One unique biodata - 2 - 2 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨

એક ૪૨ વર્ષનો ટોલ-હેન્ડસમ માણસ હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો.એને હાથમાં ફોસીલની ઘડિયાળ પહેરેલી હતી.બ્રાન્ડેડ ગોગલ્સ પહેર્યા હતા.શૂટ-બુટ અને જીન્સમાં એ માણસ ડેસિંગ લાગી રહ્યો હતો.આજુબાજુમાં મીડિયા અને જવાન છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ એમને મળવા માટે,એમની સાથે હાથ મિલાવવા,એમની સાથે ફોટો ક્લિક કરવા માટે એ માણસની આજુ-બાજુ મંડરાઈ રહ્યા હતા.એની આજુબાજુ એકઠી થયેલી ભીડ જ કહી આપતી હતી કે એ ખૂબ મોટો માણસ હશે.છતાં પણ એના મોઢા પર સ્મિત હતું.કોઈજ પ્રકારનો ઘમંડ કે રુઆબ ન હતો.બધાની સાથે હાથ મિલાવતા અને ફોટો ક્લિક કરતા હતા.

(તમે શું વિચારી રહ્યા છો કે એ કોઈ ફિલ્મ એક્ટર હશે કે કોઈ મોટો સેલિબ્રિટી સિંગર.

એવું જ વિચારી રહ્યા હતા ને?)

"ડીપી સર પ્લીઝ,લૂક એટ હિઅર"એક મીડિયા મેન બોલ્યો એટલે પેલો માણસ જેને આખું કેનેડા અને બીજી ઘણી જગ્યાએ ડીપી નામથી ઓળખતા એને પેલા કેમેરામેન સામે જોયું.

"ડીપી સર, એક ઓટોગ્રાફ પ્લીઝ"ભીડમાં રહેલ એક યુવતીએ કહ્યું.

"તમે ઇન્ડિયન છો?"ડીપીએ પૂછ્યું.

"હા સર"

આ સાંભળતા જ ડીપીના ચહેરા પર એક મીઠું હાસ્ય છલક્યું.

"અચ્છા,તમારું નામ શું છે"

"જાનકી સર"

"ઓકે,હેવ અ નાઇસ ડે"જાનકીને એના પર્સ પર ઓટોગ્રાફ આપતાં ડીપી બોલ્યા.

બીજા ઘણા લોકોએ ડીપી સાથે ફોટોસ ક્લિક કરાવ્યા અને ડીપીના ફેન હતા એમાંથી અમૂકે એમને ગિફ્ટ અને બુકે પણ આપ્યા.

"સર,મેમ આવી ગયા છે.એ તમારો કારમાં વેટ કરે છે"ડીપીના ડ્રાઇવરે ડીપીને કાનમાં કહ્યું.

ડીપીએ કેમેરા સામે સ્માઈલ સાથે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો પણ રિપોટર્સ અને કેમેરામેન સાથે ડીપીના ફેન્સ પણ એની પાછળ પાછળ ગયા.

"સર પ્લીઝ લાસ્ટ,સર ફોર વોટ રિઝન ડિડ યૂ કમ હિઅર?"ન્યુઝ રિપોટરે પૂછ્યું.

"યૂ વિલ બી નોટીફાઇડ શોર્ટલી"ડીપીએ જવાબ આપ્યો.

"ડુ યૂ પ્લાન ટુ ઓપન અ ન્યુ ઇન્સ્ટિટ્યૂટ ઇન કેનેડા અગેઇન"

"આઈ સેઇડ અગેઇન,યૂ વિલ ગેટ આન્સર ટુ યોર ક્વેશચન વેરી સુન.નાઉ આઈ એમ ગેટીંગ કેટ,લેટ મી ગો"

ડીપીએ વોચમાં જોયું અને મનમાં વિચાર્યું કે ખૂબ લેટ થઈ ગયું છે હવે અહીંથી નીકળવું પડશે.ડીપી ત્યાંથી બસ નીકળવા જ કરતો હતો ત્યાં સામે કારમાંથી ઉતરી એક યુવતી આવી રહી હતી.લોન્ગ ઓપન હેર,આછા ગુલાબી રંગની લિપસ્ટિક કરેલા હોઠ,કાનમાં એક જ ડાયમંડ વાળી ઈયરિંગ,હાથમાં પટ્ટાવાળી સિમ્પલ વોચ,આછા લીલા રંગની કડક સાડી,આંખમાં કાજલ અને કપાળ પર એક નાનો ચાલ્લો લગાવેલ એ યુવતી ડીપીની આગળ આવીને ઉભી રહી.ડીપી એને એક નજર જોતા જ રહી ગયા.ડીપીએ આંખો બંધ કરી તો એને કંઈક દેખાયું અને એના મોઢા પર મસ્ત સ્માઈલ આવી ગઈ.

