poverty in Gujarati Short Stories by Sonu dholiya books and stories PDF | ગરીબી

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ગરીબી

રામાને અને તેની બઈરી મંજુને તેના ઘરે એક દિવસ પણ રોકાવું મંજૂર ન હતું કારણ કે એક દિવસ જો તે રોકાય તો સાંજે પેટનો ખાડો પુરવા શું બનાવવું એ એક મોટી સમસ્યા સામે આવીને ઉભી જાય તેમ હતી . તેના ત્રણ બાળકો માંથી એક બાળક કે તે હજી બોલતા શીખ્યું ન હતું તેને કાલ રાત થી તાવ આવતો હતો અને તેની પણ દવા દારૂ કરવી અઘરી બની ગઈ હતી એટલા માટે રામાને અને તેની પત્ની મંજૂને તે બંને ને મજૂરીએ જવું ફરજિયાત હતું તે બંને માંથી જો એક પણ ઘરે રોકાઈ તો દવા ના પૈસા કરવા મુશ્કેલ બની જાય માટે તે બંનેને એક સાથે કમાવવું તેના બાળકોના ભરણપોષણ માટે જરૂરી બની ગયું હતું.

મંજુ તેના કામ કરવાના કપડાં પહેરી ઘરમાં સાફ-સફાઈ કરી અને તેના ત્રણ છોકરાઓમાંથી મોટી છોકરી ચંચળને બધું સમજાવી અને બંને ભાઈઓનું ધ્યાન રાખવાનું વ્યવસ્થિત રીતે તે સમજે એ રીતે સમજાવી અને તે બંને કામે નીકળી ગયા . ચંચળ હજી માંડ સાત વર્ષની જ હતી અને તેના બંને નાના ભાઈઓ જેમાં દેવો ચાર વર્ષનો હતો અને કિશન હજી માંડ દોઢ વર્ષનો હતો.

ઉનાળામાં સુરજદાદા આગ વરસાવવામાં કોઈ કમી રાખતા ન હતા અને ચંચળ તેના માતા-પિતા ગયા પછી તેનો નાનો ભાઈ કે જે હજી બોલતા શીખ્યો ન હતો કિશનને પંપાળવાનું કામ કરતી હતી . કિશન જેમ ઘોર નિંદર માં હોય તે રીતે તે કોઈ પ્રતિભાવ આપતો ન હતો ચંચળ તેના બીજા નાના ભાઈ દેવાને ટબુડી આપી કિશન માટે પાણી લાવવાનું કહે છે.દેવો તરત પાણી લાવી ચંચળના હાથ માં પાણી આપે છે અને ચંચળ કિશનને તેની કાલી ઘેલી ભાષામાં ઉઠાડવાનો પ્રયત્ન કરે છે,

મારો ભાઈ હવે ઉઠી જતો હોય , પછી પાણી પીય લેતો હોય મારું માની લેતો હોય , જો ના માની તો હું ' માં 'ને તારું કહી દેવાની પછી તને બોવ બોવ મારશે અને હું પછી આડી પણ નહિ આવીશ અને દેવા ને પણ તને બચાવવા નહિ દઈશ 'માં' મારતી હશે ત્યારે , એટલે તને સાચું કહું છું મારું માની લે અને ઉઠી જા . પછી આપણે ત્રણેય ભારુંને મોર ઉડે પોપટ ઉડે તે રમવાનું છે . જો તારે રમવું હોય તો ઉઠી જા બાકી રમવાનું તારું બાકી રહી જશે અને અમે બંન્ને બેન, ભાઈ રમી લેશુ પછી ના કહેતો કે તને ના કહ્યું અને હા હું બોવ ખીજવાળી છું મારા ગુસ્સાની તને હજી ખબર નથી મારા ગુસ્સાથી આખું ગામ ડરે છે , આતો તું મારો ભાઈ છે એટલા માટે તારી સાથે સારી રીતે હું વાત કરું છું બાકી એક વખત હું નાની હતી ત્યારે એક કૂતરાએ મારી ચુંદડી ને ફાડી નાખી હતી અને ત્યાર પછી બદલો લેવા મે તે કૂતરાને એવો માર્યો હતો કે એ પાછો આ બાજુ ચડ્યો જ નથી એટલે હવે તું મારો નાનો ભાઈ છે એટલા માટે મારું માની લે અને ઉઠી જા અને મોર ઉડે પોપટ ઉડે તે રમી લે.

