેટ પાસે પહોંચે છે તો તે યુવાન ફરી નજરે ચડે છે. આ વખતે તે એકલો નહિ પણ તેમના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો. ફરી તે યુવાન નો ચહેરો જોતા જ તેના મનમાં તે યુવાન ને મળવાની ઈચ્છા થઈ પણ મિત્રો સાથે રહેલ તે યુવાન ને જોઈને પોતાનું મન વાળીને રાજલ ધીમે ધીમે કોમલ સાથે ચાલતી ઘર તરફ આગળ વધી. પણ તે ચાલતી વેળાએ ચાર વાર પાછી નજર કરીને તે યુવાન ને જોઈ પણ લીધો.

કોમલ નું અમદાવાદમાં રાજલ સિવાય કોઈ હતું નહિ એટલે કોમલ આગળના અભ્યાસ માટે અમદાવાદ આવી હતી અને રાજલ નો પણ આગ્રહ હતો કે કોમલ મારી સાથે રહીને આગળનો અભ્યાસ કરે.

કોલેજ નો બીજો દિવસ હતો રાજલ સાથે કોમલ પણ કોલેજ જવા નીકળી. ગઈકાલે કોલેજ નો પહેલો દિવસ હતો એટલે રાજલ પોતાની સ્કુટી નહિ પણ બસમાં આવી હતી પણ આજે તેણે પોતાની સ્કુટી લઈને પાછળ કોમલ ને બેસાડીને કોલેજ પહોચી. કાલ જે રીતે કૉલેજના ગેટ પાસે યુવાન ને જોયો હતો તે આજે પણ રાજલ ના મનમાં તે યુવાન આવી ચૂક્યો હતો. પણ કોલેજ ના ગેટ પાસે તે યુવાન ક્યાંય દેખાયો નહિ એટલે રાજલ કોલેજની અંદર દાખલ થઈ.

રાજલ અને કોમલ બંને અભ્યાસમાં ધ્યાન આપવા લાગ્યા. રસ્તા માં એકબીજા ખૂબ વાતો કરતા અને મસ્તી પણ. જાણે સહેલી નહિ પણ બંને બહેનો હોય તેમ બધાને લાગતું હતું. કોમલ તો પોતાના શાંત સ્વભાવ ના કારણે રાજલ ના પરિવાર સાથે ભળી ગઈ હતી.

ઘણા દિવસો પછી કોલેજમાં એક દિવસ કોમલ ના ક્લાસ લેનાર પ્રોફેસર રજા પર હતા એટલે તે લેક્ચર ખાલી હતો. આ ખાલી લેક્ચર માટે બીજા પ્રોફેસર ની નિમણુક ન થતાં પ્રિન્સિપાલે બધા સ્ટુડન્ટ્સ ને કોલેજના કેમ્પસમાં વાંચવા કહ્યું. બધા સ્ટુડન્ટ્સ પોતાની બેગ લઈને કોલેજના કેમ્પસમાં ગયા અને ત્યાં ઘણા બુક વાંચવા લાગ્યા તો ઘણા સાથે મળીને વાતો કરવા લાગ્યા. જે વાંચી રહ્યા હતા તે અલગ અલગ જગ્યાએ બેઠા હતા.

કોમલ એક જાડ નીચે બેસીને વાંચવામાં મજગુલ હતી. ત્યાં એક યુવાન તેની પાસે આવીને બોલ્યો.
"ઓ .. મેડમ અહી થી ઉભા થઈને ગ્રુપ માં બેસો.
આ કોલેજ છે ક્યારેક તો એન્જોય કરો."

અચાનક કોઈ આવી રીતે આવીને કહ્યું એટલે કોમલ એકદમ ડઘાઈ ગઈ તેણે તે યુવાન સામે જોયું તો.
હેન્ડસમ સાથે પૈસાદાર હોય તેવું તેના કપડાં પરથી લાગી રહ્યું હતું. પણ તેનો ચહેરો એક ગુંડા જેવો લાગી રહ્યો હતો. આ યુવાનના ભરાવદાર અવાજથી કોમલ ડરી ગઈ અને કોઈ પણ વાત કર્યા વિના પોતાની બેગ લઈને દૂર ચાર પાંચ સ્ટુડન્ટ બેઠા હતા ત્યાં જઈને ચૂપચાપ બેસી ગઈ.

