Atitrag - 1 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 1

‘અતીતરાગ’ - ૧

પ્રથમ કડી શબ્દાંજલિ રૂપે અર્પિત કરું, આપણા સૌના હ્ર્દસ્ય્સ્થ પાર્શ્વગાયક દિવંગત ભૂપિંદર સિંગને..

ભૂપિંદરસિંગે આપેલા એક રેડીયો ઈન્ટરવ્યુમાં તેમના અતિ અફસોસ જનક નિર્ણય વિષે બેહદ ખેદ વ્યક્ત કરતાં જે વ્યથાકથા કહી હતી, તેના અમુક અંશો અહીં ટાંકી રહ્યો છું.

ભૂપિંદરસિંગની આ વ્યથાકથાનો આરંભ થયો હતો ૧૯૬૦ પહેલાં..

દિલ્હીમાં તેમની પ્રથમ મુલાકાત થઇ હતી, મશહુર સંગીતકાર મદનમોહન સાથે, અને એ પહેલી મુલાકાતમાં મદનમોહન તરફથી ભૂપિંદરસિંગને ઉમળકા ભર્યું આમંત્રણ મળ્યું મુંબઈ આવવાનું.

ત્યારબાદ ભૂપિંદરસિંગે વાટ પકડી મુંબઈની.
એ સમયગાળા દરમિયાન મદનમોહન સંગીત નિર્માણ કરી રહ્યાં હતાં, મહાન ફિલ્મકાર ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ માટે. તેના સંદર્ભે ભૂપિંદર સિંગની મુલાકાત થઇ ચેતન આનંદ સાથે.

ચેતન આનંદને ભૂપિંદર સિંગના મખમલી સ્વર કરતાં તેનો કૂલ લૂક વધુ પ્રભાવિત કરી ગયો. ફૂટડા નવજુવાનને દિગ્દર્શનની નજરે જોતાં ભૂપિંદરના વ્યક્તિત્વમાં તેમને એક ફિલ્મી નાયકના દર્શન થયાં.
ચેતન આનંદને ભૂપિંદરના સ્વરની સાથે સાથે તેમનામાં અભિનયના ઓજસ દેખાયા.
એટલે પ્રસ્તાવ મુકતા ચેતન આનંદે કહ્યું કે..

‘હું એવું ઈચ્છું છું. કે તમે મારી ફિલ્મમાં અભિનય કરો.’
કોઈપણ જાતના આશ્ચર્ય કે કારણ વગર ભૂપિંદરે ના ભણી દીધી.
એ પછી ચેતન આનંદે તેમને સમજાવવાની ખુબ કોશિષ કરી..
અંતે ચેતન આનંદના આગ્રહને માન આપીને ફિલ્મ ‘હકીકત’ માં એક સૈનિકની નાનકડી ભૂમિકા સ્વીકારી.
પણ ચેતન આનંદ ભૂપિંદરની આભાથી એટલા પ્રભાવિત હતા કે, આટલી વાતથી તે
સંતુષ્ટ ન થયાં.. એટલે તેમણે તે ફિલ્મમાં ભૂપિંદર પાસે એક અતિ લોકપ્રિય ગીત રફી સાથે ગવડાવ્યું.. અને તેમના પર ફિલ્માવ્યું પણ ખરું,
એ ગીત હતું.. ‘હો કે મજબૂર મુજે ઉસને બુલાયા હોગા..
ફિલ્મ ‘હકીકત’ ની અપાર સફળતા એ ઈતિહાસ રચ્યો..

ત્યારબાદ.. ચેતન આનંદ વ્યસ્ત થયાં, તેમની આગામી ફિલ્મ માટે..
તેમને કોઈ નવા ચહેરાની શોધ હતી..
અને જોગાનુજોગ તે ફિલ્મના નાયકની ભૂમિકા સાથે ભૂપિંદરનું વ્યક્તિત્વ સચોટ બંધબેસતું હતું.
એ ભૂમિકા ભજવવા ચેતન આંનદે ભૂપિંદર પાસે માત્ર પ્રસ્તાવ નહતો મુક્યો, પરંતુ હદ બહારની આજીજી પણ કરી ચુક્યા હતાં...પણ છેવટ સુધી ભૂપિંદર એક ના બે ન થયાં, તે ના જ થયાં. અંતે ચેતન આનંદની જિદ્દથી કંટાળીને ભૂપિંદર દિલ્હી જતાં રહ્યાં.

