જયસુખભાઈ બહાર ઊભા હતા, ચાલુ વરસાદે છત્રીના આધારે અને કોમ્પલેક્ષની છત નીચે. રોહિત ત્યાંથી નીકળ્યો ગાડી ઉભી રાખી અને જયસુખભાઈને આગ્રહ કર્યો તેની ગાડીમાં બેસવા માટે. જયસુખભાઈએ પૂછ્યું, “કેમ? સારી ઇમ્પ્રેશન પાડવી છે?” રોહિતે પણ કીધું, “અંકલ, આપણે જે વાત થઈ એ પહેલા હું એક માણસ છું, મારું જાણીતું મુસીબતમાં હોય તો તેને મદદનુ પૂછવું પડે એટલે પૂછ્યું બાકી તમારી મરજી.” જયસુખભાઈ થોડું અકળાયા અને “હા હવે હાલ હાલ ઘર સુધી મૂકી જા ડાહ્યો થાતો.” આમ તો જયસુખભાઈને રોહિતની પરીક્ષા લેવાનું મન થયું એની હોશિયારી અને વિનમ્રતાની. ઘરે પહોંચી સ્વરાને રોહિતને મળવાની અને ફોન કે કોઈ પણ રીતે વાત કરવાની મનાઈ કરી દીધી. સ્વરાએ વિરોધ દર્શાવ્યો “આપણે હજી એના ઘરે પણ નથી ગયા અને તમે ડાયરેક્ટ આમ કહી દો તે ન ચાલે પપ્પા.” જયસુખભાઈ પણ કડક થઈ ગયા અને કહી દીધું, “નહી એટલે નહી જો કે અમે એટલો સમય અહીં જ રોકાશું એટલે એ છોકરો તારી પાછળ પાછળ ન આવે.” બીજે દિવસે સ્વરાએ ઓફિસના ફોનથી રોહિતને જાણ કરી રોહિતે આશ્વાસન આપતા કહ્યું, “તું ચિંતા ન કર તારા પપ્પા માની જશે બસ એક મહિનો પૂરો થવા દે. જો કે હું તને કોન્ટેક્ટ કરીશ મને ના નથી કીધી. તું પોસ્ટમાસ્તરની છો તો હું પણ માસ્ટરપીસ છું ” અને થોડું હસ્યો. થોડા દિવસ બાદ સ્વરાના ઘરે એક કવર આવ્યું મોકલનાર રોહિત હતો એટલે જયસુખભાઈએ લીધું જોયું તો એક કરો કાગળ અને સિંદૂરની પડીકી હતી. જયસુખભાઈ અકળાઈને બોલ્યા, “જોઈ જોઈ આ છોકરાની હરકત જોઈ હજી વાત ચાલું નથી કરી ત્યાં સિંદૂરની પડીકી મોકલી શું અર્થ લેવાનો આનો?” સ્વરા આવી અને કીધું, “હમણા સીધો કરુ એને લાવો મને બન્ને.”
સ્વરા અંદર ગઈ સિંદૂર બાજુમાં મૂકી કાગળ જોયો, ટેબલ પર મૂક્યો ઉપર સિંદૂર ઢોળ્યું, ફૂક મારી કાગળ પરના બધા અક્ષરો બહાર આવી ગયા. સ્વરા ખુશ થઈ અને પત્ર વાંચવા લાગી. પત્ર એના પપ્પા માટે હતો સ્વરાએ પત્ર આપ્યો, જયસુખભાઈએ એ પત્ર વાંચ્યો. સ્વરા એના પપ્પાના ચહેરાના હાવભાવ પરથી ઇમ્પ્રેશ થયા એવું લાગ્યું સ્વરાએ ટાંગ ખેંચતા પૂછ્યું, “શું લખ્યું છે પપ્પા રોહિતે આટલું રાજી થયા?” જયસુખભાઇ અકળાઈને બોલ્યા, “જાવા દે ને ચિબાવલી.” સ્વરા રાજી થઈ રૂમમાં ગઈ. બીજે દિવસે ઑફિસેથી ફોન કર્યો રોહિતને, “વાહ શેર! સિક્સર માર્યો બા ટાર્ગેટ પૂરો કરો એક મહિનામાં.” રોહિત પણ પોતાના અંદાજમાં હતો, “હજી આખો મહિનો આવા પત્રો આવશે. Be ready ઓસરીના દીવા પર આપને ખુમારી છે, મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે. તારા પપ્પાને તો પીગળાવી