Swas Adhura tuj vina - 5 - last part in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | શ્વાસ અધૂરાં તુજ વિના - 5 - છેલ્લો ભાગ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

શ્વાસ અધૂરાં તુજ વિના - 5 - છેલ્લો ભાગ

(અંતિમ ભાગ)

બંસરી ડિટેક્ટીવની જેમ નવો સવાલ કરતાં બોલી, "એ વાત સાચી પણ તું તો આહનાથી નારાજ હતો તો તારે તો તારું સ્વતંત્ર કરિયર શરું કરવું હતું ને? તારે ક્યાં પૈસાની કમી હતી? એનેય ખબર પડત અને એટલીસ્ટ તારું પેશન તો જીવતું રહેત ને?"

"પણ મારાં જીવનનું સંગીત અને પેશન જ આહના હતી એનાં વિના હું આગળ ઈચ્છું તોય ન વધી શકું. એનાં વિના તો હું સફળ જ ન બની શકું. અમારો પડછાયો એક થાય તો જ સંગીત અને ડાન્સની સફળતાનો સમન્વય થાય અને હવે તો જ્યારે આહના પોતે આગળ વધીને આટલું સારું નામ કમાઈ રહી છે ત્યારે એની દુનિયામાં એનો સ્પર્ધક બનીને મારે એની તોડવી નથી. બસ એ ખુશ રહે મને કોઈ વાંધો નથી." અનમોલનુ આ વાક્ય સાંભળીને બંસરી એકદમ જ ખુશ થઈને તાળીઓ પાડતાં બોલી,"ધેટ્સ ધ પોઈન્ટ. મજા આવી ગઈ."

અનમોલ તો ચોકી ગયો કે કોઈની આવી દુઃખદ વાતો સાંભળીને આને શેની મજા આવી હશે? પણ એ કંઈ પૂછે એ પહેલાં બંસરી બોલી, "હમમમ. હવે બનતું જ નથી તો ડિવોર્સ લઈને જીવનમાં આગળ વધી જાવ ને? કોઈ સારું પાત્ર પણ મળશે અને લાઈફ રંગીન બની જશે. બાય ધ વે પ્રિન્સી કેમ હજુ સુધી સિંગલ છે? એની સાથે જ મેરેજ કરી દે તો? એનાથી વધારે તને કોણ જાણી શકે?"

"વૉટ અ રબિશ! આ શું બોલે છે તને ભાન પણ છે? ડિવોર્સ તો આહના ઈચ્છશે તો હું કંઈ પણ આનાકાની વિના આપી દઈશ. એને હેરાનગતિ થાય એવું નહીં કરું પણ પ્રિન્સી સાથે મેરેજ? ક્યાં આહના અને ક્યાં એ? એ સિંગલ કેમ છે એ તો મને શું ખબર? કેટલા નખરાં છે એનાં એ તો તને ખબર છે જ. એનામાં તો લાંબી એવી બુદ્ધિ જ ક્યાં છે અને અમારાં વિચારો કદી મેચ જ ન થાય. ફ્રેન્ડ તરીકે કોઈ પ્રોબ્લેમ નથી પણ લાઈફ પાર્ટનર? નેવર!" અનમોલ ગુસ્સામાં બોલ્યો.

બંસરીને તો જાણે આ સાંભળીને બહું મજા આવી ગઈ. એ બોલી, "તો જેનામાં બુદ્ધિ નથી એવું તું સ્વીકારે છે એનું જ માનીને તમેે કંઈ પણ એનાં મનનો તાગ લગાવ્યા વિના તમારી આખી લાઈફને નર્ક બનાવી દીધી અને એ જ તમને ખતરનાક ખેલમાં ફસાવતી રહી. મને એ સમજાતું નથી કે હવે બુદ્ધુ એ છે કે તમે બે?"

"મતલબ?"અનમોલ બોલ્યો.

આહનાએ એક રેકોર્ડિંગ શરુ કર્યું જેમાં સંવેગ અને પ્રિન્સીનો અવાજ સંભળાય છે એ અનમોલને સાંભળવા આપ્યું.

પ્રિન્સીને બંસરીના સવાલો સામે જવાબો આપતા સાંભળી, "અનમોલ? એનાં માટે તું શું કામ વચ્ચે પડે છે? બસ હવે એક ડિવોર્સની વાર છે પછી અનમોલ મારો. તમને કોઈને ખબર નહીં હોય પણ મને તો પહેલેથી અનમોલ પસંદ હતો પણ એ સંગીતમાં એની જોડીદાર આહના પાછળ પાગલ હતો.. મેં કેટલી કોશિષ કરી પણ એ થંભ્યા જ નહીં. મારી કેટકેટલી કોશિષ છતાં એ લગ્નમાં બંધાઈ ગયાં પણ હવે મારાં ઘરેથી લગ્ન માટે ફોર્સ થવા લાગ્યો અને હું અનમોલ સિવાય કોઈને પસંદ કરી શકતી નહોતી. મેં હવે છેલ્લો નવો પાસો અજમાવ્યો. મને સંવેગે સાથ આપ્યો કારણ કે એને પહેલેથી અમીર અનમોલ ફેમસ અને વધારે જ અમીર બની જાય એ પસંદ નહોતું.

