talash 2 - 27 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF |  તલાશ - 2 ભાગ 27

Featured Books
Categories
Share

 તલાશ - 2 ભાગ 27

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

એક મોટું ટેબલ સજાવવામાં આવ્યું હતું. એના પર ઘરના લોકોને જમવાનું પીરસાયું હતું. જીતુભા, મોહિની, પૃથ્વી, સોનલ, સુરેન્દ્ર સિંહ, જીતુભાનીમાં, ખડકસિંહ, માં સાહેબ, પ્રદીપભાઈ અને હેમા બહેન જમવા બેઠા હતા. અલકમલકની વાતો ચાલતી હતી મુખ્યત્વે લગ્ન ક્યારે ગોઠવવા એની ચર્ચા હતી. છેવટે 30-મેંની તારીખ પર બધા સહમત થયા હતા. લગ્નની તૈયારીમાં દોઢ મહિનો તો લાગે એમ હતું. ખડક સિંહનો આગ્રહ હતો કે લગ્ન ફ્લોદી કરવા.પણ પ્રદીપભાઈ અને હેમા બહેનને થોડું અજુગતું લાગતું હતું. આમ તો એ લોકોનું ગામ માંડ 50-52 કિ મી દૂર હતું. છેવટે માં સાહેબના કહેવાથી ખડકસિંહ મુંબઈમાં લગ્ન માટે સંમત થયા. દરમિયાનમાં ફોન પર શુભેચ્છાઓનો દોર ચાલુ જ હતો. સરલાબહેન કે જેમની ડિલિવરી 2-3 દિવસમાં હતી એમને પણ ફોન કરીને શુભેચ્છા આપી હતી. નિનાદ અને નીતાનો કોલ આવી ગયો. અનોપચંદે જીતુભાને સવારે કોલ કર્યો હતો. સુમિતે પણ જીતુભા અને પૃથ્વી સાથે વાત કરી. પણ નવાઈની વાત એ હતી કે સ્નેહા જે દિલ્હીમાં હતી એણે જીતુભા કે પૃથ્વીને કોલ કરીને શુભેચ્છા આપી ન હતી. પૃથ્વી એ તો જીતુભાને પૂછી પણ લીધું "તને સ્નેહા ભાભીનો ફોન આવેલો?" જવાબમાં જીતુભાએ ના કહી. પૃથ્વી સ્નેહાને જીતુભા કરતા વધુ સમયથી ઓળખતો હતો એમણે પૃથ્વીને અગાઉ અનેક વાર એની સગાઈ લગ્ન વિશે પૂછેલું. અને આજે પૃથ્વીની સગાઈના દિવસે એમનો ફોન ન આવે એ અશક્ય હતું. પૃથ્વીને મનમાં ચિંતા થવા લાગી હતી. છેવટે એણે સ્નેહાને ફોન લગાવ્યો. 

xxx 

"આઆહહ" એવા હળવા ઉહકારા સાથે સ્નેહાની આંખ ખુલી. એનું માથું ભયકંર દુઃખતું હતું. જાણે હજારો વ્હેતીયાઓ એના માથે બેસીને હથોડીથી એના માથા પર પ્રહાર કરી રહ્યા હતા. એનું અંગે અંગ દુખતું હતું. સહેજ કસમસાઇને એ બેઠી થઇ. અને ચારે બાજુ નિરીક્ષણ કર્યું લગભગ 200 ફૂટનો સ્વચ્છ પણ સામાન્ય મધ્યમ વર્ગના લોકોનો હોય એવો રૂમ હતો 2 દીવાલ પર 2 લાઈટ એક પંખો. એક સાઈડ સ્વીચ બોર્ડ હતું. એણે બધી સ્વીચો દબાવવા મંડી પણ કંઈ થયું નહીં. રૂમની વચ્ચોવચ પલંગ, પલંગ પર સ્વચ્છ ચાદર બિછાવેલી હતી અને એને એક સુંદર રજાઈ ઓઢાડવામાં આવેલી એ પણ સ્વચ્છ હતી કદાચ નવી જ હતી. પલંગની બાજુમાં લાકડાનો એક વોર્ડરોબ હતો. સ્નેહાએ એને ખોલવાનો પ્રયાસ કર્યો. પણ કદાચ લોક હતો એ બારણાં પાસે ગઈ અને બારણું ખેંચ્યું. પણ એના અંદાજ પ્રમાણે એ બહારથી બંધ હતું. છેવટે એ માથું પકડીને પલંગ પર બેસી ગઈ. અને વિચારવા લાગી કે પોતે અહીં કેવી રીતે પહોંચી.

