One unique biodata - 2 - 4 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૪

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૪

નિત્યા અને જશોદાબેન બેસીને વાતો કરી રહ્યા હતા.

"દેવ ક્યાં ગયો?"જશોદાબેને નિત્યાને પૂછ્યું.

"અરે એ તો જમવા બેસ્યા હતા.હું તો ભૂલી જ ગઈ.મમ્મી,તમે આરામ કરો હું જાઉં છું.એમને કઈક જરૂર હશે તો"

"એને કઈ જોઈશે તો એ મારિયા પાસે માંગી લેશે"

"તો પણ હું જાઉં"

"સારું,ધ્યાન રાખજે,જલ્દી જલ્દીમાં ક્યાંક વગાડી ના બેસતી"

"હા મમ્મી"કહીને નિત્યાએ ડાઇનિંગ ટેબલ તરફ ડોટ મૂકી .

"આ છોકરીને પોતાના સિવાય બધાની ચિંતા છે.હે કાન્હાજી!, મારી આ દિકરીને તમે બધી જ ખુશીઓ આપજો જેની એ હકદાર છે.એ પોતાના માટે તમારી પાસે ક્યારેય કઈ જ નહીં માગે એટલે એની તરફથી હું એના માટે એની ખુશીઓ માંગુ છું"જશોદાબેન મનોમન ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યા.

નિત્યા દોડીને ડાઇનિંગ ટેબલ તરફ ગઈ ત્યાં એને સીડીના કઠેડાની ઠેસ વાગી છતાં એ ડાઇનિંગ ટેબલ તરફ એટલી જ ઝડપથી જતી હતી.ત્યાં પહોંચીને જોયું તો કોઈ હતું નહીં.ત્યારબાદ નિત્યા કિચનમાં ગઈ.ત્યાં મારિયા કામ કરતી હતી.

"મારિયા દીદી,દેવ સરખું જમ્યા ને?"

"યસ દીદી"

"એમને કઈ જરૂર તો નહોતી ને?"

"નો,હી ડિડન્ટ ટેલ એનિથિંગ"

"હવે એ ક્યાં કઈ કહે જ છે"નિત્યા નિસાસો નાખતા બોલી.

"વોટ ડિડ યૂ સે?"નિત્યાને મનમાં બબળતી જોઈ મારિયાએ પૂછ્યું.

"નો નો,નથિંગ"કહીને નિત્યા ત્યાંથી નીકળતી હતી ત્યાં કાવ્યા ડાઈનિંગ એરિયામાં આવી.

"નીતુ તારું જમવાનું?"

"મને ભૂખ નથી"

"આઈ ઓલ્સો આસ્ક મેની ટાઈમ્સ,બટ શી સેઇડ નો"મારિયાએ કહ્યું.

"ઓહ,મોંટ્રીઅલમાં પપ્પાએ કંઈક ખવડાવ્યું લાગે છે"

"હા,મોંટ્રીઅલની હવા"

"તમે લોકોએ સવારથી બપોર સુધી કઈ જ નથી ખાધું?"

"ના,ટાઈમ જ નહોતો મળ્યો.હું મારુ કામ પતાવીને તારા પપ્પાની મીટિંગ હતી એ હોટેલની બહાર પહોંચી ત્યારે તો મીડિયા અને એમના ફેન્સ એમની આજુબાજુ ટોળું વળીને ઉભા હતા.ત્યાં જ મોડું થઈ ગયુ.પછી ત્યાંથી નીકળીને ડાયરેકટ તારી કોલેજ પહોંચ્યા"

"તો પછી જમ્યા વગર કેમ ચાલે.મારિયા આંટી તમે પ્લેટ લઈને આવો"

"ચકલી તું બોલ,તને મજા આવે છે ને કોલેજમાં?"

