Farewell in true sense in Gujarati Short Stories by Nij Joshi books and stories PDF | ખરા અર્થમાં વિદાય

Featured Books
Categories
Share

ખરા અર્થમાં વિદાય

વિભાની આજે ખરા અર્થમાં વિદાય થઈ હતી. આમ તો તેના લગ્ન ત્રણ વરસ પહેલાં જ થઈ ગયા હતા. પરંતુ ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી અને માબાપના અતિ લાડકોડમાં ઉછરેલી હોવાથી સ્વભાવે જિદ્દી અને સ્વચ્છંદી હતી. અને એમાંય એક મધ્યમ વર્ગના કોલેજમાં સાથે ભણતા વિજય સાથે લવ મેરેજ કરીને પણ પોતાના પિયરમાં જ રહે છે.

તેણે વિજયને ઘર જમાઈ બનીને રહેવા માટે જીદ કરેલી. વિજયના માતા પિતાને મૂકી વિજય ખાલી પોતાનાં પ્રેમને ખાતર વિભાનાં માતા પિતાના ઘરે રહેવા માટે આવી જાય છે. વિજય તેને ખરા હ્રદયથી ચાહતો હોવાથી તેની જીદ આગળ ઝૂકી જાય છે. અને વિભા ખાતર પોતાના માતાપિતાને છોડી અહી ઘર જમાઈ બની રહે છે.
થોડા સમય પહેલા જ તેના ભાઈના લગ્ન થાય છે. એટલે ઘરમાં નવી વહુ આવે છે. ઘરમાં એકની એક વહુ હોય છે. એટલે તે બધાની લાડકી પણ બની જાય છે. વહુના માનતાન વધવા લાગે છે. અને આવનારી નવી વહુ પણ ખૂબ સમજુ અને વિનયી હોય છે. એક પુત્રવધૂ તરીકે તે ખૂબ સારી રીતે ઘરમાં બધાની સાથે દૂધમાં સાકર ભળે તેમ બધાની સાથે હેત અને લાગણીથી ભળી જાય છે. વિભાના માતા પિતા પણ નવી વહુને વધુ મહત્વ આપે છે. ઘરમાં પણ બધું ચલણ નવી વહુનું હોય છે. બધુ ઘરમાં લાવવા મૂકવાનું પણ નવી વહુને જ કહેવામાં આવે છે.
એટલે એક સ્ત્રી સહજ સ્વભાવના લીધે વિભા તેની ભાભીનાથી જલતી હોય છે. ઈર્ષા કરતી હોય છે. ઘણીવાર તેને કનડગત પણ થતી હોય છે. તેની ભાભી શરૂ શરૂમાં તો બધું નજર અંદાજ કરતી, તો કોઈવાર ચૂપ રહેતી. તો કોઈવાર વિભાને સમજાવવાની કોશિશ પણ કરતી. એટલે વિભા વધુ સ્વચ્છંદી બનવા લાગી.
એકવાર આવીજ કોઈ વાતને લઈને વિભાનો એની ભાભી સાથે ઝઘડો થઈ ગયો. ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ એમાં વિભાની ભાભીએ એને ખૂબ ખરી ખોટી સંભળાવી. અને વિભાને સાફ કહી દીધું કે હું તમારી જેમ લગ્ન પછી પણ પિયરમાં નથી પડી રહી, બાપના પૈસે લહેર કરવા. મારા પતિના ઘરમાં સ્વમાનથી જીવું છું. પતિ અને સાસુ સસરાની સેવા કરું છું.
એટલે વિભા તેના માતા પિતા સામે જોવે છે તો તેઓ મૌન હોય છે. વિભાનું મન દુભાય છે. એનો ભાઈ પણ વિભાને સમજાવે છે કે એમાં ખોટું શું કહ્યું છે તો તું આમ અમારી સામે જોવે છે. ત્યારે વિભાને ખૂબ દુઃખ લાગે છે. જે માં બાપના મોહમાં પોતે અહી રહી હતી તેમાંથી કોઈએ તેનો પક્ષ નાં લધો. વિભાને પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે.
એના પતિ સાથે એના સાસરે જવાનો નિર્ણય લે છે. અને પોતાના માતાપિતાને જણાવે છે કે હવેથી તે તેંના સાસરીમાં જ રહેશે. જેવું હશે તેવું પણ તેના પતિનું ઘર હશે તે. તેનું ઘર હશે તે. એટલે તેની મમ્મી અને ભાભી તેને સમજાવે છે કે દીકરીની લગ્ન પછીની ખરી શોભા તો તેના સાસરીમાં જ હોય છે. તેના ભાભી વિભાની માફી માંગતા જણાવે છે કે અમે બધાએ મળીને તમને આ અહેસાસ કરાવવા માટે જ આ નાટક કર્યું હતું. બાકી આ ઘર પણ એટલુજ તમારું છે જેટલું તમારા ભાઈનું છે. અમે બસ તને તારી જવનદરીઓનું ભાન કરાવવા માંગતા હતા. અમે તમને પારકા નથી ગણતા, બસ તમને સમજાવવા માંગતા હતા.

વિભા આંખોમાં પસ્તાવાના આંસુઓ સાથે સૌની માફી માંગી પોતાના પતિના સ્વમાનને ઠેસ પહોંચાડયાની માફી માંગી તેના સાસુ સસરા સાથે રહેવા જવા નીકળે છે. એના મમ્મી આજે એની પાસે કંકુ થાપા કરાવી ખરા અર્થમાં વિદાય કરે છે.
🌺નીતુ જોષી 🌺