બક્ષીસરે માર્કેટીંગના ફંડામા સહુથી મહત્વની વાત કરી હતી યસ બટ નો.."જેમની પાંસેથી ઓર્ડર લેવાનો છે તેમને હંમેશા બપોરે લંચ ટાઇમ પછી જ મળવુ"
"કેમ સર..?"
એ ટાઇમે કસ્ટમર ડોઝીંગ એટલે ઝોકા ખાવાની તૈયારીમા હોય બહુ એલર્ટ ન હોય તેને તમારા પ્રોડ્ક્ટનીમાર્કેટીંગ સ્પીચ આપો...જેટલી ડીપ ટેકનીકલ જાણકારી અને ખુબી તમારા પ્રોડક્ટની આપવી હોય તે ભરીભરીને આપો..અડધુ ત્યારે ઉપરથી જશે એ કબુલ નહી કરે પણ ઓહ વેરી ફાઇન...વેરી ગુડ બોલે એટલે બીશ્રુડ..."સર કેટલા પીસ લખુ મારા હિસાબે વીસતો લેવા જોઇએ...એટલે એ અડધા જોકામા બારગેન કરી પંદરપીસનો ઓર્ડર લખાવતી વખતે ડીસકાઉન્ટ માંગે તો મખીચુસ થઇ કહી દો"સર અવર કંપની હેસ નોડીસકાઉન્ટ પોલીસી બટ આઇ ગેટ ૫પરસંટ ઇન્સેન્ટીવ...ધેટ આઇ વીલ ગીવ યુ..ત્યારે ઓર્ડરફોર્મમા સહી લઇએક મીનીટમા ઉભા થઇ જાવ...
"સર મે આઇ ટેક યોર લીવ..?મારે બીજી કંપનીમા એપોઇન્ટમેન્ટ છે...થેક્સ કરીને ઉભા થઇને ભાગો.."
ચંદ્રકાંતને યાદ આવ્યું કે આવું હવે રીટેઇલ બીઝનેસ કરતી દરેક કંપની અલગ અલગ એરીયામાં સેલ્સમોટીવેટર ટીમને ગોળ સર્કલ બનાવી સેલ્સ ઓફિસરોને મોટીવેટ કરે પછી કુદકા મારે હીપ હીપ કરે જેમઅત્યારે રમતનાં મેદાનમાં ખેલાડીઓનો જુસ્સો વધારવા નવી સ્ટ્રેટેજી બનાવવા કરે છે તેમ …પણ ચંદ્રકાંતને તોખુદની સાથે ગોળ ફરવાનું હતું ખુદને મોટીવેટ કરવાનું હતું …નાટકમાં સ્ટેજ પર સ્વગત ડાયલોગ જેમ બોલતાતેમ જ અંહી પોતાની જાતને ઉભી કરવાની હતી.
આવા અનેક કીમીયાઓ માર્કેટીંગના લેકચરમા બક્ષીસરે આપ્યા હતા જે જીંદગીમા બહુ કામ આવ્યા...કીથ સરેઆપણી જાતને કેમ તૈયાર કરવી કેમ કોન્ફીડન્સ વધારવો...રીજેક્શન ફેઇલીયોર તો દરેક કામમા આવે તેમાંથીકેમ બહાર નિકળવુ...?છેલ્લા ફેરવેલમા તમે કેટલા જીંદગીમા સફળ થશો એ તમારા પ્રયત્નો ,હાર ન માનવી એપકડી રાખશો તો લાઇફના હરેક ફિલ્ડમાં જીતી જશો બી પોઝીટીવ...મે ગોડ બ્લેસ યુ ઓલ..."બક્ષીસરે બહુ જમનનિય લેક્ચર આપ્યુ અને છેલ્લે કહ્યુ "ઇફ યુ મેનેજ યોર સેલ્ફ યુ કેન મેનેજ બિઝનેસ..."
સમય ક્યાં વિતિ ગયો ખબર ન પડી ...સોની ઢીલા પડી ગયા હતા .પીટર પહેલા પોતાને ગામ પછી જ્યાં નોકરીમળે ત્યાં જવાના હતા .સહુ મિત્રો એક ખ્વાબની જીંદગીમાં મહાલી રહ્યા હતા … કોઇકને અમદાવાદ પોસ્ટીંગમળે તો મજા પડી જાય તેમ લાગતું હતું કોઇને ભલેને હૈદ્રાબાદ કે બેંગલોર મળે તેની પરવા નહોતી ચંદ્રકાંતનુંએમની માંનુ સપનું પુરુ થાય કે બસ મોહમયી મુંબઇ નગરીમાં જોબ મળી જાય એટલે બસ એવી ઇચ્છા હતી.સહુએ એક બીજાના એડ્રેસની આપ લે કરી...અરવિંદભાઇએ ચંદ્રકાંતને કહ્યુ કે બે દિવસમા આપણે છુટાપડીશુ પણ તને ક્યારેય નહી ભુલુ...બસ એકવાર મારા સાથે મારે ગામડે આવવું જ પડશે..."