"હજી તો આજ પહેલો દિવસ હતો.અઠવાડિયા પછી ખબર પડે કે મજા આવે છે કે નથી આવતી"

"હા,એ પણ છે"

મારિયાએ જમવાનું પ્લેટમાં લાવીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું અને પૂછ્યું,"યૂ વોન્ટ એનિથિંગ દીદી?"

"ના,આટલું ઇનફ છે"

"ઓકે"

"તમે જમ્યા?"

"નો"

"તો પછી રાહ કોની જોવો છો તમે પણ જમવાનું લઈને સાથે બેસી જાવ"

"ઓકે દીદી"

(મારિયા આમ તો ઘરની કેરટેકર હતી પણ નિત્યા,કાવ્યા,જશોદાબેન સહિત દેવ પણ મારિયાને પોતાની ફેમિલી મેમ્બરની જેમ જ રાખતા.મારિયા પણ પોતાનું ઘર હોય એમ જ ઘરને સંભાળતી અને ઘરના સભ્યોનું પણ એ રીતે ધ્યાન રાખતી.)

નિત્યાને જમાડતા કાવ્યાના હાથે સ્પૂન નીચે પડી ગઈ.

"ઉપ્સ,સોરી"કાવ્યા બોલી.

"ઇટ્સ ઓકે"નિત્યાએ કહ્યું.

કાવ્યા સ્પૂન લેવા નીચે નમી અને મોટેથી ચીસ પાડી,"ઓહહ માં,નીતુ આ શું થયું છે?"

આ સાંભળી મારિયાએ પૂછ્યું,"વોટ હેપ્પન બચ્ચાં?"

"આ જુઓ,મમ્મીના પગમાં કેટલું બધું લોહી વહી રહ્યું છે"

"ઓહહ યસ,દીદી વોટ હેપ્પન?"મારિયા પણ જોઈને ગભરાઈ ગઈ એટલે એને નિત્યાને પૂછ્યું.

નિત્યાએ પગમાં જોયું તો અંગૂઠાનો નખ ઉખડી ગયો હતો અને ત્યાંથી લોહી વહી રહ્યું હતું.પણ દુખાવો નહોતો થતો તેથી એનું ધ્યાન એ તરફ ગયું જ નહીં.પછી યાદ આવ્યું કે હમણાં દોડીને આવતા ઠેસ વાગી હતી એના કારણે આવું થયું.

"અરે કઈ જ નથી,ઠેસ વાગી છે"

"શું કઈ નઈ,આટલું લોહી નીકળે છે અને કે છે કઈ નઈ"કાવ્યા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

"બેટા સાચે જ મને નથી દુખાતું,આતો તે કહ્યું ત્યારે ખબર પડી કે લોહી આવે છે બાકી મને તો અહેસાસ જ નહોતો થયો"

"મારિયા આંટી,ફર્સ્ટ એડ કીટ આપોને"

"યસ યસ"

કાવ્યાએ નિત્યાના પગમાં ઘા વાળી જગ્યાએ કોટનથી લોહી લૂછી કાઢ્યું.ત્યારબાદ વધારાનો નખ ધીમેથી કાપ્યો.સ્પિરિટ લગાવીને ઘા ચોખ્ખો કરીને દવા લગાવીને પટ્ટી કરી.કાવ્યા એમ.બી.બી.એસનું ભણતી હતી એટલે એને આ બધું સારી રીતે હેન્ડલ કરી લીધું.આ બધું જ કરતા નિત્યાના મોઢામાંથી એક ચીસ પણ ના નીકળી.એતો બસ કાવ્યાને આમ કરતી જોતી રહી.

"નીતુ,તું સાચે જ બહુ બ્રેવ છે"કાવ્યાએ કહ્યું.

"કેમ?"નિત્યાએ પૂછ્યું.