પેલી યુવતીએ પોતાના પર્સમાંથી પોકેટ ટેપરેકર્ડ બહાર કાઢ્યું અને ઓનની સ્વીચ દબાવી ડીપીને સવાલ પૂછ્યો,"તમે તમારી પોપ્યુલારીટીથી વધારવા અહીંયા પણ આવી ગયા?"

ડીપીએ આંખો ખોલી અને યુવતીના પ્રશ્નનો જવાબ આપતા બોલ્યા,"પોપ્યુલરીટી જ એક એવી વસ્તુ છે જે ગમે તેટલી મળે ઓછી જ લાગે"

"અચ્છા અને હવે મારો છેલ્લો પ્રશ્ન કે તમે આટલા પોપ્યુલર હોવા છતાં પણ આટલી સરળતાથી નોર્મલ લોકો સાથે ખૂબ જ સારી રીતે ઇન્ટરપ્ટ કેવી રીતે કરી શકો"

"કારણ કે એમના જ કારણે તો હું આટલે સુધી પહોંચ્યો છું અને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ જ છે કે બધાની સાથે પ્રેમથી વર્તવું"

પેલી યુવતી મનમાં સ્માઈલ સાથે ગર્વ થતો હોય એમ ડીપી સામે જોઇ રહી.

"એનિથિંગ એલ્સ મેમ?"ડીપીએ પેલી યુવતીને પૂછ્યું.

"ના બસ,આજ માટે આટલું જ"યુવતીએ જવાબ આપ્યો.

"હવે હું તમને એક પ્રશ્ન પૂછી શકું?"ડીપીએ પૂછ્યું.

"યસ,સ્યોર"

"તમે ક્યાંના રિપોર્ટર છો?"

"હું તમારી પર્શનલ રિપોર્ટર છું.ચાલો હવે જલ્દી લેટ થઈ રહ્યું છે"પેલી યુવતીએ ડીપીનો હાથ પકડ્યો અને ખેંચીને ત્યાંથી લઈ જતી હતી ત્યાં એક અજાણ રિપોટરે પૂછ્યું,"ડીપી સર,ઇસ શી યોર વાઈફ?"

આ પ્રશ્ન સાંભળી ડીપી અને પેલી યુવતી બંને એકબીજા સામે જોઇને હસવા લાગ્યા.અને ડીપીએ એ યુવતીની ઓળખ આપતા કહ્યું,"યસ,શી ઇસ માય વાઈફ"

"ઓહહ,નાઇસ ટુ મીટ યૂ મેમ"

"ધન્યવાદ.મને પણ તમને મળીને આનંદ થયો"ડીપીની વાઈફે હાથ જોડતાં કહ્યું.

આ સાંભળતા જ ત્યાંના લોકોલ રિપોટર્સ હતા એ વિચારવા લાગ્યા અને અંદરો-અંદર ગનગણવા લાગ્યા.એમાંથી એક રિપોટરે બીજાને કહ્યું,"આઈ થિંક,શી ડસન્ટ નો હાઉ ટુ સ્પીક ઈંગ્લીશ"

રિપોટર્સની આ વાત ડીપી અને એની વાઈફ સાંભળી ગયા.ડીપી ગુસ્સામાં જવાબ આપવા જતો હતો ત્યાં એની વાઈફએ એને રોક્યો એટલે ડીપી શાંત થયો.એની વાઈફે એનો હાથ પકડ્યો અને કાર તરફ લઈ ગઈ.ડીપી જતા જતા પેલા રિપોર્ટર સામે જોતો હતો.

