અગાઉ આપડે જોયું કે પીટર અને બધા યાત્રીઓ એ જંગલ માં એક એવી જગ્યા જોઈ જે અત્યાર સુધી ના જંગલ કરતા અલગ હતી,પીટર બધા ને ત્યાંથી ફરી ટેન્ટ પાસે લઈ આવે છે,પણ ત્યાં નો નજારો બધા ને હેરાન કરી નાખે છે,અને ત્યાં જ રોન નો અવાજ સંભળાય છે.હવે આગળ...
રોન આસપાસ નજર કરી ને બોલ્યો જાણે કોઈ એને સાંભળી જવાની બીક હોઈ,સર...સર...તમે અહીંથી ગયા ત્યારબાદ બધું સરસ જ હતું,મેં અને જોને ક્રુઝ પર સાફ સફાઈ કરી,મેરી અને રોઝ અહીં કામ કરતા હતા,અને બપોરે અચાનક જોરદાર પવન ચાલવા લાગ્યો,આકાશ કાળું નહતું પણ વાતાવરણ વરસાદી બની ગયું,આ વૃક્ષો તો જાણે હમણાં જમીનદોસ્ત થઈ જશે એવા ડોલવા લાગ્યા,અને બધા ટેન્ટ અને સામાન ઉડવા લાગ્યો,અમે ક્રુઝ માંથી બહાર આવી બધું બચાવવા લાગ્યા કે ક્યાંક થી એક ખૂબ જ ડરામણી ચીસ સંભળાઈ.આટલું બોલી રોન જરા વાર રોકાયો.
સર એ ચીસ એટલી ભયાનક હતી કે અમારું માથું ભમવા લાગ્યું અને ડર ના માર્યા અમે ક્રુઝ માં છુપાઈ ગયા, થોડી વાર પછી નારંગી અને લીલા કલર નો લિસોટો આકાશ માં દેખાયો અને વીજળી થવા લાગી.અમે ક્રુઝ પર છુપાઈ ને બેઠા હતા,અને અમારી આંખ સામે અંધારું છવાઈ ગયું બસ આટલી જ ખબર છે!રોન ની વાત માં બીજા મેમ્બરો એ પણ સહમતી પુરાવી.
રોન ની વાત સાંભળી બધા યાત્રીઓ ડરી ગયા.નાયરા લિઝા અને જાનવી એ ડરી ગયેલા લોકો ની સંભાળ લેવા લાગ્યા,આ તરફ પીટરે બને તેટલું ઝડપથી આ ટાપુ છોડવાનો નિર્ણય લઈ લીધો.પરંતુ તે બધા ને ડરાવવા નહતો ઇચ્છતો એટલે તેને પહેલા બધા થોડા શાંત થાય પછી આ નિર્ણય જણાવવાનું ઠીક લાગ્યું.
પીટરે બધા ને એક સર્કલ માં નીચે બેસવા કહ્યું, ત્યારબાદ તેને અને નિલે બધા ને પાણી આપ્યું,તમામ યાત્રીઓ અને ક્રુઝ ટિમ મેમ્બર ને થોડા શાંત થયેલા જાણી પીટરે બધા ને કહ્યું,
સાંભળો પ્લીઝ મારી વાત પર ધ્યાન આપો,અત્યારે જે અનિચ્છનીય ઘટના આપડી સાથે ઘટી એ જોતાં મને એવું લાગે છે કે આપડે બને એટલી વહેલી તકે આ ટાપુ છોડી દેવો જોઈ.
એ સાથે જ યાત્રીઓ માં ગણગણાટ ચાલુ થઈ ગયો. તેમાંથી એક યુવાન બોલ્યો,વેલ મને લાગે છે,રોને કોઈ સપનું જોયું હોવું જોઈ,કેમ કે આપડે તો કોઈ તોફાન નો અનુભવ નથી કર્યો,અને વળી આપડે અહીંથી દૂર પણ નહતા!
હા પણ ફક્ત રોન નહિ, બીજા મેમ્બર પણ આ જ વાત કહે છે તો શું બધા એ એક જ સપનું જોયું?ઓલ્ડ એજ ગ્રૂપ માંથી અવાજ આવ્યો.
આજ સુધી મેં ઘણા આઇલેન્ડ જોયા છે,પરંતુ અહીં થોડા અલગ અનુભવ થાય છે તો આપડે અત્યારે જ અહીંથી નીકળી જઈશું એક કેપ્ટન તરીકે આ મારો નિર્ણય છે જે બધા એ માનવાનો રહેશે!તો બધા પોતાનો લગેજ લઈ ને ક્રુઝ પર જલ્દી જશે.પીટરે પોતાના મક્કમ અવાજ માં ઓર્ડર સાથે કહ્યું.
