Thherav - 9 in Gujarati Fiction Stories by CA Aanal Goswami Varma books and stories PDF | ઠહેરાવ - 9

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

ઠહેરાવ - 9

ઠહેરાવના આગળના ભાગમાં, આપણે વાંચ્યું કે કેવી રીતે વીરા, સમય સાથેના લગ્નજીવનમાં ખુશ ન હતી અને સાહિલ સાથે ધીરે-ધીરે આગળ વધી રહી હતી. વીરા, મહેરા હાઉસમાં, ચાલતા -ચાલતા સાહિલ અને પોતાની એ મુલાકાત વિશે વિચારી રહી હતી જેણે વીરા અને સાહિલ બંનેની જીદંગી બદલી દીધી હતી. પ્રેમ પામવો જે જીવનનું સૌથી પરમ સુખ છે. વિરાના વિચારો થકી ચાલો જાણીએ એ અદભુત ક્ષણ વિશે, ઠહેરાવ - 9 માં.

સાહિલ, સ્ટેજ પર આવ્યો. સંચાલિકાએ આપેલ ફૂલનો બુકે લઈને, સાહિલે મેયરશ્રીનું સન્મ્માન કર્યું અને મેયરશ્રીએ, સાહિલને પ્રથમ, "ગિરિશર" એવોર્ડ એનાઉન્સ કરવાનું કહ્યું. સાહિલે , સંચાલિકા પાસેથી ચિઠ્ઠી લઈને વિજયીનું નામ વાંચતા ખૂશ થઇ ગયો. સાહિલે, ચિઠ્ઠી વાંચીને કહ્યું કે આ એવોર્ડ જેને મળી રહ્યો છે એની જોડે કામ કરવાનું સૌભાગ્ય મને મળી ચૂક્યું છે. એવોર્ડ જીતનાર છે, વીરા, અમદાવાદની બાહોશ ડિઝાઈનર. સાહિલે જાણીને, "વીરા સમય " ના બદલે "વીરા" એવું સંબોધન કર્યું. વીરાને સાંભળીને, પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો હોય એમ કાન પર હાથ રાખીને ઉભી રહી. વીરાની આંખોમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. સાહિલ, જે સ્ટેજ પરથી વીરાને જ જોઈ રહ્યો હતો, એણે કહ્યું, યસ વીરા, તે સાચું સાંભળ્યું છે , આ એવોર્ડ તારો છે. સમયની હાલત, "કાપો તો લોહી ના" નીકળે એવી થઇ ગઈ.

સમય, વીરાને એવી રીતે જોઈ રહ્યો જાણે, વીરાએ એનું કંઈક ખૂંચવી લીધું હોય. વીરા, સાહિલની તરફ, સ્ટેજ તરફ જોઈ રહી હતી તો સાહિલ, સમયને જોઈ રહ્યો હતો. સાહિલને કંઈક અંશે સમય અને વીરા વચ્ચેની કેમિસ્ટ્રી સમજાઈ રહી હતી. પેસેજ પર જે રીતે વીરાએ, સાહિલની આંખોમાં જોયું એમાં સાહિલ સ્પષ્ટ પણે જોઈ શક્યો હતો કે, વીરા, સમયની સાથે ખુશ નથી. વીરા, સ્ટેજ તરફ આગળ વધે એ પહેલાં, વીરાને આંતરીને સમય સ્ટેજ પર ચઢી ગયો અને સાહિલની સામે જઈને ઉભી રહી ગયો. સમય, આગળ કાંઈ બોલે એ પહેલાં, સાહિલે માઈકને પોતાની તરફ કરતા કહ્યું. મિસ વીરા, મહેરબાની કરીને સ્ટેજ પર આવો. આ એવોર્ડ તમારી રાહ જોઈ રહ્યો છે. જુઓ, મી સમય પણ, તમને પ્રોત્સાહન આપવા, સ્ટેજ પર આવી ગયા છે. સમય આ સાંભળીને ખાસિયાણો પડી ગયો. સાહિલે, માઈક પોતાની પાસે લઇ લીધું અને વીરાને, ફરીથી ઉપર આવવા કહ્યું. વીરા, સ્ટેજ પર આવી અને સાહિલની પાસે, સમયની આગળ આવીને ઉભી રહી. સમયને ફરી એક વાર વીરા પર ગુસ્સો આવ્યો. વીરાએ સાહિલના હાથેથી એવોર્ડ લીધો. વીરાએ સ્ટેજ પર ઝૂકીને, સ્ટેજને પ્રણામ કર્યા. વીરાએ, પોતાની સ્પીચમાં ગિરીશ પપ્પાનો આભાર માનતા કહ્યું કે હું આજે જે પણ કઈ છું એ ગિરીશ પપ્પાના કારણે છું. આ એવોર્ડ, મારા માટે મારા બંને પિતાનો આશીર્વાદ છે.