બસ અમે સાથે મળીને બંનેની દોસ્તીનો ફાયદો ઉઠાવ્યો અને લગ્ન તોડવાની મથામણ શરું કરી પણ અમારાં નસીબ સારાં કે એ લોકો એકબીજા પર વિશ્વાસ કરીને પૂછવા કરતાં અમારી દોસ્તી પર વધારે ભરોસો કરતાં રહ્યાં અને એટલે જ અમે સમયસર પાસાંઓ ફેકીને એમનાં પ્રેમને એકદમ ખોખલો બનાવી દીધો. બસ એમનું કરિયર પણ ગયું અને અનમોલને મારાં જ ઓળખીતાના ત્યાં જોબ પર લગાડીને એને પોતાની ખુશીથી થતી પ્રગતિ રોકી દીધી.

આહના પાસે શ્યામ દ્વારા ઓફર મેં જ એવાં સમયે કરાવી કે જ્યારે એને પૈસાની જરૂર હતી બસ એનું આગળ વધવું એ પણ જે અનમોલને જરા પણ પસંદ નહોતો એની સાથે, બસ એની નફરત વધારે ગાઢ બની ગઇ. બાકી તારાં કહેવા પ્રમાણે આજે હું કંઈ આહનાના શૉ માટે નહોતી ગઈ પણ તે અત્યારે એનાં વિના કેટલી ખુશ છે એ બતાવીને એને પણ આગળ વધવા માટે તૈયાર કરવા અને હું એનાં શૉમાં હું જાઉં છું મતલબ મને એનાં પ્રત્યે પ્રેમ જ છે કોઈ નફરત નથી એ સાબિત કરું છું જેથી એને કોઈ શંકા ન થાય. બસ હવે થોડાં જ સમયમાં હું યોગ્ય સમયે અનમોલને પ્રપોઝ કરી દઈશ.

બાકી હવે તું આટલાં સમય પછી આવી છે તો એમ જ ચાલી જાય તો સારું. બાકી એટલી બધી કડવાહટ બંને વચ્ચે ફેલાઈ ચુકી છે કે હવે તારી કોઈ કોશિષ કામ નહીં લાગે. કદાચ આહના સહેજ પણ માને પણ અનમોલ નહીં! એટલે તું કંઈ ન કરે એમાં જ તારી ભલાઈ છે નહીતર હું શું કરી શકું એની તું કલ્પના પણ નહીં કરી શકે. બાય.. ઓલ ધ બેસ્ટ."

અનમોલ તો રેકોર્ડિંગ સાંભળીને એકદમ જ શોકમાં આવી ગયો. એને હવે શું કરવું કંઈ જ સમજાયું નહીં. એ બોલ્યો, "મારાં જ ફ્રેન્ડસ્ થઈને મારી સાથે આવું કર્યું? અને મારી આહના? મેં એને ગુમાવી દીધી? એની કોઈ વાત સમજી જ નહી." અનમોલ રીતસરનો રડી પડ્યો.

થોડીવાર પછી એને ખબર પડી કે ત્યાં કદાચ બીજું કોઈ પણ ડુસકાં ભરી રહ્યું છે. એને નજર કરી તો એ બીજું કોઈ નહીં પણ બીજાં પાછળના ટેબલ પર બેસેલી આહના છે.

અનમોલ બોલ્યો, "આ બધું કેવી રીતે કર્યું તે? કંઈ સમજાયું નહીં."

"બસ કાલના શૉમાં અજાણતા જ હું ખુશીથી ગઈ, તારી સાથેની થોડી ફોનમાં થયેલી વાતચીત, પ્રિન્સી એ લોકોનું શૉ દરમિયાન વર્તન, એ પછી એમનો મારી સાથેનો વ્યવહાર બસ મને શક થઈ ગયો હતો. આહના પાસેથી સચ્ચાઈ જાણી. તારી પાસેથી જાણું એ પહેલાં સબૂત જરૂરી હોવાથી હું પ્રિન્સીની છટકબારી કરવાની ઈચ્છા છતાં એક સમયનો દીપનો મારાં પ્રત્યેનો એકતરફી પ્રેમનો મેં થોડો આજે ઈમોશનલ રીતે જે ખોટું કહી શકાય પણ પ્રિન્સીને લાવવા ઉપયોગ કર્યો અને સવારે જ પહેલાં આ સચ્ચાઈનુ રેકોર્ડિંગ કર્યું અને પછી તને હું મળી. મને ખબર હતી કે તું જે રીતે આહનાને ચાહતો હતો એને કદી નફરત તો ન જ કરી શકે બસ એટલે પ્રત્યક્ષ તારાં મનની વાત સાંભળવા હું એને અહીં લઈ આવી અને તું ઈચ્છે કે આહનાના મનમાં શું છે તો એ એને કાલે મારી સાથે કરેલી વાતનું રેકોર્ડિંગ પણ છે.

