Love Forever - 4 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | લવ ફોરેવર - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ ફોરેવર - 4


Part :- 4

આજે પાયલ ને કાઈ કામ માં મન નહોતું લાગતુ. સવાર થી સાંજ થવા આવી હતી પણ કાર્તિક હજુ ઓફિસ આવ્યો નહોતો. અને એવું પણ નહોતું કે કાર્તિક દરરોજ ઓફિસે આવતો જ. ક્યારેક અમન નું કામ હોય કે પછી ફ્રી હોય તો જ ઓફિસે ચક્કર મારતો. જે પાયલ હંમેશા કાર્તિક ને જોઈ મોઢું બગાડતી એ અત્યારે એની રાહ જોઈ રહી હતી. પાયલ એકવાર સરખી રીતે તેનો આભાર માનવા માંગતી હતી. વારેવારે મેઈન ગેટ તરફ નજર કરી લેતી.
છ વાગી ગયા હતા બધા લોકો પોતાના ઘરે જવા લાગ્યા હતા. પાયલ હજુ પણ પોતાના ટેબલ પર જ બેઠી હતી.
" પાયલ.... હજુ તું ઘરે નથી ગઈ? કાઈ કામ નથી હવે તું જઈ શકે છે." અમન પોતાની કેબિન માંથી બહાર આવ્યો એને જોયું તો પાયલ હજુ બેઠી હતી એટલે પૂછ્યુ.
" હા.... બસ નીકળું જ છું." પાયલ પોતાનું પર્સ લઈ ઊભી થઈ.
" સર..... તમે એકલા જ લાગો છો નહિ?? તમારી સાથે કોઈ નથી... આઈ મીન અત્યારે એકલા જ ઘરે જશો?" પાયલ કાર્તિક વિશે પૂછવાનો પ્રયત્ન કરી રહી હતી પણ સમજાતું ન્હોતી કે શું બોલવું.
" હા.. હું તો એકલો જ હોવું છું. પપ્પા તો હમણાં થી આવતા નથી ઓફિસે એટલે હું એક જ હોય. કેમ કાઈ કામ હતુ??" અમન ને પણ પાયલ નું વર્તન અજીબ લાગતુ હતુ.
" ના..... કાઈ કામ નહોતું. ખાલી એમ જ.... મારે લેટ થાય છે હું જાવ... " પાયલ તો નીચું જોઈ ફટાફટ ત્યાંથી નીકળી ગઈ.

પાયલ પોતાના ઘર તરફ જઈ રહી હતી અને આજના દિવસ વિશે વિચારી રહી હતી.
" ક્યાં ગ્રહ પર જવાનું વિચારી રહી છો??" પાયલ રીમા ના ઘર પાસે પહોંચી તો રીમા ગેટ પર જ હતી. રીમા એ જોયું તો પાયલ એકદમ વિચારમાં ખોવાયેલી હોય એવું લાગી રહ્યું હતું.
" હું તો અહી જ છું. પણ કોઈક બીજા ગ્રહ પર ચાલી ગયું હોય એવું લાગી રહ્યું છે." પાયલ ના મનમાં હજુ પણ કાર્તિક ના વિચાર ચાલુ હતા.
" કોણ ચાલી ગયું?? અને તું શું બોલી રહી છે??" રીમા પાયલ ને ઢંઢોળતા પૂછી રહી હતી.
" અરે કાઈ નહિ. તારે કેવું રહ્યું કોલેજ??" પાયલ પોતાના ખ્યાલ માંથી બહાર આવી.
" મારે તો એકદમ મસ્ત ચાલે. પણ તું તારું કહે.... કેમ સાવ આવો ચહેરો લઈને ફરે છે? ઓફિસ માં કાઈ થયું ? કે પછી પેલા કાર્તિકે હેરાન કરી??" રીમા પાયલને પૂછી રહી હતી.
" એ આવ્યો જ નથી. આવે તો મને હેરાન કરે ને....." પાયલ ઉદાસ ચહેરે બોલી.
" ઓહ.... આજે કાર્તિક ઓફિસે નથી આવ્યો એટલે મેડમ દુઃખી લાગે છે." રીમા એકદમ મજાકના મૂડમાં આવી ગઈ.
" અરે એવું કાઈ નથી. હું તો ફક્ત થેંક્યું કેહવા માંગુ છું." પાયલ રીમાને સમજાવી રહી હતી.
