DNA. - 16 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૧૬)

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

ડીએનએ (ભાગ ૧૬)

મનોજને ડોકટરે આપેલી જાણકારી તેણે તરત જ ફોન કરીને શ્રેયાને આપી હતી. જાણકારી મળતા જ શ્રેયાએ હવે શું કરવું તેની ગણતરીઓ માંડવાનું શરૂ કરી દીધું હતું. તેણે નક્કી કર્યું કે ચોક્કસ પ્લાન સાથે આગળ વધવું પડશે. સૌથી પહેલું પગલું તેણે લોકોને પોલીસની હાલ સુધીની તપાસ વિષે અવગત કરવાનું ભર્યું. તેણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી.


મીડિયા સામે તેણે પોતાની તપાસ વિશેની માહિતી રજુ કરતાં કહ્યું, “અમે મૈત્રીના હત્યારાની તપાસ પૂરી કરી છે. અમને હત્યારાને પકડવા માટે એક મજબુત પુરાવો મળ્યો છે. ખરાબ વાતાવરણ હોવા છતાં અમને હત્યારાના ડીએનએનો સોલીડ પીસ મળ્યો છે. અમને હત્યારાની લાળ અને વીર્યનું સેમ્પલ મળ્યું છે. હત્યારાએ મૈત્રીનો બળાત્કાર કરવાની કોશિશ કરી હતી, પણ મૈત્રીએ તેનો સખત વિરોધ કર્યો હતો અને તેણે પોતાના શીલને બચાવવા મજબુત લડત આપી હતી. અમે હત્યારાને પકડવા માટે કંઈ પણ કરી છૂટીશું. અમારી જનતાને નમ્ર વિનંતી છે કે પોલીસ પર ભરોસો રાખો અને અમને અમારી તપાસમાં શક્ય એટલી મદદ કરો. અમે મૈત્રીના હત્યારાને છોડીશું નહીં.”


શ્રેયાએ મીડિયા સામે આવીને જે તથ્ય રજુ કર્યું હતું તેની પાછળ તેનો ઈરાદો મૈત્રીના હત્યારાને ડરાવવાનો અને મૈત્રીના પરિવાર તથા મિત્રોને આશ્વાસન આપવાનો હતો. તેના મનમાં એ આશંકા હજી જીવિત હતી કે તેની આ ચાલમાં હત્યારો સપડાશે કે નહીં. પણ એના સિવાય હાલ પુરતો કોઈ બીજો રસ્તો ન હતો. તેની પાસે આ એક પુરાવા સિવાય બીજો કોઈ પુરાવો ન હતો કે જેનાથી મૈત્રીના હત્યારા સુધી પહોંચી શકાય.


પીનાકીનને જે જગ્યાએથી મોબાઈલ મળ્યો હતો તેની આસપાસના તમામ જગ્યાના તમામ સીસીટીવી કેમરાની તપાસ કરાવી હતી પણ પીનાકીન મળ્યો ત્યાં સુધીમાં લગભગ બે મહિનાનો સમય વીતી ગયો હતો એટલે સીસીટીવીની ફૂટેજ મળવી મુશ્કેલ હતી. એટલે શ્રેયાએ તેના વિષે વિચારવાનું છોડી દીધું હતું.


શ્રેયાએ કેસના તમામ પાંસા વિચારી જોયા. તેણે તેની ડાયરીમાં નોંધેલી વિગતો બારીકાઇથી જોઈ, પણ તેને એવું કંઈ ધ્યાનમાં ન આવ્યું કે જેનાથી તપાસ આગળ વધી શકે. તેની પાસે એકમાત્ર પુરાવો હતો મૈત્રીના અન્ડરવેર પરથી મળેલો મેલ ડીએનએ. શ્રેયાએ તેના જ આધારે તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું.


શ્રેયાએ ઇન્સ્પેક્ટર મનોજ અને ઇન્સ્પેક્ટર રેશ્મા સિવાય બીજા અન્ય એક ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો અને તેમને તપાસ માટેની તમામ વિગતો સમજાવી. દરેકને પોતપોતાના રોલ સમજાવી દીધા.