"સોરી સર"

"જેન્ટલમેન,શી ઇસ અ રિપોર્ટ રાઇટર ઓફ સીબીસી ન્યુઝ ચેનલ એન્ડ ઓલ્સો શી ઇસ અ ગુડ મોટીવેશનલ સ્પીકર.શી ઇસ સ્પીકીંગ ગુજરાતી બિકોઝ શી ઇસ એ પ્યોર ઇન્ડિયન વુમન એન્ડ આઈ પ્રાઉડ ઓફ હર"કહીને ડીપીએ અને એની વાઈફ બંને કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા.

આ સાંભળી બધા રિપોટર્સ અને ભીડમાં જેટલા પણ લોકો હતા એ આશ્ચર્યચકિત થઈ ગયા.ડીપીની વાઈફની સાદગી જોઈને કોઈને લાગતું ન હતું કે આટલી મોટી ન્યુઝ ચેનલમાં કામ કરતી હશે.

"તમારે એમને જણાવવાની શું જરૂર હતી કે હું કોણ છું"ડીપીની વાઈફે કહ્યું.

"કોઈ તને મારાથી નીચું કહે એ મારાથી સહન કેમ થાય"

"ભલે ને કહેતા,'કુચ તો લોગ કહેગે લોગો કા કામ હે કહેના'.મને એમના કઈ પણ કહેવાથી કોઈ ફર્ક નથી પડતો"

"મને પડે છે"

"ઓકે ઓકે,ચાલો જલ્દી તમારી લાડકી રાહ જોતી હશે.એક તો એનો કોલેજમાં પહેલો દિવસ અને એમાં પણ આપણે એની સાથે નથી"

"ડોન્ટ વરી,પહોંચી જઈશું"ડીપીએ કહ્યું.

"શું પહોંચી જઈશું,આપણે એને ડ્રોપ કરવા તો ના ગયા પણ એના છૂટવાના ટાઈમે પણ ત્યાં નઈ પહોંચીએ તો આવી બનશે આપણા બંનેનું"

(હવે તમે સમજ્યાને?

ચાલો ના સમજ્યા હોય તો હું કહી દઉં.જસુબેન એ ડીપીની મમ્મી અને મારિયા જેને કોલેજ મુકવા ગઈ એ ડીપીની એકની એક દિકરી.આગળની માહિતી તમને આગળના પાર્ટમાં મળી જશે.)

*

"ગો બચ્ચાં,હેવ એ નાઇસ ડે.બી અ બેસ્ટ સ્ટુડન્ટ.ઓલ ધ બેસ્ટ"

"મારિયા આંટી,હું અહીંયા આવી તો ગઈ છું પણ મને અંદર જતા ડર લાગે છે"

"લૂક એટ મી બચ્ચા,રિમેમ્બર ધેટ ડાયલોગ'જિંદગી મેં અગર કુચ બનના હો,કુચ હાસિલ કરના હો,કુચ જીતના હો તો હમેશા દિલ કી સુનો ઓર અગર દિલ ભી કોઈ જવાબ ના દે તો આંખે બંધ કરકે અને માં ઓર પાપા કા નામ લો.ફિર દેખના હર મંજિલ પાર કર જાઓગે જીત તુમ્હારી હોગી સિર્ફ તુમ્હારી'એન્ડ પુટ યોર હેન્ડ ઓન યોર હાર્ટ એન્ડ સી ધ મેજિક"

"યૂ આર સો ફિલ્મી,બટ લોજિક કામ કરે છે હો મુવીસના"

"યસ યુ આર રાઈટ"

"તમને હિન્દી અને ગુજરાતી બોલતા નથી આવડતું પણ મુવીના ડાયલોગ બરાબર યાદ રહે છે"

"આઈ ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી,બટ આઈ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી લેન્ગવેજ"

"ઓકે આંટી તો હું જાઉં હવે?"

"વન મિનિટ"કોલેજ બસમાંથી ઉતરીને એ બંને તરફ આવતી છોકરીને બોલાવી મારિયાએ કહ્યું,"શી ઇસ માય ડોટર જ્યૂસી"

"ઓહહ,હાઈ જ્યૂસી"

"હાઈ"

"ઇફ યૂ નીડ એનિથિંગ હિઅર,યુ કેન ટેલ જ્યૂસી.શી ઇસ વર્ક ઇન એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ ઓફ ધીસ કોલેજ"

"ઓકે,થેંક્યું"

"લેટ્સ ગો,લેટ મી શો યુ યોર ક્લાસ"

"યસ,બાય મારિયા આંટી"

"બાય માય બોથ બચ્ચા"

