રક્ષાબંધનનો તહેવાર..
ઉજવવાઈ રંગેચંગે. .
રક્ષાબંધન નો તહેવાર..
દીર્ઘાયુ ને સુખી સંપન્ન જીવન માટે ..
રક્ષાબંધન નો તહેવાર....
તહેવાર - એટલે એક ઉત્સવ
ઉજવાતા દરેક તહેવારો મન ભરી ને એક ઉત્સવ ની જેમ બાળપણ માં,
શરૂ થઈ જતી મકરસંક્રાંતિ ની ઉજવણી દેવ દિવાળી ની સંધ્યા એ,
તોડી નાખતા કૈંક પાડોશીઓ ના છાપરા- નલિયા અને પતરા પતંગ - દોરી લૂંટવા મા,
શેરી મહોલ્લા વાળા કરે પ્રાર્થના કે મકરસંક્રાંતિ જાય તો ગંગા નાયા,
વહેલી પરોઢે થી ઘર ના નાના મોટા હોય ધાબે મકરસંક્રાંતે, કાપી એકબીજા ના પતંગ ચિચિયારીઓ પાડી આનંદ પામે ચીકી ને શેરડી ખાઈ ને,
આખું આકાશ ભરેલું હોય રંગ બેરંગી પતંગ થી દિવસભર અને રાત્રે ચમકે આકાશ તારા ની જેમ ગુબબારાંથી,
મકરસંક્રાંતિ ની ઉજવણી થાય પૂરી ત્યાં આવે હોળી ને ધૂળેટી,
સપ્તાહ અગાઉ થી શરૂ થઈ જતો તૈયારી નો દોર કેસૂડાં, પિચકારી બલૂન, કલર ની ખરીદી કરી ધૂળેટી ને સત્કારવાનો,
ભીના નહીં કરવાની વડીલો થી માંગી એ ગોઠ અને કરીએ તેમાંથી ઉજવણી ધાણી દાળિયા ને ખજૂર ખાઈ ને,
પાકા લાલ ગુલાબી ને કાળા પીળા રંગ થી રમી એ સૌ ભેગા મળી મહોલ્લા મા હોળી ધૂળેટી,
દિવસો સુધી ઘસી ઘસી ને શરીર થાકીએ ત્યારે ઉતરતી તન અને મન ઉપર થી રંગ બેરંગી ધૂળેટી,
આવે આખો શ્રાવણ માસ તહેવારો ની હારમાળા લઈ ને વરસાદ ની જોડે,
રક્ષાબંધન ના પવિત્ર તહેવારે મીઠાઈ ખવડાવી આશીર્વચન આપી બહેનો બાંધતી ભાઈ ના હાથે રાખડી પોતાની જીવનભર ની સુરક્ષા કરવા નું વચન લઈ ને
સાતમ આઠમ મા ગામ આખું હિલોળે ચડતુ કૃષ્ણજન્મ ની ઉજવણી સ્વરૂપે,
થતી મટકી ફોડની સ્પર્ધા ગલીએ ગલીએ અને ઝુલાવવામાં આવતા શ્રી કૃષ્ણ ને પારણા મધરાતે પંજરી ખાઈ ને,
સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાતો જોરશોર થી ગામ ના ચોરે અલક મલક ની સ્પર્ધાત્મક રમતો સાથે,
ઉજવાય નવરાત્રિ રંગે ચંગે તબલા હાર્મોનિયમ ને ઢોલ ના તાલે, ને રમાય શેરી ગરબા પાંચ તાળી કે દોઢિયા દાંડિયા સાથે,
વિજ્યા દશમી એ રાવણ જોવા જઈ એ નાના મોટા સૌ સાથે અને કરીએ ઉજવણી દશેરા ની ફાફડા ચોળાફળી જલેબી ખાઈ ને,
ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ ને આનંદ લઈ આવે સૌથી મોટો તહેવાર દિવાળી વર્ષાંતે,
ઘર બધા સજાવે દુલ્હન ની જેમ રંગ બેરંગી રોશની થી અને મોટી બજાર ઉભરાઇ રોશની ની ચમક દમક સાથે અવનવી વસ્તુ ઓ થી,
નિત નવા ફટાકડા ઓ ફોડી ગજવતા શેરી મહોલ્લા અમે દરરોજ દશેરા થી દેવ દિવાળી સુધી,
ફળિયા ના ખૂણા મા લગાવી ભૂખરા રંગ નો ગેરુડો કરતા દરરોજ અવનવી રંગ બેરંગી રંગોળી દીવડા ઓ પ્રગટાવી,