xxx 

રવિવાર સવારે તો બધું બરાબર હતું. દિલ્હીમાં જઈને એણે પોતાના સોર્સને કામે લગાડ્યા હતા. અનોપચંદ એન્ડ કુ.ની ફ્લેગશિપ નીચે લગભગ 56.કંપની હતી. આમ તો બધાના વ્યવહાર ચોખ્ખા જ હતા, છતાં 2-3 કંપનીમાં અમુક એન્ટ્રી એવી હતી જેનાથી મુસીબત ઊભી થઈ શકે. પછી સ્નેહાએ એ 2 કંપનીની તપાસ કરનાર અધિકારી વિશે તપાસ શરૂ કરાવી. એક અધિકારી મિસ્ટર ચઢ્ઢા જે જમાનાનો ખાધેલ હતો. અને એ સચિવાલયમાં બહુ સિનિયર પોસ્ટ પર હતો. એની મંશા હતી કે નિવૃત્તિ પછી એ કોઈ રાજ્યમાં સ્પે. સેક્રેટરી તરીકે જોડાય. એની સાથે મિટિંગ સક્સેસફૂલ રહી એને થોડા રૂપિયા આપીને ફાઈલ એની પાસેથી લઇ લીધી. અને એને આશ્વાસન આપ્યું કે અનોપચંદ પર્સનલી એને ક્યાંક ગોઠવી દેશે. એ વિદાય થયો એ પછી સ્નેહાએ મોહનલાલને કહીને એના પર વોચ ગોઠવવાનું કહ્યું. બીજા અધિકારી હતા મિસિસ ભટનાગર જયારે એની સાથે મુલાકાત થઇ ત્યારે એણે ચોખ્ખું કહ્યું. "મિસિસ સ્નેહા અગ્રવાલ હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. આ ફાઈલ તો હું ઉપર મોકલી શજ" 

"ઠીક છે જેવી તમારી મરજી પણ એ ફાઈલનો દુરુપયોગ થવાનો છે એ જાણો છો?" સ્નેહાએ પૂછ્યું.

"મને એનાથી કોઈ ફરક નથી પડતો. તમે એ કંપનીમાં મેઈન ઓનર છો જેલમાં જવા તૈયાર રહેજો." કહી મિસિસ ભટનાગર ઉઠ્યા. 

"એક મિનિટ મિસિસ ભટનાગર, દરેક લોકો પાસે છુપાવવાનું કૈક હોય જ છે. આ જોઈને જાવ" કહી સ્નેહાએ એને એક ફોલ્ડર પકડાવ્યું. મિસિસ ભટનાગરે એ ફોલ્ડર ખોલ્યું એમાં એના ડ્રાઇવર સાથેના એમના કોમ્પ્રોમાઇઝ અવસ્થાના ફોટા હતા. એ બેસી પડ્યાં. "આ ફોલ્ડર તમે સુવેનિયર તરીકે લઇ જાવ કઈ વાંધો નહીં. મારી પાસે આની 10-12 કોપી છે. તમે અહીંથી નીકળો એજ મિનિટ મારો માણસ જે મિસ્ટર ભટનાગરની ઓફિસની બહારજ છે એ એમને પહોંચાડી દેશે. ઉપરાંત બધા મીડિયા હાઉસને એક એક કોપી હું મોકલી આપીશ. હવે તમે જ વિચારો જે મિસ્ટર ભટનાગરે ડિવોર્સ લઈને એમની સેક્રેટરી એટલે કે તમારી સાથે લગ્ન કર્યા, એ ભટનાગર સાહેબ શું તમને ઘરમાં આવકારશે. અને ફોટો ઉપરાંત તમે જે રોકડ અને જમીનના પ્લોટ લાંચમાં તમારા નામે કરાવ્યા છે. એની લિસ્ટ પણ છે." સ્નેહા એ હસતા હસતા કહ્યું. 

