Kone bhulun ne kone samaru re - 125 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 125

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 125

હવે શુ કરવુ..? એક કપોળ મિત્રએ કહ્યુ ..." આમ તેમ દોડવાને બદલે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનુમળે તો તારે બધી ઝંઝટ નહી.. પાર્લા વેસ્ટમા વિશ્વકર્માબાગ પાંસે એક કોઇ છે કપોળ આવુપેઇંગ ગેસ્ટનુ કંઇક કરે છે સંન્યાસ આશ્રમની બાજુમાં ...તપાસ કર.."

બીજે દિવસેતો સામાન શીફ્ટ કરવાનો હતો એટલે રુઇઆની હોસ્ટેલનાં મેનેજરને વિનંતિ કરી

"ભાઇ બે દિવસ આપો હું વ્યવસ્થા કરી લઇશ.."

સવારના કામ ધંધો છોડીને ચંદ્રકાંત પાર્લા સ્ટેશન ઉતરીને વિશ્વકર્મા બાગ આવ્યા .."કોઇ પેઇંગ ગેસ્ટનુ અંહિયા કરે છે...?"નીચે પાનવાળાને પુછ્યુ.."ઇકા હૈ..? તો પીછે બડા બિલ્ડીંગ પુરા એસ વી ગેસ્ટહાઉસ હૈ ભૈયા..મગર જરા સંભાલના મેડમ બહુત કડક હૈ.." એકતરફ સંન્યાસ આશ્રમ એસ વી ગેસ્ટહાઉસ સામે ભવાનભાઇ સૂચક જગુભાઇ ઉર્ફે ભાઇનાં એકદમ ખાસ ફ્રેંડ ફિલોસોફર ગાઇડ રહે બેમકાન છોડીને સમસ્ત પાર્લાનાં રહેવાસીઓ માટે જાણે વૈકુંઠધામ જેવું સંન્યાસ આશ્રમ જેમાં દરેકભગવાનના ભવ્ય મંદિરો મોટું પટ્ટાગણ સર્વ તહેવાર માટેનુ મુખ્ય સ્થળ એટલે સંન્યાસ આશ્રમ, આમપણ ચંદ્રકાંત હવે ભગવાનને આશરે રહ્યા હતા ..

પાછળ ભવ્ય લક્ષમિનારાયણનું મંદિર આમ ચારે તરફ સુરક્ષિત રાખવા ભગવાને નક્કી કર્યું હશે કોનેખબર ? ગેસ્ટ હાઉસ એટલે મુંબઈમાં બહુ સારીજગ્યા ગણાય . જાતજાતના સારા ખરાબ મવાલીડામીસ લોકો આડાઅવળા ધંધા કરી ભાગી છૂટે એટલે અવાર નવાર પોલીસ રેડ પડે એવી જડમાન્યતા વચ્ચે કપોળ વૈષ્ણવ ગેસ્ટ હાઉસ ચલાવે ? એમાં પાછું સાંભળ્યું કે કોઇ શેઠ કુટુંબના છેભાવનગરનાં એટલે કંઇક ઓળખાણ નીકળશે એટલો ચંદ્રકાંતને સધિયારો મળ્યો . શ્રીનાથજીબાવાનુંનામ સ્મરણ કરતા ચંદ્રકાંતે એકૃષ્ણ નિવાસ ઉર્ફે એસ વી ગેસ્ટહાઉસનાં દીદાર જોયા .. પ્રમાણમાં થોડુંખખડધજ મકાન નીચે ઇસ્ત્રીવાળાનું ટેબલજયાબાનાં બચપનની સહેલી ગુલાબબેન ભુતાનો સામ્મે આલીશાન બંગલો હતો..

નીચે રહેતા ભાડૂતે ચંદ્રકાંતને ઇશારો કરી પુછ્યુકોનું કામ છે ભાઇ ?”

એસ વી ગેસ્ટ હાઉસની ઓફિસ ક્યાં છે ભાઇ ?”

જુઓ દાદરો ચડીને ઉપર પહેલામાળે દાદરાની સાવ સામ્મે ઓફિસ ઘર જે કર્યો છે

ચંદ્રકાંત જુના મકાનના પગથીયા ચડતા ચડતા ચંદ્રકાંત ભગવાનનુ નામ લેતા હતા..પહેલે માળે....નામ કમળાબેન શેઠ વાંચ્યુ..દરવાજાની જાળીમાંથી દ્રશ્ય જોયુ..એક સાંઇઠેક વરસના કાકી કાકાનેદબડાવતા હતા કિશોર અવસ્થાનો એક છોકરો ખુણામાં થરથરતો ઉભો હતો..."અતુલ્યા કેમસાંભળતો નથી...?"

ચંદ્રકાંતે ધીરેથી બેલ મારી...એટલે ધસમસતા કાકી દરવાજે આવ્યા..."કોણ ?"

"કાકી હું ચંદ્રકાંત સંઘવી .કપોળ છું મારે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવુ છે જગ્યા છે..?"

"અંદર આવ..બેસ."હંમમ "કાકી પગથી માથા સુધી ચશ્મા ઠીક કરતા નીરખી રહ્યા હતા , જાણે કોઇઅજાણ્યું પ્રાણી જોઇ રહ્યા હોય . પછી પુછ્યુંચંદ્રકાંતને ..કપોળ એટલે ક્યાં ના? ગામ ક્યું ?”

