હેલો મિત્રો આજે હું વાત કરીશ નવરાત્રી આવ્યાનાં પહેલા કે ગરબા ક્લાસિસ શરૂ કરવામાં આવે છે એના વિશે..
આજના સમયમાં યુવાનો એટલે કે છોકરા અને છોકરીઓ આ બન્નેને ઘણુ બધું શીખવાનો હરખ હોય છે પરંતુ ક્યારેક આજની જનરેશનને છોકરીઓને ગરબા શીખવાનો ખૂબ જ ઉત્સાહ હોય છે એ બહુ સારું કહેવાય કે આ છોકરીઓ ગરબા શીખી અને આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખે છે પરંતુ તમને એ ખબર છે કે ક્યારેક તમે ગરબા શીખવાના ક્લાસિસ માં તમે તમારી જાતને ભૂલી જ જાવ છો ,
મારો કહેવાનો હેતુ એવો છે કે જ્યારે નવરાત્રી આવે છે ત્યારે આપણા જ શહેરમાં કે ગામડાઓમાં અવનવા ગરબા ક્લાસિસ ખુલી રહ્યા હોય છે અને જેની અંદર ગરબા ક્લાસિસ ખૂબ જ નહિવત ફી લઇને શિખવવામાં આવતા હોય છે પરંતુ તમે ક્યારેય એ વાત ને નોટિસ કરી છે કે આ ગરબા ક્લાસ દરમિયાન તમારી છોકરી અને છોકરો ક્યા સબંધો બાંધી રહ્યા છે ... ???
હેત્તું એવો છે મારો કે તમે ખૂબ જ શીખો પરંતુ તમારી સંસ્કૃતિ ની હારે તમારા ઘરના સંસ્કાર પણ સાચવી રાખો આવી રીતે ક્લાસીસમાં છોકરીઓને ઘણા બધા પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવે જે કે એ એક્સ્ટ્રા ક્લાસ કરી શકે એવા એટલા માટે એમનો પર્સનલ નંબર પણ લેવામાં આવે છે અને છોકરીઓ એમનો નંબર પણ આપી દે છે અને આ લોકો આ એક્સ્ટ્રા ક્લાસિસ દરમિયાન છોકરીયો સાથે સબંધોમાં વધારો કરે છે અને લાગણી અનુભવ કરાવે છે માટે તમારે તમારા કોઈ ઘરના સભ્યનો નંબર આપવો જોઈએ અથવા તો તમારા લગ્ન થયા હોય તો પતિનો નંબર આપવો જોઈએ જેથી એ લોકો તમારા સાથે કોઈ કોનટેક્ટ નાં રાખી શકે ...
બધા ક્લાસિસ કરતા હોય એ બધા આવા નહિ હોતા અને હું એમ નથી કહેતો કે કોઈ ખરાબ છે પરંતુ હું તો ફકત જે હકીકત છે એ જ કહેવા માંગુ છું મારી કોઈ પણ વાત હોય હું કોઈને ખરાબ નથી કહેતો પરંતુ આપણે જ આપણા ભવષ્યનાં નિર્માતા છે એટલા માટે હું આજે આ વાત કરી રહ્યો છું અને દરેક માતા પિતા સુધી અને દરેક છોકરા છોકરીઓ સુધી આ સંદેશ પહોચાડવા માંગુ છું ,
જે લોકો એવું વિચારે છે કે મને તો કશું કામ ધંધો જ નથી જેથી હું આવી રીતે જ લખતો રહું અને આવી રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો રહું અને બધા લોકો મારું લખેલ છે એ માની લેશે તો એ વાત ખોટી છે , ભાઈ હું લખું ને નાં લખું પરંતુ જેને જે કરવું છે એ તે કરીને j રહેશે હું તો ફકત મારા મનનો વિચારો આજ તમારી સામે વ્યક્ત કરું છું હું તો ફકત આ સમાજમાં સાચો સંદેશ પહોચાડવા માંગુ છું ,
મારી આ વાત તમને સાચી અને સારી લાગે તો જરૂર આગળ મોકલજો જેથી બીજા લોકો પણ વાચી શકે અને કઈક શીખી શકે...
" જ્યારે જ્યારે પણ તમે તમારી દ્રષ્ટિ ખરાબ રાખીને જીવશો ત્યાં સુધી તમને બધું ખરાબ જ લાગશે સાહેબ , માટે હમેશા તમે ગમે તે કરો પરંતુ તમારી દ્રષ્ટિ સારી રાખો કારણ કે 'જેવી દ્રષ્ટિ તેવી જ સૃષ્ટિ ' આપણું જીવન આપણા j હાથમાં છે તમારે હિરો બનવું છે કે જીરો એ તમે જ નક્કી કરો.....
ખૂબ ખૂબ આભાર જય હિન્દ..
" એક વિચાર આ આપણ દેશની નારી વિશે ....."
[ Written by N.D.CHAVDA ]