Street No.69 - 11 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-11

સ્ક્રીટ નં. 69

પ્રકરણ-11



સોહમે બધાં સામે એનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરેલો. રજૂ કરતાં પહેલાં આખો રીવ્યું કરી લીધો હતો. એણે આખો રીપોર્ટ સમજાવ્યો. એણે બતાવવાનું પુરુ કર્યું અને એનાં બોસ તથા અન્ય કલીગની સામે જોયું સોહમે જોયું કે બધાં એની તરફ જ જોઇ રહ્યાં છે. સોહમે પુરુ કર્યા પછી બધાંનાં ખાસ કરીને બોસનાં રીએક્શનની આશા રાખી હતી..

સોહમનાં બતાવ્યા પછી સન્નાટો છવાઇ ગયો હતો. બધાં મૌનજ થઇ ગયાં. સોહમે બધાં તરફ નજર ફેરવ્યાં પછી એનાં બોસ તરફ જોયું. એનાં બોસે સોહમ સામે જોયું અને જાણે કોઇ તંદ્રા... કોઇ હિપ્નોટીઝમ પુરુ થયું હોય એમ એનાં બોસે હસતાં હસતાં તાળીયો પાડવી શરૂ કરી અને એમની ચેર પરથી ઉભા થઇ ગયાં.

શ્રીનિવાસ સરને જોઇને બીજાં બધાં પણ ઉભા થઇ ગયાં અને તાળીઓ પાડવા માંડ્યા.. શ્રીનિવાસ ગર્ગે કહ્યું “સોહમ, એક્સેલેન્ટ, ડુ યુ નો ? યુ આર બીયોન્ડ અવર પ્રોજેક્ટ.... અરે તે પ્રોજેક્ટને લક્ષ્યથી પણ આગળ દિશા આપી દીધી છે જેનો મને વિચાર પણ નહોતો આવ્યો યું હેવ ડન એક્સેલન્ટ જોબ.. આઇ એમ પ્રાઉડ ફોર યુ એન્ડ આઇ ડીકલેર્સ યુ એ ટીમ મેનેજર ઓફ ધીસ પ્રોજેક્ટ કોન્ગ્રેચ્યુલેશન્સ.. એન્ડ આઇ વીલ એનાઉન્સ એક્સેલન્ટ એન્ડ સ્માર્ટ સેલેરી વીથ પર્કસ ડીયર. અગેઇન કોન્ગ્રેચ્યુલેશન” અને એમણે સોહમને હાથ મિલાવીને હગ કર્યું.

સોહમતો ખૂબ ખુશ થઇ ગયો એની આંખો હર્ષથી ભીંજાઇ ગઇ એણે મનમાં વિચાર્યુ આ પ્રોજેક્ટ રીપોર્ટ રીવ્યું કરતાં મને થયું કે ખૂબ એડવાન્સ અને એક્સેલેન્ટ પ્રોજેક્ટ રીપોર્ટ બન્યો છે બસ બોસને પસંદ આવી જાય અને એવુંજ થયું આઇ એમ સો લકી.. એણે મનોમન નૈનતારાનો આભાર માન્યો.

એનાં બોસે સ્ટાફ સામે એને ખૂબ બિરદાવ્યો અને કહ્યું પછી “મારી ચેમ્બરમાં આવ.” એમ કહીને તેઓ પોતાની ચેમ્બરમાં જતાં રહ્યાં. શાન્વીએ કહ્યું “યાર સોહમ ધીસ ઇઝ ગ્રેટ.... રીયલી એક્સેલેન્ટ આઇ કોન્ગ્રેચ્યુલેટ યુ વીથ માય હાર્ટ...” એમ કહી થમ્બ બતાવીને બહાર ગઇ.

સોહમને થોડું આશ્ચર્ય થયું કે શાન્વી મને કોન્ગ્રેચ્યુલેટ કરે ? એય દીલથી ? આ શું ચમત્કાર છે ? એ આજે ખુબ ખુશ થઇ ગયો. અને ત્યાં કોન્ફરન્સ હોલમાંથી બધાં પોત પોતાનાં સ્થાને ગયાં અને ત્યાં સોહમનો હાથ ખેંચીને કોઇએ એને પાછો અંદર ખેંચ્યો...

સોહમનાં આશ્ચર્ય વચ્ચે જે છોકરી લિફ્ટમાં જોઇ હતી જેનાં એક બે રૂપ પણ બદલાઇ ગયાં હતાં એ હતી એણે સોહમની સામે હસતી આંખે જોયું અને બોલી ‘સોહમ.. કોન્ગ્રેચ્યુલેશન આઇ વીશ કે તારી કેરીયર આવીજ રીતે આગળ વધતી રહે..” એમ કહીને એણે હસતાં હસતાં હાથમાં રાખેલ મોટો બુકે સોહમને આપ્યો એમાં એવાં ફુલો હતાં કે આખાં હોલમાં સુવાસ પ્રસરી ગઇ હતી. સોહમ એનાં ચહેરાં સામેજ જોઇ રહેલો એનાં રૂપમાં એવો ખોવાઇ ગયો કે.. પછી એણે કહ્યું “થેંક્સ પણ તમે કોણ ? અને તમારાં ચહેરાં પણ કેમ બદલાયા કરે છે ? તમે.... “

