Street No.69 - 10 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 10

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ – 10

 

સોહમ અને દિવાકર ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં. સોહમે દિવાકરને ધીમેથી કાનમાં કહેતો હોય એમ કીધું કે “મને એક અઘોરણનો ભેટો થઇ ગયો. દિવાકર માટે આશ્ચ્રર્યનો આંચકો હતો એણે પૂછ્યું ક્યાં ? કોણ હતી ? કેવી હતી ?”

સોહમે કહ્યું “મારી ઓફીસની લેનમાં જ સ્ટ્રીટ નંબર 69માં...” અને ત્યાંજ દિવાકરે સોહમને કહ્યું “તું શું કહે છે ? સ્ટ્રીટ નંબર 69માં ?એ સ્ટ્રીટતો અંદરથી એટલેકે જ્યાં એન્ડ થાય છે ત્યાંથી પાછળ ખાડી અને પછી દરિયો છે અને એ ધોળા દિવસે પણ અંધારી હોય છે. એનાં છેડે લેનની છેલ્લે અઘોરી ઘણીવાર બેસે છે એ ત્યાં કેમ આવીને બેસે છે ખબર નથી પણ એટલો વિસ્તાર સાવ સુમસામ હોય છે ત્યાં કોઈ ખાસ જતું નથી અને એટલો ઓફીસ દુકાનોનો વિસ્તાર બંધ પડ્યો છે સાવ ભેંકાર છે. એ અઘોરીનાં ભયથી આવો થઇ ગયો છે કે અઘોરીએ જ કંઈક તાંત્રિક ક્રીયાઓ કરી છે ખબર નથી. તો તું કહે છે એ પ્રમાણે એ અઘોરી સાથેજ અઘોરણનું કનેક્શન હશે. આમ અજાણ્યાં અઘોરી કે અઘોરણનાં ફાંદામાં ફસાઇશ નહીં... નહીંતર હેરાન થઇ જઈશ”

સોહમ દિવાકરની સામે જોઈ રહ્યો પછી બોલ્યો “ દિવાકર એ અધોરણે તો મને ખુબ મદદ કરી છે” એમ કહી એની સાથે જે થયેલું બધુંજ દિવાકરને કહ્યું હવે દિવાકરનું આશ્ચ્રર્ય વધી ગયું. એણે કહ્યું “શું કહે છે? આનો તને લાભજ લાભ થયો ... અઘોરણ તારાં ઉપર વારી ગઈ લાગે છે” એમ કહી હસ્યો અને બોલ્યો “જરા સંભાળજે કંઈ લેવાનાં દેવા ના પડી જાય... ક્યાંતો એ અઘોરણને તારી પાસે કંઈ કામ કઢાવવું છે તને એનાં કામ માટે માધ્યમ બનાવવો હશે આમ સીધું કહું તો "બકરો" મેં તને કીધેલું કે તું પેલાં અઘોરીબાબાને મળજે પણ એ પહેલાં તું શિકાર થઇ ગયો. “

   સોહમે ચા પુરી કરી ડીસ્પોઝીબલ કપ ત્યાં ડ્રમ માં નાખી દીધો... દિવાકરે પણ ફેંકી દીધો બંન્ને ત્યાંથી પૈસા ચૂકવી આગળ વધ્યાં. સોહમ વિચારમાં પડી ગયો ત્યાં દિવાકરે કહ્યું... “સોહમ એક વાત કહું આપણી મુલાકાત થઇ એ પહેલાં તું મારી વાતો સાંભળતો એ પછી તે મને તારી મુશ્કેલી દૂર કરવા અઘોરી અંગે પૂછેલું રાઈટ ?”

સોહમે કહ્યું “હાં યુ આર રાઈટ એ સમયે હું અકળામણમાં હતો ખુબ ડીસ્ટર્બ હતો મારાં બોસ અને કલીગથી... અને તને બોલતાં સાંભળ્યો તારાં પ્રશ્ન સોલ્વ થયાં બધું જાણ્યું પછી મેં તને પૂછ્યું જેથી હું પણ મારાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકું.”

દિવાકરે કહ્યું “એક્ઝેક્ટ્લી... તારાં મનમાં ત્યારથી અઘોરી અંગેનાં વિચારો ચાલી રહ્યાં હશે. તારી ઓફીસ સ્ટ્રીટ નંબર 69નાં આગળનાં ભાગમાં છે છેવાડે અઘોરીનો અડ્ડો. તારે આ અઘોરીની શિષ્યા અઘોરણ ત્યાં અદ્રશ્ય રીતે ફરી રહી હશે અને તારાં મનનાં વિચારો તાગી ગઈ અને તને પરચો બતાવી દીધો. વગર માંગ્યે તને બધું આપી દીધું મને લાગે છે તને ચોક્કસ કોઈ કામ માટે મોહરું બનાવશે ભાઈ તું ધ્યાન રાખજે... તને જરૂર પડે તો પેલાં અઘોરીબાબા પાસે જજે... પણ હમણાં મને પણ મળતો નહીં પ્લીઝ...” એમ કહીને દિવાકર ઝડપથી સોહમને છોડી આગળ વધી ગયો.

