વસુધા
પ્રકરણ-50
વસુધાની કુખે લક્ષ્મી સમી દિકરી અવતરી હતી.
પુરષોત્તમભાઇ આનંદથી ઉછળી પડ્યાં. પાર્વતીબેને કહ્યું “વાહ લક્ષ્મીજી આવ્યાં છે.” પછી પુરષોત્તમભાઇ સામે જોયું તો આનંદનો ઉભરો શાંત થઇ ગયો.
પાર્વતીબેન ધ્રુસ્કેને ધુસ્કે રડી પડ્યાં બોલ્યાં “દીકરી જન્મયાની ખુશી વ્યક્ત કરું કે જમાઇ વિદાયનાં આંસુ વહાવું બોલો શું કરું હું ?” આમ કહી ખૂબ રડ્યાં..
“આ ઇશ્વરનેય વિચાર ના આવ્યો કે આવનાર દિકરીને કોણ
ઉછેરશે ?”
પાર્વતીબેન ખૂબ રડી રહેલાં. એમણે
પુરષોત્તમભાઇને કહ્યું “આ દીકરી સારું છે
એનાં બાપનાં ગયાં પછી અવતરી.. એનો બાપ ગયો
ગુમાવ્યો એનું જરૂર દુઃખ છે પણ.. લોક કહેત કે આવી એવી બાપને ભરખી ગઇ.. સમાજનાં
મોઢે ગરણું ક્યાં બાંધવા જાત ? ઓ મહાદેવ તમે આ શું કરી નાંખ્યું ?.. એક બાજુ વધાઇ
અને બીજી બાજું વિદાય.... “
*******
પીતાંબરને ઘરે લાવી
સમાજ અને ગામનાં માણસોની હાજરીમાં પીતાંબરનાં મૃતદેહની પૂજા-વિધી -વિધી વિધાન
કરીને એને અગ્નિદાહ આપવામાં આવ્યો. ગામનાં ઘર ઘરમાં ચર્ચા હતી કે ગુણવંતભાઇનાં
કુટુંબ પર કેર વર્તાયો છે. પીતાંબરનાં મૃત્યુ પાછળ ગામનાં માથાભારે માણસોનોજ હાથ
છે એકતો જેલમાં છે બીજા પણ પકડાઇ જશે.
દિવાળીફોઇએ કહ્યું મારો પીતાંબર અમને મારી
વસુધાને એની દિકરી બધાને એકલાં મૂકી સ્વર્ગે સિધાવી ગયો એમ કહીને મોટેથી પોક મૂકી.
પાછળ ગુણવંતભાઇ, ભાનુબેન સરલાં બધાં પોક મૂકી મૂકીને ખૂબ રડ્યાં..
બધું પતાવી સ્મશાનથી ડાધુઓ સાથે ગુણવંતભાઇ ઘરે આવ્યાં ત્યાં પુરશોત્તમભાઇ અને દુષ્યંત
આવ્યાં.. સરલાને બોલાવીને કહ્યું “વસુધાને દીકરી આવી
છે.. દીકરીની તબીયત સારી છે વસુધાને હજી ભાન નથી આવ્યું પણ આવી જશે.” ત્યાં પુરષોત્મતભાઇ આવેલા જોઇને ભાનુબેન-ગુણવંતભાઇ દોડી આવ્યાં અને વસુધા અંગે સમાચાર જાણ્યાં.
ભાનુબહેને કહ્યું “લક્ષ્મીજી પધાર્યા મારાં ધરને રોશન કરશે બધે સુખ શાંતિ..” એમ કહેતાં કહેતાં ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યાં.. “એનો બાપ તો..” ગુણવંતભાઇએ કહ્યું “હવે એમ ઢીલા થયે નહીં ચાલે. હવે વસુધા અને આ દીકરીને ઉછેરવાની
છે.” એમ કહેતાં કહેતાં એજ ખૂબ રડી પડ્યાં...
***********
સવારનાં પહોરમાં
મેટરનીટી હોસ્પીટલનાં પ્રાંગણમાં ગાડીઓ આવીને ઉભી રહી
એક ગાડીમાંથી ગુણવંતભાઇ, ભાનુબેન, સરલા અને ભાવેશકુમાર ઉતર્યા સાથે દિવાળીબેન પણ
હતાં. બીજી ગાડીમાંથી ગામનાં સરપંચ લખુભાઇ, પુરષોત્તમભાઇ, દુષ્યંત અને પશાકાકા
બધાં ઉતર્યા. બધાનાં ચહેરાં ઉદાસ હતાં. પુરષોત્તમભાઇએ કહ્યું “વસુધા હવે ભાનમાં છે સ્વસ્થ છે ઉપર જઇને બધી વાત હું ચાલુ કરીશ
પછી..”
ત્યાં ભાનુબહેનને કહ્યું “આગળ બધુ હું અને
પાર્વતીબેન સંભાળી લઇશું કોઇ ચિંતા ના કરશો હવે જે થવાનું હતું તે થઇ ગયું છે આપણે
વસુધાને સાચવી લેવાની છે” એમ ચર્ચા કરીને
બધાંએ હોસ્પીટલ પહેલાં માળે જવા માટે પગલાં ઉપાડ્યાં.
