Street No.69 - 8 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 8

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ – 8

 

સોહમ નૈનતારાની વિદાય પછી વિચારમાં પડી ગયો કે સિદ્ધિ મળ્યાં પછી પણ કેટલી મર્યાદાઓ ? હજી એ અઘોરણ તરીકે પ્રસ્થાપિત નથી થઇ... પરીક્ષા પાસ કરી છે પણ ડીગ્રી એનાયત નથી થઇ... નૈનતારા નામ એટલે ચોક્કસ બંગાળણ હશે કેટલી સુંદર, સૌમ્ય અને મીઠી અવાજની માલિક હતી એનામાં સંવેદના ભરપૂર હતી જે મને સ્પર્શી ગઈ... એમણે કાગળમાં શું લખ્યું હશે ? અને બીજો કાગળ સાવ કોરો ? એનું રહસ્ય શું છે ? મારાં જીવનનાં આ બે દિવસ મને કંઈક બીજી યાત્રાએજ લઇ ગયાં જાણે સ્વપ્ન હોય ...

સોહમ અંદરનાં રૂમમાં આવ્યો અને એણે એનાં કુટુંબીજનો સામે જોયું આઈ,બાબા ,બેલા અને સુનિતા... બધાં ખુબ ખુશ હતાં પણ બધાંની આંખમાં પ્રશ્નાર્થ હતો... આઇએ પૂછ્યું ‘સોહમ પેલી છોકરી કોણ હતી ? તને કેમ મળવા આવી ?અને અચાનક ઉતાવળથી જતી પણ રહી ?”

સોહમે કહ્યું “આઈ તને જેટલાં પ્રશ્ન છે એટલાંજ મને છે આ જે કંઈ ભેટ સોગાદ અને કવરમાં પૈસા છે એ એનીજ દેન છે એણે આપેલાં છે એ છોકરી ...” પછી સોહમ અટકી ગયો એણે વિચાર્યું કે હું ઘરમાં બધાને કહીશ કે એ કોઈ અગમ્ય દુનિયાનો જીવ કે સિદ્ધિ પામેલી અઘોરણ છે તો બધાં ગભરાશે... ખબર નહીં એ લોકો કેવું વિચારશે ?એણે વાત બદલતાં કહ્યું “આઈ તમે કેરી ખાવને આંબા શું કામ ગણો છો ? એ મારી કલીગ હતી અને મારો પ્રોજેક્ટ એવો બધાંને ગમ્યો એનીજ બધી ગીફ્ટ અને રોકડમાં બોનસ છે એ પણ અમેરીકન ડોલરમાં... “

બેલા અને સુનિતા એક સાથે બોલી ઉઠી... “વાહ સોહમદાદા કોંગ્રેટયુલેશન્સ...” પછી નાની નટખટ બેલા બોલી “મને તો છોકરી પણ ગમી ખુબ સુંદર હતી” એમ કહી સોહમ સામે આંખ મારી... સોહમ થોડો શરમાયો પછી બોલ્યો “ચાલો હવે વાસ્તવિક દુનિયામાં આવો અને જમવાની તૈયારી કરો મને ભૂખ લાગી છે પછી મારે પાછું બીજા પ્રોજેક્ટ પર કામ કરવાનું છે બધી તૈયારીઓ કરીને કાલે રીપ્રેઝન્ટ કરવાનું છે... હું ફ્રેશ થવા જઉં છું” કહી સોહમ બાથરૂમમાં ઘુસ્યો.

*****

જમીને પરવાર્યા પછી સોહમ ઘરની બહાર નીકળીને થોડું વોક લઇ આવ્યો. ઘરમાં બધાં ટીવી જોવામાં વ્યસ્ત હતાં. બંન્ને બહેનો એમને મળેલી ગીફ્ટ જોઈને ખુશ થઇ ગઈ હતી એ અંદર અંદર વહેંચણી કરીને એમનાં કબાટમાં ગોઠવી રહી હતી. સુનીતાએ કહ્યું “બેલા ગીફ્ટ બધીજ ખુબ મોંઘી અને સુંદર છે. દાદાને અચાનક આટલી બધી ગીફ્ટ્સ અને પૈસા મળી ગયાં... સારું કહેવાય... પણ મને...” પછી એણે બેલાની આંખમાં નિર્દોષતા જોઈને ચૂપ થઇ ગઈ.

સોહમ રાત્રીનાં 10:00 સુધી ફોનમાં કંઈને કંઈ જોઈ રહેલો કંઈક સર્ચ કરી રહેલો... પછી એ એનાં રૂમમાં ગયો એનું લેપટોપ ચાલુ કરીને હજી કામ શરૂ કરવા ગયો ત્યાં સુનિતાએ પૂછ્યું “દાદા મી... સુનીતા...” સોહમે કહ્યું “આવ અંદર...” સુનિતા અને બેલા બંન્ને બહેનોમાં બેલા નાની અને હજી થોડી નાદાન હતી પણ સુનિતા ખાસી ઘડાયેલી અને મેચ્યોર હતી એ આવીને સોહમની સામે એનાં બેડ પરજ બેસી ગઈ...