" ખાલી એક થેંક્યું માટે આટલો બધો ઇન્તજાર તો ન જ હોય. બીજું શું ચાલી રહ્યું છે...હેં..??" રીમા પોતાના નેણ નચાવતા પૂછી રહી હતી.
" અરે પાગલ લડકી.... એવા બધા નોનસેન્સ વિચાર તારા દિમાગમાં આવે છે ક્યાંથી? એની તો તને ખબર જ છે ને હું એના વિશે તો એવું વિચારી પણ ન શકું? આ તો ઇન્સાનિયત ના લીધે આભાર માનવો તો પડે ને." પાયલ રીમા ના વિચાર પર બ્રેક લગાવી રહી હતી.
" એ તો મને ખબર નથી પરંતુ કાઈક તો એવું ચાલી રહ્યું છે જે તું મારાથી અને પોતાનાથી પણ છુપાવી રહી છો." રીમા અત્યારે કોઈ પણ મજાક વગર કહી રહી હતી.
" હું અહી ક્યારની રાહ જોઈ રહી છું અને આ છોકરી વચ્ચે જ રોકાય ગઈ છે બોલો....." દાદી ઘર ની બહાર આવી જોયું તો પાયલ રીમાના ઘર પાસે ઊભી રહી વાતો કરી રહી હતી.
" આવું દાદી.... બાય...!!" પાયલ રીમાને બાય કહી ઘર તરફ ચાલી ગઈ.
*
ત્રણ દિવસ થઈ ગયા હતા પરંતુ હજુ પણ પાયલ ને કાર્તિક ના દર્શન થયા નહોતા. છ વાગી ગયા હતા એટલે પાયલ પોતાનું પર્સ લઈ ઘરે જવા માટે ઊભી થઈ ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર લીફ્ટમાંથી બહાર આવી ત્યાં કાર્તિક લિફ્ટ ની રાહ જોતો ઊભો હતો.
" હાય...." પાયલ ને જોય કાર્તિકે પાયલ સામે હાથ ઊંચો કર્યો.
" હાય...." પાયલ લિફ્ટ માંથી બહાર નીકળી અને કાર્તિક લિફ્ટ ની અંદર જઈ બટન પ્રેસ કરવા લાગ્યો. પાયલ તો હજુ કાર્તિક સામે જ જોઈ રહી હતી પરંતુ કાર્તિક નું એવું કાઈ ધ્યાન નહોતું.
" કાર્તિક ...... કાર્તિક....." પાયલ કાર્તિક ને બોલાવી રહી હતી ત્યાં ડોર બંધ થઈ ગયો અને કાર્તિક ઉપર જતો રહ્યો.
" શું કરું?? કેટલો ટાઈમ લાગશે એનો વેઇટ કરું કે નહિ??" પાયલ હજુ ત્યાં ઊભી ઊભી પોતાની સાથે જ સવાલ જવાબ કરી રહી હતી.
*
" હેલ્લો... બ્રધર!!" કાર્તિક અમન ની ઓફિસમાં જઈ બોલ્યો.
" વેલ કમ... મિ. ચેમ્પિયન!! કોંગ્રેટ્સ..!!" અમન એક ફાઈલ જોઈ રહ્યો હતો એ સાઈડ માં મૂકી ઊભો થયો અને કાર્તિક ને ભેટી ને તેને શુભેચ્છા આપી.
" તો કેવી રહી કમ્પિટીશન ....?" અમન અને કાર્તિક સોફા પર બેઠા.
" એ તો તમે લાઈવ જોઈ હોત તો જ ખબર પડે..... છેલ્લે તો ખરાખરીનો ખેલ હતો. પરંતુ એઝ યુઝવલ ગેમ હંમેશા કાર્તિક ના ફેવરમાં જ હોવાની...." કાર્તિક પોતાના જેકેટની કોલર ઊંચી કરતા બોલ્યો.
" અરે હા મારા ભાઈ તારી બરાબરી કોઈ ન કરી શકે." અમન કાર્તિક સામે જોઈ હસવા લાગ્યો.
" હવે ઘરે જઈ ફ્રેશ થઈ આરામ કરી લે...." કાર્તિક ત્યાં સોફા પર જ લાંબો થયો એટલે અમન ને કહ્યું.
