Kone bhulun ne kone samaru re - 120 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 120

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 120

ચંદ્રકાંતનુ મગજ ધમણની જેમ ફુલી ગયુ હતુ...હવે અમરેલીતો જવાનો સવાલ નહોતો ..જે કામ માટેકંપનીએ નોકરી આપી હતી તે કામ ઉપર ચંદ્રકાંતની પક્કડ બેસતી જતી હતી તો કામ શું કામછોડવુ..?વીસ ટકા કમીશન મળે તો સ્ટાઇફંડ જેટલુ તો થઇ રહે...તો એજન્સી પકડી લેવી પછીઆગળનુ જોયુ જશે......

......

"સર,મને મુંબઇ સેન્ટ્લથી ઇસ્ટમાં વીટી સુધીની એજન્સી મંજુર છે પણ એક રીકવેસ્ટ છે સર

"બોલો સંઘવી.."બક્ષીસરે ઉત્સાહથી પુછ્યું

કમીશનના પૈસા ઓર્ડરનો માલ એક્ઝીક્યુટ થાય ડીલીવરી થઇ જાય પેમેન્ટ આવી જાય એટલે મનેકમીશન તુરંત મળી જાય એવુ કરી આપો.. મારી પાંસે આવકનું કોઇ સાધન નથી એટલે મને ટકી રહેવામાટે મારી એક રીકવેસ્ટ એક્સેપ્ટ કરો પ્લીઝ સર . મારે માટે બધુ બહુ અણધાર્યું અનેઆઘાતજનક છે પણ આઇ હવે ટુ ફાઇટ સર.કંપની મને નવા વિઝીટીંગ કાર્ડ આપે સેમ્પલસ આપે અનેસૌથી મોટું મને સપોર્ટ આપે બસ મારી જાતને જી જાનથી લગાવીને મારા એરીયામા બહુ કામ કરવાનીતૈયારી છે સર, આપનાં આશિર્વાદ સદા રહે બસ એજ માંગીશ…”

બક્ષી જેવા મહાઘંટ શ્રુડ માણસની આંખ પણ ભીની થઇ ગઇગો અહેડ માઇ બોય

………..

ચંદ્રકાંતને બહાર બેસાડીને એજન્સીનો લેટર બની ગયો ટર્મસ કંડીશન લખાઇ ગઇ જેનુ પેમેન્ટ આવીજાય એટલી રકમનુ કમીશન દર પંદર દિવસે આપવામાં આવશે ...

ચંદ્રકાંત અંદર કેબીનમા ધીરેથી દાખલ થયા...એજન્સીની ટર્મસ વાંચી નીચા મોઢે સહી કરતા પહેલાએક ચોખવટ કરવી હતી તે કરી..

"સર મને આપણા બધા પ્રોડ્ક્ટના સેંપલ ફ્રી મળે એવુ કરી આપો..."

"લુક મીં સંધવી ,સમ ઓફ ઇલેક્ટ્રોનીક ગેઝેટ ઇઝ નોટ ઇન પ્રોડક્શન સો સમ યુ વીલ ગેટ એન્ડ વીવીલ નોટ ચાર્જ યુ ફોર સેંપલ...ઓકે...મી. કાપડીયા ગીવ એઝ આઇ સેઇડ...ટેક હીઝ સીગનેચર "

કાપડીયા સંપુર્ણરીતે વિજેતા થયા હતા...એમનો ડંખીલો ગર્વીલો ચહેરો ખીલી ઉઠ્યો હતો.ચંદ્રકાંતપુરી રીતે હારી ગયા હતા...

કલાક પછી ધીમી ચાલે ચંદ્રકાંત ઉભા થયા અને ઢસડાતા પગે બહાર નિકળ્યા ત્યારે બોનવોયેજ બેગબધા સેંપલો ભરેલી બેગ હાથમાં હતી બે દિવસ પછી ઓર્ડર બુક અને વિઝીટીગ કાર્ડ મળવાના હતા.

બે હજાર રુપીયા રોકડા ચોર ખીસ્સામા મુક્યા હતા તે મરણમુડી હતી .પણ એક રસ્તો બંધ થઇ રહ્યોહતો તો એક રસ્તો ખુલી રહ્યો હતો...એકતો બે હજારની આજુબાજુની રકમના સેંપલો ફ્રી મળ્યા હતા તેઅને બીજુ જનરલ સ્ટેશનરી નામની ધંધાની ચાવી...પાર પડશે..?

........

