Kishore Kumar in Gujarati Motivational Stories by Jay Dave books and stories PDF | કિશોર કુમાર

Featured Books
Categories
Share

કિશોર કુમાર


મિત્રો, આપ સહુએ કિશોર કુમારનુ નામ સાંભળ્યું જ હશે અને એમના જીવનથી માહિતગાર હશો. આજે 4 August જન્મતિથિ નિમિત્તે એમના જીવનનો એક કિસ્સો આપની સમકક્ષ રજૂ કરું છું, જેમાંથી આપણે સૌને ઘણી પ્રેરણા મળશે.

મૂળ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આભાસ /અભસ કુમાર ગાંગુલીનો જન્મ મધ્યપ્રદેશનાના ખાંડવામાં થયો હતો. પિતા કુંજલાલ ગાંગુલી વ્યવસાયે વકીલ હતા અને માતા ગૌરી દેવીના ચાર સંતાન પૈકી સૌથી નાના પુત્ર હતા.

કહેવાય છેને કે " પુત્રના લક્ષણ પારણામાં" એમ કિશોર કુમારને નાનપણથી સંગીત અને ગાયનનો શોખ હતો. જ્યારે માતા પિતા ઈચ્છતા હતાકે પુત્ર ડોક્ટર કે કોઈ સારી પદવી પ્રાપ્ત કરે. જ્યારે ઘરે સંગીત ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છાની જાણ ઘરે થાય છે ત્યારે એમને ઘરેથી છૂટ આપવામાં આવતી નથી. એક દિવસ આ જીદને માટે તે એક દિવસ માટે ઘર પણ છોડી દેવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
પણ કહેવાય છેને કે વિધિમાં લખ્યું હોય અને પૂરો પ્રયત્ન હોય તો કુદરત પણ મદદ કરે છે.

એ દિવસે એમના જીવનમાં થયેલ અકસ્માતે એમના જીવનનું આભાસ કુમારમાંથી કિશોર કુમારમાં રૂપાંતર કરાવી દીધું એટલે કે એમને સંગીતનું સૂર મળી ગયું. રાત્રિના સમયે સોપારી કાપવાનીની સૂડી અનાયાસે એમના પગમાં વાગી જાય છે, ખૂબ દર્દથી પીડાતા જોઈને માં પાટો તો બાંધી આપે છે પણ એ પીડા 8 વર્ષના આભાસથી સહન થતી નથી અને રાત-ભર તેઓ રડતાં રહે છે ને કણસતા રહે છે. આ ઘટનામાં એમના ગળાના vocal cords ખુલી જાય છે, જે આગળ જતાં એમના અવાજને મધુર બનાવે છે. એવું પણ કહેવાય છે કેદિવસે માતા સરસ્વતીએ ખુદ હાજર થઈને એ બાળકને આ કંઠ આપ્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે એમણે પોતાનું પ્રથમ ગીત રજૂ કર્યું હતું અને ત્યાર બાદ માત્ર 19 વર્ષે ફિલ્મમાં એમની કારકિર્દીનું પ્રથમ ગીત રજૂ કરે છે જેમાં એમના મોટા ભાઈ મુખ્ય ભૂમિકામાં હોઈ છે.

માત્ર 58 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું અને મિત્રો આજે કિશોર કુમારના નિધન થયે 35 વર્ષ થયાં હોવા છતાં પણ આજે તે દરેક ભારતીયના જીવનમાં આજે પણ જીવંત છે, પ્રેમથી લઈને વર્ષા સુધીના એમના ગીતો આજે પણ ભારતીયોના જીભે ગુંજે છે, સંગીત ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો, તેમ છતાં પણ આજે એ સંગીત આપણી વચ્ચે હયાત છે અને રહેશે.

જીવનમાં જો દ્ઢ-નિશ્ચય, મનોબળ અને અખૂટ શ્રદ્ધા અને હિંમત હોય તો ખુદ કુદરત પણ સહાય કરે છે, જીવનમાં ક્યારેક ખરાબ પ્રસંગ પણ આવનાર ભવિષ્ય માટે સારો કેવી રીતે પૂરવાર થઈ છેઆપણને શીખવા મળે છે, એમણે ઘણા એકથી એક ચડિયાતા સુપર હિટ ગીતો આપ્યા. જેમાંથી એક સોન્ગને અમુક લાઇન અહીંયા રજૂ કરું છું જેમાં એક-એક શબ્દ મારા મતે જીવનનો અર્થ સૂચવે છે

1) ज़िन्दगी का सफर, है ये कैसा सफर,

ज़िन्दगी का सफ़र, है ये कैसा सफ़र
कोई समझा नहीं, कोई जाना नहीं,

है ये कैसी डगर, चलते हैं सब मगर
कोई समझा नहीं, कोई जाना नहीं,

ज़िन्दगी को बहुत प्यार हमने दिया
मौत से भी मोहब्बत निभायेंगे हम,

रोते-रोते ज़माने में आये मगर
हँसते-हँसते ज़माने से जायेंगे हम,

जायेंगे पर किधर है किसे ये खबर
कोई समझा नहीं, कोई जाना नहीं

कोई समझा नहीं, कोई जाना नहीं

2)" मुसाफिर हूँ यारों, ना घर है ना ठिकाना
मुझे चलते जाना है, बस चलते जाना

एक राह रुक गई तो और जुड़ गई
मैं मुड़ा तो साथ साथ राह मुड़ गई,

मुसाफिर हूँ यारों, ना घर है ना ठिकाना

बस चलते जाना, बस चलते जाना। "



💐🌷🙏 તેમના જન્મદિવસ નિમિત્તે કિશોર કુમાર સરને ખૂબ ખૂબ પ્રણામ🙏💐🌷


🖊️ - Dr Jay Dave