An innocent love - 26 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 26

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

An innocent love - Part 26

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"હા ચલો આજે તમને બધા છોકરાઓને મારી તરફથી જે જોઈએ તે અપાવું. તમે લોકો પણ તમારા આં મોટા ભાઈ કિશોરને શું યાદ કરશો", કિશોરની વાત સાંભળી બધા ગેલમાં આવી ગયા અને ઠેલા ઉપર દોડી ગયા.

માનસીને પણ બધા સાથે મજા આવવા લાગી હતી અને તે પણ એમની સાથે જોડાઈ ગઈ.

ભરપેટ નાસ્તો કરી બધા વાતોએ વળગ્યા ત્યાજ રિસેસ ખતમ થવાનો બેલ વાગ્યો અને કુદતા કુદતા બધા પોતાના ક્લાસમાં જઈ બેઠા.


હવે આગળ.......

ક્લાસ શરૂ થતાં બધા બાળકો પાછા ભણવા લાગી ગયા. સુમનને તો ખૂબ મજા આવી રહી હતી. વંદના બહેન બધા જ બાળકોને ખૂબ સુંદર અને સરળ રીતે સમજાવી રહ્યા હતા.

અને સુમનને એના ક્લાસમાં ગોઠી ગયું છે તે જાણી રાઘવ પણ ખુશ હતો.

આખો દિવસ ગમ્મત સાથે ભણવામાં નીકળી ગયો એનો ખ્યાલ પણ બાળકોને રહ્યો નહિ. સ્કૂલ છૂટવાની ઘંટીની ટન ટનનો અવાજ સાંભળતાની સાથેજ બધા ભણવાનું છોડી બુક્સ અને બીજો સમાન પોતાની બેગમાં પેક કરીને ક્લાસની બહાર નીકળી પડ્યા.

રાઘવ સુમનના ક્લાસ બહાર રાહ જોઈને જ ઊભો હતો, જેવી સુમન બહાર નીકળી એને ભપ્પ કરીને ડરાવી દીધી.

"ઓઈ મા", આમ અચાનક રાઘવને સામે આવેલ જોઈ સુમન ડરી ગઈ અને તેના મોમાંથી જોરથી ચીખ નીકળી ગઈ.

સુમનને આમ ડરેલી જોઈ સામેથી આવતા મીરા અને કિશોર હસી પડ્યા.

અને તે બંનેને હસતા જોઈ રાઘવ અને સુમન પણ ખડખડાટ હસી પડ્યા.

"ચાલો હવે બધા, જલ્દી. આજેતો રસ્તામાં પેલા વડલાઓ આવે છે ત્યાં બધા થોડીવાર ઝૂલા ખાઈને ઘરે જઇશું", કિશોરે બધાને સુઝાવ આપ્યો.

"અરે વાહ, ભાઈ સરસ વાત કરી, આમપણ ઘણો સમય થયો ત્યાં ગયા નથી. ચાલો આપણે ફટાફટ જઈએ", મીરા પણ ખુશ થતી બોલી.

"કઈ જગ્યાની વાત કરો છો તમે લોકો, હું ત્યાં ક્યારે ગઈ નથી", સુમન આશ્ચર્યચકિત થતી બોલી.

"તું ચાલતો ખરી, તને બહુ મજા આવશે", રાઘવ સુમનનો હાથ પકડી બોલ્યો.

ખેલતી કૂદતી બચ્ચા ટુકડી સ્કૂલથી ઘરે જતા રસ્તામાં આવતી જગ્યા જ્યાં ઘણા બધા મોટા મોટા વડના વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ.

બધા પોતાની બેગ મૂકીને વડની વડવાઈઓ પકડી ઝૂલા ઝૂલવા લાગ્યા.

ગામથી થોડે દુર રહેલી આ જગ્યા ઉપર સુમન પહેલી વખત આવી હતી. આટલી સુંદર જગ્યા જોઈ તે ખુશ થઇ ગઇ. અને રાઘવની મદદથી તે પણ ડાળીએ ઝૂલવા લાગી.

સુમનને આં નવી જગ્યા અને વડલાઓ ખૂબ પસંદ આવ્યા.

આખરે ખૂબ ધમાલ મચાવતી ટોળકી રમી કરીને થાકતા ઘરે પાછી ફરી ત્યારે દરેકની હાલત જોવા જેવી હતી.

ઘરે જતાની સાથેજ સુમન મમતા બહેનને વળગી પડી અને સ્કૂલમાં થયેલ બધી ઘટનાઓ કહી સંભળાવી.

"વાહ મારી દીકરી, તું બહુ સમજદાર થઈ ગઈ છે ને. આજે સરસ સમજણ બતાવી તે રાઘવને એના ક્લાસમાં બેસવા દીધો. ખૂબ સરસ મારી ઢીંગલી. હવે મન લગાવીને ભણજે", સુમનની વાત સાંભળીને મમતા બહેન એના ઉપર વહાલ વર્ષાવતા બોલ્યા.

"હા, હું ખૂબ ભણીશ અને મોટી થઇને ડોક્ટર બનીશ, હો મા", અને મીરા સામે જીભડી નીકાળી એને ચીડવતી સુમન બોલી.

"જો મા આ સુમનને કહીદે, મારી સામે કેવી જીભડી બતાવે છે!", કહેતી મીરા સુમનને મારવા દોડી.

અને બંને મમતા બહેનની ગોળ ગોળ એકબીજાને પકડવા ફરવા લાગ્યા.

"બસ હવે તોફાન અને ઝગડવાનું છોડી હાથ પગ ધોઈ તૈયાર થઈ જાઓ. હું તમારા બધાની માટે ગરમ ગરમ જમવાનું બનાવી દઉં", મમતા બહેન બાળકોને શાંત પાડતા બોલ્યા.

જમવાનું નામ સાંભળીને બધા ફટાફટ રમીને ખરાબ થયેલા કપડા બદલવા દોડ્યા.

તૈયાર થઈ ને બધા રોજની જેમ પંગત પાડી ને જમવા બેસી ગયા અને જમતા જમતા વાતો કરવા લાગ્યા.

આખરે આખા દિવસના થાક્યા બાળકો જમી કરીને સૂઈ ગયા.


બાળકોની આવી ખટ્ટમીઠ્ઠી નોક્ઝોક વચ્ચે એમનું બાળપણ વિતી રહ્યું હતું. નવી સ્કૂલ અને મિત્રો વચ્ચે સુમનને ખુબ ફાવી ગયું હતું.

🎉કેમ વિતી ગયું એ બચપન,
નથી ગોઠતું આં લડકપન...🎉

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)