નૂતનવર્ષ ની વહેલી પરોઢે ઉઠી જતાં સુકન નું મીઠું લેવા ને બાંધતાં આસોપાલવ ના તોરણ દરેક બારણે,
નવા કપડાં પહેરી સૌ મિત્રો નીકળી પડતાં મંગળા ને અનકોટ ના દર્શન કરવા રામ મંદિરે,
દિવસભર દરેક મહોલ્લા ના વડીલો ને પગે લાગી આશીર્વાદ લઈ મીઠા મોઢા કરતા જાત જાત ની મીઠાઈ ઓ ખાઈને,
દરેક વડીલો આપતા નૂતન વર્ષ મા ખોબો ભરી રૂપિયા ભાવભીના આશીર્વાદ સંગાથે,
ચાલતો એકબીજા ના ઘરે નૂતન વર્ષ નિમિત્તે બેસવા જવાનો અને મીઠા મોઢા કરવાનો વ્યવહાર દેવ દિવાળી સુધી,
આમ માણી છે દરેક તહેવાર ની મજા આખા ગામ સંગાથે મારા નાનપણે પ્રફુલ્લિત ઉલ્લાસ હૃદય સાથે,
હવે બાળકો ને વધી ગયો છે ભણતર નો ભાર દફતર મા, ને એનો બોજો પડ્યો છે માબાપ ની આવક મા,
જ્યાર થી મીઠાઈ ઓ નું સ્થાન લીધું કલરીંગ રેપર મા છુપાયેલી મોંઘીદાટ ચોકલેટે, ત્યાર થી નથી જોવા મળતો ઉત્સાહ દરેક તહેવારોમાં,
અફસોસ!! તહેવાર ને એક ઉત્સવ ની જેમ ઉજવવા હવે નથી રહ્યો લોકો આગળ સમય ગળાકાપ હરિફાઇ ને ભાગદોડ વાળી આ દુનિયા મા,
હવે જ્યાં સમયે આવ્યે સચવાતાં નથી અંગત માણસો ના વ્યવહારો, ત્યાં ક્યાંથી ઉજવાય ઉત્સવ ની જેમ તહેવારો,
ધીરે ધીરે ઓસરાતી જાય છે આપણી હિન્દુ સંસ્કૃતિ ના તહેવાર ઉજવવા ની પરંપરા, પશ્ચિમ નું આંધળું અનુકરણ કરવા મા,
જો નહીં જાગી એ હવે આપણે વહેલા તો ખોઈ બેસીસુ આપણા તહેવારો ની ઉજવણી નો વારસો ભૂલ ભૂલ મા.. .....
કાવ્ય 04
શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ
શ્રાવણવદ ની આઠમેં
મઘરાતે નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
કૃષ્ણ એ વૃંદાવન મા મસ્તી ખુબ કરી
કાનુડા ની મસ્તી મા આનંદ ઘણો
જય કનૈયા લાલ કી
ગોપીઓ ની મટકી તોડી
નટખટ બની માખણ ખુબ ખાયો
જય કનૈયા લાલ કી
ગેડી દડો રમતાં રમતાં
શેષ નાગ ને રમત રમત મા હણ્યો
જય કનૈયા લાલ કી
અનારાધાર વરસાદ પડતા
ટચલી આંગળી એ ગોવર્ધન ઉચક્યો
જય કનૈયા લાલ કી
નાની ઉંમરે કંસ મામા નો વધ કરી
અધર્મ ઉપર વિજય મેળવ્યો
જય કનૈયા લાલ કી
મહાભારત મા પાંડવો નો સાથ આપી
અર્જુન ને ગીતા ના પાઠ ભણાવ્યા
જય કનૈયા લાલ કી
ક્રિષ્ના વગર રાધાજી રહયા અધૂરા
છતાં મંદિર મા કૃષ્ણ સંગ પૂજાય
બની અમર પ્રેમ કહાની
જય કનૈયા લાલ કી
મથુરા ને વૃંદાવન ની માયા છોડી
દ્વારકા પસંદ કર્યું રહેવા ને
જય કનૈયા લાલ કી
સુદામા સંગ મિત્રતા હતી જૂની
મિત્રતા નિભાવી જાણી
મિત્રતા ના શીખવાડ્યા પાઠ
જય કનૈયા લાલ કી
શ્રી કૃષ્ણ નું જીવન છે
સૌની માટૅ આદર્શ સમાન
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી
કાવ્ય 05
શિવ સ્તુતિ.....
