ધ સ્કોપીર્યન
પ્રકરણ-28
તૌશિક અચાનક ઝેબાથી અળગો થઇ ગયો અને બોલ્યો “મને મજા નથી આવી રહી તારામાં કંઇ દમ નથી તું તો વેશ્યા જેવી લાગે છે અત્યાર સુધી તેં આવાંજ ધંધા કર્યા લાગે છે સોફીયા ક્યાં અને તું ક્યાં ?” એમ કહી વિચિત્ર રીતે હસવા લાગ્યો અને બોલ્યો “તારામાં કોઇ રીતે સંતોષ નહીં મળે.. મારાં માટે તો અમારાં કબીલાની છોકરીઓજ બરાબર છે એકદમ ફીટ...” તું તો.. એમ કહી ફરીથી હસવા લાગ્યો.
ઝેબાને નશો હતો વળી તૌશિક અધવચ્ચે ઉભો થઇ ગયો અને ઝેબાનું અપમાન કરી રહેલો ઉપરથી એને વેશ્યા કીધી એતો એને અસર ના થઇ પણ એનાથી સંતોષજ થાય એવું નથી એવી કહેતાંજ એની આંખો વિસ્ફારીત થઇ ગઇ એ અધૂરી ઇચ્છામાં હતી ગુસ્સો આવી ગયો એ બોલી “એય બાંઠીયા આ તારું પત્થર જેવું શરીર એવું કહેતો હતો મને થયું પહાડી પુરુષ છે કંઇ દમ હશે.. તારામાં કશું બળ્યું નથી સાલા નપુંસક જેવો તો છે પત્થર નહીં તું તો સાવ ફાલતું છે તારામાં કશું તો છે તો નહીં નશો કરી કરીને તેં તારી તોપને કટાઇ નાંખી છે જા જા કબીલોજ બરાબર છે તારાં માટે” એમ કહી એ ખડખડાટ હસી પડી એનાં ગુસ્સામાં અપમાનની અસર ખૂબ હતી એ ઉભી થઇને ઝડપથી કપડાં પહેરવાં લાગી નશાને કારણે એને ફાવી નહોતું રહ્યું વળી જાંધ પર લાગેલાં ડંશને કારણે એનામાં જાણે અશક્તિ આવી ગઇ હતી.
તૌશિકે કહ્યું “ધંધાની વાત ના હોત તો તને ગોળી મારી દીધી હોત. તમે બધી રખડેલો કશા કામની નથી શહેરનાં છોકરાઓને તમે લોભાવી જાણે અમારાં પહાડીઓ માટે તમે નથી” એમ કહી ઝેબા ઉપર થુંક્યો અને બોલ્યો “હવે હું નહીં બોસજ સીધો હિસાબ કરશે. બે સ્કોપીર્યનનાં બે લાખ વસુલવાનાં રહ્યાં.. હમણાં પોલીસ મારી પાછળ છે એટલે પ્લાન મારો અમલમાં નહીં મૂકાય પણ હું બધુ વસૂલીને રહીશ અને હવે તમારી છોકરીઓ પાસે નહીં પેલા લોકોને પકડીને લઇ જઇશું પછી જોઇએ શું કરો છો ?” એમ કહીએ બાલ્કનીમાં ગયો અને ત્યાંથી અદશ્ય થઇ ગયો. ઝેબા કપડાં પહેરીને બેઠી એ વિચારમાં પડી ગઈ. એને થયું આ બધું શું થઇ ગયું ? મારે કરવાનું શું હતું અને થઇ શું ગયું ? આ સ્કોર્પીયન માટે અને એનાં પોઇઝનનાં કાઉન્ટ માટે તો અહીં આવ્યાં છીએ બીજે વર્લ્ડમાં ક્યાંય આ સ્પીસીઝ નથી મળતી નથી એનું ઝેર મળતું. કેટલા કાઉન્ટ લેવાનાં શું કરવાનું બધુ સમજી લેવાનું હતું.. સોફીયા સાથે એ લોકોએ આવુજ કર્યું હશે ? 12 સ્કોર્પીયન એની જાંધ પર હતાં ? એતો મરતા મરતાં બચી.. પણ હવે એ મોઢું ખોલે તો સાચી વાતનો અંદાજ આવે.
એ ઉભી થઇને બાલ્કનીમાં ગઇ એણે જોયું બહાર વરસાદ પડી રહ્યો છે અને પેલો તૌશિકતો છેક છેલ્લા ઝાડ પરથી નીચે ઉતરી રહ્યો છે ત્યાં ઝેબાની નજર પડી કે સિધ્ધાર્થનાં માણસો બધેજ સર્ચ કરી રહ્યાં છે ધોળે દિવસે અંધારુ લાગે એટલાં ઝાડ અને ઝાડી છે ઉપરથી વરસાદ ચાલુ છે એમાં સિધ્ધાર્થનાં એક સોલ્જરની નજર ઉપર ઝેબા પર પડી અને એણે બૂમ પાડીને પૂછ્યું “મેમ ત્યાં કોઇ ઉપર તરફ આવેલું ? તમે કોઇને જોયો ?”
