Sharat - 8 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - ૮

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

શરત - ૮

(આદિ જતાં જતાં ગૌરીના કાનમાં સજા માટે તૈયાર રહેવાનું કહીને જાય છે.)

************************

રસોડામાં મમતાબેનની મદદ કરી ગૌરી થોડાં ધબકતાં હ્રદયે રૂમમાં પ્રવેશી જૂએ છે તો આદિ અને પરી પ્લાસ્ટિકના બેટ-બૉલથી ખિલખિલાટ કરતાં રમી રહ્યા હતા. ગૌરી એ બંનેને જોઇ વિચારે છે કે, 'કેટલાં નિર્દોષ લાગે છે બંને.' ત્યાં જ બૉલ આવીને ગૌરીના કપાળે વાગે છે. ગૌરી કપાળને હથેળીથી ઢાંકી ઊભી હોય છે અને આદિ આ ઘટનાથી જરા હેબતાયેલ પરીને ઊંચકીને બોલે છે,

"વાહ... મારી ઢીંગલી એ મામાનો બદલો લઇ લીધો." એમ કહી ખડખડાટ હસી પડે છે એ જોઈ પરી પણ હસવા લાગે છે. એમને બંનેને હસતાં જોઇ કોણ જાણે કેમ થોડી ગુસ્સે થયેલ ગૌરી પણ હસી પડે છે.

અચાનક એને યાદ આવે છે કે એની બૅગ તો નીચે જ રહી ગઈ.
"મારી બેગ..." એમ અનાયાસે બોલી એ ઉતાવળમાં દરવાજા તરફ આગળ વધે છે ત્યાં જ આદિ કહે છે, "હું લઇ આવું."

"ના... હું જાતે લાવી શકું છું." એમ કહી નીચે જતી રહે છે. બેગ ઊંચકતા ખબર પડે છે કે બેગ સાચે જ ભારી છે. પગથિયાં ચડાવતાં જેમતેમ ઉપર તો ચડાવી દે છે પણ કમર દુખવા લાગે છે. રૂમમાં આવી વારે વારે કમર પર હાથ જતો રહે છે પણ કહેવું કોને!
આદિને! ના હવે... બામ લગાવી સૂઈ જઈશ તો સવાર સુધીમાં સારું થઇ જશે એમ વિચારી ફ્રેશ થઈ કપડાં બદલી સોફા પર લંબાવે છે. આદિ અને પરી તો કદાચ ક્યારનાં સૂઇ ગયાં એમ માની આમતેમ પડખું ફેરવતી ફેરવતી આંખો બંધ કરી ક્યારે‌ નિંદ્રામાં સરી પડે છે એને ખબર જ નથી પડતી.
__________________________

સવારે આંખો ખૂલે છે તો પોતાને એક ચાદરમાં લપેટાયેલી જૂએ છે પછી અચાનક યાદ આવતાં કે એ તો સાસરે છે અને છે વાગી ગયા એટલે ઝડપભેર તૈયાર થઇ દુઃખતી કમર સાથે નીચે આવે છે તો મમતાબેન નાસ્તાની તૈયારી કરતાં હોય છે. ગૌરીને જોઇને મમતાબેન કહે છે કે આજે રસોઈમાં એનો પહેલો દિવસ છે તો શીરો બનાવી અને ભગવાનને ભોગ લગાવે.

ત્યાં સુધીમાં મમતાબેન પરીને તૈયાર કરે છે અને બધાં નાસ્તો કરવા ભેગાં થાય છે. દસેક વાગતાં આડોશી પાડોશી સ્ત્રીઓ ભેગી થઈને આવે છે. મમતાબેન સૌને આવકારે છે. ગૌરી પણ બધાને પાણી આપી બેઠકખંડમાં ગોઠવાય છે.

"આ ક્યાંથી શોધી લાવ્યાં વહું? અમને આમંત્રણ પણ ન આપ્યું. મારા ઘરનાં દરેક પ્રસંગે અમે તો સૌને બોલાવેલા." શાંતાબેન કટાક્ષમાં બોલ્યાં.

"શાંતાબેન શાંતિ રાખો. બધું એટલું ઝડપમાં બની ગયું કે કોઇને બોલાવાયા જ નહીં પણ રિસેપ્શન રાખશું જ... ખુશીનો પ્રસંગ સગાં સંબંધીઓ અને પાડોશીઓ વગર અધૂરો જ ગણાય. ગોરી જરા મિઠાઈ અને ઠંડું લઈ આવો."