"બાય મોમ"

*

ડીપી અને એની વાઈફ બંને કોલેજમાં પહોંચ્યા.કોલેજમાં જતા જ સ્ટુડન્ટસથી,પ્યુનથી લઈને કોલેજના એચ.ઓ.ડી અને પ્રિન્સીપાલ પોતાની ચેરમાંથી ઉભા થઈને ડીપીને સન્માન આપવા લાગ્યા.આ જોઈને ડીપીની વાઇફને ડીપી પર વધારે ગર્વ થવા લાગ્યો.ડીપી અને એની વાઈફ કોલેજના વેઇટિંગ એરિયામાં ઉભા હતા એ જોઈને કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ આવીને બોલ્યા,"ડીપી સર તમે અહીંયા કેમ ઉભા છો,અંદર ચાલો તમારી જ કોલેજ છે આમ બહાર ના ઉભા રહો"

"અત્યારે હું આ ઇન્સ્ટિટ્યૂટનો માલિક નહીં એક સ્ટુડન્ટના પિતા તરીકે અહીંયા આવ્યો છું.સો,ડોન્ટ વરી આઈ એમ ફાઇન"

"મતલબ,તમારી દિકરી અહીંયા કોલેજ આવે છે?"

"હા સર,આજથી જ એને સ્ટાર્ટ કર્યું છે"

"સર તમે થોડું ધ્યાન રાખજો"ડીપીની વાઈફે કહ્યું.

"ના,એને કોઈ જ પ્રકારની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી"

"માં નું દિલ છે સર,કોઈ વાંધો નહિ મેડમ તમે ચિંતા ન કરો.અમે એનું પૂરતું ધ્યાન રાખીશું"

"મને કોઈ જ પ્રકારની સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર નથી.હું મારી રીતે બધું જ મેનેજ કરી લઈશ"લેક્ચરસ પતાવીને આવતી ડીપીની દિકરી બોલી.

ડીપીએ એમની દિકરીનો અવાજ સાંભળી પાછળ ફર્યા અને જોતા જ રહી ગયા.અને થોડી વાર પછી ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ સામે જોઇને બોલ્યા,"ધેટ્સ માય ડોટર,આઈ એમ પ્રાઉડ ઓફ હર"

"પપ્પા........."

"સોરી બેટા,તારા કોલેજના પહેલા દિવસે તને ડ્રોપ કરવા ના આવી શક્યા"ડીપીએ એની દિકરીને કહ્યું.

"ઇટ્સ ઓકે પપ્પા,આઈ કેન અન્ડરસ્ટેન્ડ"

"થેંક્યું બેટા"

"પપ્પા,મમ્મી ક્યાં છે એ મને લેવા નથી આવી?"

"એ ક્યાં ગઈ,હમણાં તો મારી સાથે ઉભી હતી"ડીપીએ આમતેમ જોતા કહ્યું.

"પેલી રહી મમ્મી,ત્યાં ઉભી છે.મમ્મી........"

માં એ દિકરીનો અવાજ સાંભળતા જ આ બાજુ જોયું.માં અને દિકરી બંને એકબીજાને મળવા એકબીજા તરફ દોડ્યા.

"આઈ એમ સોરી મારી ચકલી"

"ઇટ્સ ઓકે નીતુ,તારે સોરી કહેવાની જરૂર નથી.તારા અને એમના તરફથી પપ્પાએ જ સોરી કહી દીધું છે"

શું આજનો ભાગ વાંચ્યા પછી ખબર પડી કે ડીપી કોણ છે?,ડીપીની વાઈફ કોણ છે?,ડીપીની દિકરી કોણ છે?,ડીપીની માં જસુ કોણ છે?

એક હિન્ટ આપું?

આગળના પાર્ટ્સમાં નીતુ અને ચકલી કોણ હતા એ તમને ખબર હશે તો તમને બધું સમજાઈ જશે.

જો તમને થોડી ઘણી પણ ખબર પડી હોય તો મને કોમેન્ટ કે મેસેજ કરીને જણાવજો.અને ના ખબર પડે તો હું આગળના ભાગમાં આ બધા જ પ્રશ્નોના જવાબ આપીશ.ત્યાં સુધી વાંચતા રહો,"એક અનોખો બાયોડેટા"

જય શ્રી કૃષ્ણ🌹🙏🏻⭐