શ્રેયાએ હત્યારાને અજ્ઞાત નામ આપ્યું અને હવે પછી હત્યારાનો એ જ નામે ઉલ્લેખ થવાનો હતો. શ્રેયાએ ચેતવણી આપતા પોતાની ટીમને જણાવ્યું કે આપણી તપાસની કોઈ પણ વિગત મીડિયાને મને પૂછ્યા સિવાય કોઈ નહીં આપે. ફોન ટ્રેકિંગ અને સીસીટીવી ફૂટેજ કલેક્શન અને તપાસની જવાબદારી રેશ્માને આપી. ડીએનએ કલેક્શન અને એના પૃથ્થકરણની જવાબદારી તેમજ જે પણ શંકાસ્પદ વ્યક્તિ પકડાય તો તેની પૂછપરછની જવાબદારી પ્રતાપ અને મનોજને સોંપી.


મીડિયા દ્વારા ટોક શો શરૂ થયા ને મૈત્રી હત્યા કેસનું પોસ્ટમોર્ટમ મીડિયાની ઓફિસોમાં શરૂ થયું. મીડીયાએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા. જો પોલીસે પોતાની કામગીરી યોગ્ય રીતે કરી હોત તો આજે મૈત્રી જોશી જીવતી હોત, પણ પોલીસે તેની કાર્યવાહી યોગ્ય રીતે કરી નથી તેથી મૈત્રીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ ઉપરાંત અગાઉના કેસોનો હવાલો આપી જુદા જુદા કાયદાના વિશેષજ્ઞો, વિરોધ પક્ષના પ્રવક્તા અને સત્તા પક્ષના પ્રવકતાઓને બોલાવી મીડીયાએ મૈત્રી જોશી કેસને એક ચર્ચાસ્પદ કેસ બનાવી દીધો. વિરોધ પક્ષે સત્તા પક્ષના માથે દોષનો ટોપલો ઢોળતા કહ્યું કે જ્યારથી પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી ક્રાઈમ રેટમાં વધારો થયો છે અને એમાં પણ સ્ત્રીઓ પ્રત્યેના ગુનાઓ સતત વધી રહ્યા છે. મીડિયાની ડીબેટમાં એકઠા થનારા લોકો એ લોકો હોય છે જેમને વિષય સાથે કોઈ લેવા દેવા હોતું નથી. એમને ફક્ત ચર્ચા કરવાથી મતલબ હોય છે. તમે એમને ગધેડાનો વિષય આપો તો એના પર પણ એ લોકો ચર્ચા કરી શકે તેવા પારંગત હોય છે.


બીજી તરફ શ્રેયા જેવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે કે જે પોતાની જવાબદારી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિભાવે છે. મૈત્રીના પરિવારમાં હજી પણ ગમગીની છવાયેલી છે. તેમનું જીવન પાટા પર આવતા હજી સમય લાગશે એવું લાગી રહ્યું છે. તેમના માટે મૈત્રીનું મોત શરીરનો કોઈ ભાગ કપાઈ ગયો હોય એવી વેદના સમું છે.


શ્રેયાની ટીમ કામે લાગી ગઈ હતી. રેશ્માએ ફોન ટેપિંગનું કામ બારીકાઈથી કરવાનું શરૂ કર્યું. મૈત્રીના ગુમ થયાના દિવસે જે ફોન ટ્રેક થયા હતા એ તમામની પૂછપરછ અને માહિતી એકઠી કરવા માંડી.


શ્રેયા કમિશ્નરની ઓફિસે મળી આવી અને તેમને રજૂઆત કરી કે ડીએનએના સહારે હત્યારાને શોધવા માટે મને શહેરના તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવાની પરમીશન આપો. પરંતુ કમિશ્નરે પોતાની અસહાયતા દર્શાવતા જણાવ્યું કે આપણે કોઈને પણ ડીએનએ આપવા માટે મજબુર ના કરી શકીએ. સરકાર અને કાયદો આપણને તેની પરમીશન આપશે નહીં. શ્રેયાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે જો આજે આપણે ડીએનએ કલેક્ટ કરીએ છીએ તો એ ભવિષ્યમાં પણ કામ લાગશે અને બ્લડબેંકની જેમ એક ડીએનએ બેંક ઉભી થશે. જેનાથી ભવિષ્યમાં ગુનેગારને પકડવામાં આસાની થશે. કમિશ્નરે તેને આશ્વાસન આપતા એટલું જ કહ્યું કે હું ગૃહમંત્રી સાથે વાત કરીને તને જાણવું છું કે આપણે શું કરી શકીએ.