ચંચળ સિવાય બંન્ને ભાઇઓએ તેના શરીરને પુરા કપડાએ ઢાંક્યું ન હતું બે ત્રણ દિવસ થી નાહ્યું નહિ હોય તેવા અંગે બન્ને ભાઈ બહેન તેના નાના ભાઈને નીંદરમાંથી ઉઠાડવાના પ્રયત્નો કરે છે , દેવો તેના ઘરની બાજુએ આવેલી વાડમાંથી ચણીયા બોરડી ના બોર લઈને કિશનની પથારી પર મૂકે છે અને તેની બેન ને કહે છે , જો જે બહેન હવે ઈ તરત ઉઠી જશે દરરોજ ની જેમ તેના માટે બોર લઈને આવ્યા છું બોર ખાવા માટે તો તે કૂદકા મારશે આમ તો સુવાનું નામ લેતો નથી અને આજ તો ઉઠવાનું નામ નથી લેતો . દરરોજ તેને ખુબ રમાડિયે ત્યારે તો તે આપડી પાસે આવે અને આજ તો આપડે તેને ક્યારના હેરાન કરીએ છીએ તો પણ ઉઠવાનું નામ નથી લેતો. એટલો તો હું પણ નાનો હતો ત્યારે સૂતો નથી . મને તો એમ છે કે આ સુવાનો ઢોંગ કરે છે અને આપડે બન્નેને છેતરે છે. પરમ દિવસે તો સુવાનું નામ લેતો નોતો અને કેટલું બધું તોફાન કરતો હતો અને મને તો કપાળ માં કેવો મોટો બધો બટકો ભરી લીધો હતો હજી પણ મને કપાળ માં દુખે છે.

અરે દેવા તને ખબર નથી તું હજી નાનો છે મને બધી ખબર છે આની , આને હજી રમાડવો પડશે હજી તો મને તેડવો પડશે અને ત્યાર પછી એ માનશે . તને ખબર નથી કાલે રાતે મે કિશન ને એક ચીટલો ભર્યો હતો ને પછી માં એ મને એક જાપટ મારી હતી તો પણ કિશન રડતો હતો , એટલે કિશન હજી માન્યો નથી તે મારાથી રૂઠી ગયો છે એટલે હું મનાવું ત્યારે જ તે માનશે તેમ કહી ચંચળ કિશનને પોતાની કાખમાં લઇ લે છે અને આંગળામાં ફરવા મંડે છે.

જો કિશન બાપા આપડા માટે પીળાં ખજુરિયા લેતા આવશે મેં કહી દીધું છે સવારે. અને પછી આપડે ત્રણેય પેલી મોટી ગુંદી નું જાડ છે તેના ઉપર બેસીને ખાસુ અને હું કોયલનો આવાજ કાઢીશ અને તું કાગડાનો આવજ કાઢજે અને દેવાને હું મોરનો અવાજ કાઢવાનું કહી દેઈશ, પછી આપડે ત્રણેયને બોવ મજા આવશે.અને જો તું ગુંદી ઉપર નહિ ચડી શકી ને ત્યારે હું તને તેડીને ચડાવી દેય. ચંચળ તેની કાલી ઘેલી ભાષા થી કિશનને રમાડે છે અને આંગળામાં આમ તેમ આંટા મારે છે. રામાના ઘરથી આજુ બાજુમાં રહેણાંક ખુબ ઓછો હતો, આમ પણ રામા નું ઘર ગામની સીમમાં હતું અને થોડે દુર દુર ખેતરો અને નાના નાના કાચા મકાનો હતા.રામાનું ઘર પણ કાચું હતું અને નળિયા વાળું હતું. ઘરના તળિયામાં અને દીવાલ માં ગારાથી સમાર કામ કરેલું હતું . અને ઘરની બહાર નાનો એવો વાડો હતો જેમાં બાવળના જરડાથી ઉંચી ઉચી વાડ કરેલી હતી અને બહાર જવા આવવા માટે લાકડાં નું ચિંડું હતું.