મેયરે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું કે, તમને ખબર છે આ એવોર્ડ તમને ક્યાં પ્રોજેક્ટ માટે મળ્યો છે? આ એવોર્ડ તમને મળ્યો છે, મર સાહિલના અમદાવાદ ખાતેના પ્રથમ કાફે, "ઠહેરાવ" માટે! સાહિલ અને વીરા બંને સાથે આગળ આવ્યા અને મેયર સાહેબના અભિવાદન લીધા. સમય, વીરા અને સાહિલ બધા સ્ટેજ પરથી નીચે ઊતર્યા. વીરા અને સાહિલને બધા ઘેરી વળ્યાં. સાહિલ, વીરાના ચહેરા પર પ્રસન્નતા જોઈ રહ્યો હતો. સમય નીચે આવીને તારા મોમ સાથે નીકળી ગયો. વીરાને આ વાતની જાણ ન હતી. બધા જમવા માટે બીજી તરફ ગયા ત્યારે વીરા, સમય અને તારા મોમને શોધી રહી, બંને માંથી કોઈ ન દેખાતા, વીરાએ સમયને ફોન કર્યો. સમયે, ખૂબ ખરાબ રીતે કહ્યું કે હવે અમારી શું જરૂર છે તને? હું અને તારા મોમ મહેતા હાઉસ જઈએ છે, તું તારે જે કરવું હોય એ કર. સમયે ફોન પટકી દીધો. વીરાની આંખોમાં આંસુ આવી ગયા.

સાહિલે આ જોઈ લીધું. સાહીલ ફોન પર થયેલ વાત તો નહોતો સાંભળી શક્યો પણ વિરાની હાલત જોઈને સમજી ગયો કે શું થયું હોઈ શકે. સમય અને એના મમ્મી પણ દેખાતા ન હતા. સાહિલ સિફતથી વીરા પાસે ગયો અને ચાલ વીરા, હું તને ડ્રોપ કરી દઉં, કહીને વીરાને પાર્કિગ તરફ લઇ જતી લિફ્ટમાં જવા માટે દોરી ગયો હતો. લિફ્ટ બંધ થતા જ વીરાના સંયમનો બાંધ તૂટી ગયો હતો. સાહિલે વીરાને ખભે હાથ મૂકતા, વીરા સાહિલન ભેટીને અને વધારે જોરથી રડી પડી હતી. સાહિલની આંખોમાં પણ આંસુ આવી ગયા. સાહિલે, વીરાને રડવા દીઘી. સાહિલ, હવે જાણી ગયો હતો સમજી ગયો હતો કે, સમય, વીરાને એકલી મૂકીને જતો રહ્યો હતો. સાહિલ વીરાને એકલી મૂકવા માંગતો ન હતો. વીરાનું મન બીજે દોરવવા, સાહિલે કહ્યું મને ભૂખ લાગી છે, ચાલ ઠહેરાવ જઈએ.