પાંચેક મિનિટ રડીને, સ્નેહાને કોઈને ફોટો અને લિસ્ટ ન આપવાની વિનંતી કરીને જયારે મિસિસ ભટનાગર સ્નેહના બંગલામાંથી બહાર નીકળ્યા ત્યારે 'સ્નેહા ડિફેન્સ'ની ફાઈલ સ્નેહના હાથમાં હતી અને એના ચહેરા પર એક વિજયી સ્મિત હતું. 

xxx 

દિલ્હીના પોતાના બંગલામાંથી એ મુંબઈ જવા માટે ફ્લાઇટ પકડવા નીકળી હતી. દિલ્હીનું કામ આસાનીથી પૂરું થયું હતું. એ બહુ ખુશ હતી. પણ એ જયારે પોતાની કારમાં ગોઠવાઈ ત્યારે એણે જોયું કે ડ્રાઈવર તરીકે કોઈ અજાણ્યો પંજાબી માણસ હતો. એ બહાર આવી અને બંગલાના કેરટેકર દિલીપભાઈ ને પૂછ્યું કે "આપણો રેગ્યુલર ડ્રાઈવર રામજી ક્યાં છે?"

"મેડમ એની માં બીમાર છે. હોસ્પિટલમાં છે. એટલે એણે આને મોકલ્યો છે."

"પણ તમને ખબર છે કે મને મારા માણસો પર જ વિશ્વાસ છે. એક કામ કરો હું ટેક્સીમાં જતી રહીશ."

"ના મોહનલાલજી એ તાકીદ કરી છે આપણી કારમાં જ તમારે જવું. અને હવે મારી ઉંમર થઇ છે નહીં તો હું એરપોર્ટ સુધી સાથે આવત." 

કમને સ્નેહા કારમાં ગોઠવાઈ. કાર બંગલામાંથી બહાર નીકળી અને એરપોર્ટના રસ્તે આગળ વધી. એને મનમાં કંઈક અજુગતું લાગી રહ્યું હતું. હમણાં સુધી પોતે એકદમ ખુશ હતી અને અચાનક આ બેચેની શેની થાય છે? મનોમન એણે વિચાર્યું. 'આ ગાડીમાં બહુ વાસ આવે છે કોઈ કે આમાં બેસીને જમ્યું હોય એવી' "પ્લીઝ એર ફ્રેશનર લગાવો" એણે ડ્રાઈવરને કહ્યું. "અભી લો મેડમ" નવા પંજાબી ડ્રાઈવરે કહ્યું. અને એક બોટલથી આખી ગાડીમાં સ્પ્રે  કરવા માંડ્યું. એકાદ શેર એણે સ્નેહા પર પણ મારી. 