જ દઈશ.” સ્વરાએ કીધું અઘરું છે રોહિતે પણ જવાબ વાળ્યો, “ સ્વરા તારી જિંદગીમા પ્રેમનું સાયન્સ ફિકશન ચાલુ થાય છે all the best.” આમ વાત પૂરી કરી એકાદ અઠવાડ્યું વિત્યું વળી એક પરબિડ્યું આવ્યું એમાં એક વિચિત્ર રીતે કશુંક લખેલું હતું જયસુખભાઈ કે સ્વરા કોઈ વાંચી શક્યા નહીં ઓચિંતા જયસુખભાઈએ કવર ફેંક્યું અને ત્યાંતો કવરમાંથી ગંજીપાના “queen and king of hearts” ના પત્તા નીકળ્યા. આ વખતે બંને મુંજાયા. આ વખતે સ્વરાનું મગજ વિચારતું રહ્યું, “લાલનો રાજા ચાર્લમેગ્ને, લાલની રાણી જુડિથ બન્ને અલગ રાજ્ય સાવ અલગ રાજ્ય રોમ અને ફ્રાન્સ, લાલના પત્તાની નિશાની હાર્ટની હાર્ટ એટલે પ્રેમ, પણ પ્રેમથી વંચાય નહિ.” બીજે દિવસે પાછો ઓફિસથી ફોન કર્યો આ પત્રનું રહસ્ય જાણવા પણ આ વખતે રોહિતે શરત મૂકી જો સ્વરાના પપ્પા પૂછશે તો જ કે’શે. સાંજે સ્વરાએ એના પપ્પાને પૂછ્યું, “કોઈ આઈડિયા આવ્યો? આ પત્ર વાંચવાનો? ખબર નહીં શું લખ્યું હશે રોહિતે વાંચવું તો પડેને કંઈ પણ હોઈ શકે.” જયસુખભાઈએ હા કીધી અને કહ્યું, “પણ કેમ વાંચવું કંઈ ઉકલતુ નથી તારા આ પત્રમાં.” સ્વરાએ હવે લોઢું ગરમ જોઈ હથોડો માર્યો, “રોહિતને જ પૂછી લો અને તમે જ પુછો તમે ના કીધી છે એટલે હું વાત નહિ કરું બસ.” જયસુખભાઈએ હકારમાં માથું હલાવ્યું અને રોહિતને ફોન કર્યો અને સીધા તડુક્યા, “હેલ્લો રોહિત?” સામેથી હા જવાબ આવ્યો અને નમસ્કાર કર્યા. “શું ભાઈ? આ શું છે પહેલા કોરો પત્ર અને સિંદૂર અને આ વખતે કંઈક વિચિત્ર ભાષામાં પત્ર અને લાલના રાજા અને રાણી શું અર્થ છે આનો આ વાહિયાત પત્તાનો?” રોહિતે શાંતિથી કીધું, “તમે ખાલી પત્તાનું પૂછ્યું એટલે સિંદૂર વારુ સોલ્યુસન મળી ગયુ એમને?” જયસુખભાઈ એ હા કીધી અને રોહિતે આગળ વાત વધારી, “તો હવે રાજાને હાથમાં લો અને વચ્ચેથી વળી દયો” “કેમ?” સવાલ આવ્યો. “બન્ને બાજુ જુઓ શું થયું? એક રાજા સીધો અને બીજો ઊંધો થયો?” જયસુખભાઈ હવે ચિડાયા, “હા તો હવે એનું શું? એ તો એમ જ હોય એક સીધું બીજું ઊંધું એમાં શું?” રોહિતે જવાબ આપ્યો, “તમે અને સ્વરા અરીસા સામે આવો અને જુઓ ઈ રાજા જેવું થાય તો પત્ર અરીસો વાંચશે all the best અંકલ” જયસુખભાઈ અરીસા સામે ગયા પત્ર પકડ્યો અને વાંચ્યો બધું વાંચાણું જયસુખભાઈ ધીરેથી ચાલુ ફોનમાં વાહ શાબાશ એટલું બોલી ભાનમાં આવ્યા અને તરત પોતાના શબ્દો વાળતા ઠીક છે ઠીક છે કહી ફોન કાપી નાખ્યો. સ્વરા એના પપ્પાને impres થતાં જોઈ રહી વરી દસ દિવસ પછી પરબીડ્યું આવ્યું આ વખતે એમાં પાછો કોરો કાગળ હતો પણ સાથે મીણબત્તી અને બાકસ હતા.