શ્રેયા રાહ જોવા માંગતી ન હતી. પરિણામની પરવાહ કર્યા વિના શ્રેયાએ ફરી એકવાર મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી કે અમારી પાસે મૈત્રી જોશીના હત્યારાને શોધવાનો એક માત્ર પુરાવો છે હત્યારાનો ડીએનએ. મારી શહેરના તમામ નાગરિકોને નમ્ર અરજ છે કે અમને અમારા આ કાર્યમાં તમે મદદ કરો. અમને તમારા ડીએનએ સેમ્પલ આપો, જેથી અમે હત્યારા સુધી પહોંચી શકીએ.


શ્રેયાના મીડિયા સમક્ષના આ નિવેદનથી ગુસ્સે થવાના બદલે કમિશ્નરે તેનો સપોર્ટ કર્યો અને તેણે ડીએનેએ એકઠા કરવાની છૂટ આપી, પણ સાથે સાથે તેને ચેતવણી આપતા કહ્યું કે કોઈની મરજી વિરુદ્ધ સેમ્પલ લેવા નહીં. કારણ કે દરેકને પોતાની સ્વતંત્રતા ભોગવવાનો હક્ક આપણા બંધારણે આપ્યો છે.


શ્રેયા ફોરેન્સિક વિભાગના હેડ ડોક્ટર પિયુષ ભટ્ટને મળી. તેમને કેસની વિગત અને પોતાની યોજના જણાવી. ડોક્ટર પિયુષને પણ શ્રેયાના આ કામમાં રસ જાગ્યો. તેમની પણ ઈચ્છા હતી કે દેશમાં ડીએનએ બેંક હોવી જોઈએ. તેમણે તેમની તમામ મદદ કરવાનું વચન આપ્યું. ડોક્ટર પિયુષ અને કમિશ્નર સરના સપોર્ટથી તેનો જુસ્સો વધી ગયો.


તેણે ડોક્ટર પિયુષ અને તેમના અન્ય સહાયકો તથા પોતાના સહાયકોનો એકબીજાને પરિચય અને કામગીરી બાબત માહિતગાર કરવા એક મીટીગ ગોઠવી અને તેમાં ડીએનએ સેમ્પલ એકઠા કરવા માટેની વ્યૂહરચના સમજાવી.


તેણે મિટિંગમાં ઉપસ્થિત તમામ લોકોને સંબોધતા કહ્યું, “આપણે હળીમળીને કામ કરવું પડશે. ક્યાંય પણ કચાશ ન રહી જાય તે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે જો એક પણ ડીએનએ સેમ્પલ રહી જશે તો આપણી બધી મહેનત એળે જશે. લોકો આપણી નાકામયાબીથી આપણી ઉપરનો ભરોસો ખોઈ બેસશે.”


ડોક્ટર પીયુષે પોતાની વાત રજુ કરતાં કહ્યું, “એવું નહીં થાય. બધા ડીએનએ નહીં મળે તો પણ આપણે હારી નહીં જઈએ. આપણો ઉદ્દેશ્ય છે કે મૈત્રીના હત્યારાને પકડવો. ક્યાંકને ક્યાંક તો ડીએનએ મેચ થઈ જ જશે. આપણે સિવિલ હોસ્પીટલમાંથી અને અન્ય બ્લડબેંકોમાંથી પણ સેમ્પલ લઈ લઈશું.”


શ્રેયાએ મનોજ અને પ્રતાપને સંબોધીને કહ્યું, “આપણને જે લોકો સેમ્પલ નથી આપતા એમનું લીસ્ટ અલગ બનાવી એમની તપાસ પણ કરવી પડશે.”


ત્યાં ઉપસ્થિત એક ડોકટરે સૂચન કરતાં કહ્યું કે ડીએનએ ડેટાબેઝ માટે બહુ ભારે ખર્ચ થશે તેના માટે શું કરીશું. બધાનું ધ્યાન તે ડોક્ટર પર મંડાયું.