"અરે એ એ યે ક્યાં કર રહે હો વો સ્ટિયરિંગ કે બાજુમેં જો બોટલલલલલલલ " સ્નેહનું વાક્ય અધૂરું રહ્યું અને એ બેહોશ થઈ ગઈ. ડ્રાઈવરે પોતાના મોં પરથી રૂમાલ દૂર કર્યો  અને કારની બધી બારી ખોલી નાખી અને એ બહાર આવ્યો અને જાણે બોનેટ ચેક કરતો હોય એમ બોનેટ ખોલીને ઉભો રહ્યો. એ વખતે સ્નેહના મોબાઇલમાં રિંગ વાગી સુમિત સ્નેહાને ફોન કરી રહ્યો હતો. તો એજ વખતે  દિલ્હીના બંગલાના ગેટ પર એક કાર આવી ને ઉભી રહી કાર એજ કંપનીની હતી જેમાં 2-3 મિનિટ પહેલા સ્નેહા ગઈ હતી કલર પણ સરખો હતો અરે નંબર પ્લેટ પણ સ્નેહા વાળી કારમાં લાગેલી એજ હતી. કાર બંગલાના પોર્ચમાં ઉભી રહી ઉપરથી સ્નેહા જેવી જ વસ્ત્ર આભૂષણ ધારણ કરેલી સ્નેહની કદ કાઠીની એક સ્ત્રી સ્નેહના બેડરૂમના બાજુના રૂમમાંથી નીકળી. એને જોઈને ડ્રાઈવર બહાર આવ્યો અને અદબથી પાછળનું બારણું ખોલી આપ્યું. એ સ્ત્રીએ કેરટેકર દિલીપ ભાઈ સામે સ્મિત કર્યું અને પછી ડ્રાઈવર ને કહ્યું "રામજી ચલો" એ ડ્રાઈવર રામજી જ હતો જેના વિશે થોડી મિનિટ પહેલા સ્નેહાએ પૂછ્યું હતું. કાર બંગલામાંથી બહાર નીકળી એટલે દિલીપભાઈ એ કોઈને ફોન કર્યો કે "અહીંનું કામ થઈ ગયું છે"

xxx

આ સ્નેહા ફોન કેમ નથી ઉપાડતી." સુમિતે મનોમન વિચાર્યું લાગલગાટ 3 વખત પુરી રિંગ વાગી પણ સ્નેહા એ ફોન રિસીવ ન કર્યો છેવટે એણે કંટાળીને પોતાનું ધ્યાન અન્ય કામમાં પરોવ્યું લગભગ 1 કલાક પછી એને ફરીથી સ્નેહાને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. કૈક આશંકાથી એણે  દિલ્હીના બંગલાના કેરટેકર દિલીપભાઈ ને ફોન લગાવ્યો ત્યારે બપોરના 1 વાગ્યો હતો.

xxx

કિચૂડડ અવાજ સાથે બારણું ખુલ્યું સ્નેહાએ માથું ઉંચુ કર્યું. રૂમમાં કોઈ પ્રવેશ્યું. એણે આવીને બધી સ્વીચ પાડી અને રૂમ 2 લાઇટથી ઝગમગી ઉઠ્યો અને હળવે હળવે પંખો શરૂ થયો. સ્નેહાએ અંદર આવનાર નું નિરીક્ષણ કર્યું. એ એક ઓરત હતી એનો ચહેરો દેખતો ન હતો કેમ કે એણે છાતી સુધીનો ઘૂમટો તાણ્યો હતો. પણ હાથ પરની ચામડીથી સ્નેહાએ અંદાજ લગાવ્યો કે લગભગ 65-70 વર્ષ વચ્ચેની એની ઉંમર હશે. 

"તું ઉઠી ગઈ?" એણે ભારેખમ અવાજે પૂછ્યું. 

"કોણ છો તમે? અને હું અહીં ક્યાંથી આવી? મારી કાર ક્યાં છે? અને પેલો હરામ.. ડ્રાઈવર " સ્નેહાએ રાડ નાખતા પૂછ્યું. 

"ધીરે. ધીરે બોલવાનું. આ ઘર એક મંદિર છે. અહીં રાડો નહીં નાખવાની સમજી?" ધમકી ભર્યા અવાજે આવનાર સ્ત્રીએ કહ્યું. અને ઉમેર્યું. "હવેથી મારા બોસ નવી સૂચના ન આપે ત્યાં સુધી આ જ તારું ઘર છે. ખાસ તારા માટે જ અહીં રૂમમાં એટેચ્ડ બાથરૂમ બંધાવ્યો છે. આ રૂમની તું સુવાંગ માલકીન. પણ રૂમની બહાર 24 કલાક તાળું રહેશે. હા તારું મન બહેલાવવા માટે બારી છે કહી એણે દરવાજાની સામે રહેલ દીવાલ માની  એકમાત્ર બારી ખોલી. અને સુસવાટા ભેર પવન રૂમમાં ભરાયો.