" હવે હમણાં તો આરામ જ છે. આજે તો સેલિબ્રેશન છે. હમણાં ફ્રેન્ડસ્ આવે છે એટલે એની સાથે બહાર જવું છે." કાર્તિક આંખો બંધ રાખીને જ બોલી રહ્યો હતો.
" ઓકે.. ટેક કેર ઓફ યોર સેલ્ફ!!" અમન ઊભો થઈ પોતાની જગ્યા પર બેસી ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો.
*
કાર્તિક ની આંખ ખુલી અને તેને ઘડિયાળમાં જોયું તો આઠ વાગ્યા હતા. એ ઊભો થયો અને જોયું તો અમન હજુ પણ પોતાના લેપટોપ માં કાઈક કામ કરી રહ્યો હતો.
" ભાઈ.... હું જાવ છું. ઘરે કહી દેજો મારી રાહ ન જોવે. હું મારી રીતે આવી જઈશ." કાર્તિક પોતાનો મોબાઈલ હાથમાં લઈ ઊભો થયો.
" હા... પણ ટાઈમ એ આવી જાજે અને તારું ધ્યાન રાખજે. હેવ અ સેફ ડ્રાઇવ!!" અમન કાર્તિક ને એક મોટા ભાઈ તરીકે સલાહ આપી રહ્યો હતો.
" જો આજ્ઞા... બડે ભૈયા!! અને તમે થોડો આરામ કરો આવી રીતે જ ઓવર ટાઈમ વર્ક કરતા રેહશો તો જલદી ઉંમર દેખાવા લાગશે અને જલદી ઉંમર દેખાવા લાગશે તો કોઈ છોકરી પસંદ નહિ કરે..." કાર્તિક ઓફિસના બારણે ઊભો રહી અમન ની મજાક કરી રહ્યો હતો.
" તું ઊભો રહે ઉંમર વાળા....." અમન પોતાની જગ્યા પર ઊભો થયો એટલે કાર્તિક જોર જોરથી હસતો ત્યાંથી નીકળી ગયો.
કાર્તિક લિફ્ટમાંથી બહાર નીકળ્યો તો પણ હજુ તે હસી રહ્યો હતો. હસતો હસતો જ પોતાની ધૂન માં જઈ રહ્યો હતો ત્યાં જ તેને કાઈ અજીબ લાગ્યું હોય એમ ઊભો રહી ગયો અને પાછુ ફરી જોયું તો ત્યાં બેન્ચિસ પર પાયલ બેઠી હતી. તેના બન્ને કાનમાં હેન્ડસ્ફ્રી લગાવેલા હતા અને બેંચીસ ના ટેકે માથું રાખેલું હતું અને આંખો બંધ હતી. કાર્તિક તેની પાસે ગયો.
" અત્યાર સુધી અહી શું કરે છે...?" કાર્તિકે પાયલ સામે ઊભો હતો એને ઘડિયાળમાં જોયું તો પોતે ઉપર ગયો એને બે કલાક જેવું થઈ ગયું હતું.
" અત્યારે કેટલી ક્યૂટ લાગે છે એકદમ શાંત બાકી તો નાક ફૂલાવેલું જ હોય આખો દિવસ...." કાર્તિક થોડી વાર પાયલ સામે જ જોઈ રહ્યો.
" હેલ્લો....મેડમ! ગુડ મોર્નિંગ!!" કાર્તિક એ ધીમેથી પાયલના હાથ પર આંગળી અડાડી કહ્યું.
" ઓહ... સોરી.... તું ક્યારે આવ્યો??" કાર્તિક અડ્યો એટલે પાયલ એકદમ ઝબકી ગઈ.
" જ્યારે તું જોર જોરથી નસકોરા બોલાવી રહી હતી ત્યારે...." કાર્તિક પાયલ ને ચીડવતા બોલ્યો.
" શટ અપ!!! હું ક્યારેય નસકોરા નથી બોલાવતી." પાયલ એ હેન્ડફ્રી કાઢી પર્સમાં મૂકી.
" અત્યાર સુધી અહી શું કરે છે?" કાર્તિક એ પૂછ્યુ.
" તારો વેઇટ કરતી હતી..." પાયલ હજુ બેંચિસ પર જ બેઠી હતી.
" મારો વેઇટ.... ઓહ... મારો વેઇટ....??"કાર્તિક હસવા લાગ્યો.
" કેમ હસવું આવે છે..??" પાયલ ને કાર્તિક નું વર્તન સમજાયું નહિ.
