પ્રકરણ ૩: “રાવણ”
બીજા દિવસે સવારે જ્યારે શાંતનુ ની આંખો ખુલી ત્યારે તેને રસ્તા ની બીજી બાજુ બેસાડવામાં આવેલો.
વ્હાઈટ અપ્રોન માં સજ્જ ડોક્ટર તેને ભાન માં આવેલો જોઈને ખુશ થઈ ગયા.
અચાનક શાંતનુ નું ધ્યાન પોલીસ અધિકારી તરફ ગયું.
તે અધિકારી સૂટ માં સજ્જ એક વ્યક્તિ નું બયાન લઈ રહ્યા હોય એવું તેને લાગ્યું.
શાંતનુ ભાગતો ત્યાં પોહચ્યો અને કરગરવા લાગ્યો,
"સાહેબ, મારી વાઇફ પ્રિયા ને ક્યાં લઇ ગયા?
તેને વધારે તો નથી વાગ્યું ને?"
પોલીસ અધિકારી શંકા થી તેને જોઈ રહ્યા,
"મિસ્ટર તમે કોની વાત કરો છો?
એમને તો તમે અહી પડેલા એકલા જ મળ્યા.
અને અમારી પ્રારંભિક તપાસ માં એમને તમારા સિવાય અહીં જંગલ માં બીજું કોઈ મળ્યું જ નથી "
અધિકારી એ જવાબ આપ્યો.
"સાહેબ એવું શક્ય જ નથી.
પ્રિયા મારી જોડે જ હતી.
આ જગ્યા એ અમારો અકસ્માત થયો અને પ્રિયા આ રસ્તા ની આ તરફ જ પડી હતી "
શાંતનુ અધિકારીનો હાથ પકડીને આગળ લઈ ગયો.
અધિકારી હવે અકળાયા હતા.
તેમણે કઠોર થઈને કહ્યું.
"શાંતિ રાખો મિસ્ટર. એમને અમારી કાર્યવાહી કરવા દો."
શાંતનુ એ પોતાની કુનેહભરી નજરો થી એક વાત જોઈ લીધી કે જે જગ્યા એ પ્રિયા પડી હતી ત્યાંથી લોહી ના ધબ્બા ગણા સિફતાઈથી કાઢવામાં આવેલા.
પોલીસ અધિકારી એ પોતાની વાત આગળ વધારતા કહયું,
"આ સજ્જન સવારે અહી થી પસાર થતા હતા અને તેમણે જ અમને કૉલ કરીને અહીં બોલાવ્યા કે અહી કોઈ માણસ નો અકસ્માત થયો છે અને અમે પોહચ્યાં.
અને દારૂ ગણો ગંધાય છે તમારા કપડામાંથી તમારે બ્લડની તપાસ ખાસ કરાવી જ પડશે."
મારા હિસાબે તમે નશા માં ધૂર્ત થઈને ડ્રાઇવિંગ કરો છો , અકસ્માત કરો છો અને પોતાની પત્ની ના ઘુમ થવાની ખોટી ફરિયાદ કરો છો.
અધિકારી હવે ગુસ્સા થી બોલ્યા.
શાંતનુ ની તમામ વિનંતીઓ જાણે બેહરા કાનમાં અથડાઈ.
વાત ને પૂરી કરતા શાંતનુએ મોસીન તરફ જોઈને કહ્યું.
પોલીસ અધિકારી તો ઠીક પણ મોસીને તે અને પ્રિયાના ભાઈ સૌમ્ય રાઠોડે પણ પોલીસ ને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે,
પ્રિયા એ રાતે મારી સાથે હતી જ નહિ.
"પણ શાંતનુ ભાઈ મને પ્રિયા ભાભીનો મને એ રાતે ફોન આવેલો કે તમારા શાંતનુ ભાઈ નશા માં ચકચૂર થઈને એકલા જ અમદાવાદ આવા નીકળી ગયા છે અને એ પણ પેલા જંગલ ના રસ્તે અને તેવો પોતે બસ માં બેસીને આવી રહ્યા છે. પોલીસ પાસે એ ફોન ના રેકોર્ડિંગ ની માહિતી પણ હતી તો અમે કઈ રીતે એ વાત ને ખોટી કહીએ?
મોસીન એ ફોડ પાડતા કહ્યું.
"છેલ્લા ૩ વર્ષ થી પોલીસ અને આપણે પ્રિયા ભાભી ને શોધવાના કેટલા કેટલા પ્રયાસ પણ કર્યા છે,
પણ એના થી વિશેષ હવે શું કરી શકીએ?
હોય ના હોય શાંતનુ ભાઈ પ્રિયા ભાભીનો લાપતા થવાનું બધું જ રહસ્ય એ જંગલ માં જ છે."
મોસીન એ વાત આગળ વધારતા કહ્યું.
"ચિંતા ના કર મોસીન. મને એક તાગ મળ્યો છે.
પ્રિયા ચોક્કસ થી મળશે.
એને મળવું જ પડશે."
શાંતનુ અને મોસીન ઘર તરફ પાછા વળ્યા.
"શું તાગ મળ્યો છે શાંતનુ ભાઈ?"
મોસીન એ કુતૂહલતા થી પુછ્યું.
"તને ખબર છે કાલે શું છે?"