સોહમ વિચારમાં પડી ગયો... અરે આ દિવાકર તો મને ડરાવીને ગયો. મને આવા નેગેટીવ વિચાર પણ નથી આવ્યાં શું દિવાકર કહીને ગયો એવું થશે મારી સાથે ? પેલી અઘોરણ મને પ્યાદું કે મહોરું બનાવશે ? મારો ઉપયોગ કરશે ? શું ઉપયોગ કરશે ? મને સિદ્ધિનો પ્રયોગ કરવા મદદ નથી કરી ? જે થશે એ... પડશે એવા દેવાશે... હું એમ કંઈ ડરતો નથી... જે થશે જોયું જશે એમ કહીને સ્ટ્રીટ નં 69 પ્રવેશ્યો અને એની ઓફીસનું બીલ્ડીંગ આવતાં એ બિલ્ડીંગ તરફ વળી ગયો. નીચે ભોંયતળીયે મોટો ફ્લોર અને ફોયર છે એમાં લીફ્ટ છે ઉપર જવાં ત્યાં એ લીફ્ટ આવવાની રાહ જોઈને ઉભો રહ્યો ત્યાંજ એની કલીગ શાનવી આવી અને હસીને બોલી “હાય સોહમ ગુડમોર્નિંગ...”

    સોહમે શાનવીને જોઈને હસીને કહ્યું “ગુડમોર્નિંગ શાનવી...” અને લીફ્ટ આવી ગઈ બંન્ને લીફ્ટમાં ચઢી ગયાં અને બીજા બે ત્રણ જણાં પણ સાથે અંદર આવી ગયાં સોહમે 5 નંબર પર દબાવ્યું અને એ બધાંની સામે જોઈ રહેલો... ત્યાં એની નજર શાનવીની પાછળ ઉભેલી છોકરી પર પડી...

એને લાગ્યું આ છોકરીને ક્યાંક જોઈ છે પણ યાદ નથી આવતું... એણે નજર ફેરવી લીધી... લીફ્ટ ઉપર જઈ રહી હતી અને સોહમની ફરીથી નજર પેલી છોકરી પર પડી તો પહેલાં જોઈ હતી એનાંથી સાવ જુદીજ દેખાઈ એને અગમ્ય ડર લાગી ગયો. શાનવીએ સોહમનો ચહેરો જોઈને કહ્યું “કેમ શું થયું સોહમ? આટલો ગભરાયેલો ચહેરો કેમ છે તારો ? આટલો પરસેવો ?”

ત્યાં લીફ્ટ પાંચમાં ફ્લોર પર આવી ગઈ સોહમ અને શાનવી ઉતરી ગયાં અને સોહમે કહ્યું “નોપ નથીંગ લીફ્ટમાં ભીડ હતી ખુબ બફારો થઇ ગયેલો...” આટલું બોલી એણે જોયું લીફ્ટમાંથી પેલી છોકરી નીકળીને સોહમ સામે હસી અને બીજી વીંગ તરફ જતી રહી ત્યારે સોહમને એ કોઈ બીજાજ રૂપમાં જોવા મળી. સોહમ મનમાં વિચારી રહ્યો કે આ શું ગરબડ છે ? ક્યાંક દિવાકરની વાત તો સાચી નથીને ? હું કોઈક ચક્કરમાં ફસાયો તો નથીને ?

શાનવી અને સોહમ બંન્ને એમની ઓફીસમાં પ્રવેશ્યાં અને પોતપોતાનાં ટેબલ પર ગયાં. લગભગ અડધો કલાક થયો હશે અને પ્યુને આવીને કહ્યું કે “સોહમ સર… તમને સરે કોન્ફરન્સ હોલમાં બોલાવ્યાં છે.” સોહમે કહ્યું “ઓકે હું જઉં છું” સોહમે જોયું કે શાનવી પણ એની સીટ પર નથી.

સોહમે પોતાનું લેપટોપ સાથે લીધું વિચાર્યું સર મને મારો પ્રોજેક્ટ રીપોર્ટ બતાવવાજ કહેશે મેં રીવ્યુ કરી લીધો છે એમ વિચારતો એ કોન્ફરન્સ હોલમાં પ્રવેશ્યો. એણે જોયું એનાં પહેલા ત્યાં બોસ શાનવી અને બીજા એની સાથેનાં કલીગ આવી ગયાં છે.

બોસે પહેલાં શાનવીને એનો રીપોર્ટ બતાવવા કહ્યું.  પછી સોહમેં પ્રોજેક્ટ રીપોર્ટ બતાવવા સાથે એને સમજાવવાનું ચાલુ કર્યું. એણે આખો પ્રોજેક્ટ રીપોર્ટ બતાવી દીધો પૂરું કરીને જોયું તો બધાં એની સામેજ જોઈ રહેલાં...અને સોહમ…

 

વધુ આવતા અંકે પ્રકરણ 11