"ઘા સાફ કરીને પટ્ટી કરી છતાં તને કઈ ના થયું"

"તે કર્યું જ એટલી કાળજીથી કે હું જોતી જ રહી ગઈ"

"બસ હો,હું કંઈ ભગવાન નથી કે તારી તકલીફ ઓછી કરી શકું"

"ડોક્ટર ભગવાન જ હોય"

"ઓકે ચાલ આજ મારા રૂમમાં સુઈ જા,ઉપર નથી જવું.હું ત્યાં તારું જ જમવાનું લઈને આવું"

"ના ,હું મારા રૂમમાં જ જઈશ"

"નીતુ પ્લીઝ,આજ જીદ ના કર"

"ઓકે મારી માં,હું તારા રૂમમાં રહીશ"

નિત્યા કાવ્યાના રૂમમાં ગઈ.થોડું જમીને કાવ્યાએ આપેલી પેઈન રિમુવર ટેબ્લેટ લઈને નિત્યા સુઈ ગઈ.કાવ્યા ક્યાંય સુધી નિત્યાનું માથું દબાવતી રહી.

સાંજના સાડા સાત વાગી ગયા હતા.નિત્યાએ ધીમે ધીમે આંખો ખોલી.કાવ્યાનો એક હાથ નિત્યાના માથા પર હતો અને એક હાથે બુક પકડેલી હતી જે ઓલમોસ્ટ પકડમાંથી છૂટી ગઈ હતી.નિત્યાએ ધીમે રહીને કાવ્યાની બુક બાજુના ટેબલ પર મૂકી અને કાવ્યાને ઓશીકું આપી સરખી રીતે સુવાડી અને પછી નિત્યા બેડમાંથી ઉભી જ થવા જતી હતી ત્યાં કાવ્યાએ એની સાડીનો પાલવ પકડ્યો અને બોલી,"નો ચિટિંગ,આજે તારે અહીંયાંથી ઉભું નથી થવાનું"

"પણ હવે હું ઠીક છું"

"તો પણ તારે અહીંયા આરામ કરવાનો છે"બહારથી કાવ્યાના રૂમમાં આવતા જશોદાબેન બોલ્યા.

"મમ્મી,મને આમ બેસી રહેવું નથી ગમતું"

"મને પણ નથી ગમતું, તો પણ તમારા બધાના કહેવાથી બેસી રહું છું ને.આજ તારે પણ અમારું કહ્યું માનવાનું છે"

"ઓકે"નિત્યા ઉદાસ થઈને બોલી.

"મેં તને કહ્યું હતું ને તું ધીમે ધીમે જા"

"મમ્મી,એસે બડે બડે દેશો મેં એસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ"નિત્યા ફિલ્મી અંદાજમાં બોલી.

ત્રણેય હસી પડ્યા.

"માઈરા,નિત્યા માટે ટરમરીક મિલ્ક ઓફ ગ્લાસ લેતી આવજે"જશોદાબેન મોટા અવાજે બોલ્યા.

"માઈરા નઈ મારિયા"નિત્યા અને કાવ્યા બંને એક સાથે બોલ્યા.

"હા હા હવે બધું એક જ કહેવાય"

મારિયા હળદરવાળું દૂધ લઈને આવી.

"જોવો હું પહેલેથી જ કહી દઉં છું કે હું આ દૂધ પીશ તો ડિનરમાં કઈ જ નઈ જમુ"નિત્યાએ વોર્ન કરતી હોય એમ કહ્યું.

કાવ્યા,જશોદાબેન અને મારિયા એકબીજાના સામે જોઇને હસવા લાગ્યા અને કાવ્યા અને જશોદાબેન સાથે મારિયા પણ બોલી,"હા ભાઈ હા"

"મારિયા તું મમ્મીને જમવા આપી દે અને હા દવા પણ સાથે આપી જ દેજે અને ચકલી તું પણ જમી લે હવે"

"તું કોઈની પણ ચિંતા ના કર.તું બસ આરામ કર.અહીંયા બધા જ પોતાનું કામ જાતે કરી લે એવા છે"