સોહમે એની આંખમાં પ્રશ્નાર્થ જોયો એણે પૂછ્યું “સુનિતા શું કહેવા પૂછવા આવી છે બોલ... હું પછી મારાં પ્રોજેક્ટનો અભ્યાસ કરી બધું તૈયાર કરી લઉં.”

સુનિતાએ કહ્યું “દાદા સાચું કહું આ બધી ગીફ્ટ પૈસા બધું આવ્યું છે ગમ્યું છે આપણને રાહત પણ થશે પણ મને કશું પચી નથી રહ્યું દાદા... તમે ઘરમાં બધાંને જવાબ આપી દીધાં પણ તમારો જવાબ મને... “

સોહમે એને અટકાવી પછી પૂછ્યું “આઈ, બાબા, બેલા બધાં સુઈ ગયાં ?” સુનિતાએ કહ્યું “દાદા મારાં અને તમારાં સિવાય બધાં સુઈ ગયાં. 11 વાગવા આવ્યા કાલે સવારે બધાને જોબ પર જવાનું છે પણ મને આ બધાં વિચારોએ સુવા ના દીધી... બોલો દાદા શું કહેવું છે ?”

સોહમ થોડીવાર સુનિતા સામે જોઈ રહ્યો પછી સુનિતાનો હાથ એનાં હાથમાં લઈને કહ્યું “મારી બહેન સુનિતા તું ખુબ સમજદાર છે હું જાણું છું... તારી વાત સાચી છે મેં બધાને જવાબ આપવા માટે આપી દીધો પણ સત્ય કંઈ જુદુંજ છે... હું તને કહું છું પણ તું ફક્ત તારાં સુધીજ રાખજે. હું તને આખી વાત પહેલેથી કહું છું” એમ કહીને સોહમે એને ઓફીસ બિલ્ડીંગ પાસે ઉભો હતો અને નૈનતારા એની પાસેથી ઝડપથી પસાર થઇ ગઈ એ પછી એની સિદ્ધિનાં કારણે એને આ બધી વસ્તુઓ મળી એણે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરી આપ્યો અને ઘરે આવીને કહી ગઈ કાગળ-કવર બધું આપી ગઈ ઈતિથી અંત સુધી બધી વાત કરી... આવતી કાલે મારે જે પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવાનો છે એ પણ નૈનતારાએ તૈયાર કરી આપ્યો છે હું એજ જોઈ રહ્યો હતો.”

સુનિતા વાત સાંભળીને સોહમની સામેજ જોવા લાગી એનાં ચહેરાં પર ચિંતાની લકીરો આવી ગઈ એણે કહ્યું “દાદા આ બધાં તંત્રમંત્રમાં ક્યાંક આપણે ફસાયા તો નથી ને ? એ કોઈ આત્મા -ચુડેલ કે કોઈ પ્રેત તો નથી ને ? શરૂ શરૂમાં એ... અને સિદ્ધિનાં પારખાં લેવા માટે એને તમેજ મળ્યાં? આ ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત... જેવું તો નથી ને ?મને હવે ભઈ લાગે છે. “

સોહમે સુનિતાની ચિંતા સાંભળીને કહ્યું “સુનિતા કેમ આવું નેગેટીવ વિચારે છે ? આપણે કોઈનું શું કંઈ બગાડ્યું છે કે આપણું ખરાબ થાય ? મેં સામે ચાલીને કોઈ માંગણી નથી કરી નથી મુલાકાત કરી પછી ?”

સુનિતાએ કહ્યું “દાદા આપણે સામાન્ય માણસો છીએ બધાં કંઈને કંઈ કામ કરીને ખર્ચા કરીએ છીએ બધાંમાં તમે, આઈ અને બાબા... હજી અમારે ભણવાનું ચાલુ છે અમારી પાછળ તો હજી અનેક ખર્ચ ઉભા છે પણ મેં નાનાં છોકરાંઓનાં ટ્યુશન લેવા ચાલુ કર્યા છે એમાં જે કંઈ મળે મારાં અને બેલાનાં કંઈક ખર્ચ નીકળશે. બેલા હજી નાની છે એને કામે નથી લગાડવી અને આમાં કંઈ અવળું પડ્યું તો આપણું આવીજ બનશે. આજે બધાં આ ગીફ્ટ અને પૈસાથી ખુશ છે પણ પછી... ?” સુનિતા એક સાથે ઘણી વાત કરી ગઈ.

સોહમે કહ્યું “હું બેઠો છું ને ? તમારાં કોઈ પર હું કશુંજ નહીં આવવા દઉં... સાવજ જેવો છું તમારાં લોકોનાં રક્ષણ માટે... નિશ્ચિંન્ત થઈને સુઈ જા... જા સુનિતા... ગુડ નાઈટ...” સુનિતા ઓકે દાદા કહી ધીમે પગલે બહાર ગઈ...

 

વધુ આવતા અંકે પ્રકરણ -9