The Author Nij Joshi Follow Current Read નારી તું નારાયણી - 1 By Nij Joshi Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books ജെന്നി - 6 ജെന്നി part - 8------------------------ഓടി വരുന്ന സ്റ്റാഫിനെ... പ്രിയയുടെ യാത്ര ഈ ഹർത്താൽ ദിവസം നീ എങ്ങോട്ടാണ് പോകുന്നത്? അതോ ഹർത്താൽ ആണെന്ന... ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 9 ️ ഇവിടെ വരുന്നവരൊക്കെ ടൂറിസ്റ്റുകൾ ആയതുകൊണ്ട് ഞാൻ അവരോടൊന്നു... ജെന്നി - 5 ജെന്നി part -5-----------------------(ഈ part വായിക്കുന്നതിന്... ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 8 ️ ഓ ആശ്വാസമായി കർണ്ണിഹാരയും വിഷ്ണു മാധവും ഒരുപോലെ പറഞ്ഞു എന്... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Nij Joshi in Gujarati Short Stories Total Episodes : 4 Share નારી તું નારાયણી - 1 (10) 2.4k 6k કહે તો બધા છે નારી તું નારાયણી, પણ માને કેટલા છે નારી ને નારાયણી. આજે સાચે મનમાં કડવાશ ભરાઈ ગઈ છે. એક ઉદાસીનતા છવાઈ ગઈ છે ઉરમાં. "નારી તું નારાયણી" એ હવે એક વ્યંગ કે કટાક્ષ સમુ લાગે છે. કહેવાતી આ વાત એક નારીના જીવનમાં કે દુનિયામાં ક્યાંય સાચી ભાષે છે? શું સાચે નારી ને નારાયણી સ્વરૂપે જોવામાં આવે છે? નારીને એક નાજુક, નમણી, લાલિત્ય સભર દેહલતા સમાન શરીર માત્ર તરીકે જ તો જોવામાં આવે છે. જો એમ ના હોય તો આજે ડગલે અને પગલે વધતા જતા આ છેડખાની અને બળાત્કારના કેસમાં આટલો ધરખમ વધારો થતો હોય ખરો? જેને પૂજનીય ગણતા હોઇએ તેંને મલિન કરીએ ખરા? કહેવાતા વલ્ગર શબ્દોનો ઉચ્ચાર કરી પૂચકારે ખરા? આ કડવું છે. પણ સત્ય છે.યુગોથી ચાલતી પ્રથા છે આ તો, નારીની જ વ્યથા છે આ તો. મહાભારતમાં દ્રૌપદીની વ્યથા સૌ કોઈએ જાણી. પણ અપહરણની પીડાથી પીડાતી અંબા, અંબિકા અને અંબાલિકાની વેદના કોણે જાણી? અંબા પહેલેથી મનથી શૈલ રાજાને વરી ચૂકી હતી, અપહરણ કરી વિવાહ કરતા પહેલા અંબા કે તેમની બહેનોની મરજી જાણવાની કેમ જરૂર ન જણાઈ? અંબાના મનની હાલત કેમ ના દેખાઇ જો નારી નારાયણી હતી તો? નારીને અધિકાર નઈ, કેવળ નારી પર અધિકારને પાત્ર ગણવામાં આવે છે. શ્લોક અને સુભાષિતોમાંજ નારીને નારાયણી સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. જ્યારે વાસ્તવિક જીવનમાં તેને અલગ રીતે જોવામાં આવે છે. એને નખશિખ નીતરતી આંખોએ લાળ ટપકાવીને નિહાળવામાં આવે છે. એ કેટલા અંશે વ્યાજબી ગણાય? મનગમતા વસ્ત્રો પરિધાન કરી, મુક્ત મનથી ઘરની બહાર વિહાર કરી શકે છે ખરી? કેટલીયે લોલુપ નજરો ક્યાંય સુધી પીછો નાં છોડતી હોય. તો ક્યાંક બીભત્સ વાંકબાણોથી હણાતી હોય. અસહજ અનુભવતી હોય. પણ આ નારાયણીની મનઃસ્થિતિની પરવા ક્યાં કોઈને કરવી હોય છે. ધરતીના ચાસમાંથી જન્મેલા સીતામાતાને અગ્નિ પરીક્ષા આપવા છતાંય ધરતીમાં સમાવવું પડતું હોય તો આમાં નારાયણી ક્યાં? ઇતિહાસમાં જોઈએ કે વર્તમાનમાં નારી ના સુરક્ષિત હતી ના સુરક્ષિત છે. જો સાચેજ નારી સુરક્ષિત હોત તો નારી સાથે અઘટિત ઘટનાઓ ઘટતી હોય ખરી? આ ડાયરી હું લખી રહી છું ત્યાં નાં જાણે કેટલિયે નારી લજ્જાની મારી કપડાંની કોર સંકોરતી ડુસકા ભરતી હશે. કેટલીયે નિર્ભયા હણાઈ ચૂકી હશે. કહેવાય કે આજની નારી પુરુષ સમોવડી છે. પણ એજ પુરુષ એને સમોવડી નો દરજ્જો આપે છે ખરો? દિલ્હીમાં પોતાના કામ પરથી ઘરે પરત ફરતી યુવતીને " નિર્ભયા" નાં બનવું પડ્યું હોત. એ આઝાદીથી પોતાની મરજીથી જીવી શકી હોત, જીવનને માણી શકી હોત ને. ક્યાંક નાની નાની ખુશીની પળ માણી શકી હોત ને? એ નારાયણીના સ્વરૂપ સમી "નિર્ભયા" ને સામૂહિક બળાત્કારનો ભોગ ના બનવું પડત. અને તોય એને કહેવાય કે એ આજની નારી. અહીં તો નારીને પોતાની મરજી જતાવવાની પણ મનાઈ છે. કોઈના પ્રેમ પ્રસ્તાવને ના સ્વીકાર કરવાની ગુસ્તાખી તો કરીજ ક્યાં શકે છે? "નહિ તો એ જ નારી ના રહી થઈ જાય" જો એવું નાં હોત તો સુરતમાં કોઈ "ગ્રિસ્મા" ની હત્યા થાઇજ નઈ ને. એક ના સાંભળીને પછી એને સતત ફોન કરીને કે મેસેજ કરીને એને હેરાન નાં કરતા હોય. નાં એને રસ્તો રોકી વારંવાર એજ વાત પૂછવામાં આવતી. અને તોય એને પૂજનીય ગણવી. આ બધું વિચારતા મારું મન સાચે ખિન્ન થઈ જાય છે. આ બધામાં નારી ક્યાં નારાયણી છે? જ્યાં દેવતાઓ રમણ કરતા હોય ત્યાં નારીની આવી અવદશા? આજે દરેક નારીના મનમાં આવા અનેક સવાલો સતત ચાલતા રહેતા હોય છે. 🌺નીતુ જોષી નીજ🌺 › Next Chapter નારી તું નારાયણી - 2 Download Our App