મારે આજ કોલેજમાં રજા હતી. નતાશા બે-ત્રણ વાર ફેલ થઈ તો બિચારીને તેનાં પપ્પાએ ભણતી ઉઠાડીને લગ્ન કરાવી દીધા. આજે મારે રજા હતી તો મળવા બોલાવી, આમ તો મારે જવું જોઈએ પરંતુ એને એ બહાને થોડીવાર તો થોડીવાર બીચારી બહાર તો નિકળી શકે તો મેં બોલાવી લીધી.
કદાચ દિવસ થી થાકેલા માણસનો થાક રાત્રીની ઉંઘથી ઊતરે છે, પરંતુ જીંદગીથી થાકેલા માણસનો થાક, મનગમતા મિત્રોથી જ ઉતારે છે... એટલે જ હું અને નતાશા સોશિયલ મીડિયા પર નહીં રૂબરૂ મુલાકાત કરી હૈયું હળવું કરવા, મળવા બેચૈન હતા.
નતાશા આવી, અમે બંને મારાં રૂમમાં જઈ બહુ બધી વાતો કરી, મસ્તી કરી, નાસ્તો કર્યો, થોડા ગપાટા માર્યા સાંજ ક્યારે પડી ખબર જ ન રહી. એટલાં માં તો જીજુ નો કોલ આવ્યો હું લેવા આવું છું. જીજુ આવ્યા. મેં નતાશાને રોકાવવા દેવા આગ્રહ કર્યો, પરંતુ જીજુ ન માન્યા. ઈચ્છા ન હોવા છતાં એક પરણિતાને સમયસર પોતાની સાસરીમાં જવું જ પડે એવું મમ્મી બોલી.
નતાશાનાં ગયા પછી મેં મમ્મીને સવાલ કર્યો કે કેમ એવું હોય કે એક પરણિત સ્ત્રીને, જે પિયરમાં તો ગમે તેટલી ઉંમર થાય પણ તે દિકરી જ રહે છે પરંતુ લગ્નને ભલે ને એક જ દિવસ થયો હોય, છતાં તે પરણી જાય એટલે સ્ત્રી કે મહિલા સંબોધન આપી દેવાનું !!? કેમ એમના પતિની આજ્ઞા વિના બહાર નહીં નિકળવાનું!?? કેમ એમને પૂછ્યાં વગર ફરવા નહીં જવાનું!? સપનાંની હાટડીને સંકેલી લેવાની!!? આ એકવીસમી સદીમાં પણ સાડી કેમ વિંટવાની !!? એક બંધનમાં બંધાયા પછી પિયરના બધાં સંબંધો ને કેમ તાંદાજલી આપવાની!!? શા માટે....!!??
મારી મમ્મીએ મને પાસે બેસાડી, મારા માથામાં હાથ ફેરવતા બોલી, જો બેટા, ખબર નથી કે આ લગ્ન નામનો રિવાજ કોણે કાઢ્યા છે, પરંતુ આ જ રીત રીવાજ ઘણા વર્ષોથી ચાલ્યા આવ્યા છે અને આગળ પણ ચાલતાં રહેશે. મારા મમ્મીની ઉંમર તો માત્રને માત્ર સોળ વર્ષની વયે જ એ લગ્ન કરી સાસરીમાં જવું પડ્યું હતું.
આ સમય તો સારો છે, જ્યાં જવું હોય ત્યાં જવાય છે, હરવા ફરવા પણ જવાય છે.
પહેલાંનાં સમયમાં તો રાત્રે ચાર વાગ્યે, એટલે કે પહેલો પહોર થાય એટલે ઉઠી જવાનું, આ સમયમાં તો ચાર એટલે, રાત્રી ગણાય. અને મારી મમ્મીને પાંચ મિનિટ પણ જો ઉઠવામાં લેટ થાય તો, એની સાસુ લાકડાંની મેડી પર સૂતી હોય તો નીચેથી પતલી લાકડી વડે, આપડે જેમ ડોરબેલ વગાડયે તેવી રીતે નીચે ઉભા રહી ને તે ખખડાવે, જાતે હાથ ઘંટી ચલાવી દરણાં દળવાના. હાથમાં છાલાં પડી જાય તો પણ કોઈને કંઈ નહીં કહેવાનું. ત્રણ થી ચાર કિલોમીટર દૂર થી હેલ વડે પાણી ભરવાનાં. બાપની ઘરે પછી ભલેને કંઈ ન કર્યું હોય પણ સાસરીમાં આ બધું ફરજિયાત અને પાછું નદીએ કપડાં ધોવા જવાનું.
આ બધું તો બરાબર, પરંતુ વિટંબણા તો એ વાતની હોય છે કે આ બધાં કામ એક છોકરી, એક મહિલા કે, કે સ્ત્રી તેમણે ઘૂંઘટમાં રહીને કરવાનું. એ ભૂલ થી પણ કોઈ પરપુરુષ સાથે વાતતો બહુ દૂરની વાત છે પરંતુ એક નજર પણ કરી તો પાપ ગણાય.
'જો બેટા', મમ્મી બોલી, છોકરીના લગ્ન થાય એટલે એ છોકરીની તમાંમ ઈચ્છાઓનું અપહરણ થાય છે. તમામ ખુશીઓનું અપહરણ થાય છે. એ તમામ આઝાદીનું અપહરણ થાય છે. તમામ સપનાંઓનું અપહરણ થાય છે. અપહરણ તો ઘણા થયાં હશે પરંતુ એક છોકરી પોતાના જ હાથે પોતાના તમામ ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ વ્યક્ત કર્યા વગર પોતાની જાતને અપહરણ લગ્ન સમયે કરતી હશે. એક પિતા માટે એ દિકરીનું અપહરણ જમાઈ કરી જાય છે. એક ભાઈ માટે બહેનનું અપહરણ, એક લગ્નનાં બંધનથી એક છોકરીનું અપહરણ થાય છે અને લગ્નનાં સંબંધમાં જોડાયા પછી એ મહિલા કે સ્ત્રી સંબોધનમાં પરીવર્તીત થાય છે.
ક્રિષ્વી ✍🏽✍🏽