એ પછી પણ ચેતન આનંદે ત્રણ મહિના સુધી એ ફિલ્મનો પ્રોજેક્ટ અભેરાઈ એ ચડાવી દીધો, ભૂપિંદરની પ્રતીક્ષા કરવામાં. એ ત્રણ મહિના દરમિયાન વારંવાર ચેતન આનંદ, ભૂપિંદરને માનવાવાના પ્રયત્નો કરતાં રહ્યાં.
અંતે નિરાશ થઈને ચેતન આનંદે એક ન્યુ કમર સાથે એ ફિલ્મ કચકડે મઢી.. અને એ નવા ચહેરાનું નામ હતું... રાજેશ ખન્ના અને ફિલ્મનું નામ હતું... ‘આખરી ખત’.

અને કુદરતનો જોગાનુજોગ જુઓ.. ૧૮ જુલાઈ, રાજેશ ખન્ના અને ભૂપિંદરસિંગ બન્નેની પુણ્યતિથિની એક જ તારીખ.

સાહેબ, તમે એ દિગ્ગજ ફિલ્મકાર ચેતન આનંદની વિનમ્રતા અને પ્રતિક્ષાની પરિસીમા જુઓ..
ફિલ્મ ‘આખરી ખત’ના નિર્માણ દરમિયાન પણ તેઓ સતત ભૂપિંદરના સંપર્કમાં રહ્યાં.
અંતે ધીરજ ખુટતાં ચેતન આનંદે સવાલ કર્યો..
‘એવું તે ક્યુ કારણ છે કે, જેના કારણે તમે ફિલ્મ કરવાં નથી ઇચ્છતા ?
‘મને ફિલ્મ યા અભિનયમાં સ્હેજ પણ રુચિ અને લગાવ નથી.. હું રહ્યો સંગીત પ્રેમી. મને તેમાં જ રચ્યો પચ્યો રહેવા દો.’ આવો કંઇક પ્રત્યુત્તર હતો ભૂપિંદરસિંગનો
અંતે ચેતન આનંદે તેની અને ભૂપિંદરની બંનેની ઈચ્છાપૂર્તિને ન્યાય આપવાં ફીલ્મ
‘આખરી ખત’ માં ફરી એકવાર ‘હકીકત’ ની ઘટનાનું પુનરાવર્તન કર્યું..
ફિલ્મમાં ભૂપિંદર પાસે એક ગીત ગવાડાવ્યું અને તેમના પર જ ફિલ્માવાયું..
‘ઋત જવાં.. જવાં...જવાં.. મહેરબાં..’

આજથી આશરે જયારે પંદરેક વર્ષ પહેલાં ભૂપિંદરે આ અફસોસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ફિલ્મજગતમાં પ્રવેશના પ્રારંભિક દિવસો દરમિયાન હું અભિનયને એટલું પ્રાધાન્ય નહતો આપતો. થોડો નાસમજ પણ હતો. પિતાજી સંગીતકાર હતાં અને મારાં સંગીત ગુરુ પણ. તેથી સંગીતને હું સર્વસ્વ માનતો હતો.

પણ.. આજે એવું ભાન થયું કે.. ચેતન આનંદ જેવા દિગ્ગજ દિગ્દર્શનને અનેકોવાર નનૈયો ભણીને મેં ખુબ મોટી ભૂલ કરી હતી.

તલત મહેમૂદ અને મુકેશ જેવા પાર્શ્વ ગાયકો પણ ગાયન અને અભિનય વચ્ચે સંતુલન જાળવવાની કોશિષ કરી ચુક્યા હતાં,
પણ તેમાં સૌથી અત્યંત સફળ અને અપવાદ રહ્યાં... કિશોરકુમાર..
કાશ.. ભૂપિંદર સિંગે ચેતન આનંદની વાતને સમર્થન આપ્યું હોય તો...

ભૂપિંદરસિંગ પાર્શ્વ ગાયક હતાં તે વાતથી સૌ વાકેફ છે પણ તેઓ ખુબ જ સારા વ્યવસાયિક ગિટારીસ્ટ પણ હતાં.