વસુધા એનાં પલંગ માં
સૂતી હતી. સૂતાં સૂતાં એ એની દિકરીને જોઇ રહી હતી. પાર્વતીબેન ચૂપ હતાં એ જોઇ
રહેલાં હમણાં બધાં આવશે એમની રાહ જોઇ રહેલાં હજી વસુધાને કંઇ જાણ કરી નહોતી..
વસુધાએ એની દિકરીને કહ્યું “એય મારી અકુ.. જો તારાં પાપાને એકસીડન્ટ થયો છે એમને સારું થઇ
જાય એટલે તને ફરવા લઇ જશે... નદીએ લઇ જાશે.. મંદિરે લઇ જશે.. ત્યાં સુધી તું થોડી મોટી પણ થઇ જઇશ. “
જન્મ લીધેલ દીકરી એની નિર્દોષ આંખોથી કંઇ
સમજ વિનાં વસુધા તરફ જોઇ રહી હતી વસુધાએ કહ્યું “માં તું કહેતી હતીને બધાં બેબીને જોવા આવવાનાં છે ? હજી કેમ નથી
આવ્યાં ?” એણે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
પાર્વતીબેને વસુધા જુએ નહીં એમ નિસાસો
નાંખી કહ્યું “આવશે બેટા આપણે બેઊ
અહીં છીએ શું ખબર પડે ? પણ તારાં પાપાએ કહેલું આજે આવશે. કીધુ છે તો આવશેજ” એમ કહી પોતાનાં પાલવ વડે આંસુ લૂછ્યાં.
ત્યાં રૂમનાં દરવાજે ભાનુબેન અને ગુણવંતભાઇ
દેખાયા પાછળ પુરષોત્તમભાઇ, દુષ્યંત, સરપંચ, સરલા ભાવેશ બધાં હતાં. ભાનુબેને આવીને
વસુધાને કહ્યું “દીકરી કેમ છે ? મારી
લક્ષ્મી રુપી દીકરી.. ઓહો આતો જુઓ નિરાંતે ઊંઘે છે કેટલી સુંદર છે નાક નકશો તો
અસ્સલ એના બાપ જેવો છે” એમ કહીને એ રડી
પડ્યાં. ત્યાં સુધીમાં સરલા વસુધાની બરાબર બાજુમાં આવી ગઇ. વસુધાથી સીધુંજ પૂછાઇ
ગયું “માં.. એમને કેમ છે ?
એ ક્યારે આવશે દીકરીનું મોં જોવા ?”
ભાનુબહેન એકવાર ગુણવંતભાઇ તરફ જોયુ પછી
સરલા અને પછી વસુધા તરફ સીધી દ્રષ્ટિ કરીને બોલ્યાં.. “વસુધા.. વસુધા... દીકરી..” આગળ બોલી ના શક્યા ડૂમો ભરાઇ ગયો અને
ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં. સરલાએ વસુધાને કહ્યું “વસુધા ભાઇ... ભાઇ આપણને છોડીને ગયો.. એ દીકરીનું મોઢું જોવા નહી
આવી શકે.. નહીં તું કે આ દીકરી
પીતાંબરનું મોઢું જોઇ શ” એમ કહેતાં કહેતાં
રડી પડી.
વસુધાતો સરલાની સામેજ જોઇ રહી એની આંખો
સરલા ભાનુબહેન અને પાર્વતીબેનનેજ ચકળવકળ નજરે જોઇ રહી હતી એ થોડીવાર પત્થર જેવી થઇ
ગઇ.. કંઇ બોલીજ ના શકી પછી એણે જોરથી પીડા ભરેલી ચીસ નાંખી “પીતાંબર...” એની ચીસ એટલી ગૂંજી
કે સૂઇ ગયેલી બેબી ઉઠી ગઇ અને આજુબાજુનાં રૂમથી
લોક દોડી આવ્યું.
વસુધા છાતીયો ફુટતી ધ્રુસ્કે ને ધ્રુસકે રડી પડી બોલી “પીતાંબર તમે આવું ના કરી શકો ? મને એકલી મૂકીને કેવી રીતે જઈ શકો ? સરલા.. જોયું તે.... આ બેબી કોનો હાથ પકડી ફરવા જશે ?
હું બેબીને ક્યારની કહી રહી છું તારાં પાપા આવશે ત્યાં સુધીમાં તું ઓળખતી થઇશ તને
બધે ફરવા લઇ જશે હે મહાદેવ આ તમે શું કર્યું ? અમે જળાભીષેક તમારો કરેલો એક સાથે
બેસી પ્રાર્થના કરી હતી તમારાં જેવો પ્રેમ અને દાંપત્ય માંગ્યુ હતું આ શું કરી
નાંખ્યુ હે ભગવાન હવે અમારું કોણ ? આ
દીકરી જન્મતાં પહેલાંજ બાપ ખોઇ બેઠી..”
