EXPRESSION.. - 1 in Gujarati Anything by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 1

The Author
Featured Books
Categories
Share

અભિવ્યક્તિ.. - 1

અભિવ્યક્તિ..


બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છે 
એક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,.. સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? ..   મને સમજાતું નહોતું,.. 

પણ,
દુનિયા આવી જ છે -
કપડાં વિનાના મર્દ ની દિમાગી હાલત તપાસવામાં આવે
અને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ?

ક્યારેક સવાલોનું વાવાઝોડું થાય
કયારેક અકળાઈને મન મૂંઝાય
પ્રેમ ની તરસ વર્તાય ,
આલિંગન નો અભાવ જણાય
શરીર સાથે મન પણ ઝંખે
એક એવા અનુભવને
જેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય

કશુંક જોઈએ જિંદગીથી
કશુંક જોઈએ મોત પહેલા
કશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકે
કશુંક જોઈએ જે એની જ પાસે માણી  શકાય
કોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,.. એક સરખો,..
હંમેશા વરસતો,.. પોતાની માટે પણ તરસતો,..

એક એવી હૂંફ હોય, જેની નામોજુદગી ભયાનક લાગે
એક એવી હૂંફ હોય જેની માટે બધું જ છોડી શકાય
જેની સામે ઈશ્વરના દરબારમાં જવાનું પણ ટાળવું ગમે
જે મળ્યા પછી બીજી બધીજ સિક્યોરિટી બેમતલબ લાગે
સ્ત્રીનીજેમ જ એને પામવા કરતા આપવાની તલપ વધારે હોય,..

જિંદગી ના આરે આવીને જિંદગી સમજાઈ જાય
જિંદગી સમજાઈ જતાં  જ જીવન સંપૂર્ણ થઇ જાય
જીવન પૂર્ણ થતાં જ એ અહેસાસ થાય કે બીજી જિંદગી જ નથી
જો બીજી જિંદગી નથી તો કેમ અત્યારે જીવવું નથી,..બસ, આટલી જ અપેક્ષા,.. જીવવું છે .. અત્યારે જ જીવવું છે,..સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? ..   મને સમજાતું નહોતું,..

Sweetheart
થોડુંક મને પણ સમજાવી દે,..

ક્યારેય નથી થતું તને કે મારા સોનેરી દિવસો જતા રહ્યા,.. ?
ક્યારેય નથી થતું તને કે જીવન ની કિંમતી પળો ગુમાવી દીધી ?   
ક્યારેય નથી થતું તને એકલા એકલા દરિયે ચાલવાનું મન ?
ક્યારેય નથી થતું તને કોફીનો કપ માણવાનું મન ?

નથી થતું તને ક્યારેક હેમા માલિની બની જાતને શણઘારવાનું મન ?
નથી થતું તને કોઈએ કરેલી તારી પ્રશંશાનું  મન ?
નથી થતું તને કોઈની સાથે કેન્ડલ લાઈટ ડિનર નું મન ?
નથી થતું તને અડધી રાત્રે બે પ્લેટ બરફના ગોળનું મન ?
નથી થતું તને પાણીપુરીની લારી ઉપર રાહ જોતી બે આંખો નું મન ?
નથી થતું તને કાંકરિયાની પાળે તારા ચહેરા ઉપરથી વાળ હટાવતા એક હાથ નું મન ?
નથી થાતું તને કોઈના નાજુક સ્પર્શનું મન ? 
નથી થતું તને વરસાદમાં કોઈની સાથે નાચવાનું મન ?

દબાવી રાખેલી દરેક અનુભૂતિ માંથી બાહર નીકળ
બાકી વધેલા દિવસોને માણવા "હું ખુશ છું" એ ભ્રમમાંથી બાહર નીકળ
જવાબદારીથી ભાગ નહિ પરંતુ ખુદ માટે પણ જવાબદાર બન,..
ન્યાય કર જાત સાથે,.. નજરાણું ઘર જાત સામે,..
કોઈ બીજો હાથ,.. કોઈ બીજો સાથ,.. પહેલો છોડ્યા વિના,..
કોઈ બીજો હાથ, કોઈ બીજો સાથ,.. નવું બંધન કોઈ જોડ્યા વિના,..
જોલઈશ એક કૉફી ચોરી છૂપીથી કે બે દાબેલી જાહેરમાં એની સાથે .. 
તોયે તારું સ્ત્રીત્વ કોઈ લૂંટશે નહિ,.. તારું ગૌરવ કોઈ ઝુંટશે નહિ,.. 
કારણ કે તું કોઈનું ઘર તોડતી નથી, તું કોઈનું મન તોડતી નથી,
મુક્ત થવાની કોશિશ હશે,..જેમાં કોઈનું નુકશાન નથી

તું સ્ત્રી છે અપાહિજ નથી,..
તું કૅપેબલ છે લાચાર નથી  ..
તું ખુદ શક્તિ છે તો પ્રાર્થના શુકામ ?
તું ખુદ ભક્તિ છે તો આરાધના શું કામ ?

અંદર રહેલા તારા એ અંધાર્યા ખૂણાને ઓળખ
ઉડવાની આવડત છે તો પાંખો ખોલતા ના ડર
બેફિજૂલ વ્યસ્તતા માંથી બાહર આવ, ખુદમાં જ સલામત બન
અત્યાર સુધીની પબ્લિકમાં રહીને અનુભવેલી તન્હાઈયોને ખતમ કર
આખિરી શ્વાસ વખતે અફસોસ ના રહે એટલી યાદો હવે તો ભેગી કર,.. બદનામીના ડર વિના બિન્દાસ હાથ પકડ જે ગમે તેનો
યકીન માન  એક અવાજથી કેટલાયે હાથ ધસી આવશે તારી સામે -
હંમેશા પરીક્ષા દેવી જરૂરી નથી ક્યારેક તુંયે કોઈકની પરીક્ષા તો કર,.