માયાનગરી મુંબઈ આવ્યાં પહેલાં તેઓ દિલ્હી દૂરદર્શનમાં ફરજ બજાવી રહ્યાં હતાં, એક સંગીતકાર તરીકે. એ દૂરદર્શનના એક કાર્યક્રમ દરમિયાન જ તેમની મુલાકાત મદનમોહન જોડે થઇ હતી.

એ પછી સિનેજગતની સફરમાં ભૂપિંદરસિંગ સંપર્કમાં આવ્યાં.. રાહુલ દેવ બર્મન, જયદેવ, ભપ્પી લહેરી, ખય્યામ જેવા દિગ્ગજ સંગીતકારો સાથે.

સાધારણ રીતે જોઈએ તો એક અપવાદ એ હતો કે, ફિલ્મી પડદે ઢીશૂમ.. ઢીશૂમ.. કરતાં એકશન નાયક સાથે ભૂપિંદરસિંગના સ્વરનો તાલમેળ નહતો બેસતો.
તેમના ગીતો ક્વોન્ટીટીમાં નથી પણ ક્વોલીટીમાં છે.

રાહુલ દેવ બર્મન,ગુલઝાર, લતા મંગેશકર અને ભૂપિંદરસિંગની સંગતે હિન્દી ફિલ્મજગતને અવિસ્મરણીય ગીતો આપ્યાં, જેવાં કે...

‘પરિચય’નું... ‘બીતી ના બિતાઈ રૈના..’
‘સિતારા’નું.. ‘થોડી સી ઝમીં.. થોડા આસમાં ’
‘કિનારા’નું.. ‘નામ ગુમ જાયેગા.. ચેહરા યે બદલ જાયેગા..’

વર્ષ ૧૯૮૦ માં એક ફિલ્મ આવી હતી.. સંગીત હતું ખય્યામ સાબનું. જેમાં નશરૂદ્દીન શાહ, ફારુખ શેખ, સ્મિતા પાટીલ, સુપ્રિયા પાઠક.. જેવાં હિન્દી ફિલ્મજગતના દિગ્ગજ ખ્યાતનામ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતાં, ફિલ્મ હતી ‘બાઝાર’,
એ ફિલ્મમાં એકથી એક ચડિયાતા ગીતો હતાં. તે ફિલ્મમાં તલત અઝીઝ અને લતા મંગેશકરનું એક યુગ્મ ગીત પણ હતું. ‘ ફિર છીડી રાત બાત ફૂલો કી..’ પણ સૌથી યાદગાર ગીત રહ્યું.. ભૂપિંદરસિંગનું સોલો સોંગ.. ‘કરોગે યાદ તો હર બાત યાદ...’

ભૂપિંદરસિંગના કલેકશનમાંથી કોઈ એક ગીત પસંદગી કરવી હોય તો...
મારું મોસ્ટ ફેવરીટ સોંગ... ‘ એક અકેલા ઇસ શહેર મેં..રાત મેં યા દોપહેર મેં..’ અમોલ પાલેકર અભિનીત, ફિલ્મ ‘ઘરોંદા’.

ખૂબ સફળ પાર્શ્વ ગાયક બન્યા પછી પણ તેમણે સંબંધોની ગરિમા જાળવવા ગિટારિસ્ટ તરીકે પણ ઘણી ફિલ્મોમાં સેવા આપી છે.
ઉદાહરણ તરીકે..

ભપ્પી લહેરી માટે ફિલ્મ ‘ચલતે ચલતે’ ના ટાઈટલ ટ્રેક માટે
રાહુલ દેવ બર્મન માટે ‘હરે રામા હરે ક્રિશ્ના’ના ‘દમ મારો દમ’
યાદોં કી બારાત’ના ‘ચુરા લિયા હૈ તુમને જો ’
‘શોલે’ના ‘મહેબૂબા..મહેબૂબા’ માટે
અને સંગીતકાર મદનમોહન માટે ફિલ્મ ‘હંસતે ઝખ્મ ’નું યાદગાર ગીત
‘તુમ જો મિલ ગયે હો તો..’

આપની કોઈ યાદ ભૂપિંદરસિંગ સાથે જોડાયેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો..

આગામી કડીમાં હિન્દી સીનેજગત સાથે જોડાયેલી કોઈ જાણી-અજાણી વાત લઈને ફરી મળીશું..

વિજય રાવલ
૨૪/૦૭/૨૦૨૨