JIVNI AHAMTA - 2 in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | જીવની અહંતા - 2

Featured Books
Categories
Share

જીવની અહંતા - 2

// જીવની અહંતા - ૨ //

// સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ

મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત //

 

સપનાના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા નું વર્તન તેને ઘણી વખત મનથી અકળાવી મૂકતું હતું. સવાર સવારમાં જો સપનાને ઉઠવામાં જો થોડુક પણ મોડું થઈ જાય તો એમનો રસોડામાં પ્રવેશ નકકી અને ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.“ આજે પણ એમજ થોડું તેમજ બન્યુંઇ મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. તેના સરસાએ કહ્યું. કેયુરને મોડું ના થવું જોઈએ. ખાખરાનો ડબો અને આ ચટણી એને નાસ્તામાં આપજો, એને પહેલાંથી જ બહું ભાવે."કેયુરે ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, સપના “ ચા પપ્પાએ બનાવી છે ને ! એક કપ બીજો લાવજે ને પ્લીઝ ! ”સપના રસોડામાં પવેશતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર તેની રાહ જોતી. વાત ફક્ત ચાની ન હતી. પરંતુ દરેક વસ્તુમાં એના સસરા કેયુર માટે કંઇક ને કંઇક કરતા અને કેયુર એમના વખાણ કરતો. ખરેખર જોતાં સપનાને આ બાબત તેના મનથી પસંદ પડતી ન હતી. 

સપનાને તેના પહેરવાના કપડામાં એણે જો લીલા રંગની સાડી પહેરી એ કેયુર સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા ટોકતા, અને પ્રેમથી કહેતા, બેટાલ “ ના, ના, દીકરા કેયુરને આ રંગ નથી ગમતો. જો મારુ માનું તો તું લાલ રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે જો તને જૂની ના લાગે તો એમાંથી પહેરી લે !”

 

સાંજે એણે જમવામાં જો ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા તૈયાર જ હોય અને રસોડા સુંધી આવી જતા. બેટા જો “દીકરા,કેયુરને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હો, જો ના હોય તો કહે હું ગાંધીને ત્યાંથી લઈ આવું.’’ સપના મને કમને નારિયેળની ચટણી પિરસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં બેઠા બેઠા રાખતા જ હોય ! જો સપના કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. જેને પરિણામ સપનાને એનાથી બહુ ખરાબ લાગતું. 

આવી નાની નાની રોક ટોક વગર એના સસરા શાંતિલાલની બીજી કોઈ વાતે માથાફૂટ ન હતી પણ, અને નામ મુજબ જ શાંત સ્વભાવ ધરાવતા હતા.  આ નાનકડી રોકટોક જ સપના માટે માથાનો દુખાવો બની ગઈ હતી. સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સ્વરૂપના સસાર સાથે સપનાને પસંદ ન હતું. બન્યું એમ કે એકવાર બંને બહાર ગયેલા. કેયુર અને સપનાને ઘરે આવતા થોડું મોડું થયેલું. શાંતીભાઇનો ફોન આવી ગયેલો બે વાર ! બેટા જો વરસાદ અંધાર્યો હતો અને સપનાને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું. 

બંને ઘરે આવ્યા ત્યારે ભારે વરસાદને કારણે પલળી ગયા હતા. શાંતિભાઇએ બંનેને ખખડાવેલા થોડાંક. જો બેટા કેયુરને સરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શાંભિભાઇએ બધી મર્યાદાઓ નેવે મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કેયુરનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો. સપનાથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એને થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કેમ કરે જાય છે.

ક્રમશઃ