Mamra's bag missing in Gujarati Comedy stories by Amit vadgama books and stories PDF | મમરાની થેલી ગાયબ

Featured Books
Categories
Share

મમરાની થેલી ગાયબ



એક દિવસ મારો મિત્ર ભૂરો મારા ઘરે બેસવા આવ્યો. વાત પરથી વાત નીકળી એટલે, તેની સાથે તાજેતરમાં બનેલી ઘટના કહી હું હસી હસીને લોટ પોટ થઈ ગયો. ભુરાથી કંઈક ને કંઈક ભગા તો થઈ જ જાય ગમે એટલી ચોકસાઈ રાખે તો પણ, પણ આ ભગો થોડોક વિચિત્ર પણ છે.

હવે બન્યું એવું એક દિવસ ભૂરાના મમ્મીએ કર્યું કે આજે રાત્રે ભેળ બનાવવાની છે, એટલે થોડોક સામાન પુરા સાથે નજીકની કરિયાણાની દુકાનથી લઈ આવા કહ્યું અને સાથે સાથે મમરાની થેલી મંગાવી. ભૂરો જે દુકાને સમાન લેવા ગયો હતો એ દુકાન બંધ હતી એટલે બીજી દુકાનેથી લેવાનું નકકી કર્યું અને બીજી દુકાન ઘરથી થોડીક દૂર હતી અને વરસાદના લીધે ત્યાંનો રસ્તો ધોવાઈ ગયો હતો, ખાડા થઈ ગયા હતા પાછો એ જમ્પર વગરની સાયકલ લઈને ગયો અટલે થડકા પણ વધારે જ લાગવાના હતા. દુકાનેથી સામાન લઈને સાઇકલ પર આવતો હતો ત્યારે મમરાની થેલી સાયકલની પાછળ કેરિયર ઉપર અટકાવી હતી. ભૂરાને ગાવાનો બહુ શોખ ભલે ગળું કાગડા જેવું હોય, એને મન એવું કે પોતે લતા મંગેશકર જેવું ગાય છે. સામાન લઈને ગીત ગાતો ગાતો આવતો હતો, ગીતના શબ્દો હતા,
पंछी बनूँ उड़ती फिरूँ मस्त गगन में,
आज मैं आज़ाद हूँ दुनिया की चमन में
(हिल्लोरी हिल्लोरी ...) ओ ... ओहो

આમ હિલ્લોરી હિલ્લોરી કરતા કરતા એ ભાઈ હેલ્લારે ચડ્યો. સાયકલના કેરિયર પરથી, મમરાની થેલી ક્યારે પડી ગઈ ખબર જ ન પડી. આમ એકલા એકલા પંછી બની ઉડવાના સપના જોતા જોતા ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યો એટલે સામાનની થેલી મમ્મીને આપીને જેમ કેરિયર પર નજર ગઈ તેમ મમરાની થેલી ગાયબ હતી. ત્યાં ઘરે એના પપ્પા પણ હાજર હતા, આખી ઘટનાનું વર્ણન ભૂરાએ એના પપ્પાને કર્યું. એના પપ્પાએ ટાપલી મારી ભૂરાને ખખડાવી નાખ્યો. પછી કહ્યું જા બેટા રસ્તામાં જોતો આવું મળી જાય તો પાછો લઈ આવજે મમરાની થેલી, ભૂરો જે રસ્તે સમાન લેવા ગયો હતોતો એ રસ્તે પાછો મમરાની થેલી શોધવા ગયો, પણ ત્યાંથી મમરાની થેલી કોઈ ઉપાડી ગયું હતું. હવે આ પરિસ્થિતિમાં ભૂરો મુંજાણો કે હવે શું કરવું? પાછો એ દુકાને ગયો અને નવી મમરાની થેલી ઘરે લાવ્યો. ઘરે જઈને એના પપ્પાને પાછી વાત કરી, આ વખતેના પપ્પા એ સરખો આટીમાં લીધો. ત્યાં ભૂરો રોતા રોતા બોલ્યો,

कभी काली रतिया, कभी दिन सुहाने

किस्मत की बाते तो किस्मत ही जाने

ओ बेटा जी,

ओ बेटा जी, अरे ओ बाबू जी, किस्मत की हवा कभी नरम, कभी गरम

कभी नरम-नरम, कभी गरम-गरम,कभी नरम-गरम नरम-गरम.

એના મમ્મી ત્યાં બાજુમાં જ ઉભા હતા અને ઊંધા હાથની એક ઝાપટ પુરાને મારી, અને ગુસ્સામાં બોલ્યા," બાપા સામે આવા ગીત ગવાય"?. મારો બેટો ભૂરો શાંત થાય તો તો ક્યાં વાંધો હતો, પણ ત્યાં તો ભૂરાના ગળામાં જાણે કોયલ બેસી ગઈ હોય એવું લાગ્યું. રોતા રોતા ગાવા લાગ્યો,

सुख के सब साथी दुख में न कोई,

मेरे राम, मेरे राम

तेरा नाम है साचा दूजा न कोई.

આટલું કહી મમરા પુરાણને ભુરાએ વિરામ આપતા કહ્યું, હું ગમે એટલી કાળજી રાખું પણ જેઠાલાલની જેમ મારા જીવનમાં પણ નાની-નાની મુસીબતો આવે છે અને હાસ્ય સર્જીને ચાલી જાય છે.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે ઘણી વખત એના પ્રોગ્રામમાં કહ્યું છે, કે દુઃખ અને પીડાની ચરમ સીમાએ હાસ્ય સર્જિત થાય છે.

આ વાર્તા હળવું હાસ્ય અને મનોરંજન માટે લખવામાં આવી હતી. આમાં કોઈ વ્યક્તિની નિંદા કરવામાં આવી નથી. આશા રાખું છું તમને મજા આવી હશે.