ઠહેરાવ પહોંચીને, સાહિલે વીરાને કહ્યું હતું કે આપણે સ્ટુડિયોમાં જઈએ જેથી તું મોકળાશ અનુભવી શકે. હા, હજી બધું કામ પૂરું નથી થયું પણ આપણે બેસી શકીયે એવી જગ્યા તો છે જ ને! વીરા અને સાહિલ સ્ટુડીઓમાં પહેલાં પણ આવી ચુક્યા હતા, એક ડિઝાઈનર અને ક્લાઈન્ટ તરીકે, આજે પહેલી વખત, એક પુરુષ અને સ્ત્રી તરીકે, એક મિત્ર તરીકે અંદર પ્રવેશ્યા. સાહિલે બે કોલ્ડ કોફી અને વેજીટેબલ સેંડવિચ મંગાવી. વીરાની પાસે જઈને એના ખભે હાથ રાખીને બોલ્યો તું મારી સાથે તારી વ્યથા વહેંચી શકે છે. વીરાએ, સમય સાથે થયેલ લગ્ન, ગિરીશ પપ્પાના લેટર અને પોતાના બાળપણ બધા વિશે વિસ્તારથી વાત કરી. સાહિલે બધી વાત શાંતિથી સાંભળી, વીરા જે બોલી એ પણ અને વીરા જે બોલી ના શકી એ પણ. સાહિલે વીરાને કહ્યું, વીરા, તને ખબર છે જીંદગીમાં સૌથી અઘરું શું છે? વીરા એ કહ્યું કે, હા ખોટો નિર્ણય લેવો જે મેં લીધો. અથવા એમ કહો કે પોતાના માટે નિર્ણય ના લેવો.

સાહિલે કહ્યું, ના વીરા. જીંદગીંમાં સૌથી અઘરું છે, પોતાના ખોટા નિર્ણય પર પસ્તાવો કરતા રહેવું. હું એમ નથી કહેતો કે જે થયું એને બદલવું બહુ સહેલું છે. કોઈ પણ વ્યક્તિ માટે આ બહુ અઘરું હોય છે. ખાસ કરીને એક સ્ત્રી માટે. લોકો એવું સમજતાં હોય છે કે ભણેલી સ્ત્રી પોતાનાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે પણ એવું નથી. કોઈ પણ સ્ત્રી માટે આવો નિર્ણય લેવાનું ખૂબ અઘરું છે પણ તારે એ નિર્ણય લેવો પડશે. તારી પાસે બે રસ્તા છે વીરા, ક્યાં તો આખી જીંદગી પસ્તાયા કરવું ક્યાં તો ખોટા નિર્ણયને બદલીને સાચો નિર્ણય લેવો. સાહિલે એટલું કહીને, વીરાની સામે હાથ ધર્યો. વીરાએ પોતાનો હાથ સાહિલના હાથમાં મૂકી દીધો. બંને એકબીજાને જોઈ રહ્યા. આંખોએ, એ બધું કહી દીધું, જે શબ્દો ના કહી શક્યા. બંનેના હોઠ પોતાની તરસ છિપાવતા રહ્યા અને લાગણીનો ધોધ વહી નીકળ્યો હતો. સાહિલ અને વીરા આજ સંપૂર્ણ મહેસુસ કરી રહ્યા હતા. ઠહેરાવમાં ગાળેલી એ રાત, એમના પ્રેમની અભિવ્યક્તિની રાત બની ગઈ હતી. વીરા, પોતાની બધી વ્યથા, સાહિલની બાહોમાં મૂકીને સુઈ ગઈ. સવારે, વીરા ઉઠી અને સાહિલને કાંઈ પણ કહ્યા વગર ત્યાંથી ચાલી આવી હતી. વીરાએ જે પહેલી વખત કર્યું હતું એ આજે પણ કરી રહી છે.

પોતાની ભૂલ પર પસ્તાવું. સાચો નિર્ણય ના લેવો. પોતાની ખુશી માટે ના લડવું. હવે, વીરા થાકી ગઈ હતી, ખૂબ થાકી ગઈ હતી. એકાદ કલાક પોતાની જીંદગીને રીલની પટ્ટીની જેમ રીવાઇન્ડ કરીને થાકી ગયેલ વીરા હવે સુવા માટે રૂમમાં આવે છે.

✍️CA આનલ ગોસ્વામી વર્મા

વધુ આવતા અંકે....

ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.