Kone bhulun ne kone samaru re - 116 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 116

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 116

રીસેપ્સનીસ્ટે ઇંટરકોમથી વાત કરી ચંદ્રકાંતને અંદર કેબીનમા જવા ઇશારો કર્યો..ચંદ્રકાંતે નોક કરીકેબીનમાં પ્રવેશ કર્યો..

"હલ્લો મી સંધવી હાઉ આર યુ..?"બક્ષી સરે પુછ્યુ હેવ યુ ફીલ અપ ફોર્મ..?"

"યસ સર આઇ હેવ ગીવન ઇટ ટુ રીસેપ્સીનીસ્ટ .”

"જસ્ટ વેઇટ આઉટ સાઇડ.."

"ઓકે સર"

પંદર મીનીટબ્લુ સુટવાળાવાળા ઉર્ફે મી. ખડૂસ કાપડીયા અને બક્ષી સરની કેબીનમાં ઘુસપુસ અંદરચાલી...પછી કાપડીયા બહાર આવ્યા .તેમણે રુઆબદાર ઇંગ્લીશમા "ચંદ્રકાંટ જસ્ટ ગો ઇન.." કહીહુકમ કર્યો.

.......

"મી. ચંદ્રકાત વી આર વેરી હેપ્પી ટુ એપોંઇન્ટ યુ . યોર એરીયા વીલ બી ગીરગામ ટુ મસ્જીદ બંદર..."

પુરેપુરો ગુજરાતી વેપારી એરીયા...દુકાનમા ચાર ફરકડી ફાઇલ હોય એવાદેશી વેપારીઓનોએરીયા,બસ બાકી એક બે બોક્સફાઇલ હોય તો હોય એનો અંદાજ ચંદ્રકાંતને આવી ગયો..."સર.."

"મને ખબર છે કે તને ડીફિકલ્ટી પડશે પણ મને તારા ઉપર વિશ્વાસ છે તું કંપનીનુ નામ રોશનકરીશ..મને ખબર પણ છે કે તું સૌથી હોંશીયાર ઇન્સટીટ્યુટનો સ્ટુડંટ હતો એન્ડ ધસી ઇઝ યોરચેલેંજ ટુ યોર કોન્ફીડન્સ એન્ડ કેપેસીટી . નોટ ટુ વરી બટ બી ડેશીંગ.તારા કામની વિગતો તારોએપોંઇન્ટમેન્ટ લેટર બહાર તૈયાર થઇ જશે ...ગુડ લક"

" કે સર ,થેંક્સ..."

.......

ચંદ્રકાંત સમજી ગયાહતા કે હિમાલયમાં બરફ વેંચવાનું કામ છે .કંપનીનુ કામ નવા પ્રકારની વર્કમેમરી કન્ટ્રોલ સીસ્ટમ બીજા ઇલેક્ટ્રોનિક ઇંટરકોમ .કોડલેસ ફોન

વીકલી કન્ટ્રોલર વિગેરે પ્રોડક્ટ કાપડીયાએ દેખાડ્યા કેમ ઓપરેટ થાય તે સમજાવ્યું અને વર્ક મેમરીકન્ટ્રોલ સીસ્ટમ જે સૌથી અઘરી વેચવી પડે તેની આખી સ્પીચ સાઇક્લો્ટાઇલ આપી ,”બરાબરવાંચીને મોઢે કરીલે બાવા ટું સમજ્યો કે ની ?” પારસી કાપડિયા ગુજરાતીમાં વદ્યા.

કલાકમાં ચંદ્રકાંતે સ્પીચ કંઠસ્થ કરી લીધી ..કાપડીયા કસ્ટમર બન્યા અને ચંદ્રકાંતને કેમ એંટર થવુ કેટલા વાગે જવું ,કેબીનમાંથી લઇને કેમ બેસવુ કામની વાત કંઇ રીતે શરુ કરવી ; પછી સ્પીચ સતતબોલવાનીવીસ મીનીટ ઇંગ્લીશમાં ...વિગેરે ડેમોસ્ટ્રેશન આપ્યુ . અને ખાસ સુચના આપીઆંઇ જોબાવા જો કસ્ટમર ઓર્ડર આપે તો ઓર્ડર બુકમાં વિગતો લખીને તરત ઉપાડી જવાનુ સમજીયો ? સેક્ન્ડ થોંટ આવે ટેં પહેલાં ઓકે ?”

"ટુમોરો...કમ વીથ ઓફિસ બેગ યોર વિઝીટીંગ કાર્ડ વીલબી રેડી ...યોર ટારગેટ વીલ બી ...વીસહજારનુ મહીને સેલ મતલબ ટ્વેંટી થાઉઝડ ..."

"સર કંપની ઓફિસ બેગ આપે ?...મારી પાંસે પૈસા નથી ..!!"