જે જગ્યાએ કોમલ બેઠી હતી ત્યાં તે યુવાન તેની પાસે આવ્યો.
ડર ની મારી કોમલ ઊભી થવા જાય છે ત્યાં બાજુમાં બેઠેલ બધા તેને રોકે છે અને કહે છે.
અરે.... કોમલ આમ ડરીશ નહિ.
આ કોણ છે ખબર છે.?

બાજુમાં બેઠેલ કલાસમેટ તરફ નજર કરીને કોમલ મોં હલાવી ના કહ્યું.

આ છે મિસ્ટર... રાજ
અમદાવાદ શહેરના જાણીતા બિઝનેસ નો એકમાત્ર રાજકુમાર...
આમ કહીને બધા હસવા લાગ્યા.

કોમલ વિચારમાં પડી ગઈ કે શું કરવું.?
અહી બેસી રહેવું કે અહીથી દૂર જવું.
આ વિચાર કરે તે પહેલાં રાજ તેમની પાસે બેસી જાય છે અને હાથ લંબાવતા કહે છે.
I am Raj
and you ?

ના છૂટકે કોમલ ને પોતાનો પરિચય આપવો પડ્યો. પછી તો એક શબ્દ બોલ્યા વિના આ બધા લોકો નું ભાષણ સહન કરીને સાંભળવું પડ્યું. તેઓ એક બીજા એટલી બોલ્ડ વાતો કરતા હતા કે કોમલ પોતાના કાન પણ બંધ કરી દઈને ચૂપચાપ બેસી રહી અને જલ્દી ક્લાસ શરૂ થાય તેની રાહ જોવા લાગી.

"અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે,
હું કહું તેમ કરો તો જ સારા નહિ તો ખરાબ..!!"

આખરે કંટાળીને થાકી ત્યારે નવા લેક્ચર નો સમય થતાં બધા ઉભા થઈને ક્લાસરૂમમાં જતા રહ્યા.

કોલેજ નો સમય પૂરો થતાં જ કોમલ આજે કંટાળી હતી એટલે જલ્દી પાર્કિગમાં પહોચી ગઈ અને રાજલ ની રાહ જોવા લાગી. ત્યાં અચાનક પોતાની કાર લેવા રાજ પાર્કિગમાં આવ્યો અને કોમલ ને જોઈને તેની પાસે આવ્યો.

હાય.. કહીને વાતો કરવાની કોશિશ કરી પણ કોમલે કોઈ જવાબ આપ્યો નહિ. જાણે કે રાજ તેને પરેશાન કરતો હોય તેમ કોમલ અકળવવા લાગી હતી. બસ જલ્દી રાજલ આવે તેની રાહ જોવા લાગી.

રાજલ જ્યારે પાર્કિંગ તરફ આવી રહી હતી ત્યારે રાજલ ને જે પહેલી નજરમાં પસંદ આવ્યો હતો તે યુવાન ને કોમલ સાથે જોઈને શોકમય બની ગઈ. પણ તે ત્યાં પહોંચે તે પહેલાં રાજ પોતાની કાર લઈને નીકળી જાય છે.

કોમલ પાસે આવીને રાજલ કહે છે.
"આ યુવાન ને તું ઓળખે છે.?
હું જે યુવાન ની વાત કરતો હતો તે આ યુવાન જ છે."

કોમલ તે યુવાન નો પરિચય આપીને અને કહે છે.
"તે એક પૈસાદાર છે પણ તે એક હરામી ટાઇપ નો છોકરો છે. હું કહું છું તું આનાથી દુર રહે તો તારા માટે સારું રહેશે."

કોમલ ની કોઈ વાત રાજલ માનતી નથી. પણ કોમલ સામે રાજલ જીદ કરે છે.
જો તું રાજ સાથે મને મુલાકાત નહિ કરાવે તો આજથી આપણી દોસ્તી ખતમ.

રાજ શા માટે કોમલ ને પરેશાન કરતો હતો.? શું રાજ સાથે રાજલ ની મુલાકાત કોમલ કરશે કે નહિ.?
એક તરફ મિત્ર અને એક તરફ દુશ્મન. તો કોમલ કોનો પક્ષ લેશે.? શું રાજ ને મળવામાં રાજલ કામયાબ થશે.? જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ...