ચાલો આજે હું તમને મારા કલાસરૂમની સફર કરાવું. મારે જ્યારે સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે સ્કૂલવાલા પરીક્ષા લેતા એમાં જો તમે પાસ થાવ તો જ પ્રવેશ મળે. હું ત્યારે પાંચ વર્ષનો હોઈશ. ત્યારે શું સવાલો પૂછ્યા એતો યાદ નથી પણ હા એ યાદ છે કે મને પેહેલી વાર કોઈએ વેરી ગુડ કહેલું.
બાલમંદિરમાં તો શું ખબર પડતી હોઇ સ્કૂલ કોને કહેવાય, કલાસરૂમ કોને કહેવાય, કોણ ટીચર, કોણ દોસ્ત, ચોપડીમાં શુ હોઈ આ બધી જ અણસમજ સાથે બાલમંદિર પૂરું થયું. એ સ્કૂલમાં બાલમંદિરનું પરિણામ નહોતા આપતા. મેં એકથી પાંચ ધોરણ એજ શાળામાં કર્યા અને પછી સ્કૂલ બદલી નાખી. મારે જૂની સ્કૂલમાં મિત્રો બહુ ઓછા હતા અને યાદો પણ બહુ નહોતી.
હવેથી શરૂ થયો મારો સાચો ક્લાસરૂમ. મારૂ નવી સ્કૂલમાં એડમિશન થઈ ગયું. હું પહેલા જ દિવસે બે ત્રણ ચોપડા બેગમાં નાખી પહોંચી ગયો મને કહેલા કલાસરૂમમાં. હું હજુ તો કલાસરૂમના દરવાજે પહોંચ્યો જ હતો ત્યાં મને એક જાણીતો અવાજ સંભળાયો મેં એ તરફ કાન માંડ્યા અને રૂમ તરફ આગળ વધ્યો. એની બૂમ બરાડા સાંભળતા મને લાગ્યું કે આ રાજનો અવાજ છે. પરંતુ એ અહીંયા થોડો હોઈ એના કાકા જ અમારી જૂની સ્કૂલના પ્રિન્સીપાલ હતા તો પછી એને સ્કૂલ બદલવાની શુ જરૂર?
એવા બહું બધા વિચારો અને મનમાં ચાલી રહેલા પ્રશ્નો સાથે હું આગળ ને આગળ વધી રહ્યો હતો. હું કલાસરૂમના દરવાજે જઈને ઉભો રહ્યો. લગભગ ચાલીસ જણાના ક્લાસમાંથી ત્રીસ જણા મને જોતા હતા અને બાકી ના આઠ દસ છોકરા છેલ્લી બેન્ચ પર મસ્તી કરતા હતા.
મારી પેલી નજરએ મસ્તી કરતા છોકરામાં એક બૂમાબૂમ અને ધીંગામસ્તી કરતા છોકરા પર ગઈ. એ બેન્ચ પર ચોપડા રાખવાની જગ્યાએ ઊંધો બેઠો હતો અને એવું લાગતું હતું જાણે એ આખા ગ્રુપનો લીડર હોય. ચેહરો સ્પષ્ટ દેખાતો ન હતો એટલે એ ઓળખાયો નહીં પણ લાગ્યું કે એને ક્યાંક તો જોયો છે અને આને સારી રીતે ઓળખું છું. ચાર પાંચ સેકન્ડ આખા કલાસરૂમને જોયો પછી જરા સભાન થઈ પેલા છોકરા તરફ આગળ વધ્યો. એવામાં એ લોકોનું ગ્રુપ મને જોઈ શાંત થતું ગયું. પેલો છોકરો ઊંધો ફરીને બેઠો હતો એને મોઢું મારા તરફ ફેરવ્યું અને હું ઓળખી ગયો આ તો પેલો રાજ જ છે. જે મારી પાછળની બેન્ચ પર બેસતો અને આખો દિવસ મસ્તી કર્યા કરતો, એક પણ પીરીયડ એવો બાકી ન'હોતો રહેતો જેમાં એને સર કે ટીચર ખીજાણા ના હોય, પરંતુ એને કોઈ ફરક પડતો ન'હતો કેમ કે એના કાકા જ એ સ્કૂલના પ્રિન્સિપલ હતા.