ઝેબાએ સામે જવાબ આપતાં કહ્યું “ના અહીંતો કોઇ નથી. કોઇ નથી આવ્યું હું ક્યારથી અહીંજ ઉભી છું કોઇ નથી” અને ઝેબાની નજર ખૂણામાં પડી તૌશિક ઝાડ પરથી ઉતરીને નીચે તરફ ખીણમાં ઉતરી ગયો હતો.
ઝેબાને વિચિત્ર સ્માઇલ આવી ગયું એ સીધી બાથરૂમમાં ઘૂસી શાવર ચાલુ કરીને બાથ લેવાં માંડી એણે બાથ લેતાં લેતાં બધાં કપડાં ઉતાર્યા બંધાજ કપડાં એને ભીના કરવા હતાં પછી જ્યાં સ્કોર્પીયનનાં ડંખ હતાં ત્યાં ધીમેથી હાથફેરવીને ડંખ ધોઇ રહી હતી એને ખૂબ બળતરા થઇ રહી હતી એનાંથી સહન નહોતું થઇ રહ્યું એને ન્હાતાં ન્હાતાં તૌશિકનાં શબ્દપ્રહાર યાદ આવી રહેલાં મને મજા નથી આવી રહી.. તારામાં કંઇ દમ નથી તું વેશ્યા જેવી લાગે છે બહુ બધાં સાથે તેં મજા લૂંટી લાગે છે તારાં અંગ અંગ બધાં.. એમ કહી એ વિચિત્ર હસેલો.. બધુ યાદ આવતાં એનું મન ખિન્ન થઇ ગયું. એણે ન્હાઇ લીધું. ન્હાયા પછી એને થયુ સારુ થયું હવે મને સારું લાગે છે. એણે વિચાર્યું બે સ્કોર્પીયનનાં દંશમાં મારી આવી દશા થઇ તો સોફીયાનું શું થયું હશે ? તોય બચી ગઇ.. એ બહુ સેન્સીટીવ છે અને દેવથી આકર્ષાયલી છે પણ દેવ એમ કંઇ કોઇનાં હાથમાં આવે એવો નથી.
ઝેબા ટુવાલથી એનું શરીર લૂછી રહી હતી જ્યાં સ્કોર્પીયનનાં ડંખ હતાં ત્યાં એને હજી બળતરા હતી પણ શું સારવાર કરવી ખબર નહોતી એણે એ ભાગમાં પાવડર વધુ પ્રમાણમાં છાંટી દીધો અને બીજાં કપડાં પહેરી લીધાં. એણે મનમાં એક વિચાર કર્યો અને એ પ્રમાણે તૈયાર થઇ ગઇ.
ઝેબા તૈયાર થઇને એનું પર્સ, ફોન બધું ચેક કરતી હતી અને બારણું નોક થયું અને એણે આઇ ગ્લાસમાંથી જોયું તો એણે માર્લોને જોયો એણે તરતજ બારણું ખોલી નાંખ્યું માર્લોએ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો.
ઝેબા માર્લોને વળગીજ ગઇ અને ક્યાંય સુધી છોડ્યો નહીં.. માર્લોએ એને કીસ કરતાં પૂછ્યું. “અરે અરે શું થયું ?” ઝેબાએ કહ્યું “તું મારી ફીકરજ નથી કરતો તને બહુ મીસ કર્યો.. લવ યુ..”
માર્લોએ કહ્યું “રીયલી ?” પછી એણે ઝેબા તરફ સખ્તાઇથી જોયું અને બોલ્યો.. “કેટલા ડ્રામા કરીશ ? હું સાચો પ્રેમ કરતો હતો પણ તને તો.. છોડ અત્યારે બધી વાત.. પહેલાં એ જવાબ આપ કે તારાં રૂમમાં હમણાં સુધી કોણ હતું ?”
“હું તારી રૂમ પર ક્યારનો આવેલો તારાં આ દરવાજા પાસેજ ઉભો રહેલો તને કોઇ સાથે વાત કરતી સાંભળીને કાન ધરી ઉભો રહેલો તારી તીણી ચીસો મેં સાંભળી છે.. એવું શું કરતી હતી ? તેં સેક્સ ખૂબ કરીને માણી લીધું ? પણ અંદર તારી સાથે કોણ હતું ? હું ક્યારનો બહારજ ઉભો છું કોઇ રૂમમાંથી બહાર નીકળ્યું નથી અહીં અંદરજ છે હજી ?” એમ કહી એણે બાથરૂમ બાલ્કની બંન્ને જોયું કોઇ નથી એ બોલ્યો “કોણ હતું ? ક્યાં ગયું ? બોલ અદશ્ય થઇ ગયું ?” બોલને એમ કહી એણે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-29