...........
સહુ મિત્રો આજની સાંજ સાથે વિતાવવા ચાલીને એલ્યુમિનીયમ ટેંપલ જવા નિકળ્યા....રસ્તામા લશ્કરના જવાનોઅલપઝલપ મળતા રહ્યા ...હસી મજાક સાથે છેલ્લી સાંજ વિતાવી...ભગવાનના મંદિરમા પગે લાગી સહુપોતપોતાને ગામ જવાના હતા...પંદર દિવસ પછી રીઝલ્ટ અને પોસ્ટીંગ મળવાનુ હતુ....
રવિવારે સવારે ચંદ્રકાંત કીથ સરને છેલ્લીવાર મળવા ગયા...બહાર ચોગાનમાં બ્લુ પેન્ટ વાઇટ શર્ટ મરુન ટાઇકાળી ફ્રેમના ચશ્મા...કોટ ખુરસીની પાછળ રાખ્યો હતો....દુરથી ચંદ્રકાંતને આવતો જોઇ ઉભા થઇ ગયા....કમમાઇ સન....ચંદ્રકાંત તેમને નમન કરી ચરણસ્પર્શ કરતા રડી પડ્યા...
"ડોન્ટ ક્રાઇ માય સન...આઇ એમ ગોઇંગ બેક ટુ મુંબઇ...જૌલ્ટડાઉન માઇ એડ્રેસ ...ડુ કમ..સંગવી .ટુમ મેરાબેસ્ટ સ્ટુડંટ તો હૈ બટ આઇ સ્પેશિયલ ફીલીંગ લાઇન માય સન.ઇન ફેક્ટ આઇ વોન્ટ રેસ્ટ..મૈ જબ તક જીંડા હૈતબ તક તુમ જીભ મરજી હો આ જાના …આઇ લવ યુ માઇ સન..”ધીસ વોઝ માઇ લાસ્ટ એસાઇનમેન્ટ..બસ હવેઆરામ કરીશ...જીંદગીમા જ્યારે તારે માર્ગદર્શન જોઇતુ હોય તો બીનાઝીઝક મારે ત્યાં આવજે..."
દસ મીનીટ એ મહામાનવ કીથ સરનાં ચરણ પકડીને ચંદ્રકાંત બેસી રહ્યા ..આંખોથી આંસુ રોકી જ ન। શક્યાતો કીથ સર પણ ચંદ્રકાંતની પીઠ પસવારતા રહ્યા .ધીરેથીચંદ્રકાંત એ બોઝીલ ક્ષણ તોડીને ઉભા થયા ઉભાથયા .ચંદ્રકાંતે ઇન્ટીટ્યુટમાંથી પેપર પેન લઇ એડ્રેસ ફોન નંબર ટપકાવ્યો...
છ ફુટની કૃશ કાયા ને અજબજોમ સાથે કીથ સરે ફરીથી ચંદ્રકાંતને બથમા લીધો... તેમની આંખોમાં પણ બે બુંદઆંસુ છલકી ગયા .એમની ઔરા...એમનુ માર્ગદર્શન છેક મુબઇની ભટકતી તુટી પડવાની અણી પર આવેલીચંદ્રકાંતની જીંદગીમા અવાર નવાર મળ્યું . એક બાપ કરતા વિશેષ એક ગુરુની જેમ માર્ગદર્શન એ જીવ્યા ત્યાંસુધી મળતુ રહ્યુ....તેમના સુપુત્ર રોની રોનીની વાઇફ તેનો નાનકડો પુત્રને મળવા અવારનવાર ચંદ્રકાંત જતા ત્યારેરોનીની વાઇફ માર્થા અચુક કહેતી યુ આર સેક્ન્ડ સન ઓફ મી કીથ ડેડી....
ચંદ્રકાંતે મર્થાને કહેલું “યુ એન્ડ ટોની આર વેરી લક્કી ધેટ યુ હવે ડેડી લાયક હીમ વેર આઇ હવે નોટ…મારાફાધર પણ બહુ પ્રેમાળ છે પણ વિઝનરી નથી તેમને આ જીંદગીની મારી લડાઈમાં માર્ગદર્શન આપવાની મુસીબતો સામે લડવાની ન તો શક્તિ છે ન આવડત …મીન્સ ટેલંટ માર્થા “
ચંદ્રકાંત