મારા કાને બે શબ્દો પડ્યા "એ હરિયા". "હરિ" મારા મમ્મી આપેલી ભેટ એટલે કે મારુ હુલામણું નામ, શરૂ શરૂ માં મારા ઘરે જ કહેતા પરંતુ પછી હવામાં ગુલાબની સુગંધ ભળે એમ મારા નામની બધાને ખબર પડી ગઈ હતી અને હવે તો આ મારા નવા કલાસરૂમમાં પણ ખબર પડી ગઈ. એ શબ્દો પેલા રાજ્યાના જ હતા. એણે મને પાસે બોલાવ્યો અને અમે થોડી વાતો કરી ત્યાં પ્રાથનાનો બેલ વાગી ગયો, એટલે એણે મને એની બાજુની જગ્યા ખાલી કરાવી જગ્યા આપી જાણે ક્લાસનો ડોન હોય એમ.
આખી પ્રાથનામાં હું એક જ વાત વિચારતો રહ્યો કે રાજ્યાએ સ્કૂલ શુ કામ બદલી હશે? એવાતો શું સંજોગો બન્યા કે એને એ સ્કૂલ છોડી નવી સ્કૂલમાં પ્રવેશ લેવો પડ્યો! જોકે મારે શાળા બદલાવાનું કારણ તો અમારું ઘર હતું. અમે નવા ઘરે રહેવા જતા રહ્યા હતા અને ત્યાંથી મારી જૂની સ્કૂલ ખૂબ દૂર પડતી હતી એટલે સ્કૂલ બદલી નાખી.
પ્રાથના પુરી થઇ એટલે મેં રાજ નું રાજ જાણવા એને પૂછ્યું "તે સ્કૂલ શું કામ બદલી, તારે તો તારા કાકા જ પ્રિન્સીપાલ હતા...." મને વચ્ચેથી અટકાવી એ બોલ્યો "એ ખૂબ લાંબી કહાની છે હું તને પછી ક્યારેક જણાવીશ અત્યારે તું આ દેવને મળ, એ આપણી સાથે આ બેન્ચ પર જ બેસે છે" મેં દેવની સામે જોયું અને હતું મળાવ્યો. એટલામાં ક્લાસમાં સર આવી ગયા. એટલે બધા ઉભા થઇ ને એક સાથે બોલ્યાં " ગુડ મોર્નિંગ સસ...... રર...." આ છેલ્લે લાબું કરવામાં છેલ્લી બે જ બેન્ચ હતી અને એમાંનો હું પણ એક હતો.
સંજય સરનો આ પહેલો જ પીરીયડ હતો એટલે બધાને ઉભા કરી એના નામ અને આગલા વર્ષનું પરિણામ પૂછ્યા. એ સમજવિદ્યા લેતા હતા. એમણે થોડી ઇતિહાસની વાતો કરી અને જતા રહ્યા. આમને આમ વિજ્ઞાન અને ગણિતના પીરીયડમાં પણ થોડું થોડું ભણાવી જતા રહ્યા. કેમ કે હજુ સ્કૂલ શરૂ થાય ને અઠવાડિયુ પણ નહોતું થયું, ક્લાસના બધા વિદ્યાર્થીઓ આવતા પણ નહોતા.
ત્રણ પીરીયડ પછી રીસેસ પડી, એટલે અમે ક્લાસની બહારની ગેલેરી માં ઉભા હતા ત્યારે રાજે મને એના બે દિવસ પેલા બનેલા મિત્રોને મળાવ્યા. હા બે દિવસ પેલા બનેલા જ ને એ પણ મારી જેમ નવો જ હતો. દેવને તો પેલા જ મળી ચુક્યો હતો, બીજા હતા યશ અને જય એમ મળીને અમે પાંચ જણા હતા. હુંતો કઈ નાસ્તો લાવ્યો નહતો એટલે બીજા ચાર માંથી થોડું થોડું ખાધું અને વાતો કરી. એ વાતોમાં ને વાતો માં મારી નજર બારી પાસે બેસેલી છોકરી પર ગઈ, અને મારાથી બોલાય ગયું "આતો એશા છે" રાજ આ સાંભળી ગયો. એને તરત મને પૂછ્યું " તું એને કેમ ઓળખે? તું તો સાવ સીધો છોકરો હતો ને!" કેટ કેટલા વ્યન્ગ કર્યા અને પાછો મને બોલવાનો મોકો પણના આપે એને ચાલુ જ રાખ્યું, પછી થોડા મોટા અવાજે મેં કીધું "ચૂપ થઈશ? તો કઈક કવ હું…" ચારેય શાંત થઇ ગયા "એ મારા દૂર ના માસી ની છોકરી છે અને અમારી બાજુની શેરી માંજ રહે છે." પછી પાછા વાતું એ ચડી ગયા.
રીસેસ પુરી થવા ને પાંચ મિનિટની વાર હતી, ત્યાંરે એશા બાર આવી એની નજર મારા પર પડી એટલે બે મિત્રો મળતા હોય એમ થોડું હસીને જતી રહી. આખો દિવસ ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી.
To be Continue...