ત્યાં દિવાળીફોઇ બોલ્યા “મારી વસુ પ્રભુને ગમ્યુ એ થયું દિકરાં.. આવી પડેલું દુર્ભાગ્ય સ્વીકારવા સિવાય કોઇ રસ્તો નથી આ દિકરી આપણે
બધાં છીએને.. સરસ ઉછેરીશું દિકરી હમણાં તું દીકરી જન્મ આપીને બેઠી થઇ છું વધુ રડીશ
નહીં. તારી તબીયત સાચવ.”
ભાનુબહેને આંસુ લૂછતાં કહ્યું “વસુધા બેટા….-તારો પડ્યો બોલ ઝીલાશે ઘરમાં.. તને કંઇ ઓછું નહીં આવવા દઇએ આ દીકરીતો ખૂબ
લાડથી ઉછરશે આ ગુણવંતભાઇનાં ઘરમાં અમેય જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે અમારાં પણ
કેટકેટલાં અરમાન હતાં પણ વિધાતાને કોણ કહે કે તમે કાળુ
કામ કર્યુ છે મારો એકનો એક દીકરો ઝૂંટવી લીધો છે.”
વસુધાએ રડતાં રડતાં કહ્યું “ક્યારે ગયાં ? શું થયુ હતું ? મને જાણ સુધ્ધાં ના કરી ?
સાવિત્રી બનીને એમનું રક્ષણ કરતાં મારી પાત્રતા ઉપર શંકા હતી ?”
વસુધા અને ભાનુબેનનાં સંવાદ સાંભળી ત્યારે
હાજર રહેલાં બધાની આંખમાંથી આંસુ વહી રહેલાં. ત્યાં સરલા બોલી “વસુધા તારી પાત્રતાતો
મૂઠ્ઠી ઊંચેરી છે આખા પંથકમાં
તારાં જેવી છોકરી નહીં હોય તું તો સાક્ષાત માં નાં અવતાર જેવી પવિત્ર છે તારી પાત્રતા કોઇ ઓછી ના આંકી શકે.”
“વસુધા હું તારી પાસેજ
હતી પછી તારાં મંમી અહીં આવ્યા હું ભાઇની ખબર કાઢવા ગઇ હતી ત્યારેજ એજ સાંજે ભાઇએ
જીવ છોડ્યો.. તારી પ્રસુતા થઇ જાય પછી તને કહેવાનું નક્કી થયુ ટાંકણે તું પ્રસવપીડામાં હતી વડીલોનાં નિર્ણય પ્રમાણે તારી સુવાવડ
થયા પછી કહેવું એવું નક્કી થયું.. અંત આવી રહયો હશે ભાઇનો એટલેજ બધાને છોડીને
ગયો..” આટલું બોલતાં બોલતાં
એ છૂટી મોઢેં રડી પડી..
દિવાળીફોઇએ કહ્યું “દીકરી જન્મતાંજ બાપ ખોઇ બેઠી હતી પણ એનાં પગલાં ખૂબ સારાંજ થશે
એણે બાપ ગુમાવ્યો પણ એનાં જન્મ પહેલાંજ એ જતો રહ્યો. સમાજમાં મારી દીકરીને કોઇ
વગોવી નહીં શકે. દિવાળીફોઇએ સામાજીક ચોખવટ કરી.”
આવું સાંભલી ભાનુબહેનથી ના રહેવાયુ એમનાં
આંખનાં ડોળા બહાર નીકળી ગયાં અને બોલ્યાં “એકતો મેં દીકરો ગુમાવ્યો ઉપરથી કોઇ આવી જીભ કચરે તો ખરું એનો
જીભડો ખેચી નાંખીશ.. મારે ત્યા તો સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે..” એમ કહેતાં ખૂબ રડી પડ્યાં.
વસુધા બધુ સાંભળીને વ્યગ્ર અને હતાશ થઇ ગઇ હતી એની આંખોમાં આંસુ રોકાતા નહોતાં એ એની દિકરીની
સામે જોઇ રહી હતી. એ મનોમન કંઇક વિચારો કરી રહી હતી કોઇક નિર્ણયો જાણે લઇ રહી હતી.
વસુધાએ ગુણવંતભાઇને સંબોધીને કહ્યું “પાપા હવે તમારો આશરો
છે... પણ હું આજે મારા દીકરીનાં માથે હાથ મૂકીને સોગંધ ખાઊં છું કે હું તમારો
દીકરો થઇને રહીશ.. ક્યાંય ઘરનો ખૂણો સંભાળીને નહી બેસી રહું ઘરની બધીજ જવાબદારી
ઉઠાવીશ તમારી સેવા કરીશ. પીતાંબરનાં ભાગની જવાબદારી પણ હુંજ ઉપાડીશ. મારી દીકરીને
કદી ઓશીયાળી નહીં થવા દઊં. હું પણ મારાં બાપની દીકરી છું એમનું પણ ગૌરવ વધારીશ એની
આંખો મોટી આત્મવિશ્વાસથી ભરપુર હતી. ભલે એ ભીની નીતરતી હતી...
આગળ આવતા અંકે - પ્રકરણ-51