શાંતનુ એ સામો સવાલ કર્યો.
"હા કાલે તો દશેરા"
મોસીન એ કહ્યું.
"શહેરમાં એક રાવણ આવ્યો છે,
ડ્રગ્સ ની દુનિયાનો બેતાજ બાદશાહ, કેટલાય કરોડો ની આસામી ધરાવતો. તેના ડિસ્કોથેક કે જે રેવ પાર્ટી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેના હાથ નીચે ડ્રગ્સ ટ્રાફિકિંગ ના ઇમ્પોર્ટ અને એકસપોર્ટનું મોટું નેટવર્ક ચાલે છે.
જેનું નામ છે નમ્યદેવ ચૌહાણ.
નેતા, પોલીસ બધા ને કંટ્રોલ કરી શકે તેટલો પાવર છે આ માણસ પાસે.
પણ કેહવાય છે જે તેની એક કમજોરી છે, તેની પત્ની રાધિકા ચૌહાણ.
કેહવાય છે કે તેના એક ઇશારા પર આખી દુનિયા ને તે લૂંટાવી પણ શકે છે અને એજ દુનિયા ને તે બરબાદ પણ કરી શકે છે.
૩ વર્ષ થી એની પાછળ છું હું..!"
શાંતનુ એ સવિસ્તાર બધું જણાવ્યું.
"પણ એની કુંડળી કાઢીને આપણ ને શું લાભ?"
મોસીન એ સવાલ કર્યો.
"જે દિવસે જંગલમાંથી પ્રિયા ઘુમ થઈ, ત્યારે સવારે પોલીસ ને અમારા અકસ્માત વિશે ની માહિતી અને સ્ટેટમેન્ટ આપવા વાળો માણસ આ ચૌહાણ જ હતો.
એનો ચેહરો મને બરાબર યાદ છે.
તેના વિશે ની તમામ તપાસ કર્યા બાદ આ કુંડળી મે કાઢી છે.
હોય ના હોય મોસીન પણ પ્રિયા ના ઘુમ થવામાં આ વ્યક્તિ નો કઈક હાથ તો છે જ.
તપાસ તો કરવી જ પડશે. તને ખબર છે કાલે અમદાવાદ માં કંઈક આવવાનું છે "
શાંતનુ મોસીન તરફ જોઈને બોલ્યો.
"શું આવવાનું છે ભાઈ?"
મોસીન એ પૂછ્યું.
"થોડો નજીક આવ, કાનમાં કેહવુ પડશે તને..!"
શાંતનુ એ મસ્તી સાથે કહ્યું.
"કાલે અમદાવાદમાં બેબી ફૂડ આવવાનું છે."
શાંતનુ બોલ્યો.
"હું કઈ સમજ્યો નહિ ભાઈ."
મોસીન એ હસતા હસતા કહ્યું.
"અમદાવાદ માં કાલે ૩ મિનિસ્ટર ના બંગલે રેવ પાર્ટી છે,
અને ડ્રગ્સ નો બધો જ સપ્લાય આ ચૌહાણ ના હાથ માં જ છે. આ માણસ તેના માલની કવોલિટી માટે ઘણો વખણાય છે. કાલે જો આ મિનિસ્ટર ને મજા પડી જાય તો ૩૧ ડિસેમ્બર ની બધી જ પાર્ટી નો કોન્ટ્રાક્ટ અને કરોડોનો ફાયદો આ ચૌહાણ ના હાથ માં આવી જાય."
શાંતનુ એ કહ્યું.
"એ બધું બરાબર.
પણ આ બેબી ફૂડ છે શું?"
માથું ખંજવાળતા મોસીન એ પુછ્યું.
"રેવ પાર્ટીની ૨ ડ્રગ્સ કે જે સૌથી વધુ વખણાય છે ,
બધા જ યુથ ની હાર્ટ બીટ જેવી છે, જેનું નામ છે
સ્પેશિયલ k, કીટામાઇન કે પછી બેબી ફૂડ કહી શકાય.
અને બીજી છે લિકવિડ એક્સ, 'એકસટેસી'.
સ્વાદ કે સુગંધ વિનાની.
ઘણા નબીરાઓ પોતાની હવસ ને સંતોષવા માટે કોલ્ડ ડ્રીંક માં ૨ ટેબ્લેટ નાખીને માસૂમ છોકરીઓનો બને એટલો ઘેરફાયદો ઉઠાવે છે.
ઘણું યુથ બગડી ગયું છે મોસીન,
ઘણું યુથ બગડી ગયું છે...!"
એવું કહીને શાંતનુ એ વિસ્કી ના ૨ ઘૂંટ માર્યા.
મોસીન શાંતનુ ને જોઈ રહ્યો.
"શું જોવે છે લ્યા..?"
શાંતનુ મોસીન તરફ જોઈને બોલ્યો.
"એજ કે એક પીધેલો માણસ યુથ ની ચિંતા કરતો ક્યારથી થઈ ગયો.?"
મોસીન હસતા હસતા બોલ્યો.
શાંતનુ એ નાનકડી સ્માઇલ આપીને કહ્યું,
"એ તું નહિ સમજી શકે મોસીન.
ચાલ હવે કામ ની વાત સાંભળ.
ક્રમશ: