Tane kya kai khabar chhe - 2 in Gujarati Love Stories by udit Ankoliya books and stories PDF | તને ક્યાં કઈ ખબર છે - 2

Featured Books
Categories
Share

તને ક્યાં કઈ ખબર છે - 2

પ્રકરણ 2 : અકસ્માત
 

એ દિવસે રસ્તાઓએ મંજિલ સાથે મળીને કોઈ યોજના બનાવી હતી. આ વાત છે 10 જૂન 2021 ની. હું રોજની જેમ 9 વાગ્યે ઓફિસ માટે નીકળ્યો. મારી બાઇક ના મિરર નો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો મે જેમતેમ કરીને આંગળી ના નખ દ્વારા થોડો ટાઇટ કરવાની કોશિશ કરી અને કામ થઈ ગયું. તે દિવસે એક જાપાન ની કંપની, અમારી કંપની માં ઇન્વેસ્ટ કરવા માટે આવવાની હતી અને તેના reletad presentation હતું. જેમાં મારે અને જય ને હાજરી આપવી ખૂબ મહત્વ ની હતી. હું સમયસર કંપની પહોચ્યો. સૌરભ સર રિસેપ્શન પાસે ઊભા હતા.

સૌરભસર :  thank god, you came on time, where is jay ?

હું :     I don’t  know. let me call him. મે ખિસ્સા માથી ફોન કાઢી ને જય ને ફોન લગાવ્યો અને dialing tone ની સાથે જ જય ના ફોન ની ringtone  સંભળાઇ. જય સામેથી આવતો દેખાયો

જય:   sorry, sorry sir, I was stuck in traffic.

સૌરભસર : okay, okay our investor could come at any minute. lets go to cofference room and prepare for presentation.

અમે conference room  માં ગયા અને presentation માટે ની preparation કરવા લાગ્યા એ દિવસ અમારા કરિયર માટે ખૂબ મહત્વ નો હતો. કેમકે જો એ japaneese ઇન્વેસ્ટર અમારી કંપની માં ઇન્વેસ્ટ કરે તો અમારી કંપની ની માર્કેટ વેલ્યુ પણ increease થાય and  એના  પણ ઘણા chance હતા કે મને અને જય ને pramotion મળી શકે. મિટિંગ લીડ સૌરભસર એ કરી ત્યારબાદ મે અને જય એ data related research show  કરી અને મીટિંગ  અમે જેવી વિચારી હતી એવી જ રહી. ઇન્વેસ્ટરે  ફાઇનલ decision માટે થોડા દિવસ wait કરવા કહયું.

મિટિંગ પૂરી થઈ હું અને જય અમારી ડેસ્ક પર ગયા અને અમારા રૂટીન વર્ક પર કામ કરવા લાગ્યા  અને બાકીનો ઓફિસ ટાઈમ રોજ ની માફક વિત્યો.

એ દિવસે મારૂ ધ્યાન કામ માં વધારે પડતુજ હતું. મે ઘડિયાળ માં જોયું 5:30 થયા હતા  અને આસપાસ જોયું તો જય પણ દેખાતો નહોતો. કદાચ હું પહેલીવાર જ આટલો મોડે સુધી ઓફિસ માં રહ્યો હોઇશ. મે તરત PC શટ્ડાઉન કર્યું. અને મારૂ બેગ લઈ ત્યાથી નીકળ્યો.

હું બાઇક પર ઘરે જવા નીકળ્યો. હું હજુ રાત્રિબજાર નજીક આવેલ બસ સ્ટેન્ડ પાસે પહોચ્યો ત્યાં મારો બાઇક નો મિરર સ્ક્રૂ ઢીલો થવાને લીધે ફરી ગયો અને મારી બાજુ માથી  એક કાર આસરે 80 ની સ્પીડ થી પસાર થઈ અને મારૂ બેલેન્સ બગડયું જેના લીધે હું રોડ ના devider સાથે અથડાયો અને ત્યારબાદ તો શું થયું એ તો મને પણ નહી ખબર પણ  જ્યારે મારી આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલ માં હતો. મારા હાથ પર પ્લાસ્ટર હતું અને માથા પર પટ્ટી લગાવેલી હતી. પગ છોલાઈ ગયો હતો .આખું શરીર જકડાઈ ગયું હતું. માથામાં ડાબા હાથમાં અને ખભાપર અસહ્ય દુખાવો થતો હતો. મે આસપાસ જોયું તો અંકિત અને જય બંને મારી સામે હતા.

અંકિત : કેમ કરતાં થયું આ એલા ?

હું : કઈ નૈ બાઇક નો મિરર ફરી ગ્યો અને પાછળ થી કાર આવતી હતી એ ના દેખાઈ અને ગાડી devider માં ઠોકાઈ ગઈ.

જય: કઈ નઇ આરામ કાર અને એક good news છે સાંભળી ને તને બધુ સારું થઈ જશે.

હું : શું ?

જય: સૌરભસર નો કોલ હતો. પેલા japanee investor એ આપની કંપની માં 10 million dollor નું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આપણને  બંને ને senior analyst તરીકે  pramotion આપ્યું છે અને થોડો સ્ટાફ પણ વધારવાના છે. તને પણ કોલ કર્યો હશે.