હે શિવજી,
અણુ અણુ મા તમે , દરેક જીવ મા છો તમે
દરેક આત્મા મા તમે, ને પરમાત્મા પણ તમે
હે ભોળાનાથ,
ભૂતો ના નાથ તમે, ભોળાનાથ પણ તમે
નૃત્યો ના સમ્રાટ નટરાજને
સંગીત ના મહારાથી પણ તમે..
હે નીલકંઠ,
દુષટો ના વિનાશક તમે, સૃષ્ટિ ના તારણહાર તમે
જટા મા જ્ઞાન ની ગંગા ધરાવનાર તમે
ગળે ફેણ ધારી નાગ ધારણ કરનાર પણ તમે
હે શિવશંભુ,
ડમરુ વગાડી વિષ ને ગળે ઉતારનાર તમે
સ્મશાન ની ભભૂતિ ને શરીરે લગાડનાર તમે
વાધ ચર્મ પહેરનાર રોગનાશક તમે
હે મહાદેવ,
ત્રીજું નેત્ર ધારણહાર ત્રિશુલધારી તમે
પાર્વતીનાથ ને ગણેશ કાર્તિકેય ના પિતા તમે
ત્રણેય ભુવન ના સ્વામી તમે,
હે ઉમાનાથ,
ધનકુબેર ના માલિક તમે
નંદી ઉપર સવાર થઇ હિમાલય મા
સાદાઈ થી આકાશ નીચે રહેનાર તમે
હે ત્રિપુરારી,
ભક્તો ને ભોળાભાવે વચન આપનાર છો તમે
સૃષ્ટિ ના સર્જનહાર, બ્રહ્મહાંડ ના મહાનાયક તમે
હે રુદ્રાક્ષધારી,
દક્ષિણ ના રામેશ્વર ને ઉત્તર ના કેદારનાથ મા તમે
પશ્ચિમમાં સોમનાથ, કાશિમાં વિશ્વનાથ મા તમે ,
હે મહાકાલ,
મધ્યે ઉજ્જૈન ના મહાકાલેશ્વર મા વસો છો તમે
અત્ર તત્ર સર્વત્ર તમે....
શિવજી તમને પ્રણામ....
કાવ્ય 06
ભગવાન મહાદેવજી ને શ્રાવણ મહિના નિમિતે તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...
હર હર મહાદેવ... હર...
ડમ ડમ ડમરૂ વાગે
શિવ, શંભુ, શંકર
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
કૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ભૂતનાથ, નંદીરાજ, નટરાજ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ભીમનાથ, રુદ્રનાથ ,મહાકાલ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
નીલકંઠ, વિષધારી, ત્રિશૂળધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
આદિનાથ, દીનાનાથ ત્રિલોકનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ત્રિનેત્રધારી, ત્રિપુરારી, નાગધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
અમરનાથ, કેદારનાથ, સોમનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
મહેશ્વર, સંગ્મેશ્વર, દક્ષેશ્વર
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
જટાધારી, ગંગાધર, કૈલાશવાસી
એવાં દેવો ના દેવ મહાદેવ
તમને અમારા દિલ થી પ્રણામ...
બોલો ...હર હર મહાદેવ.... હર....