"અમરેલીના.."

કાકી સહેજ ચમક્યા પછી સ્વસ્થતા જાળવી...ગરીબડા કાકા દાઢી કરતા કરતા ચંદ્રકાંતને જોઇ રહ્યા..

બસો ભાડુ, એડવાન્સમા આપવાનુ પાચસો ડીપોઝીટ ચાલશે...એક રુમમા ચાર જણા રહેશે .કંપલેનનહી કરવાની..જગ્યા જોઇ લે...અતુલયા જા જરા તેર નંબરની રુમ બતાડ જરા.."

અતુલ નામના ડીફ્ફા જેવુ ગલુડીયા જેવો કિશોર દોડતો ચંદ્રકાંતને બીજેમાળે લઇ ગયો..સામે એકકાળા બુઢ્ઢા ખાંસતા કાકા ઉભા હતા બીડીનાં સટ્ટ લગાડતા દમલેલ કાકા ઉપર ચંદ્રકાંતે ઉડતી નજરનાંખી ...." છે ને પટેલ કાકા નામ અમરત પટેલ ફિલમમાં કામ કરે છે બોલો. નવાઈ લાગે કે નહીકેવા કાળા ફાંગા કુકડુ વળી ગયેલા છે પણ તોય ફિલ્મમાં કામ કરે છેઆમ કોઇની સાથે ખટપટનહી દારુનું વ્યસનબસ બીડી પીધા કરે …”

"હેં....? કમાલ કહવાય.!!અતુલભાઇ.." ચંદ્રકાંતે અતુલ ડીફ્ફાને વાતે ચડાવ્યો.

અતુલભાઇ ફુલાયા ગયા."અડધી બાલદી ગરમ પાણી શંકર સવારે આપી જશે બાકી બાથરુમઅને ટોઇલેટ જોઇલ્યો..."

"અરે અતુલભાઇ તમે તેર નંબરનો રુમ તો દેખાડ્યો નહી.."

"હાં જરા ભુલી ગયો...એમ પાછો ફરી આગળ થયેલા અતુલે એક રુમમા પ્રવેશ કર્યો.." તેર નંબરનીરુમ.. ખાલી ખાટલો તમારો ખાટલો... દેસાઇભાઇ ..અંહીયા ગોકળીબાઇસ્કુલમા કસરત ટીચરછે..એક ગોરો લાંબો ફાંટનો માણસ સામે પલંગ પર સીગરેટના કશ મારતો સુતો હતો .ચંદ્રકાંતેનમસ્તેકર્યુ એટલે બે છેલ્લી આંગળીઓ અને મુઠ્ઠી વચ્ચે પકડેલી સીગરેટની રાખ ચપટી મારી ખંખેરી..એવા સંધવી એટલે વાણીયો ની ?”

હા દેહાય વાનીયો વળીતે તમે લાગોછો અનાવીલા વલહાડ બાજુના આપણા મોરારજી બાપાનીબાજુના ચોર્યાસી ગામનાં કે ?”

દેસાઈ ઉભો થઇ ગયો ચંદ્રકાંતની સાથે હાથ મિલાવ્યો ..આવીજા મને કંપની રહેશે .”” બંગાળીદાસ છે પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે અતુલ ડીફ્ફાએ કાળી ફ્રેમનાં ગોળ ચોશ્માધારી શ્યામ દાસનીઓળખાણ આપી ..”

ચંદ્રકાંતેકી ભાલો મોશાયકહી તેનું દિલ જીતી લીધું .

હવે એંથોની છે નોકરી કરે છે કેરાલાનાં છે.”અતુલ ડીફ્ફાએ છેલ્લી ઓળખ કરાવી ને અલોપથવાની તૈયારી કરી

એક સાવ સુકલકડી લુંગીધારી સહેજ કાણાવાળા ગંજી પહેરેલા તેના ગોડનું નામ લેતા એંથેનીનેચંદ્રકાંત જોઇ રહ્યા

બસ ચાલો ગમી ગયુ હોય તો નીચે પૈસા આપો એટલે પત્યુ.."

"હા હા સરસ જગ્યા છે "નીચે ઉતરી ચંદ્રકાંતે જગ્યા ગમી ગઇ છે ની વાત કરી . કાકીએ પુછપરછ કરીજાણી લીધું કે સ્ટેશનરીનું કામ કરે છે પછી

"કાકી મને જગ્યા ગમી ગઇ છે..પણ .જમવા કોઇ ટીફીન કે એવું કંઇ ?"

"ટીફીનવાળો કીરીટ આવે છે મહીનાના અઢીસો લેછે પણ આપણા કપોળને લાયક રસોઇ છે..એની

"અગાઉથી કહી રાખું છું કે બિલ્ડીગમા ત્રીજે ચોથે માળે ભાડુતો કુટુંબવાળા રહે છે એટલે કોઇનીફરીયાદ આવવી જોઇએ..સમજ્યો ..?"

"જી કાકી ..."

" હાવાભાઇ સંધવી તારે શું થાય..?"

"મોટા બાપુજી"

"હેં ?સગ્ગા..?"