"પણ કોણ છો? તમે મને અહીં રુમમાં શું કામ ગોંધી રાખી છે? તમે મને કે મારા ફેમીલીને ઓળખતા નથી. હું એક ફોન કરીશ કે તમે અને તમારા સાથીઓ અને તમારો બોસ આ દુનિયામાંથી ગાયબ થઇ જશો." 

"મિસિસ સ્નેહા સુમિત અગ્રવાલ, વાઈફ ઓફ સુમિત અગ્રવાલ, એન્ડ ડોટર ઈન લો ઓફ અનોપચંદ અગ્રવાલ, તમને ન ઓળખનારું તો કદાચ આખા ભારતમાં કોઈ નહિ હોય." સહેજ ભારે શ્વાસે આવનારી સ્ત્રી એ કહ્યું. અને ઉમેર્યું. "હું તને વર્ષોથી ઓળખું છું તારા આખા ખાનદાનને, તારા પિયરિયાંને બધાને જાણું છું અને છતાં અમે આ હિંમત કરી છે, તો સમજી લે કે અમે કેટલા પહોંચેલા હશું. આજથી મારા બોસની નવી સૂચના ન આવે ત્યાં સુધી આ જ તારું ઘર છે આ રૂમ. સમજી" કહીને એ બારણાં તરફ વળી. સ્નેહાને આખા શરીરમાં કળતર થતું હતું છતાં એણે હિંમત કરી. 

xxx

"સુમિત સ્નેહા આજે કેટલાક અધિકારી સાથે વાત કરવાની હતી પણ હવે એનો ફોન નથી લાગી રહ્યો " ફોનમાં અનોપચંદ કહી રહ્યો હતો એ અમેરિકામાં હતો અને રવિવાર સવારના 11 વાગ્યા હતા. જયારે સુમિત હમણાંજ બધા કામ પતાવીને હોટેલ રુમમાં આવ્યો હતો. દુબઈમાં રવિવારની સાંજ હતી એણે બપોરે સ્નેહાને 2-3 વખત ફોન લગાવવાની કોશીશ કરી હતી. ફોન ન લાગતા એણે દિલ્હીના બંગલાના હાઉસ કિપરને પૂછેલું તો એમણે જણાવ્યું કે "હમણાં જ સ્નેહા મેડમનો એસએમએસ આવ્યો છે અને એ એરપોર્ટ પહોંચી ગયા છે." એટલે એને નિરાંત થઇ હતી. એણે અનોપચંદને કહ્યું "પપ્પા હું હમણાં એની સાથે વાત કરીને જણાવું છું."

"દીકરા મને એની ચિંતા થાય છે, આમતો એ કેપેબલ છે" કહી અનોપચંદે ફોન મુક્યો. સુમિતે સ્નેહાને ફોન લગાવવા મંડ્યો. ફોન નોટ રિચેબલ આવતો હતો. કંટાળીને એણે મોહનલાલને ફોન લગાવ્યો. 

xxx

જે વખતે સુમિત મોહનલાલને ફોન લગાવી રહ્યો હતો એ વખતે મોહનલાલ સગાઇમાંથી નીકળીને પોતાના ઘર તરફ જતો હતો એનું દિમાગ હજી ઠેકાણે ન હતું. આવનારા 12 કલાક બહુ ભારે હતા. એક એક ડગલું ફૂંકીને ભરવાનું હતું. તો એ જ વખતે પૃથ્વી સ્નેહાને ફોન લગાવી રહ્યો હતો અને એજ વખતે સ્નેહાએ ભારે કળતરને અવગણીને હિંમત કરી અને ઓલી ઉંમર લાયક સ્ત્રી પર છલાંગ લગાવી.

 

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.