સ્ટ્રીટ નં. 69
પ્રકરણ-13
સોહમ ઓફીસ બિલ્ડીંગની
બહાર નીકળ્યો અને એણે એ સ્ક્રીટની અંદરની
તરફ જોયું તો ત્યાં દૂર એક છોકરી ઉભી છે. એને થયું આટલે અંદર કોણ ઉભું છું ? હું અંદર તરફ જઊં કે સીધો મઠ પર પહોચું ? સોહમને પેલાં ચંબલનાથની કહેલી બધી વાત યાદ આવી એને થયું અંદર કોઇ "બલામાં નથી ફસાવું પહેલાં મઠ પર
જઊં.....
સોહમે એવું વિચારી સ્ટ્રીટ નં. 69 થી બહાર નીકળી ગયો અને એણે સ્ટેશન તરફથી ક્રાફર્ડ માર્કેટ તરફ ધીમે ધીમે
ચાલવાનું શરૂ કર્યું એને વિચાર આવ્યો હું ટેક્ષી કરીને ઝડપથીજ પહોંચી જઊં ?
પાછો વિચાર કર્યો ના ના... ચાલતોજ જઊં
ત્યાં સુધી મને ઘણાં વિચાર કરવાનો સમય મળશે એમ વિચારી ક્રાફર્ડમાર્કેટ તરફ ચાલવા
માંડયું.
ક્રાફર્ડમાર્કેટ આવતાં એમાં
બહારની બાજુ બધાં ફ્રુટવાળાં બેઠાં હતાં એને થયું આમ મઠમાં ખાલી હાથ ના જવાય એમ
વિચારી એણે સફરજન, કેળાં, રાસબરી, પેર, દ્રાક્ષ એવાં ધણાં બધાં ફ્રુટ લીધાં એની મોટી બેગ અને પોતાની કોમ્પ્યુટર (લેપટોપ) બેગ જે એણે સોલ્ડર પર ચઢાવી હતી બધુ
ઊંચકી ચાલવા લાગ્યો.
આગળ જતાં જોયુ સામેની બાજુ બધાં બિલ્ડીંગ વટાવી પાછળની બાજુ ધૂંધવતો
દરિયો છે એ ધીમે ધીમે એ તરફ આગળ વધી રહ્યો હતો.. એણે ફરીથી રોડ ક્રોસ કર્યો અને એક
બિલ્ડીંગની બાજુમાંથી પાછળની તરફ દરિયો દેખાયો એણે એ તરફ ચાલવાનું ચાલુ કર્યું અને
હવે સામે દરિયોજ દેખાતો હતો એણે મનોમન દરિયાદેવને પ્રાર્થના કરી...
સોહમ હજી માંડ 10 ડગલાં આગળ ચાલ્યો હશે અને
ત્યાં એણે જોયું.. અને
અચંબામાં પડી ગયો એની નજર સામે સ્ટ્રીટ નં. 69 નો અંદરનો ભાગ દેખાવા લાગ્યો એણે વિચાર્યુ હમણાંતો સામે હિલોળા
લેતો દરિયો દેખાતો હતો અને આ સ્ટ્રીટ ક્યાંથી આવી ગઇ ? એને મનમાં સૂક્ષ્મ ડર લાગી ગયો....
એને થયું અહીથી બહાર નીકળી જઊં એ ઝડપથી
પગલાં ભરી દરિયા તરફ નીકળવાં જાય છે અને એની સામે બાજુથી નૈનતારાં આવતી દેખાય છે એ
જ્યાં ઉભો હતો ત્યાંજ જડવત ઉભો રહી જાય છે એને કંઇ સમજ જ નથી પડતી કે શું કરવું ? નૈનતારા અહીં ?
નૈનતારાં એની સાવ નજીક આવી જાય છે અને સોહમ
પૂછે છે “તું... તું... ? તમે... ?” નૈનતારાએ કહ્યું “તું તું તમે ના કર... હું નૈનતારા જ છું અને તને ખાસ ચેતવવા આવી છું મારાં મઠાધીપતિ ચંબલનાથને મારી બધી ગતિવિધીની ખબર પડી ગઇ છે. મારે સૌપ્રથમ જે
કરવાનું હતું એ એમનાં આદેશથીજ કર્યું પણ હું તારાં ઘરે આવી તને મેં... એ એમને ખબર
પડી ગઇ છે એ મારાં પર ખૂબ ગુસ્સે છે.. સોહમ હું અધોરણ થઇ ગઇ છું પણ હજી એક ક્રિયા
બાકી છે.. હું પુરુ ના કરી શકું એનું ષડયંત્ર એ ચંબલનાથ કરી રહ્યાં છે. મારે તારી મદદની જરૂર છે.. સોહમ હું તને
ખાસ એજ કહેવા આવી છું કે... “
નૈનતારા આગળ બોલે પહેલાં એકદમજ પવનની આંધી ચઢે છે.. દરિયામાં મોટાં મોટાં મોજા ઉછળવા લાગે છે પવનની ગતિ
એટલી બધી છે કે ચારેબાજુ બધુ ઉડવા લાગે છે. નૈનતારાએ સોહમને કહ્યું “હું હમણાં જઉં છું પછી મળીશ... એ ચંબલનાથ આવી ગયાં.” એમ કહીને એ અદશ્ય થઇ
જાય છે.