કિશનને તેડીને ચંચળ થાકી ગઈ અને પાછો કિશનને તેની પથારી માં સુવડાવી દે છે. દેવો માટીના ગોરામાંથી પાણી પીય અને તે કિશન પાછે આવે છે. કિશનની પડખેથી ઓચિકું લઈ અને તે જમીન પર મારે છે જો બધી કીડી મારી નાખી ભાઈ હવે તને એક પણ કીડી નહિ કરડે , તું તારે હવે કોઈ પણ જાત ની ચિંતા ના કરતો તેમ કહી ઓચિકુ પાછું જમીન પર મારી કિશન ને ઉઠાડવા નો પ્રયત્ન કરે છે. કિશન જાણે ઘોર નિંદ્રામાં સુતો હોય તેમ ન હલે કે ના ચલે, તેના મોંઢા પર માખીઓ આમ તેમ ફરતી ફરતી અમુક માખી તેનાં હોઠ પર હોય તો બે ત્રણ માખી તેની આંખ ની પાંપણ માં હોય તેને ચંચળ તેની મેલી ઘેલી ચુંદડી થી ઉડાડે છે અને તે કિશનના પેટ પર હળવેથી હાથ ફેરવે છે . અને દેવો કિશન ની બાજુ પર જઈ અને તેને બથ ભરી ને સુઈ જાય છે. આ ત્રણેય બાળકો પ્રકૃતિની કોખ માં જ જાણે મોટા થતાં હોય તેની બધી સમસ્યા નું સમાધાન કુદરત કરતું હોય તેમ જ ઇશ્વરના ભરોશે તેના માવતર તેને મૂકીને કામ કરતા હોય. ઇશ્વર ક્યારેક ડાયો બને તો ક્યારેક કારમો પણ બને છે છતાં ગરીબો તેની આગળની જિંદગી જીવવા બધું ભૂલી અને પાછા પોતના કામમાં વળગી જાય છે.

રામો અને મંજુ તેનું કામ પૂરું કરી જમાલ ડોક્ટરના દવાખાના તરફ બંન્ને પતિ પત્ની પોતના વહાલ સોયા દીકરા માટે જાય છે
. જમાલ ડોક્ટર ગામનો ન હતો તે બે ત્રણ ગામ દૂરનો હતો તે સાઈકલ લઈને આજુ બાજુના ગામમાં ફરતો સાઈકલ જ તેનું દવાખાનું છે તેવું માની લેવું . તે ગામમાં આવે એટલે ગામના ઝાપે વડલા નીચે સાઈકલ મૂકી અને ત્યાં જ મરીજો ને દવા આપે . જો કોઈ દર્દી વધારે પડતો માંદો હોય તો તે તેની સાઈકલ લઈને ત્યાં પહોંચી જાય છે. મંજુ અને રામો જમાલ ડોક્ટર પાસે આવી ને બોલ્યા ' સાહેબ જલ્દી ચાલો અમારી ભેગા , મારો કિશન કાલ રાતનો તાવમાં બળે છે.અને તેને આજે છોકરા વહુ મૂકીને ગયા હતા.