"જી" એટલું બોલી ગૌરી રસોડાં તરફ જાય છે તો કેટલીક સરખી ઉંમરની પરણીતા ઓ પણ મદદ કરવાનાં બહાને એની પાછળ જાય છે અને જૂએ છે કે ગૌરી કમર પકડીને ઉભી હોય છે એટલે એક જણી ટિખળ કરે છે.

"ભાભી, કાલે બહું હેરાન કર્યા લાગે છે ભાઈએ."

"આદિભાઈ એમપણ છે જ નટખટ." બીજી બોલી.

પહેલાં તો ગૌરીને ન સમજાયું પણ ખ્યાલ આવતાં બોલી, "ના..ના... આ તો ભારી બેગ ઉપાડી હતી એટલે કમર સણકે છે."

"ભાભી... અમે પણ પરણેલાં છીએં." એમ કહી સૌ હસી પડ્યા.

એક જણીએ પૂછ્યું, "લવમૅરેજ ને? ક્યાં મળ્યા હતાં? આદિભાઇ બહાર ભણવા ગયેલાં ત્યાં જ ને! "

"હમમમ્... એટલે જ આજ સુધી આદિભાઈએ લગ્ન નહોતાં કર્યાં, તમારી જ રાહ જોતાં હતાં ને!"
ત્રીજી સ્ત્રી બોલી.

ગૌરીને શું બોલવું એ ન સમજાતાં નીચું જોઈ નાસ્તો ડીશમાં પિરસતી રહી પણ એમ કંઈ છોડે.

"અરે.. આ તો કંઈ જવાબ જ નથી આપતાં. બોલોને. અમારાથી શું શરમાવાનું!"

"કંઈ વાંધો નહીં. આદિભાઈને જ પૂછી લઈશું." એમ ઠઠ્ઠો કરતાં જ હતાં ત્યાં મમતાબેને ગૌરીને બોલાવી એટલે બધાં નાસ્તો અને ઠંડા સાથે બેઠકમાં ગોઠવાયાં. મમતાબેને બધાંની ઓળખ કરાવી ગૌરી વિશે ઉપરછલ્લી માહિતી આપી.

થોડી આડીઅવળી વાતો કરી પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી બધાં છૂટાં પડ્યાં.

___________________________

બપોરે આદિ આવ્યો તેની સાથે આનંદ અને નેહા પણ હતાં. ગૌરી તો એમને જોઈને ખોવાયેલાં બાળકને કોઈ જાણીતું મળે એમ હરખાઇ ગઇ. આનંદ અને નેહાએ ઉંબર પૂજવાની વિધિ સંપન્ન કરી. આનંદ આજે ગૌરીને એક નવાં જ રૂપમાં જોઇ રહ્યો હતો એ ભાવુકતામાં માત્ર"કેમ છે દી?" એટલું જ બોલી શક્યો. નેહાએ વાતાવરણને હળવું કરવા કહ્યું, "જોજો હવે આ બંને આપણને પકાવશે. ગૌરીબેન તમારું ઘર નહીં બતાવો?"

ગૌરી હકારમાં માથું હલાવી નેહાને દોરી ગઈ. થોડાં એકલાં પડ્યાં એટલે નેહાએ પૂછ્યું, "બેન બધું બરાબર છે ને? જોકે થોડાં દિવસો તો લાગશે જ સેટ થવામાં પણ કંઈ પણ મુંઝવણ હોય તમે મને ગમેત્યારે કહી શકો છો. જે તમારા ભાઈ કે મમ્મી પપ્પાને ન કહી શકો એ પણ. વિશ્વાસ રાખજો મારા પર."

એજ દિવસે આણાની વિધિ પતાવી, રિસેપ્શન એક અઠવાડિયા પછી રાખવાનું નક્કી થાય છે કારણકે સગાં સંબંધીઓને જાણ કરવા અને તૈયારી કરવા પણ સમય જોઈએ.

ગૌરી અને આદિ મનમાં વિચારતાં હોય છે કે, શું જરૂર છે રિસેપ્શનની પણ બધાને ખુશ જોઇ કંઈ કહેતાં નથી.

આ બાજુ મમતાબેન વિચારે છે કે બસ, રિસેપ્શન પહેલાં ગૌરીને એ વાતની જાણ ન થાય. પછી તો હું જ એને જણાવી દંઈશ.

(ક્રમશઃ)