બહારથી હસતુ મોઢુ રાખી ચંદ્રકાંતને હવે મોટી લડાઇ લડવાની હતી.બે દિવસ પછી વિઝીટીંગ કાર્ડમળ્યા ઓર્ડરબુક મળી...સાથે એક એવી માહિતી મળી કે બક્ષી અઠંગ ખેલાડી છે .ઓફિસની જગ્યાકાપડીયાની હતી ..તેના બાપા કરોડોની દોલત મુકી ગયા હતા એટલે અમનચમન કરતા કાપડીયાનેબક્ષીએ પોપટ બનાવીને ઓફિસમા મેનહટન ખોલેલી...બદલામા બહાર એવો દેખાવ કરવાનો કેકાપડીયા મેનેજર છે ..જીતુને ત્યાંથી માલ મળે તેમ દિલ્હીથી ઇલેક્ટ્રોનિક આઇટમો મળતી હતી..બક્ષીકોનુ કુંડાળુ ક્યારે કરશે ક્યારે પંખી ઉડી જશે તે નક્કી નહોતુ.બરોડામા ઇનસ્ટીટ્યુટ ઉઠી ગઇ હતી..

ઉઠાવગીરના બીજા કુંડાળા પણ હશે એટલે રીવોલ્વોર લઇને ફરતો હતો..ચંદ્રકાંત સંપુર્ણપણે મુરખબન્યા હતા..પણ કોને કહે..? ઉમ્મરે પહેલો ઘા પડ્યો હતો.

સાંજે બોર્ડીંગમા અનીલ હરેશે ચંદ્રકાંતની લેફ્ટ રાઇટ લીધી..."ભલા માણસ તું શું આમ ગુમસુમ થઇગ્યો છે કામ તો હરીયો પણ કરે છે મારે તો બાપાની મહેરબાની છે પણ તું કે તો ખરો કે શેની નોકરીકરે છે...શુ કરે છે..."

ચંદ્રકાંતે બોનવોયેજ બેગ ખોલી અંદરના બધા રમકડા દેખાડ્યા...વર્ક મેમરી કન્ટ્રોલર સીસ્ટમનુલેકચર આપ્યુ ...બન્ને આભા થઇ ગયા ..."ચંદુ તું તો સડસડાટ કડકડાટ ઇંગ્લીશ બોલે છે. તું તો મોટામોટા સાહેબોને મળતો હોઇશ ત્યારે અમે તો રોંચાના રોંચા રહ્યા..."

ચંદ્રકાંતનુ માન બે વેંત ઉંચુ થઇ ગયુ...બોર્ડીંગમા અનીલે હવા ફેલાવી દીધી એટલે મિત્રો પણઅહોભાવમા વાહ વાહ કરતા રહ્યા પણ ભીતરની રામ જાણે..

હવે ચંદ્રકાંત નોકર નહોતો પણ પોતાનો માલીક હતો ખુમારી આવતી નહોતી ..લો કોલેજમા ભણતાબહુ મન થતુ કે લોકોની સામે અટલી સરસ સ્પીચ આપી શકુ છુ બોલવાની છટા નાટકોથી મળી છે તોવકીલ કેમ બનુ..? દિવસેપચાસ રુપીયાનો સેન્ટ્રલનો સાથે વેસ્ટર્નનો સ્ટુડંટ પાસ કઢાવી મન ફ્રેશકરવા ચંદ્રકાંત વી ટી જવા નિકળ્યા...મન કહેતુ હતુ કે "ચાલ મન જોવા મુંબઇ મુંબઇ નગરી".વી

ટી.સ્ટેશન ઉતરીને મહાનગરપાલીકાનાં ત્રસ્તાન મકાન ટાઇમ્સ ઓફ ઇંડીયાની ઝાંખી કરી પાછળકીલ્લા કોર્ટ બાજુ સરક્યા...

કોર્ટની બહાર કાળા ઝબ્બામા વકિલો આમથી તેમ દોડતા હતા...બેગ સાથે ટાઇ પહેરેલા ચંદ્રકાંતનેજોઇને ચાર વકીલ ઘેરી વળ્યા..."ક્યા કરના હૈ બાબુ...એફિડેવીડ હમ સો રુપીયેમે કર દેગા ત્યાં બીજોવકિલ નજક આવ્યો "સાબ સેવંટી કે...?વધી ગયેલી દાઢી કાળા ઝબ્બાની આબરુમા સચવાયેલાસાધારણ કપડામા વકિલોને જોઇ ચંદ્રકાંત સજ્જડબમ્મ થઇ ગયા..." વકિલ...?" જે નાનીપાલખીવાલાનો રુઆબ જોયો હતો તેને બદલે એક લાચાર બેબસ ક્લાયંટ ઉપર ભુખ્યા વરુની જેમદોડતા એફિડેવીડનાં ભાવ કરતા જોયા તેમના ફાટેલા બુટ ચીંથરેહાલ જેવા કાળા કોટ .. મારે કરવું પડશે …? વી ટી સ્ટેશન સામે જેમ પાંચ રસ્તા ભેગા થઇ ચોક ઉપર મળતા હતા તેમ ચંદ્રકાંતનીજીંદગીમા ખુદ પોતે ત્રિભેટે આવી ગયા હતામેં ઇધર જાઉં યા ઉધર જાઉં….