બસ રેકોર્ડિંગ એટલાં માટે કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે નફરતની દીવાલ ખડી થઈ જાય છે ત્યારે એનાં વિશેની નાનકડી વાતને પણ સચ્ચાઇ તરીકે સ્વીકારી શકતો નથી."

"પણ પ્રિન્સી આવું કંઈ કરી શકે એવી તને શંકા કેમ ગઈ?" અનમોલ બોલ્યો.

"બસ મને એની સ્કુલની એક આવી હિસ્ટ્રી ખબર હતી કે એને અમૂક વસ્તુઓ મેળવવા આવું કંઈ કરેલું. એ નાનાં પ્રમાણમાં કહી શકાય પણ જે એ ઉમરે આવી વસ્તુ કરી શકે એ આ ઉમરે આવું કંઈ કરે એમાં કોઈ શંકા નહીં અને ખરેખર એ સાચું જ નીકળ્યું. જે પણ હોય પણ બસ હું તમારા સુધી સચ્ચાઈ લાવી શકી એટલે મને સંતોષ છે, મારું કામ પૂરું. હવે નિર્ણય તમારો છે અને જિંદગી તમારી છે. હું કાલે જયપુર પાછી જઈશ. " કહેતી બંસરી ઉભી થઈ.

ત્યાં જ "એક મિનિટ બંસરી" કહીને અનમોલ ઉભો થયો અને પોતે ઉભો થઈને આહનાને એનો હાથ પકડીને એ ટેબલ પર એની પાસે લઈ આવ્યો. બંનેની આખોમાં આસું વહી રહ્યાં છે.

અનમોલે ત્યાં રહેલાં થોડાં લોકોની વચ્ચે જ આહનાને ફરીવાર માફી માગીને પ્રપોઝ કરી દીધો.

બંસરીની આંખો ખુશીથી છલકાઈ ગઈ અને બંનેનો ફોટો પાડીને ક્લિક કરીને એ બંનેને ભેટી પડી.

બંનેએ એને આવી દોસ્ત મેળવવા માટે થેન્ક્યુ કહ્યું. બંસરી બોલી,"આટલાથી નહીં ચાલે, બસ હવે તમે બંને સાથે મળીને તમારું અધૂરૂ સ્વપ્ન પૂર્ણ કરશો અને એકવાત યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું વિશ્વાસુ હોય પણ બે જણા એકબીજાની વાતને પૂરી ઉડાણથી સમજીને કંઈ પણ નિર્ણય કરતાં પહેલાં નિખાલસતાથી ચર્ચા કરજો તો સંબંધને કોઈ દિવસ આચ નહીં આવે. આવાં પ્રિન્સી અને સંવેગ તો અનેકરૂપે જીવનમાં આવશે, બસ પ્રેમ અને વિશ્વાસથી જ સંબંધને સુગંધિત, મધમધતો અને છેલ્લાં શ્વાસ સુધી જીવંત રાખી શકશો. બસ મને એનું પ્રોમિસ આપો."

અનમોલ અને આહનાએ ખુશીથી એને વચન આપ્યું અને આખરે બેય એક થઇ જતાં એ જયપુર જવા બીજાં દિવસે નીકળી ગઈ. પ્રિન્સી એક જ દિવસમાં શું થયું એની કલ્પના ન કરી શકી અને આહના અને અનમોલને એક જોઈને સ્વપ્ન રોળાઈ જતાં એ હંમેશાં માટે ઈન્ડિયા છોડીને ઓસ્ટ્રેલિયા સેટલ થવા જતી રહી.

એકાદ મહિનામાં અનમોલ અને આહનાએ એમની અધુરી છોડેલી કરિયર એકેડમી શરું કરીને એમનું સ્વપ્ન સાકાર કર્યું. આહનાએ એ સ્વતંત્ર શૉ બંધ કરીને બંનેનાં સાથે શૉ શરું કર્યાં. રિયલ લાઈફની જેમ રીલ લાઈફમાં પણ એમની જોડીને સૌએ પસંદ કરી દીધી. બંસરીને કારણે બંને ફરીવાર જીવન અને કરિયર સાથે માણવાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યાં એનાં એક અમૂલ્ય અહેસાનરૂપે એ એકડમીનુ નામ "બંસરી એકડમી" તરીકે શરું કરી અને આજે પાંચ વર્ષ પછી બેય સંગીત અને ડાન્સની દુનિયામાં એક અલગ જ સ્થાન દીપાવી રહ્યાં છે!

 

" સંપૂર્ણ "

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"