(કેશવ ચાલી ચાલી ને થાકી ગયો હતો. શરાબી ની જેમ. વગર પીધે એ ચાલતા ચાલતા લથડિયા ખાઈ રહ્યો હતો. અચાનક એણે પોતાનુ સમતોલપણુ ખોયુ.અને ઘનઘોર જંગલમાં એ બેહોશ થઈને ઢળી પડ્યો) હવે આગળ વાંચો...
કેશવ મૂર્છામાંથી જાગૃત અવસ્થામાં તો આવ્યો. પણ એને એની. આંખોની પાપણ ઉપર.જાણે કોઈએ મણ એકનો ભાર મુક્યો હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. આંખોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી. એણે કોશિશ કરીને. જેમ તેમ બળપૂર્વક આંખના પોપચા ઉઘાડ્યાં. એણે સુતા સુતા જ ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી. એને લાગ્યું કે પોતે કોઈ નાની એવી ઝુપડીમાં છે. એને ધ્રાસકો થયો. કે ક્યાંક. એ પાછો અંબાલાલના સિંકજામા તો નથી સપડાયો ને.અને બસ એ ડરથી જ. એના માથા ઉપર પ્રસવેદના ટીપા બાઝવા લાગ્યા. છાતી ધડક ધડક થવા લાગી. એણે ચટાઈ ઉપરથી ઊઠવાની કોશિશ કરી. પણ અશકિત ના કારણે એ ઊઠી ન શક્યો. શરીર આખું એનું અંદરથી તૂટી રહ્યું હોય એમ એને લાગતું હતુ. મસ્તક ભારે લાગી રહ્યું હતુ. અને અંબાલાલના ડરના કારણે. છાતીના ધબકારા તીવ્ર ગતિએ ધબકી રહ્યા હતા. ત્યાં એના કાને એક ગંભીર પણ શાંત સ્વર અથડાયો.
" હોશમાં આવી ગયો કેશવ?" એનું ધ્યાન આપો આપ એ અજાણ્યા પણ ચુંબકીય અવાજ જે દિશાએથી આવ્યો હતો. તે દિશામાં દોરાયુ. અને જાણે એ એ વ્યક્તિને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. એ લગભગ એક હાથ લાંબી. સફેદ રૂની પૂણી જેવી દાઢી ધરાવતા મહાત્મા હતા. એમનો ચહેરો મનને મોહી લે એવો પણ. શાંત હતો.એ ધીમા પગલે કેશવની નજીક આવ્યા. અને કેશવના કપાળે પોતાની હથેળી મુકતા બોલ્યા.
" જવર હવે બિલકુલ નથી કેશવ. નહીં તો તને હુ જ્યારે અહીં ઊંચકીને લાવ્યો. ત્યારે તો તારું શરીર અગ્નિની જેમ ધગધગતું હતુ." કેશવ આશ્ચર્ય અને કૃતજ્ઞા પૂર્વક એ મહાત્માને જોઈ રહ્યો.
" શું જુવે છે કેશવ?" મહાત્માએ સસ્મિત વદને પૂછ્યું.
" તમે... તમે. મને અહી ઉંચકીને લઈ આવ્યા?"
" હા કેશવ પણ એમાં આશ્ચર્ય પામવાનુ કોઈ કારણ નથી."
" તમને.. તમને. ખબર છે કે. હું એક પામર અને પાપી માનવ છુ." મહાત્મા ના ચુંબકીય આકર્ષણે કેશવ પાસે આપોઆપ સત્ય બોલાવ્યુ.
" હું જાણું છુ કેશવ." કેશવના માથે હાથ પસરાવતા મહાત્માએ કહ્યુ.
" તું મહાચોર છે. અને નાના છોકરાઓ ઉપાડીને. તેમની પાસે પણ તે. તારા સ્વાર્થ ખાતર ચોરીઓ કરાવી છે." મહાત્માના શબ્દોએ. કેશવના અચરજ મા ઓર વધારો કર્યો.
" તમે.. તમે. મારા વિશે આટલું બધું કઈ રીતે જાણો છો બાપુ?" કેશવે ચટાઈની પથારીમાંથી ફરીથી બેઠા થવાની કોશિશ કરતાં પૂછ્યું. જવાબમાં મહાત્માએ ચહેરા ઉપર એ જ મોહક સ્મિત ફરકાવતા કહ્યુ.
" તું સૂતો રહે કેશવ. ભૂખ અને થાક થી. તારું શરીર. કમજોર થઈ ગયું છે. એને અન્ન. અને આરામની જરૂર છે. હું તારા માટે પહેલા ભોજનનો પ્રબંધ કરું છુ. તું હજી કલાકેક આરામ કરી લે. પછી થોડુ નાહી લેજે. જેનાથી તારો થકવાડો દૂર થશે. અને પછી જમીશ. એટલે તારી કમજોરી પણ જતી રહેશે. તુ આરામ કર. હું પ્રબંધ કરું છું ભોજનનો." વાત્સલ્ય ભર્યો હાથ કેશવના માથા પર ફેરવીને મહાત્મા ચાલ્યા ગયા. જમવાનું બનાવવા.અને કેશવ ને આશ્ચર્યમાં મુકતા ગયા કે. આ મહાત્મા કોણ હશે? મારા વિશે આટલું બધું કેવી રીતે જાણતા હશે? શુ એ ત્રિકાળ જ્ઞાની હશે? ભૂતકાળને જાણનારા હશે? અને આવા ઘનઘોર જંગલમાં શું કરતા હશે કેવી રીતે રહેતા હશે? આખર કોણ છે આ મહાત્મા?
... કેશવના ચકોરી ને વેંચી ને. પૈસા ઉભા કરવાના જે સપના હતા શુ એ પુરા થશે?.. વાંચતા રહો ચોર અને ચકોરી