" પણ અરે ગાંડા માણસો એવું કંઈ કરતાં હોય મને સવારે ના કહી દેવાય , કાલ રાતની વાત છે અને આજ રાત થઈ ગઈ " , તેમ જમાલ ડોક્ટર નવાઈ થી બોલ્યો.

પણ સાહેબ......

પણ શું ? મે ક્યારેય પૈસા માંગ્યા છે તરત ? તમારાં કારણે હું બદનામ થાવ છું, તમે તમારી ખાનદાની દેખાડવા ઘરનુ માણસ કયારેક ખોઈ બેઠસો ને નામ મારું આવશે કે જમાલ ડોક્ટર ક્યાં પૈસા વગર દવા ક્યાં આપે છે ?

પણ એવું કંઈ નથી સાહેબ તેમ મંજુ બોલી ને અટકી જાય છે.

ચાલો ઘણી વાર થઈ ગઈ ચાલો હવે તેમ જમાલ ડોક્ટર બોલી સાયકલ આગળ કરે છે.

ત્રણેય જણા ઘરે પહોંચે છે, જમાલ ડૉક્ટર સાઇકલ ની ઘોડી ચડાવી ને કેરિયેલમાંથી દવાની પેટી ઉતારે છે. મંજુ જપાટા ભેર ઓરડા માં પ્રવેશે છે.ઓરડામાં ચંચળ કિશનને રમાડે છે " જો હમણાં માં ને બાપા આવી જશે પછી આપડે ત્રણેય ભાઈ બહેન ખજુરિયા ખાશું". મંજુ કિશન પાસે આવી ને કિશન નું માથું તેના ખોળા માં લઈને ત્યાં જ ખાટલા ઉપર બેસી જાય છે. માં અમે ત્રણેય ક્યારના તારી રાહ જોઈએ છે, બાપુ ક્યાં છે તું એના ભેગી નથી આવી ચંચળ એટલું બોલે છે ત્યાં જમાલ ડોકટર તેની દવાની પેટી લઈને ઓરડામાં આવે છે. ચંચળ ખાટલા પાસે થી ઉભી થઈ ને જમાલ ડૉક્ટર ને જગ્યા આપે છે. જમાલ ડૉક્ટર કિશનની નાડી અને આંખ તપાસી અને થોડું નિરીક્ષણ કરી તે ઓરડાની બહાર નીકળી જાય છે જ્યાં તેની સાઇકલ પાસે રામો તેનું માથા પર બાંધવાનું ફાળિયું જમીન ઉપર પાથરી ને બેસો હોય છે .

જમાલ ડૉક્ટર તેની પાસે જઈને " જો રામા છોકરો તો સવાર નો ગુજરી ગયો છે, તમે લોકોએ મને કાલે જ જાણ કરી દીધી હોત તો કંઈક મેળ પડે એમ હતો, હવે તારી બૈરી ને સાચવજે અને કંઈ રૂપિયા દેવાની જરૂર નથી તેમ કહી જમાલ ડૉક્ટર તેની પેટી કેરિયર પર મૂકીને ત્યાંથી નીકળી જાય છે. જમાલ ડૉક્ટર ને જતો જોઈ મંજુ તરત ઓરડા ની બહાર આવે છે, " જમાલ ડૉક્ટર કેમ પાછા જાય છે કંઈ બોલ્યા વગર તમે કંઈ પૂછ્યું નહિ તેને?

પૂછ્યું ને ઘણું બધું પૂછ્યું તેમ ધીરેથી રામો બોલ્યો

તો શું કીધું તેણે?

કંઈ નઈ, શું કંઈ કહેવાના હતા?

તમે શું ગોટા વાળો છો જે હોય તે કયો ને?

રામો ગળ ગળો થઇ જાય છે અને ત્યાં જ જમીન ઉપર ઢળી ને ડસકા ભરવા મંડે છે, અને મંજુ બધું સમજી જાય છે. અને ઉબર ઉપર જ બેસી જાય છે.