ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા)
સોજીત્રા નગર એ આણંદ જીલ્લાનું મુખ્ય તાલુકા મથક છે. જે બસ તેમજ રેલ્વે માર્ગે જોડાયેલું છે. અગાઉ ભાદરણ-નડીઆદ નેરોગેજ રેલ્વે લાઇન વાયા સોજીત્રા થઇ જતી હતી. હાલના સંજોગોમાં બંધ છે. પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા તેનું બ્રોડગેજમાં રૂપાંતર કરી ફરી શરૂ કરવાનો નીર્ણય લીધેલ છે એમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
ગૂપ્તોના સમયમાં સોજીત્રા એક વિકસિત નગર હતું. અને તેના પુરાવા અહીના કલા, શ્થાપત્યો, પ્રાચીન મૂર્તિઓ આપે છે. ખોજાઈ માતાના મંદિરના સ્થાને થી મળી આવેલી ઇ.સ. 560 ના લખાણ ધરાવતી મુર્તિ સોજીત્રામાં એ સમયે બૌધ્ધ ધર્મના દેવાલયો ની શાક્ષી પૂરે છે. જોકે ખોજાઈ માતાના મંદિરનુ બાંધકામ તો ઇ.સ. 944 માં થયું હતું અને તેનો જીર્ણોધ્ધાર ઇ.સ.1627 માં થયો હતો પરંતુ આ પહેલા પણ ત્યાં બુધ્ધ ધર્મ પ્રચારમાં હતો. ત્યારે બુધ્ધ ભગવાનના મંદિરો હતા. તેવું સિધ્ધ કરે છે. શાસંદેવી માતાનું યંત્ર આ કરતાં પણ એટલે કે બુધ્ધ પ્રતિમા કરતાં પણ જૂનું ઇ.સ. 3જી કે 4થી સદીનું છે. જે આ યંત્ર આજે પણ શાક્ષાત છે.
સોજીત્રા ગામની પશ્ચિમ દિશામાં પાદરમાં તળાવ પર ટેકરે આવેલા ખોજાઈ માતાનું વાળાબંધી મંદિર આવેલુ છે. સોજીત્રામાં બીજી પ્રાચીનતા ખોજાઈ માતાના મંદિરની છે. શ્રેમકરી માતા એટલેકે શ્રેમકુમારી માતા નામમાં અપભ્રંશને કારણે ક્ષેમ કલ્યાણી નામ પાળ્યું . ખોજાઈ માતા નામ ખોજા + આઈ = ખોજાઈ (ખોજા ફારસી શબ્દ છે) જેનો અર્થ ખ્વાજાહનો અર્થ ફકીર (ભોમિયો) પરથી ઉતારી આવ્યો હશે ખોજાઈમાતાના નામાનિધાનની સચોટ માહિતી મંદિરના પૂજારી અલદેવગીરીએ આપી હતી તેમના જણાવ્યા મુજબ “ સંવત 1003 ના વર્ષ માં સોજીત્રા માં ગોધ્રહક શાખાના સોલંકી મહિડા રાજા કનક સિંહજીએ આ માતાની સ્થાપના કરી. તેમનો મહેલ હાલમાં સોજીત્રા ના કૈલાસધામ નાં સ્થાને આવેલો છે. ખોજા નામનો એક માઈભક્ત રબારી માતાની પૂજા કરતો અને તે કનક સિંહજીનો સારો મિત્ર હતો. કનકસિંહજી માતાની પૂજા કરવાનું કર્યા ખોજાને આપ્યું. અને મંદિરની આજુબાજુની જમીન નેસડા માટે આપી. આજે પણ ખોજાઈ તળાવ મંદિરની આજુ બાજુ દિવ્યમાન છે. તેના નામ પરથી ખોજા રબારીની (આઈ) એટલેકે ખોજા રબારીની માતા પરથી ખોજાઈ માતા પાળ્યું. આ કથન સ્વીકારવા યોગ્ય નથી. કારણકે આના કોઈ સચોટ પૂરાવા મળ્યા નથી અને એ માત્ર કથન આધારિત વાર્તા છે. મહમ્મદ બેગડા સમયમાં આ મંદિર તોળી નાખવામાં આવ્યું હશે. અને મુઘલ કાળમાં પાદશાહ જહાંગીરના સમયમાં મંદિરનો જીણોધ્ધાર કરાવ્યો હતો. જેનો લેખાં આજે પણ મંદિર માં દ્રષ્ઠીમાન છે.
