Borrowing Debt - 3 in Gujarati Comedy stories by Mansi books and stories PDF | ઉધાર લેણ દેણ - 3

The Author
Featured Books
Categories
Share

ઉધાર લેણ દેણ - 3

ભાગ ૩

અત્યાર સુધી તમે જોયું કે ગિરીશ અને શીલા મફત માં રામ ના પૈસે ફિલ્મ જોઈ ને ઘરે આવ્યા .પાછા ગિરીશ ભાઈ રામ ને ફિલ્મ ની ટિકિટ ના અને ત્યાં ખાધેલા પોપકોર્ન ના પૈસા રામ ને આપવા પણ જતા નથી . સાચે યાર આટલું કંજુસ માણસ હોતું હસે .પછી ગિરીશ અને શીલા સૂઈ ગયા,ત્યાં મીરા અને રામ હજી જાગતા હતા .મીરા એ રામ ને કીધું કાલે શીલા બહેન એતો પૈસા આપી દેશે મને જે તેમનો ફિલ્મ માં ખર્ચો થયો હોય તે. રામ એ કીધું અરે ના ના એમાં શું હવે આપડે રોજ એમ ને એમ ૫૦૦ વાપરી નાખતા હોય જવા દે ને .મીરા એ કહ્યું હા સારું હવે આપણે સૂઈ જાઈએ કાલે નહિ તો તમારે ઓફિસ માટે મોડું થશે. બંને જણા સૂઈ ગયા.પણ મીરા વિચારતી હતી મારે જોવું છે કે કાલે શીલા બહેન મને પૈસા આપે કે નહિ.
એક નવી સવાર થઇ મીરા એ ફટાફટ ચા નાસ્તો બનાવ્યો અને રામ નું ટિફિન કર્યું. અને રામ ચા નાસ્તો કરી નાહી-ધોઈ ને ઓફિસ ગયો. મીરા એ બધું કામ કર્યું વાસણ, કચરા ,પોતું અને બીજી સાફ સફાઈ. પછી મીરા પણ નાહી ધોઈ ને તૈયાર થઇ ગઈ, ત્યાર બાદ મીરા ટીવી જોવા લાગી.ત્યાં તો દરવાજો ખડક્યો મીરા ને થયું શીલા બહેન જ હસે .તો સાચે જ શીલા બહેન જ હતા દરવાજે. મીરા એ કહ્યું આવો આવો શીલા બહેન. શીલા અંદર આવી , મીરા એ કહ્યું બેસો .શીલા એ કહ્યું હાં તમે પણ બેસો ને .શું થઇ ગયું બધું કામ શીલા એ કહ્યું ,મીરા કહે હા બધું જ થઇ ગયું છે.શીલા એ કહ્યું મને તમારું આખું ઘર તો દેખાડો .મીરા એ કહ્યું હા કેમ નહિ ચાલો.મીરા પેહલા શીલા ને રસોડા માં લઇ ગયી. શીલા બહેન એ કહ્યું અરે વાહ મીરા બહેન તમારા રસોડા નું ફર્નિચર તો ખૂબ જ સરસ છે ( શીલા બહેન એ મસ્કા મારવા નું ચાલુ કર્યું😂) મીરા એ કહ્યું thank you. પછી શીલા એ રસોડા માં એવરેસ્ટ નો ગરમ મસાલો જોયો અને કહ્યું અરે ગરમ મસાલો એમ કહી તેણે મસાલો ઉઠવ્યો અરે મીરા બહેન આજે મારે શાક બાકી છે અને અમારો ગરમ મસાલો ખતમ થઈ ગયો છે તો હું આ લઈ લઉ એમ કહી ને શીલા બહેન એ મીરા ની આખો નવો જ લીધેલો હજુ પેક ખોલ્યું જ નહતું તે ગરમ મસાલો લઈ લીધો પણ મીરા ના મોઢા માંથી એક શબ્દ ના નીકળ્યો. શીલા એ કહ્યું સારું તો હું જાઉં મને યાદ આવ્યું હજી મારે કપડાં ધોવા ન પણ બાકી છે.