પરંતુ જેવું પીટરે આ વાક્ય પૂર્ણ કર્યું એ સાથે જ સમુદ્ર માં ઉંચા મોજા ઉછળવા લાગ્યા,અને એક જ સેકન્ડ માં આખું ક્રુઝ પાણી માં ગરકાવ થઈ ગયું.ત્યાં રહેલા બધા ની આંખો પહોળી થઇ ગઇ.બાળકો રડવા લાગ્યા,વડીલો ધ્રુજવા લાગ્યા,અને આકાશ કાળું ડિબાંગ થઈ ગયું અને એ સાથે જ એક તેજ સફેદ લીસોટો આકાશ માં થયો અને પછી બીજી જ ક્ષણે બધું શાંત થઈ ગયું.
હવે બધા નો જીવ તાળવે ચોંટી ગયો,પીટરે જોયું કે હવે બધા ખૂબ જ મુંજાઈ ગયા છે,ત્યારે એક કેપ્ટન શોભે એ અદાથી એ આગળ આવ્યો,અને બોલ્યો, તમે ઘબરાશો નહીં,તમારી સુરક્ષા એ મારી જવાબદારી છે,અને હું વાયદો કરું છું મારા જીવ ની પરવા કર્યા વગર પણ હું તમને અહીંથી સુરક્ષિત બહાર લઈ જઈશ,બસ મને તમારો સાથ અને સહકાર જોઈએ છે.પ્લીઝ કો ઓપરેટ મી..
પીટર ની સૂઝબૂઝ અને આત્મવિશ્વાસ અને બીજા યાત્રીઓ ની દશા જોઈ નિલ રાઘવ અને વાહીદે તેની વાત માં સુર પુરાવ્યો,અને બધા એ પીટર ને સાથ આપવાની વાત માં સહમતી બતાવી.
હવે બધા એકબીજા ને સાંત્વના આપવા લાગ્યા, લગભગ ઘણો સામાન ક્રુઝ ની બહાર જ હતો,એટલે એકવાર ફરી બધા એ સાથે મળી ને ત્યાં ટેન્ટ બાંધ્યા,અને જમ્યા,હવે રાત્રે આ ચારેય મિત્રો એ સાથે મળી ને વારા પ્રમાણે જાગવાનું નક્કી કર્યું,તેમની આ વાત સાંભળી અમુક બીજા યાત્રી પણ તેમની સાથે જોડાયા.માણસ નો સ્વભાવ છે કે જ્યારે મુસીબત આવે ત્યારે એના માં એકતા વધી જાય બસ અહીં પણ એવું જ થયું.
પીટરે હવે બે ટિમ બનાવી એક માં પીટર પોતે નિલ અને અમુક બીજા યાત્રીઓ,જ્યારે બીજા માં વાહીદ રાઘવ અને બાકી ની ટિમ.પહેલા રાઘવ ની ટિમ નો જાગવાનો વારો હતો,અને પછી પીટર ની.પીટરે આસપાસ માંથી થોડા વૃક્ષ ની ડાળી તોડી તેની મશાલ બનાવી જે બધા ટેન્ટ ફરતે રાખી દેવા માં આવી,વચ્ચે કેમ્પ ફાયર કરવામાં આવ્યું. પીટર પાસે થોડા ધારદાર હથિયાર હતા જે બંને ટિમ વચ્ચે વહેંચવામાં આવ્યા,કોઈ પોતાની સાથે નાના ચપ્પુ જેવા હથિયાર લાવ્યા હતા,એ પણ ભેગા રાખ્યા,અને ટેન્ટ માં સુતેલા ઓલ્ડ એજ અને લેડીઝ ને પણ થોડા પથ્થર અને નાના ચપ્પુ આપ્યા.
રાત્રે નક્કી કર્યા મુજબ બંને ટિમ પોતાના વારા પ્રમાણે જાગી,ટેન્ટ મ સુતેલા બધા નો જીવ પણ તાળવે ચોટયો હતો,પણ નસીબજોગે કોઈ જ અસામાન્ય ઘટના ઘટી નહિ. અને એક સુંદર સવાર બધા ના જીવન માં આનંદ લાવી.જ્યારે તમે કોઈ ખરાબ સમય માંથી પસાર થાવ છો, ત્યારે તમારા માં એકતા નો ભાવ જાગે,પણ જ્યારે એ મુસીબત ચાલી ગયા હોવા નો ભાવ આવે ત્યારે એકબીજા ના વાંક કાઢો છો.
જ્યારે આખી રાત કોઈપણ જાતની પ્રોબલેમ ના થઇ ત્યારે...
રાત ની શાંતિ કોઈ આવનારા તોફાન ની આગાહી છે કે પછી ખરેખર શાંતિ જ છે?શું કરશે પીટર અને તેના ફ્રેન્ડ્સ આ આઇલેન્ડ પરથી બહાર નીકળવા!!જોઈશુ આવતા અંક માં....
✍️ આરતી ગેરીયા....