સોહમ આગળ બોલવાં જાય પહેલાં પેલી છોકરીએ કહ્યું “મારામાં કશું નથી.. આઇ એમ નથીંગ.. હું તો ટપાલીનું કામ કરુ છું હું જે છું એ નૈનતારાની દેન છું હું તમારાં સિવાય કોઇને નહીં દેખાઊં... હું તમારી ડ્યુટી પર હતી હવે જઊં આ બુકે ખૂબ સાચવીને ઘરે લઇ જજો” એ ખાસ સૂચન કર્યું... “અગેઇન કોન્ગ્રેચ્યુલેશન એન્ડ ગુડલક ફોર યોર ફ્યુચર..” એમ કહીને એ અંતરધ્યાન થઇ ગઇ.. સોહમનાં હાથમાં મોટો બુકે હતો અને થઇ ગઇ.. સોહમનાં હાથમાં મોટો બુકે હતો અને એમાં જે ફૂલો હતાં એની સુગંધ એટલી માદક અને સ્ટ્રોંગ હતી કે આખો હોલ અને ઓફીસ મઘમઘતી થઇ ગઇ હતી... સોહમને સૂચનાં પણ યાદ આવી ગઇ કે આ બુકે સાચવીને ઘરે લઇ જવાનો છે.....

સોહમ હોલથી બહાર નીકળી એની પોતાની સીટ પર આવ્યો એણે બુકે એનાં ટેબલ પર સાચવીને મૂક્યો.. ત્યાં શાનવી આવી અને બોલી “અરે સોહમ આટલી સરસ સુવાસ શેની આવે છે ? તું કોઇ ખાસ પરફ્યુમ છાંટીને આવ્યો છે ? બોસ બોલાવે છે તને....”

સોહમ સમજી ગયો કે શાન્વી અને અન્યને સુગંધનો ખ્યાલ છે પણ બુકે દેખાઇ નથી રહ્યો. એનાં માટે બધાં આશ્ચર્ય જ હતાં પણ એ ચૂપ રહ્યો. પછી એણે કહ્યું “હાં હું બોસને મળવાંજ જઊં છું.”

શાન્વી પણ સોહમ તરફ નવાઇથી જોઇ રહી હતી એને પણ સમજાતું નહોતું કે આ એજ સોહમ છે કે જેને બોસની રોજ ડાંટ પડતી અને એ બધાંમાં મારી પાસે મદદ માંગતો ? અને જુઓ છેલ્લાં 2- દિવસની કમાલ.. સોહમની તો ચલ પડી છે આ બધું અચાનક કેવી રીતે બદલાઇ ગયું ? એને કોઇ મદદ કરે છે ? એણે ભણવાનું ચાલુ કર્યું છે તો એટલામાં એ આવો તૈયાર થઇ ગયો સમજાતું નથી ભેદ તો જાણવો પડશે...

સોહમ એનાં બોસની ચેમ્બરમાં નોક કરીને અંદર ગયો. એનાં બોસે હસતાં હસતાં એને આવકાર્યો અને સામે બેસવા કહ્યું. એનાં બોસે લેપટોપ ચાલુ કરેલું એણાં સોહમનોજ પ્રોજેક્ટ રીપોર્ટ અને એની એનાલીસીસ સ્ક્રીન પર મૂકેલી હતી એમણે સોહમને કહ્યું “સોહમ યુ આર જીનીયસ તું બે ત્રણ દિવસમાં એકદમ જ બદલાઇ ગયો છે ધીસ ઇઝ એ મીરેકલ.. એ જે હોય એ કંપનીને તો ખૂબ ફાયદો જ થવાનો છે અને આઇ મસ્ટ સે કે તારો આ બીજો પ્રોજેક્ટ રીપોર્ટ... તને સાચું કહું મેં તને અશક્ય એવાં ટોપીક સાથે તારી પરીક્ષા લેવા માટે જેને હું ઇમ્પોસીબલ સમજતો હતો એ પ્રોજેક્ટ પર કામ કરવાં અનો રીપોર્ટ બનાવવા કીધેલું જે પોસીબલ નહોતું એ તેં પોસીબલ કરી બતાવ્યું ધીસ ઇઝ મીરેકલ તને હું ખાસ શાબાશી આપું છું અગાઉ હું બધું ડીકલેર કરી ચૂક્યો છું તારી સેલેરી 20k થી વધારી સીધી 50k કરું છું અને આજ પ્રોજેક્ટ પર કામ કરવા માટે તને ટીમ લીડર-મેનેજર બનાવું છું તું આજથી આજ પળથી કામ ચાલુ કરી દે અને તને જે હેલ્પ જોઇએ સીધી મને જ કહેજે..’ સોહમ શાંતિથી સાંભળી રહેલો અને એનો મોબાઇલ રણક્યો.



વધુ આવતા અંકે ---- પ્રકરણ-12