શિલા બહેન ગયા પછી મીરા એ વિચાર્યું હવે ફરી નવો ગરમ મસાલો લેવો પડશે . અને શીલા બેહન એ ટિકિટ ના પૈસા આપવા ની પણ વાત ના કરી. પછી સાંજ થઇ મીરા ને થયું કે થોડું ઘર નો સમાન લેવા જવા નો છે તો જતી આવું. મીરા એ તેનું પર્સ લીધું અને દરવાજો લોક કર્યો અને થોડી ખરીદી કરવા ગયી. શીલા ટીવી જોતી હતી તેને મીરા ને બહાર જતા જોઈ. પણ શીલા કઈ બોલે એની પેહલા જ મીરા નીકળી ગઈ જલ્દી માં . મીરા બજાર પોહચી ત્યાંથી તેને ઘર માટે થોડા મરી મસાલા ,થોડુક શાક અને બીજો બધો સામાન લીધો.તે ખરીદી કરી ને ઘરે પોહચી.
સાંજ ના ૬ વાગ્યા હતા.ત્યારે શીલા બહેન આવ્યા. શીલા બહેન એ કહ્યું અરે મીરા બહેન તમે બહાર ગયા હતા.મે તમને જતા જોયા. મીરા એ કહ્યું હા હું થોડોક ઘર માટે સામાન લેવા ગઈ હતી. ત્યારે શીલા એ કહ્યું શું લાવ્યા દેખાડો તો ખરા.મીરા એ બતાવ્યું ત્યાં તો શીલા બહેન એ તો ૨ કે ૩ મસાલા ના પેકેટ ઉઠાવી લીધા અને કહ્યું અરે મીરા બહેન મને તો આ જ મસાલાઓ ની જરૂર હતી . એક કામ કરું અત્યારે હું આ રાખું રાત્રે જ્યારે રામ ભાઈ આવે ત્યારે તમે એના જોડે બીજા આ મસાલા મંગાવી લેજો. મીરા ખાલી સારું એટલું જ કહી સકી .( આ જમાના માં મીરા જેટલું ભોળું માણસ પણ સારું નહિ નહીતો બધા લૂંટી ને જતા રહે , તમે ધ્યાન રાખજો😁 ) મીરા ભલે શીલા ને સામે જવાબ ના આપી શકી પણ આ વખતે મીરા ને પણ ખબર પડી ગઈ હતી કે શીલા બહેન ની આ ઉધાર વસ્તુ માંગવા ની આદત વધારે વધી ગયી છે.
રામ રાત્રે ઘરે આવ્યો .મીરા એ જમી લીધું પછી કહ્યું રામ જુઓ ને શીલા બહેન ની આ ઉધાર માંગવા ની આદત વધારે થઇ ગઈ છે. રામે કહ્યું કેમ શું થયું. ત્યારે મીરા એ કહ્યું તેઓ મારા મસાલા ના કેટલાય પેકેટ લઈ ગયા અને રોજ ઉધાર વસ્તુ આપવી કેમ પોસાય પાછા આપડે પણ મધ્યમ વર્ગીય માણસ આટલું ઉધાર આપવું કેવી રીતે પોસાય.રામ એ પણ કહ્યું હા તારી વાત તો સાચી છે આપણે કઈક વિચારીશું ચલ ને . ત્યાં તો દરવાજા ની ખટ ખટ થઇ દરવાજો ખોલ્યો તો શીલા બહેન અને ગિરીશ ભાઈ હતા. (હવે આ બંને શું કરવા આવ્યા હસે, હવે તો મને પણ થાય છે કે મીરા ની જગ્યા એ હું શીલા બહેન ને સરખો એક જવાબ આપી દઉં😂)

આ વાર્તા નો ભાગ ૪ જલ્દી આવશે .
બાકી તમારી બાજુ માં આવા કોઈ પડોસી હોય તો ધ્યાન રાખજો 😂