ભાગ ૪
અત્યાર સુધી આપણે જોયું કે મીરા ના ઘર નો દરવાજો ખટ ખટ થાય છે. તેમને ખોલ્યું તો શીલા અને ગિરીશ જ હતા . હવે આગળ ની વાર્તા જોઈએ.
મીરા અને રામ કહે છે , અરે શીલા બહેન ગિરીશ ભાઈ આવો ને . બંને જણા અંદર આવ્યા. શીલા અને ગિરીશ બેઠા, ત્યાં તો શીલા એ કહ્યું અરે મારી બહેન ની છોકરી ૧૨ વી કક્ષા માં ઉત્તીર્ણ આવી છે આ વાત માં તમને બંને ને હું અમારા ઘેર ચા પીવા બોલાવવા આવ્યા હતા. મીરા એ કહ્યું અભિનંદન અને રામ એ પણ કહ્યું અભિનંદન તમારા બહેન ની દીકરી ને. શીલા એ કહ્યું welcome પછી કહ્યું ચાલો એ ખુશી માં ચા પીવા . મીરા એ કહ્યું હા હા કેમ નહિ ચાલો . જેવું બધા ઘર ની બહાર આવ્યા ત્યાં તો શીલા એ કહ્યું મીરા બહેન અમારા ઘર નો ગેસ ખતમ થઈ ગયો છે તો તમે તમારો સ્ટવ લઈ લો ને અને થોડી ચા ની પત્તી અને થોડું દૂધ પણ લઈ લો. પછી મારા ઘરે જઈએ . ( માંગવા ની પણ કઈક હદ હોય 😂) મીરા એ કહ્યું રહવા દો શીલા બહેન આપણે મારા ઘરે જ ચા પી લઈએ.શીલા બહેન આ કીધું હા એ સાચી વાત એટલી માથાકૂટ કરવી એના કરતા આપડે તમારા ઘરે જ ચાઈ પીએ .મીરા કહે હા કેમ નઈ .હવે તો રામ ને પણ ખબર પડી ગઈ કે આ લોકો કઈક વધારે જ ઉધાર લે છે. પણ કઈ પણ કેહવા ની હિંમત જ નહતી થતી.
પણ બધા ભેગા થયા મીરા ના ઘરે અને બધા એ ત્યાં ચા પીધી.ચા પીતા પીતા ગિરીશ ની નજર ટેબલ ઉપર પડેલ ચાકુ સેટ ઉપર ગયી. આ ચાકુ તો સારી લાગે છે રામ ભાઈ અમારા માટે પણ આવી લઈ આવજો ,ને પણ આ તો મને થોડી મોંઘી લાગે છે હું એક દુકાન જાણું છું ત્યાં થી લેજો , ત્યાં થી સસ્તું અને સારું મળી જસે.રામ એ કહ્યું હાં સારું હું લેતો આવીશ.પછી શીલા બહેન અને ગિરીશ ભાઈ ઘરે ગયા. બધા લોકો સૂઈ ગયા . મીરા એ કહ્યું તમે ચિંતા ના કરતા આ આપડા પડોસી ની વાત માટે એતો ચાલ્યા કરે આપડે કોઈ તો ઉપાય કાઢી નાખીશું.રામ એ કહ્યું હાં હા હું એની ચિંતા નથી કરતો . ચલ હવે સૂઈ જઈએ નહિ તો કાલે ઉઠવા માં મોડું થઇ જસે . પછી બંને પતિ પત્ની સૂઈ ગયા.
એક બીજી સવાર થઇ મીરા એ રોજ ની જેમ જ ટિફિન પેક કર્યું રામ નું અને નાસ્તો બનાવ્યો.બંને એ નાસ્તો કર્યો . રામ અને મીરા એ નાસ્તો કર્યો અને પછી રામ ઓફિસ ગયો. મીરા એ કહ્યું આવતા આવતા ગિરીશ ભાઈ એ ચાકુ મંગાવી એ લેતા આવજો. રામ એ કહ્યું હાં. આખો દિવસ જતો રહ્યો , રાત્રે આવતા આવતા રામ ગિરીશ ભાઈ ની બતાવેલી દુકાને થી એ ચાકુ નો સેટ લાવ્યો. રામે તે લીધું અને ઘરે આવ્યો અને સૌથી પેહલા ગીરશ ભાઈ ના ઘરે એ ચાકુ નો સેટ દેવા ગયો ( હવે પૈસા તો માંગવા થી રહ્યા😂, ચાકુ ના પૈસા તો ગિરીશ ભાઈ આપશે નહિ) . રામ પૈસા લીધા વગર જ ઘરે આવતો રહ્યો.
બીજે દિવસે શીલા તે ચાકુ થી શાક સમારતી હતી ત્યાં તો વધારે જોર આપવા થી ચાકુ ની દાંડી જ તૂટી ગઈ અને ચાકુ હાથ માં થી છટકી ને નીચે પડી ગઈ. ત્યાં તો ગિરીશ ભાઈ એ કહ્યું અરે શીલા શું થયું, શીલા એ કહ્યું અચાનક આ ચાકુ ની દાંડી તૂટી ગઈ એ તો સારું થયું કે હાથ માં વાગ્યું નહિ. પછી તેઓ આ વાત ને લઈ ને રામ પાસે ગયા. રામ અને મીરા એ કહ્યું શું થયું. તો ગિરીશ એ કહ્યું રામ ભાઈ તમને આ દુકાન વાળા એ સસ્તો માલ પકડાવ્યો લાગે છે, શીલા શાક સમારતી હતી અચાનક જ ચાકુ ની દાંડી તૂટી ને હાથ માં થી છટકી ગયી ચાકુ, એતો સારું થયું કે શીલા ને હાથ માં વાગ્યું નહિ. ( કેવા માણસો છે ખબર જ નથી પડતી, એમને જ રામ ને એ દુકાન વાળા પાસે મોકલ્યો હતો ચાકુ લેવા ) . તો પણ રામ એ કહ્યું સોરી હવે થી ધ્યાન થી વસ્તુ જોઈ ને લઈ આવીશ. ગિરીશ એ કહ્યું હા વાંધો નહિ.
હવે એ વિચારવા નું કે રામ અને મીરા આ લોકો ને કઈક સરખો જવાબ આપી શકશે કે નહીં.
આ કહાની નો ૫ મો ભાગ જલ્દી આવશે.😊