સોહમ ત્યાં ઉભોજ રહ્યો થોડીવારમાં તોફાન
શાંત થયુ સામે દરિયોજ દેખાઇ રહેલો અને ત્યાં સામેથી ગેબી અવાજ સંભળાય છે એ કહે છે “એય છોકરા.. આ તરફ ચાલ્યો આવ.. આવ...” સોહમ અવાજની દિશામાં આગળ વધે છે. અને એ સાગર તરફથી અવાજ આવતો હોય છે ત્યાં મોટો
ખડક આવે છે સોહમ અટકી જાય છે અને ત્યાં ખડકની પાછળથી એક ઊંચો શસ્કત લાંબી દાઢી મૂછ
અને વાળ વાળો અઘોરી બહાર આવે છે એની આંખો મોટી અને લાલ લાલ હોય છે.
એ સોહમ તરફ જુએ છે અને હસવા લાગે છે
અને પોતાની પાછળ પાછળ આવવા આદેશ આપે છે. એ ખડક પાછળ જાય છે અને ખડક ને એક પગથી લાત
મારે છે કંઇક શ્લોક ગણગણે છે અને ખડકમાં રસ્તો જતો દેખાય છે. સોહમનાં આર્શ્ચયનો
પાર નથી રહેતો એ પેલાં અધોરીને અનુસરે છે એની પાછળ પાછળ અંદર જાય છે. માત્ર 3 ફૂટ
પહોળી 6 ફૂટ ઊંચી એવી ગુફામાં જાણે "જરી" (રસ્તો) હોય તો અને એ પાછળ પાછળ ગયાં પછી જુએ છે
ખડકની બનેલી વિશાળ ગુફા હોય છે અને ગુફા દરિયા તરફ પાછી ખૂલી જાય છે. ગુફામાંથી સ્પષ્ટ દરિયો દેખાય છે એ રસ્તો સાંકડો પુરો થાય છે અને પેલો ખડક ખૂલ્યો હતો ત્યાંથી પાછો
બંધ થઇ જાય છે
સોહમ સમજી ગયો કે હવે એ આ અઘોરીની કેદમાં
છે અંદર ગુફામાં આવી ગયો છે. અઘોરીએ કહ્યું “તને મેં બોલાવેલો કે ઓફીસથી સીધો આવી જજે... ઓફિસથી કેમ વહેલો નીકળી ગયો
?”
સોહમે કહ્યું “મને તમારાં ફોન પછી
મારાં બોસે પૂછ્યું કોનો ફોન હતો ? મારે ખોટું બોલવું
પડ્યું કે મારાં મધર બિમાર છે મારાં પાપાનો ફોન હતો.. મને રજા આપી હું ઘરે જતાં પહેલાં
તમને મળવાજ આવી ગયો. “
અઘોરી ખડખડાટ હસ્યો અને બોલ્યો “એ તારી મિત્ર મળીને તને ? તું તો દરિયે આવવા નીકળેલો પેલી સ્ટ્રીટ તને કેમ દેખાઇ ? જાણે છે ?’
અઘોરીએ વિશાળ ગુફા બતાવતાં કહ્યું ‘અહીં મારું રાજ છે આ ગુફામાંથી હું આખી દુનિયામાં જે કરવું હોય
કરી શકું છું મારી શિષ્યા નૈનતારા અહીંજ રહી છે. મારી સાથે મારી અથાગ સેવા
કર્યા પછી અઘોરણ બની છે પણ એણે મારો હુકમ ઉથાપ્યો છે.. તારે હવે અહીં
આવી ગયો છું એટલે અને તારાં કામ મારા થકી થયાં છે એટલે મારુ કામ કરવાનું છે... બોલ
કરીશને ?”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-14