Colors - 2 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - ૨

Featured Books
Categories
Share

કલર્સ - ૨

અગાઉ આપડે જોયું કે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા રાઘવ અને વાહીદ એક ક્રુઝ ની સફર થી આઇલેન્ડ પર જવાના છે,જ્યાં તેમને ભારતીય અમેરિકન આફ્રિકન એમ અલગ અલગ જગ્યા ના લોકો મળે છે. સંપૂર્ણ સુવિધા વાળા આ ક્રુઝ પર રાઘવ ને એક ભારતીય અને એમાં પણ ગુજરાતી મળી જાય છે.હવે આગળ...

એ ઉપરાંત ક્રુઝ પર કેપ્ટન અને તેની ટિમ ના લગભગ પચીસ લોકો હતા,એક અમેરિકન ફેમિલી હતું જેમાં પતિ પત્ની અને તેના બાળકો હતા તે પણ રાઘવ ના બાળકો ની ઉમર ના જ હતા.આમ બાળકો ને પોતાનું ગ્રૂપ મળી ગયું અને મોટેરાઓ ને તેમનું.એક ઓલ્ડ એજ ગ્રૂપ પણ તેમાં સામેલ હતું.ધીમે ધીમે આગળ આવતા નાના મોટા સ્થળો થી કેપ્ટન બધા ને અવગત કરાવતો હતો.

આખો દિવસ બધા એ એકબીજા સાથે પરિચય કેળવ્યો, અને પોતાના રૂમ માં જ આરામ કર્યો,સાંજે બધા એ સાથે મળી ને ડેક પર જમવાનું હતું. બીજો દિવસ પણ બધા એ ક્રુઝ પર જ વિતાવવાનો હતો,એટલે બીજા દિવસે બધા એ ક્રુઝ પર ની અલગ અલગ ગેમ્સ અને સાથે જ સનબાથ અને સ્પા નો આનંદ માણ્યો, જ્યારે બધી લેડીઝ સનબાથ નો આનંદ લઈ રહી હતી ત્યારે જેન્ટ્સ તેમના કિડ્સ સાથે ડેક પર આવેલા સ્વિમિંગ પુલ માં મજા માણતા હતા. બાળકો ને તો નીચે પાણી અને ઉપર આકાશ વચ્ચે સ્વિમિંગ પુલ અને રાઈડ્સ એટલે આનંદ જ હતો.સાંજે બધા ને સૂચના આપવામાં આવી કે કાલે વહેલી સવારે તેમની મંજિલ, તેમને જે આઇલેન્ડ પર જવાનું હતું ત્યાં પહોંચી જવાના હતા.રાતે બધા એ ખૂબ મસ્તી કરી અને પછી પોતપોતાના રૂમ માં સુવા ગયા.

સમુદ્ર ના મોજા એકદમ શાંત હતા,અને ક્રુઝ તેના પર આરામ થી સરકતું હતું,જાણે કોઈ રેશમી વસ્ત્ર પર કોઈ લિસી કાયા.બાળકો ના સુઈ ગયા બાદ રાઘવ અને નાયરા બારી પાસે આવેલા સોફા પર બેઠા હતા.

આજે ઘણા સમય બાદ આપડે ફક્ત એકબીજા સાથે છીએ.નાયરા એ પોતાના ખોળા માં માથું રાખી ને સુતેલા રાઘવ ના વાળ માં આંગળીઓ ફેરવતા કહ્યું.

રાઘવે ફક્ત હકાર માં માથું ધુણાવી નાયરા નું માથું નીચે નમાવી અને તેના કપાળ પર કિસ કરી.રાઘવ આપડે વર્ષ માં એકવાર આવી ટ્રીપ ચોક્કસ કરવી જોઈએ હે ને??રાઘવે તેની સામે સ્માઈલ કરી ને હા કહી.રાત ના અંધકાર માં ફક્ત પાણી નો અવાજ આવતો હતો,ચાંદા અને આછા અજવાળા માં સમુદ્ર નું પાણી ચાંદી જેવું ચમકતું હતું. આકાશ માં અસંખ્ય તારા ઝબુકતા હતાં,જાણે કોઈ કાળી કામળી પર ફેલાયેલા હીરા,તો ક્યાંક ક્યાંક કોઈ જગ્યા એ ઝબુકતી દીવાદાંડી ની લાઈટો પણ દેખાય જતી.