"યુ હેવ ટુ પે ફોર ઇટ ઓકે...?"

"સો રુપીયા બેગના થશે તારા એકાંઉન્ટમાથી મહીને કપાઇ જશે...ઓકે..?"

કે સર..."

બીજા દિવસે ચંદ્રકાંત માટુંગા સ્ટેશનના ઝેડ બ્રીજ કોર્નર ઉપર હનુમાનદાદા શંકર દાદાને પગે લાગીબપોરે બાર વાગે ઓફિસે પહોંચ્યા ત્યારે બ્લુ કલરની બોનવોયેજ બેગ અંદર વર્ક મેમરી કન્ટ્રોલસીસ્ટમ બીજા ઇલેક્ટોનીક ગેઝેટો અને એક પ્લાસ્ટીકના ડબ્બામા વિઝીટીંગ કાર્ડ...

મેનહટન બીઝનેસ સીસ્ટમ પ્રા.લિ. એરીયા સેલ્સ મેનેજર'ચંદ્રકાંત સંધવી..'અરુણ ચેંબરનુ એડ્રેસ...ફોનનંબર...

કાપડીયા બહાર આવ્યા ..."ગુડ લક"ગો જમ્પઓન..

"થેંક્સ"

........

જીંદગીની પહેલી નોકરી...પહેલુ લેસન...!!!ઉંડા શ્વાસ ભરી ચંદ્રકાંતે મરીનલાઇન્સ દોટ મુકી ...

આજે શુકન થાય તો સારુ...મુહ્રતનો સોદો થશે?એમ વિચારતા પોતાના જાણીતા એરીયા કાલબાદેવીપહોંચ્યા...ગમ્મે ત્યાં ઘુસવાનું છે તો ચાલો યા હોમ કરીને પડો ફતેહ છે આગે...કાલબાદેવી . મરીનલાઇન્સ ઉતરી ચંદ્રકાંત પ્રીંસેસ સ્ટ્રીટ માં કોર્નર ઉપર પહોંચ્યા કાલબાદેવી કોર્નરકાલબાદેવીરોડ

પચાસ કદમ ચાલ્યા ત્યાં જમણી બાજૂ મદ્રાસ કાફેની ફિલ્ટર કોફીની સુગંધથી તરબતર થઇ ગયાહતા ,ભાંગવાડી હાથી બિલ્ડીંગની સામે વસંતવાડીમાં ચંદ્રકાંતના પગ વળ્યા...એક વીંગમા કપોળબેંકહતી સામેની વિંગમા બોર્ડ લાગેલુ હતુ

પી.ટી.કે.કોર્પોરેશન...ઓફિસમા સાતઆઠ જણ બેઠા હતા ...બપોરના એક વાગેલો...

આગળ વિશાળ ભાલ પ્રદેશવાળા ગોરા ટીપીકલ ગુજરાતી બેઠા હતા ..."હાં બોલો ..."

"સર બોલીશ તો વીસ મીનીટ એકલો બોલીશ આપ સાંભળશો..?"

"સર આપનું નામ પુછી શકું..?"

"નવીનભાઇ...ચાલુ કર..."

વીસ મીનીટ સતત બોલીને શ્વાસ ખાવા ચંદ્રકાંત અટક્યા ત્યારે આખી ઓફિસનો આખો સ્ટાફસ્તબ્ધ પૂતળું બની ચંદ્રકાંતને સાંભળતા રહ્યા...

"એલા મને કોઇ પાણી આપો ભાઇને પાણી આપો...ગોવિંદ ..."નવીનભાઇએ હાંક મારી હોંશમાંઆવ્યા.

"પાછળથી એક ચશ્માવાળા ભાઇએ પુછ્યુ ..."ભાઇ તું તો ભારે જબરો નિકળ્યો..તેં અમને એટલુસમજાવી દીધું કે અમારી ઓફિસ હાવ લધરવધર દેશી છે.તે કીધું એવી ઉપાધી અમને રોજ આવે છેએટલે હવે તારુ કામ તો પડશે ...અમને ભણાવવા માટે...તારે ફરીથીઆવવું પડશે પણ એમ કહે તારુનામ શું છે "પછી કાર્ડ જોયુચંદ્રકાંત સંધવીપાછુ ઝબક્યા ..."વતન ક્યું..?"

"સર અમરેલી..."

"એલા કપોળ છો..?"

"હા,...સર"

"એલા ,હાવાબાપા સંધવીતો હજી હમણાં ગયા ...?"

" મારા મોટા બાપુજી..."

"ભારે કરી છોકરા હવે અંદર આવ તું ? ...જગુભાઇનો દિકરો...?

"એલા ચંદ્રકાંત,...હું મહન્દ્રભાઇ ટોળીયા તારા બાપાનો જીગરી.."