મે મારા ખિસ્સા માથી ફોન કાઢીને જોયું. સૌરભ સર ના 3 મિસ્ડ કોલ હતા. મે તરત કોલ કર્યો અને બધી વાત જણાવી સરે મને આ વીક ની લીવ આપી અને આરામ કરવા કહ્યું.

જય: હા, તું leave  લઈ લે. આમ પણ આખું વરસ તે એકપણ  leave નથી લીધી અને તને થોડો બ્રેક મળી જશે.

 

જય ની વાત સાચી હતી. મે કંપની જોઇન કરી ત્યાર પછી દિવાળી  ની 3 રજા સિવાય એક પણ લીવ લીધી ન હતી એટ્લે મે  એક વીક માટે બ્રેક લેવાનું નક્કી કર્યું પણ હું ઇચ્છતો નહોતો કે મારા ઘરે મારા એક્સિડેંટ ની જાણ થાય, એટ્લે મે  વડોદરા માં જ રહીને આરામ કરવાનું નક્કી કર્યું તે દિવસે શનિવાર હતો એટલે  મે એક વીક પછી ના સોમવારથી નોકરી પર આવવા નું નક્કી કર્યું. અને જય ને પણ કહી દીધુંકે સૌરભસર ને જણાવી દે.

આ બધુ ચાલતું હતું ત્યાં ડોક્ટર આવ્યા, તેમના હાથમાં એક ફાઇલ હતી

ડોક્ટર : ઓકે, ઓકે, મિસ્ટર સમય right

હું : yes

ડોક્ટર : કોઈ major  પ્રોબ્લેમ નથી, હાથમાં minor  પ્લાસ્ટર છે  અને માથામાં  3 ટાંકા આવેલ છે. કાલે સવારે તમને રજા પણ મળી જશે. રાતે patient  સાથે કોઈ એક વ્યક્તિ એ રહેવું પડશે.

અંકિત : હું, છુ, તેણે  મારી તરફ મો ફેરવ્યું અને  કહ્યું. હું કંપની પર કોલ કરીને આજે leave લઈ લઉં છુ.

ડોક્ટર સહમત થયા અને ફોર્માલિટી પૂરી કરી અંકિત ને બિલ પકડાઈ દીધું. અને પૈસા કાઉન્ટર પર pay  કરી દેવા કહ્યા. જે અંકિતે pay કરી દીધા.

આ બધુ ચાલ્યું, પછી મે જય ને કહ્યું તારે જવું હોય તો તું જઈ શકે.

જય :  હા, ચલ bye, take care  કઈ જરૂર હોય તો કોલ કરજે. and once again congratulation for pramotion, take care

હું : you too, હું આવું પછી celebrate કરીયે

જય: sure.

જય હોસ્પિટલ વોર્ડ માથી જતો ગયો ત્યાં અંકિત ને મે સામેથી આવતો જોયો.તે મારી પાસે આવ્યો.

અંકિત: હું, બારથી જમવાનું લઈ આવું છુ શું લાવું બોલ ?

હું : ભૂખ તો બૌ લાગી છે એક કામ કર. છોલે, કુલ્ચા લઈ આવ. અને છાસ ભૂલતો નઇ.

અંકિત : હા, હું જાઉં છુ. તું આરામ કર.

અંકિત વડોદરા ના પ્રખ્યાત છોલે કુલ્ચા લઈ આવ્યો અને અમે સાથે ખાધા. હું અને અંકિત બંને ખાવાના શોખીન. વડોદરા ની મોટાભાગની પ્રખ્યાત જગ્યાઓ અમારી નજર થી બચી નહીં હોય. એમ કહું તો ખોટું નહીં કે લોકો જીવવા માટે ખાતા હોય છે,અને  અમે ખાવા માટે જીવતા હતા. ભર પેટ ખાઈને અંકિતે  બાજુમાં રહેલા ખાલી બેડ પર પગ લંબાવ્યા. મે મારી દવા પીધી અને બાજુમાથી મોબાઇલ હાથમાં લઈ ડેટા કનેક્શન ઓન કર્યું. થોડીવાર ફોન use કર્યો અને મને ઊંઘ આવવા લાગી. મે બાજુમાં નજર કરી તો અંકિત ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.

હોસ્પિટલ ની જિંદગી ખૂબ ધીમી હોય છે લોકો સમય પસાર થવાની રાહ જુએ છે કેમકે સમય જખમો ભરે છે પછી તે શરીર પર લાગેલા હોય કે હદય પર. આસપાસ ઘણા લોકો હતા તેમના પરિવાર વાળાઓ હતા.  હોસ્પિટલ એક એવી જગ્યા છે કે જ્યાં એહસાસ થાય છે કે કોઈપણ વસ્તુ કાયમી નથી.

સવાર પડી, અંકિતે મને જગાડયો. મારૂ શરીર હજુ દુખતું હતું. અમે હોસ્પિટલ ની ફોર્માલિટી પૂરી કરી ત્યાથી રજા લઈ અંકિત ની બાઇક પર ઘરે પહોચ્યા. Sunday હોવાથી તે દિવસે અંકિત ને પણ રજા હતી. અંકિતે મારી બાઇક ગેરેજ માં મોકલી આપી, કારણકે તેના એક સાઇડ ના બંને ઇંડિકેટર તૂટી ગયા હતા અને  મિરર પણ ફિક્સ કરવાનો હતો. તે દિવસ રૂમ પર આરામ માં જ વિત્યો.