" આઈ મીન.... અત્યાર સુધી મારા કોઈ ફેમિલી મેમ્બરે પણ મારો વેઇટ નથી કર્યો. સારું લાગ્યું કોઈ એ મને કહ્યું કે તે મારી રાહ જોઈ રહ્યું હતું અને એ પણ છેલ્લી બે કલાકથી....હા તો હવે કહે શા માટે મારો વેઈટ કરી રહી હતી??" કાર્તિક હજુ હસી રહ્યો હતો એ એકદમ ખુશીથી બોલી રહ્યો હતો.
" થેંક્યું કેહવા માટે...." કાર્તિક પણ પાયલ પાસે બેસી ગયો હતો.
" બસ... ફક્ત થેંક્યું માટે બે કલાકથી રાહ જોઈને બેઠી હતી. એ તો તું કાલે પણ કહી શકી હોત...." કાર્તિક એકદમ સરળતાથી બોલી ગયો.
" છેલ્લા ત્રણ દિવસથી તો રાહ જોઈ રહી હતી પણ આપ મહાશય ઓફિસે તો આવતા નહોતા. અને અત્યારે દેખાયો એટલે નક્કી કરી લીધું તને થેંક્યું કહીને જ ઘરે જઈશ." પાયલ કાર્તિક સામે જોઈને બોલી રહી હતી.
" તો ઉપર આવતું રેહવાય ને.... મારે હજુ વધુ લેટ થયું હોત તો શું તું હજુ વેઇટ કરેત??" કાર્તિક કહી રહ્યો હતો.
" મે બી હા......" ખબર નહિ પાયલ એકદમ સિમ્પલ રીતે બોલી ગઈ.
" પાગલ લડકી....!!" કાર્તિક તો થોડી વાર પાયલ સામે જ જોઈ રહ્યો હતો અત્યારે પાયલ કાઈક અલગ જ દેખાઈ રહી હતી એની આંખો માં કાઈક અલગ જ લાગણી કાર્તિકને વંચાઈ રહી હતી.
" તો પછી સાવ આમ ખાલી થેંક્યું થી કામ નહિ ચાલે." કાર્તિક કાઈક વિચારતા બોલ્યો.
" તો પછી.... હું શું કરી શકું??" પાયલ ને કાઈ ખબર ન્હોતી કાર્તિક શું વિચારી રહ્યો હતો.
" ચાલ....." કાર્તિક ઊભો થયો.
" પણ ક્યા....?" પાયલ હજુ બેઠી જ હતી.
" લેટસ ગો ફોર ડિનર...!!" કાર્તિક પાયલ નો હાથ પકડી તેને પોતાની ગાડી તરફ દોરી ગયો.
" બટ દાદી મારો વેઇટ કરતા હશે??" પાયલ કાર પાસે ઊભી રહી ગઈ.
" તો કોલ કરી કહી દે દાદીને... એટલે એ ચિંતા ન કરે." કાર્તિક મોબાઈલ તરફ નજર કરી બોલ્યો.
" અરે પણ.... પછી બહુ લેટ થઈ જશે." પાયલ હજુ અવઢવ માં હતી કે કાર્તિક સાથે જવું કે નહિ.
"ઓકે નો પ્રોબ્લેમ..!! મને સમજાય ગયું કે તું દિલથી મને થેંક્યું કેહવા નથી માંગતી." કાર્તિક એકદમ ઢીલું ઢીલું બોલી પાયલ ને પીગળાવી રહ્યો હોય એવું લાગતું હતું.
" અરે યાર એવું નથી. ફાઈન હું આવું છું. હું દાદી સાથે વાત કરી લઉં." પાયલ દાદીને કોલ કરવા લાગી. અને કાર્તિક પાયલ સામે જોઈ મનમાં ને મનમાં મલકાઈ રહ્યો હતો.
કાર્તિક પાયલ ને એક મોટી રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રેસ્ટોરન્ટ એકદમ મસ્ત અને લક્ઝુરિયસ હતી. બને એક ટેબલ પર જઈ બેઠા.
" લેટ્સ ઓર્ડર..." કાર્તિકે મેનુ પાયલ તરફ કર્યું. મેનૂમાં રહેલી ડિશ ની પ્રાઈઝ જોઈ પાયલની આંખો થોડી વાર પહોળી થઈ ગઈ.