વાહીદ અને લિઝા પણ એકબીજા ના પ્રેમ માં એકાકાર થઈ અને આ સફર ની મજા માણી રહ્યા હતા.તો નિલ અને જાનવી પણ સમુદ્ર ના આ રૂપ ને નિહારતા નિહારતા પ્રકૃતિ નો આનંદ માણતા હતા.આ સફરે જાણે બધા ને એકમેક ની વધુ નજીક લાવી દીધા.

કેપ્ટન પણ તેની કેબિન માં આરામ કરવા ગયો.તેને જોયું કે લગભગ ક્રુઝ પર રહેલા બધા લોકો સુઈ ગયા હતા. અચાનક અર્ધી રાતે કોઈ એલાર્મ વગડવાનો અવાજ આવ્યો,અને કેપ્ટન તરત જ કન્ટ્રોલ રૂમ માં ગયો,પણ તેને એવું કશું દેખાયું નહિ,કે કોઈ પ્રોબ્લમ હોઈ,એટલે તે તરત જ પાછો પોતાની કેબિન મા આવી ગયો,કદાચ મારો વહેમ હશે??એવું વિચાર્યું

કેપ્ટન જ્યારે જાગ્યો ત્યારે હજી અવની અંધકાર ની ચાદર ઓઢી ને સૂતી હતી,આકાશ માં ચાંદો અને તારા પોતાની છેલ્લી રમત પુરી કરતા હતા,દૂર દૂર સુધી કોઈ જીવ ની હલનચલન નો અવકાશ નહતો.

કેપ્ટન પીટરે એકવાર પોતાની ઘડિયાળ માં જોયું હજી સવાર ના ચાર વાગ્યા હતા,તેને એન્જીન, હોકાયંત્ર અને આખા ક્રુઝ પર એક નજર નાખી બધા જ યાત્રીઓ અને તેની ટિમ હજી ઊંઘ માં હતા,ક્રુઝ પોતાની દિશા માં બરાબર આગળ વધી રહ્યું હતું,પીટરે કોફી મશીન માંથી એક કપ કોફી લીધી અને કેબિન ની બહાર આવેલી લોંન્જ માં બેઠો,જો કે આ તેની કાયમી આદત હતી,તે હંમેશા સૌથી પહેલા જાગી ને આમ જ પ્રકૃતિ સાથે એકાકાર કરતો.

પીટર જોર્જ એક અમેરિકન ખલાસી,તેનો જન્મ પણ દરિયા મા થયો અને બાળપણ પણ આ દરિયો ખૂંદી ને જ ગયું,પીટર ને દરિયા પ્રત્યે નાનપણથી જ લગાવ એટલે જ તેને પોતાના દાદા અને પિતા ના માછીમારી ના કામ કરતા કાંઈક અલગ કરવાનું નક્કી કર્યું અને આ ક્રુઝ પોતાના એક ફ્રેન્ડ સાથે ખરીદ્યું અને પછી અમેરિકા,આફ્રિકા અને એશિયા ના રહેવાસી માટે તેમને આકર્ષિત કરવા માટે નવી નવી જગ્યા એ લઈ જવાનું નક્કી કર્યું.

પીટર તેની કોફી નો આનંદ લઈ રહ્યો હતો,પણ સમુદ્ર ની ઠંડી લહેરખી આવતા તેની આંખ મીંચાઈ ગઈ.ધીમે ધીમે પુર્વમાંથી રવિ તેના સપ્તરંગી ઘોડા ના રથ પર સવાર થઈ ને આવી રહયો હતો,અવની એ પોતાના શરીર પર રહેલી કાળી કામળી કાઢી અને નવરંગ ચૂંદડી ધારણ કરી હતી,થોડીવાર પહેલા શ્યામ રંગે રંગાયેલું આકાશ હવે કોઈ યુવતી ની લાલ પીળી ચૂંદડી ની જેમ શોભી રહ્યું હતું.અને એ સાથે જ પક્ષીઓ ના કલબલાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું,અને એક આંચકો આવ્યો એ સાથે જ પીટર ની આંખો ખુલી ગઈ.

આંખો ખોલતા જ પીટર ચોંકી ગયો,આ શું?આ ક્યાં પહોંચી ગયા...

ક્રુઝ પર રહેલી સુવિધા નો બધા યાત્રી ખૂબ આનંદ ઉઠાવે છે,પીટર અને તેની ટિમ પણ દરેક નું ખૂબ ધ્યાન રાખે છે,હવે મંઝિલ નજીક છે,ત્યારે પીટર કયા પહોંચી ગયા ની વાત કરે છે?શુ તેઓ પોતાની મંઝીલે પહોંચ્યા છે કે પછી મંઝીલ બદલી ગઈ છે.જાણવા માટે વાંચતા રહો...

આરતી ગેરીયા