વાત હોત જો પ્રેમ ની તો હૃદય ચિરી. પુરાવા આપી શકું.
આતો નસે નસે જે દોડી રહી એ દોસ્તી ની વાત છે.
ઑગસ્ટ મહિના નાં નો પહેલો રવિવાર. 'ફ્રેનડશીપ ડે ' આહલાદક વાતાવરણ, ધીમો પડતો વરસાદ, પવન થીહલતા ડોલતા લીલા પાન, વહેલી સવાર અને મિત્રોનાં હુફાળા લાગણી ભર્યા મેસેજીસ... સાંજે ચોક્કસ મળવાના નાં વાયદા, પાર્ટીઓ, કઈક અલગ પ્લાન, રવિવાર ની મસ્ત સાંજ.
મિત્રો આ મિત્રતા નો દિવસ છે શું??
ખરેખર આવો દિવસ હોય?
બધાંના ઘર માં એક વાક્ય કોમન હશે, આ દિવસે કે આવા તે કંઈ દિવસ હોય?
બે પેઢી વચ્ચે વિચારોનું શાબ્દિક યુદ્ધ બધા નાં ઘર માં કદાચ થતું જ હશે. પણ એ વાત માં પણ વાતતો મિત્ર ની જ હશે.
તમારા પપ્પા- મમ્મી કે દાદા -દાદી દરેક ને કોઈ તો મિત્ર હશેજ. વિરોધો અને વાતો વચ્ચે પણ એમની આંખની ચમકમાં જોવા મળશે કે આજે પણ એ એમના જૂના મિત્રો ને ખુબ યાદ કરે છે. ખુબ ચાહે છે. સમય સંજોગો કે ઉમંર નાં લીધે કદાચ એ વરસ માં એક વાર પણ મળતા નહિ હોય.પણ એમના મન માં એ સાવ ન મળી શકતા સંબધ ની લાગણી સૌથી વધુ પ્રબળ છે. એ વ્યક્તિ કે જે મિત્ર છે, એના સ્થાને કદાચ કોઈ નથી પહોંચી શકતું.
આજકાલ બહુજ બધા ગ્રુપ છે. બહુજ બધા ફ્રેન્ડ. બધે ફોટો માં માય બેસ્ટ એવું આપણે સંબોધન કરતાં હોઈએ છીએ. પણ એ બેસ્ટી, કે બેસ્ટ કોઈ એકજ હોય છે. જેને તમારી દરેક સારી અને દરેક નબળી વાત ની ખબર હોય છે. તમે દરેક ને તમારી દરેક વાત નથી કહી શકતા. હું તો કહું છું બેસ્ટ ફ્રેન્ડ ઘણા હોય શકે. પણ કલોઝ, અંગત કોઈ એક જ. એક આખા ક્લાસ નાં દરેક વિદ્યાર્થી આપણા મિત્ર હોય પણ જીગરજાન તો કોઈ એકજ. કે વધુ માં વધુ બે જ હોય. જેને તમારી ખબર તમારા કરતા વધુ છે.જેને તમે કોઈ કાર્ય કરશો. એના પહેલા જ ખબર પડી જાય છે કે તમે આ કરશો. જેને તમારા વતી નિર્ણય લેવાની છૂટ છે. જેના ઘર માં તમારી ગણતરી કાયમ માટે હોય જ. જે તમે વિચારતા હો એજ એનું પણ મંતવ્ય નીકળે .. જે તમારી પસંદ હોય એ એને ખબર જ હોય. વિચરોનો તાલમેલ પણ ગજબનો હોય. તમે મેસેજ ટાઈપ કરતા હો ,ને એનો એજ ટાઇમ પર કોલ આવી જાય. દુનિયાની એકજ એવી વ્યક્તિ જેને તમારું નામ પેલે ધડાકે ક્યારેય યાદજ ના આવે પણ જે તમને કાયમ ગાળ આપીને જ બોલાવતી હોય , ને જો એ તમારું નામ બોલે તમને પણ ભયંકર નવાઈ લાગે કે . જાણે કઈ ખોટું લાગ્યું છે કે શું??જાણે એના મોઢે ગાળ ખાવા ટેવાઈ ગયા હોઈએ..