" આટલું બધું એક્સપેંસિવ..... આ બધા ખાલી મોટા નામ ને કારણે લૂંટવા જ બેઠા છે. અને આની જેવા કાઈક પણ વિચાર્યા વગર બસ પપ્પાના પૈસા ઉડાવ્યા રાખશે." પાયલ મેનુ હાથમાં લઈ કાર્તિક સામે જોઈ મનમાં જ બોલી રહી હતી.
"તે કાઈ હજુ ડીસાઇડ ન કર્યું..?? લાવ હું જ ઓર્ડર કરી દઉ." કાર્તિક એ પાયલના હાથમાંથી મેનુ લઈ લીધું અને બે ત્રણ ડિશ ઓર્ડર કરી દીધી.
" અરે યાર આ તો મારી એક મહિના ની સેલેરી આજ ઉડાવી દેવાનું નક્કી કરીને જ આવ્યો લાગે છે." કાર્તિકે જે ડિશ મંગાવી હતી એની પ્રાઈઝ પાયલ એ જોઈ હતી એટલે મનમાં ગણગણી રહી હતી.
" તે કાઈ કહ્યું...??" કાર્તિકને લાગ્યું પાયલ કાઈક બોલી રહી છે એટલે પૂછ્યું.
" નહિ.... આઈ એમ વેરી હેપી!!" પાયલ મોઢા પર ફેક સ્માઈલ લાવતા બોલી.
" ગુડ... બસ આમ જ હસતી રહે.. સારી લાગેશ!!" કાર્તિક જાણતો હતો પાયલના એક્સપ્રેસશન શું કહી રહ્યા હતા.
" હું જ બેવકૂફ હતી કે આટલા બધા દિવસ થી રાહ જોઈ રહી હતી એક થેંક્યું કેહવા માટે. આ થેંક્યું આટલું બધું મોંઘુ પડશે એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું." પાયલ મનમાં ને મનમાં પોતાને કોષી રહી હતી.
" સર....મેડમ... યોર ડિશીસ... પ્લીઝ એન્જોય યોર ડિનર!!" વેઈટર સર્વ કરી જતો રહ્યો. પાયલ હજુ ડિશ જ જોઈ રહી હતી.
" હેલ્લો.... સોરી ગાયઝ!! પાર્ટી કેન્સલ.... હું અત્યારે બિઝી છું એટલે પછી કાઈક નક્કી કરીએ." કાર્તિક ને તેના ફ્રેન્ડ નો કોલ આવ્યો હતો એ બધા લોકો તેની રાહ જોઈ રહ્યા હતા અને કાર્તિક પાયલ સાથે ડિનર પર આવી ગયો હતો.
" પાર્ટી કેમ કેન્સલ કરી..?? એ બિચારા તારી રાહ જોઈ રહ્યા હશે." કાર્તિકે ફોન મૂક્યો એટલે પાયલ પૂછવા લાગી.
" અમારે તો એવી પાર્ટી ચાલતી જ હોય. બટ આવો મોકો તો ક્યારેક જ મળે." કાર્તિક એકદમ ક્યુટ સ્માઈલ સાથે બોલ્યો.
" હા મને લુંટવાનો મોકો તો ક્યારેક જ મળે ને અને પાછો કેટલો ખુશ થઈ રહ્યો છે." પાયલ કાર્તિક સામે ખોટે ખોટી સ્માઈલ આપી રહી હતી.
" તે હજુ શરૂ નથી કર્યું .??" પાયલ હજુ સ્પૂન હાથમાં લઈને બેઠી હતી.
" હા બસ કરું જ છું." પાયલ બોલી.
" બાય ધ વે.....ડોન્ટ વરી!! ઈટ્સ માય ટ્રીટ... સો એન્જોય!!" કાર્તિક પાયલની મૂંઝવણ જાણતો હતો એટલે કહી દીધું.
" સાચે....??" પાયલ તો એકદમ ખુશ થઈ ગઈ.
" હા..." કાર્તિક માથું હલાવી હા કહી.
" પણ કઈ ખુશીમાં??" પાયલ પોતાની ખુશી પર કંટ્રોલ કરી બોલી.
" ફોર બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપ!!' કાર્તિક કોલ્ડ્ડ્રિંક ની શિપ લેતા બોલ્યો.
