Ispector ACP - 21 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 21

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 21

ભાગ - ૨૧
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
તેજપૂરગામનાં સરપંચના ખૂન, અને રૂપિયા પચાસ લાખની થયેલ ચોરીનાં અનુસંધાનમાં, મળેલ બાતમીના આધારે,
ઈન્સ્પેકટર ACP, શહેરની એક નવી બની રહેલ બિલ્ડિંગમાં,
આ કેસમાં શંકાસ્પદ એવા, અશોક કોન્ટ્રાક્ટરને શોધવા, ને જો મળે તો, પૂછપરછ કરવા માટે, આવ્યાં છે, ને એમનાં બિલ્ડર મિત્ર દ્વારા,
AC નો, અશોકભાઈ કોન્ટ્રાકટર વિષેનો શક, દૂર થાય છે, ને પછી AC બિલ્ડર મિત્રની રજા લઈને, ચાર ડગલાં ચાલી, વળી પાછા આવે છે, અને એમનાં બિલ્ડર મિત્રને કહે છે કે.......
AC :- તમારી અશોકભાઈ વિષેની વાત તો, વિશ્વાસ કરવા જેવી, અને સાચી, બાકી
એની સાથે જે મજૂરો હોય છે, તે બદલાતા હોય છે, કે પછી તેના પોતાના માણસો છે ?
બિલ્ડર :- AC, એની પાસે કમસેકમ 20 મજૂર છે, હા પણ...
તેજપુર કામ કરવા માટે જે મજુર એણે મૂક્યા હતા, તે ત્રણ મજુર તેના કાયમી, અને વિશ્વાસુ છે.
બાકી બધાં મજૂરોને, તે તેની હાજરીમાંજ કામ કરાવે છે.
કેમ, એ મજૂરોનું તારે શું કામ હતું ?
AC :- બનાવની રાત્રેજ, એ ત્રણે મજૂર શહેર આવવા નીકળ્યા હતા, અને એ પણ,
મૃતક શિવાભાઈ સરપંચના જમાઈ આદર્શની ગાડીમાં.
અમને, એમના જમાઈથી એક વાત જાણ્યા મુજબ, એક મજૂર પર અમને શક છે.
બિલ્ડર :- કદાચ, તમારો શક સાચો હોઈ શકે, એ ત્રણે મજૂરો, અત્યારે, મારી બીજી સાઈટ ઉપર બનાવેલ ઓરડી ઊપરજ રહે છે.
મારા માણસને હું તમારી સાથે મોકલું છું, એ તમને ત્યાં લઈ જશે.
( ત્યાંથી ઈન્સ્પેક્ટર AC, બે જમાદાર, અને, બિલ્ડર મિત્રના એક માણસને લઈને તેઓ, બીજી સાઈટ ઉપર પહોંચે છે, ત્યાં બે મજૂર ખાટલા પર બેસીને વાતો કરી રહ્યા છે, અને ત્રીજો મજુર, દૂર ઝાડની નીચે સૂતો-સૂતો, રેડિયો સાંભળી રહ્યો છે, પોલીસને જોતાંજ, પેલા બે મજૂર ઊભા થઈ જાય છે. એક મજૂરનું નામ ઘેલો છે, એ ઘેલો, AC ને કહે છે કે )
ઘેલો :- સાહેબ, શું થયું ?
AC :- તમે લોકો, તેજપૂરથી ક્યારે આવ્યા ?
ઘેલો :- સાહેબ, બુધવારે રાત્રે.
AC :- કઈ રીતે આવ્યા ?
ઘેલો :- સાહેબ, સરપંચ સાહેબની છોકરીની મોટરમાં હાઈવે સુઘી, ને તોથી રીક્ષામાં.
AC :- ગાડીમાં બેઠા, ત્યારે તમારી સાથે સામાનમાં શું શું હતું ?
ઘેલો :- સાહેબ, તગારા, ને પાવડા
AC :- એમ નહીં, તમારી પાસે, થેલીમાં, બેગમાં શું હતું ?
ઘેલો :- બેગમા કપડા, અને ઘરનો થોડો સામાન.
AC :- આ બધો સામાન, તમે ગાડીમાં તમારી પાસે લઈને બેઠેલા ?
ઘેલો :- ના સાહેબ, આ બધું તો અમે ગાડીની ડેકીમા મૂકેલું.
AC :- મતલબ, તમે ગાડીમાં બેઠા, ત્યારે તમારા ત્રણમાંથી કોઈનાં પણ હાથમાં, કોઈપણ સામાન ન હતો, બરાબર ?
ઘેલો :- સાહેબ, અમારા હાથમા તો કોય નતુ, પણ પેલો સામે મદન સૂતો છે ને, એના હાથમા એક થેલી હતી, અને એ, એ થેલીને, ઠેઠ હાઈવે સુઘી, હાથમાં ને હાથમાં લઈને બેઠેલો.
AC :- શું હતું એ થેલીમાં !
ઘેલો :- સાહેબ, એ થેલીમાં.... સરપંચે એને આપેલ રેડિયો હતો, અમને પણ પછી એને કીધું, કેમકે સરપંચની છોકરી, એ રેડિયો જોઈ ના જાય, એટલે એ થેલી હાથમા ને હાથમાજ રાખતો હતો.
( AC, એક હવાલદારને પેલાં રેડિયોનો ફોટો પાડવા મોકલે છે, ને પછી તેઓ ત્યાંથી નીકળી જાય છે.
બીજા દિવસે, AC, પોલીસ સ્ટેશનમાં કંઈક વિચારી રહ્યા છે કે,
અત્યાર સુધી, આ કેસમાં જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ આવ્યાં,
એ બધાજ, પહેલી નજરે આરોપીજ લાગતા, અને
પાછળથી યોગ્ય કારણના લીધે, એની પર પૂર્ણવિરામ મુકાય છે.
શું કરવું ? શું કરવું ?
થોડીવાર રહીને AC, ચા મંગાવે છે. ત્યાંજ, એક ભાઈ પોલીસ સ્ટેશનમાં આવે છે. એટલે હવાલદાર આગંતુકને )
હવાલદાર :- બોલો શું કામ હતું ?
આગંતુક :- સાહેબ છે ?
હવાલદાર :- હા છે, શું કામ હતું ?
આગંતુક :- એક અગત્યની ખબર મારે સાહેબને જણાવવી છે.
( હવાલદાર, સાહેબને થોડા ડિસ્ટર્બ થઈ ગયેલા જોતા, પેલા આગંતુકને )
હવાલદાર :- જુઓ વડીલ, તમે જે અગત્યની ખબર લાવ્યા હોવ, એ અમને જણાવી શકો છો.
આગંતુક :- જુઓ મારે સાહેબ સાથે, તેજપુરના કેસ વિશે, એક અગત્યની વાત કરવી છે.
( આગંતુકનાં મોંઢે, તેજપુરનું નામ સાંભળતાજ, હવાલદાર, પેલા આગંતુક ને, સાહેબ પાસે લઈ જાય છે.
વધુ ભાગ ૨૨ માં