"આદત જસુ આદત.....આદત પડી ગઈ હોય એ ક્યાં છૂટે છે"

"પાછી તું જસુ બોલી"કહીને નિત્યા ઉભી થવા જતી હતી ત્યાં કાવ્યાએ એને રોકી અને હગ કરીને કહ્યું,"સોરી સોરી સોરી........પણ હું તો જસુ જ કહીશ"

ત્યારબાદ જશોદાબેન,કાવ્યા અને મારિયાએ ડિનર કર્યું.મારિયાએ જસુને દવા આપી પોતાનું કામ કરીને પોતાના ઘરે જવા નીકળી ગઈ.જસુ અને કાવ્યા નિત્યા સાથે કાવ્યાના રૂમમાં બેસ્યા હતા.રાતના ૯:૪૫ થઈ ગઈ હતી તો પણ હજી સુધી દેવ નહોતો આવ્યો.

"કાવ્યા,જરા દેવને ફોન કર તો કેટલી વાર છે"જસુબેન બોલ્યા.

"હા જજજસુસુ.....સોરી હા નાની"કાવ્યા નિત્યાની સામે જોઇને બોલી.

કાવ્યાએ દેવને ફોન કર્યો,"હેલો પપ્પા"

"હા બોલ બેટા"

"પપ્પા કેટલી વાર લાગશે?"

"બેટા હજી થોડું કામ છે.મારે લેટ થશે.તમે સુઈ જાવ.મેં ડિનર કરી લીધું છે"

"ઓકે પપ્પા"

"કાવ્યા......."

"હા પપ્પા બોલો?"

"નિત્યા નથી ઘરે?"

"નીતુ......છે ને પપ્પા.એને....."કાવ્યા આગળ કઈ બોલે એ પહેલાં નિત્યાએ એને રોકી.

"એને શું?"

"કઈ જ નહીં પપ્પા,અહીંયા જ છે.તમારે કામ હતું?"

"ના ના.આમ તો લેટ થઈ જાય તો એ કોલ કરે છે અને આજ તે કર્યો એટલે પૂછ્યું"

"બરાબર"

"ઓકે,બાય બેટા"

"બાય પપ્પા"

"મમ્મી,તમે સુઈ જાવ હવે.બહુ જ મોડું થઈ ગયું છે"નિત્યાએ જસુબેનને કહ્યું.

"હા નાની,તમે ચિંતા કર્યા વગર સુઈ જાવ.પપ્પા ના આવે ત્યાં સુધી હું છું નીતુ જોડે"

"સારું,જય શ્રી ક્રિષ્ના"કહીને જસુબેન એમના રૂમમાં સુવા માટે જતા રહ્યા.

"હેય ચકી,મારા રૂમમાંથી બુક લેતી આવને.તારા પપ્પા ના આવે ત્યાં સુધી વાંચું"

"તું સુઈ જા,આમ પણ પપ્પાએ ડિનર કરી લીધું છે"

"હું તો સુઇ જ જઈશ,તું પણ મારી સાથે સુઈ જા"

"ના,હું આજ ગેસ્ટ રૂમમાં સુઈ જઈશ.તું અને પપ્પા અહીંયા સુઈ જજો"

"તું શું કરવા ગેસ્ટ રૂમમાં જઈશ"

"તો હોલમાં....."

"અરે ના,તું અમારા રૂમમાં સુઈ જા"

"સારું,તારે કઈ બુક જોઈએ છે?"

"ટેબલ પર જ પડી છે"

"ઓકે,હું લઈને આવું"

કાવ્યા નિત્યાના રૂમમાં બુક લેવા માટે ગઈ.ટેબલ પર બુક પડી હતી.બુક પર ડાયરી પડી હતી.કાવ્યાએ બુક લેવા માટે ડાયરી હાથમાં લીધી તરત જ ડાયરીમાંથી છુટા પડેલા પત્તા નીચે પડ્યા.