" વાઉ.... કોંગ્રેટ્સ!!! સ્ટેટ લેવલ..??" પાયલ પણ હવે તો ડિનર એન્જોય કરવા લાગી હતી.
" નહિ.... નેશનલ લેવલ..." કાર્તિક બોલ્યો.
" હેં.....??" પાયલ નું મોઢું ખુલ્લું જ રહી ગયું અને એકીટસે કાર્તિકને જ જોઈ રહી.
" મોઢું બંધ કર નહિ તો બધું બહાર આવશે.." કાર્તિક એ પાયલ સામે ચપટી વગાડી તેને રિલેક્સ કરી.
" મજાક બંધ કર... પછી મજાક ની પણ કોઈક લિમિટ હોય યાર..!!" પાયલ હસવા લાગી.
" ઓકે... વિશ્વાસ ન આવતો હોય તો ગૂગલ કરી જોઈ લે." કાર્તિક ચમચી મોઢામાં મુકતા બોલ્યો. પાયલ એ તરત પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને સર્ચ કરવા લાગી.
" હા....યાર..!! આ સાચે તું જ છે. નોટ બેડ યાર!! યુ આર જીનીયસ...!!" પાયલ મોબાઈલમાં જોતા બોલી.
" બાય બોર્ન..!!" કાર્તિક પોતાની કોલર ઊંચી કરતા બોલ્યો.
" તો હમણાં એટલે જ તું ગાયબ હતો એમને.. ક્યાં હતી મેચ??" પાયલ તો જાણે બધું જાણવા હવે આતુર હતી.
" ફ્રાન્સ....!!" કાર્તિકે કહ્યું.
" તો પછી કાલે આવ્યા હશો ને?" પાયલ પૂછી રહી હતી.
" નહિ હજુ ત્રણ કલાક પેલા જ લેન્ડ કર્યું. એરપોર્ટ થી ડાયરેક્ટ ઓફિસે જ આવ્યો હતો." કાર્તિક બોલી રહ્યો હતો.
" હજુ મેચ પૂરી કરી આવ્યો છું અને ઘરે જવાને બદલે તારે સીધું ફ્રેન્ડ જોડે પાર્ટી કરવી હતી પેહલા ઘરે જઈ પેરેન્ટ્સ ને મળાય પછી થોડો આરામ કરાય અને પછી ઘણો ટાઈમ પડ્યો છે પાર્ટી માટે..." પાયલ તો જાણે કાર્તિકે ખીજાય રહી હોય એવું લાગી રહ્યું હતું.
" અરે એમાં શું? એ બધા ને ક્યાં હેરાન કરવા..??" કાર્તિક એકદમ ધીમેથી બોલ્યો.
" હેરાન..?? આટલી ખુશીની વાત હોય તો પરિવાર કેટલી ખુશીથી રાહ જોઈ રહ્યો હોય." પાયલ કાર્તિકને સમજાવી રહી હતી.
" હા બાબા હા... હવે ઘરે જ જવાનો." કાર્તિક પાયલ ને શાંત કરતા બોલ્યો.
*
કાર્તિક પાયલને ઘર સુધી મૂકી ગયો.
"થેંક્યું સો મચ્!!" પાયલ કાર માંથી બહાર નીકળી.
" થેંન્કસ ટુ યુ અલ્સો... ફોર સેલિબ્રિટીંગ માય વિકટરી વિથ મી!!" કાર્તિક એકદમ ક્યુટ સ્માઈલ સાથે બોલ્યો.
" અને હા.... સીધા ઘરે જઈ આરામ કરજે." પાયલ આંખ કાઢી જાણે ચેતાવણી દેતી હોય એમ બોલી રહી હતી.
" ઓકે...મેડમ!!" કાર્તિક પાયલ સામે માથું નમાવતા બોલ્યો. અને પાયલ અને કાર્તિક બન્ને હસી પડ્યા.
" સારું.... બાય.... ગુડ નાઈટ..!!" પાયલ બોલી.
" બાય....ગુડ નાઈટ!!" કાર્તિક એ પોતાની ગાડી શરૂ કરી અને ત્યાંથી નીકળી ગયો. પાયલ પોતાનો હાથ ઊંચો કરી આવજો કહેતી ચેહરા પર એક સ્મિત સાથે કાર્તિક ને જતો જોઈ રહી.


To be continue..........


Thank you!!!!!
⭐⭐⭐⭐⭐