જે ગેમેં તેટલું દૂર હોય પણ કાયમ નજીક લાગે , જેની સાથે પેટ પકડી ને હાસિયે, જેને આપનો મોટો પ્રોબ્લેમ પણ ઠેકડી જેવો લાગે .. ને જેનો ખભો કાયમ રેડી તો હોય તમારું મન ઠાલવવા માટે. જેને વિચાર્યા વગર બધુજ કહી શકાય . જેની પાસે શબ્દોની કોઈ ગોઠવણ ના કરવી પડે , જેને બધુજ કહી દીધા પછી શાંતિ થઇ જાય . જેને ના કહો ત્યાં સુધી પેટમાં કાંઈક થયા જ કરે . તમારા ઘર માં જે કાયમ વાગોવાયેલું રહેતું હોય . જે તામારા બોયફ્રેન્ડ , કે ગર્લફ્રેંડને સહેજ પણ ગમતું ના હોય , અને તમારા બ્રેકઅપ પછી તમારા પર બિન્દાસ્ત હસતું .... જે આપણા નવા કાપડા નું ઉદઘટન કરતુ હોય .. કાયમ આપના ઘરમાં જેની બે રોટલી ની ગણતરી થતી જ હોય.. આપણી ' મમ્મી ' ની પાસે જે હીરો બની આપણે વિલન સાબિત કરી દેતું હોય. , એને પાસ કરીને આગળ ના ધોરણમાં લઇ જવાની સંપુર્ણ જવાબદારી જાણે આપણી જ હોય. આવું મિત્ર જીગરજાન મિત્ર શિવાય બીજું કોઈ હોય શકે???
મિત્રો લગ્ન પછી પતિપત્ની એક પ્લેટ માં જમવા બેસતા હોય છે. પણ એ લગ્ન પછી લગ્ન પહેલા જેની સાથે આપણે એક પ્લેટમાં જમ્યા હોય તો આપનો પાક્કો ભાઈબંધ જ હોય. મિત્ર એ દરેક ને ઈશ્વર તરફ થી મળેલી ઉત્તમ ભેટ છે. પ્રેમ કોઈ કોઈ ને મળે પણ મૈત્રીની ભેટ તો ઈશ્વરે દરેક ને આપી છે. મિત્રતા એ છે જ્યાં સુદામા આવે તો શ્રી કૃષ્ણ એને દ્વારે લેવા દોડી ને જાય.
શોલે ફિલ્મ ત્યાજ પૂરી થઈ જાય જ્યાં વીરુ નો જય મરી જાય.
સોનું દે ટીટુ દી સ્વીટી માં સાચું ખોટું સાઈડ માં રહી જાય. ને ભાઈબંધ કે પ્રેમ માં ભાઈબંધી જીતી જાય.
મિત્રો ની બાબત માં હું ખુબજ નસીબદાર છું. ઇશ્વરે મને બહુજ સારા સમજુ ને મસ્તીખોર મિત્રો આપ્યા છે. મારા ખરાબ સમય માં મારી સાથે અડગ ટેકો બની, મુશ્કેલીમાં મારી આગળ ઢાલ બની,ખુશી નાં સમય માં મારી પાછળ તાળીઓ, સિટીઓ બની જે કાયમ રહ્યા એ આમજ કાયમ રહે બસ. ભગવાન પાસે બધા આવતા જનમ માટે કઈક ને કઈક રીપીટ થાય એ માગતા હોય છે. પણ મને એજ માગવાનું મન થાય છે કે મારી જીગરજાન જ મારી આવતા ભવે પણ જીગરજાન બને. અને એટલેજ તો સોંગ માં પણ આવે છે... એક તેરી યારી કા હી સાતો જનમ હકદાર હું મેં........વિરાજ પંડ્યા