આમ ઉપરોક્ત અનેક સાંસોધકો અને પોરાતત્વવિદોએ અનેક સંશોધનો કરીને લાખનો સોજીત્રા ગામ પર લખ્યા છે. તેમણે સોજીત્રાની ઐતિહાસિકતા સિધ્ધ કરી છે. અને ગામની સ્થાપના મૌર્યો નાં શાસન પૂર્વે થઈ હશે એવું સિધ્ધ કરી બતાવ્યું છે.
પ્રાચીનસ્મારકો:-
સોજીત્રામાં ઘણાબધા પ્રાચીન સ્મારકો આવેલા છે. પ્રાચીન જળકૂંડ,ખોજાઈમાતા મંદિર, જૈન દેરાસરો, મોગલાઈ તળાવ અંબામાતા મંદિર, પદ્માવતિમાતા મંદિર મળીઆવેલ પ્રાચીન મૂર્તિઓ, અભિલેખો, જૈન પુસ્તકો, મહાનુભાવો અને ઈતિહાસકારોના લખાણો, પ્રાચીન જુમ્માં મસ્જિદ ગાંધર્વ મસ્જિદ, નગરની મસ્જિદ સોજીત્રાની મધ્યયુગીન ભવ્યતાના દર્શન કરાવે છે. સોજીતરાના પનોતા પૂત્રો કે જેમણે દેશ વિદેશમાં જઈપોતાના કાર્યો દ્વારા સોજીત્રાનું નામ વીષ્વભર માં રોશન કર્યું છે.
અહીના સોલંકી વંશના કૂલદેવી ક્ષેમ કલ્યાણી માતા છે. આ માતાજીની સ્થાપના મહિડા રાજા કનકસિંહજી એ સંવત ૧૦૦૩ (ઇ.સ.૯૪૬-૪૭) માં કરાવી હતી. કનકસિંહજી બાદ પૃથ્વીરાજસિંહ સંવત 1026-1045, સલતાનજી સંવત ૧૦૪૫-૧૦૬૬, હમીરજી ૧૦૬૬-૧૦૭૯, વિરમજી સંવત ૧૦૭૯-1096, પરણમલજી ૧૦૯૬-૧૧૨૧, મેઘરાજજી ૧૧૨૧-૧૧૨૯,રાઓતજી ૧૧૨૯૧૧૫૦, રખભાણજી 1150-૧૧૭૦, વિરભાણજી ૧૧૭૦-૧૧૯૯, કેસરજી ૧૧૧૯-૧૨૩૦, કલ્યાણસિંહજી ૧૨૩૦-૧૨૫૮, જગરૂપજી નું શાસન હતું. રખભાણજી નાં નાના ભાઈ ભીમજી એ પેટલી ગામ જાગીરપેટે લીધું. આ સમયે અણહીલવાડ પાટણ માં ભીમદેવ-2 નું શાસન હતું. અનુશ્રુતી વૃતાંત મુજબ મહિડા – સોલંકી વંશનો પછીના ૨૫૦ વર્ષનો ઇતિહાસ મળતો નથી.
આ સમય દરમિયાન અનેક ક્ષેત્રે સર્જન થવા પામ્યું હતું. ૧૬૨૭ માં મુઘલ પાદશાહ જહાંગીરે ખોજાઈ માતાના મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. જેનો વિહતે ઉલીખા ખોજાઈ માતાના ઇતિહાસ માં કર્યો છે.
આમ સોજીત્રા ઇતિહાસના પાને એક પ્રાચીન અને ભવ્ય નગરના અનેક પુરાવા મળ્યા છે.
એવી લોકવાયકા છે કે રાજપૂત કોમની આ કૂળદેવી હોવાને પરિણામે રાજપૂત કોમમાં તેમની દીકરા-દીકરી ના લગ્ન કરવામાં આવે ત્યારે મીંઢર છોડાવવા માટે આ કૂળદેવી સમક્ષ આવવાનો રીવાજ છે. વધુમાં આ દેવીના મંદીરે આસો માસમાં દસ દિવસ નવરાત્રી દરમિયાન માતાજીને નીત નવા શણઘારથી સજવામાં આવે છે અને દરરોજ સવાર-સાંજ માતાજીની આરતી ઉતારવામાં આવે છે. સાતમ/આઠમ ના દિવસ દરમિયાન હવન કરવામાં આવે છે.
dchitnis3@gmail.com (DIPAK CHITNIS)