True Friendship in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | પાકી દોસ્તી

Featured Books
Categories
Share

પાકી દોસ્તી

માનવીનો જન્મ થાય એટલે ઉંમરના પ્રમાણે તેનામાં અનેક ફેરફાર આવે સાથે સાથે જન્મ સમયથી તેનું બાળપણ તેના પોતાના કુટુંબીજનો સાથે વીતાવતું હોય છે. આ ઉંમર એક થી પાંચ વર્ષની હોય છે. બાળકાના આ સમય દરમિયાન કુટુંબના માતા-પિતા, દાદા-દાદી તેમજ અન્ય નજીકના કુટુંબીઓ દ્વારા બાળકને સંસ્કાર આપવાની મુખ્ય કામગીરી સીંચવામાં આવે છે. શાસ્ત્ર તો તેનાથી પણ આગળ કહે છે કે 'મા' તેના બાળકને નવ માસ તેના કુખમાં જ સંસ્કાર સીંચતી હોય છે. ત્યારબાદ તેનું પ્રાથમિક શિક્ષણ ચાલુ થાય છે તેમાં શાળામાં 'મા-સ્તર' દ્વારા માસ્તર સુધીનું સિંચન નીરુપવાની જવાબદારી હોય છે. આવું જ એક નાનું કુટુંબ જેને મધ્યમ વર્ગી ગણવામાં આવે તેવા નાનકડા નગરમાં વાસુદેવ અને અમૃતાના કુખે જન્મેલ સીતા હતી જે માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું પરંતુ માતા-પિતા બંનેએ આ બાળકી સીતા મધ્યમ વર્ગની દીકરી હતી પરંતુ સંસ્કારનું સિંચન કરવામાં કોઇ કમી રાખેલ ન હતી. આ સીતાને તેની ઉંમર થતા ગામની શાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવી.આ શાળામાં તેના કલાસમાં ગર્ભ શ્રીંમત મા-બાપની દીકરી ગીતા પણ અભ્યાસ કરતી હતી અને બંને વચ્ચે સારી મિત્રતા થઇ હતી. 

બંને બહેનપણીઓ એક બીજાના ઘરે આવતી જતી થઈ. બન્યું એમ કે એક દિવસ ગીતાએ કહ્યું ખ્યાલ છે કે આપણે પરીક્ષા આપવા આવ્યા છીએ. પરીક્ષામાં આપણી સૂઝ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. કોઇને પૂછીને જવાબ લખવાથી પરીક્ષામાં માર્કસ વધારે આવે, પણ એ ચોરી કહેવાય. સીતા તો સામાન્ય મધ્યમ  ઘરની દીકરી ભણવામાં હોશિયાર, ચબરાક, ચાલાક, ઠાવકી, મીઠા બોલી હતી. એમ તો ઠીક પરંતુ વર્ગમાં પણ બધા સીતાની વતઁણુંકથી સંતોષ અનુભવતા હતા. સીતા તમામને  પ્રેમથી બોલાવતી. બધા તેને પણ સામે પ્રેમથી બોલાવતા. સીતાને શાળામાં ધોરણ પ્રવેશ લીધો. પ્રથમ દિવસે એની બેંચ પર ગામના ગર્ભ શ્રીમંત ઘરની દીકરી ગીતાનો સાથ મળ્યો. ગીતા ગર્ભ શ્રીમંત ઘરની છોકરી હતી. માથામાં અલગ અલગ પીનો નાંખતી આંખમાં કાજળ આંજતી સુંદર એવા રંગવાળું ને ઝુલવાળું ફ્રોક. પગમાં મોજાં અને બુટ. એનું દફતર પણ મોઘું હતું. એનો ચહેરો, એનું હલનચલન પૈસાદાર હોવાની ચાડી ખાતું હતું.
જ્યારે સીતા પાસે એક ભૂરા રંગનું અને તે પણ સાવ સાદું ફ્રોક અને પગમાં સ્લીપર પહેરીને આવતી અને બગલથેલા જેવું નાનું દફતર હતું. સીતાનું ફ્રોક જોઇ ગીતાની આંખો મોટી થઇ અણગમો પ્રગટ કરતી હતી, પરંતુ સીતાને તો તે બધી કંઇ ચિંતા ન હતી તેને  તો ભણવામાં ધ્યાન હતું. સૌ કોઇને હોય તેમ ગીતાને પણ તેની શ્રીમંતાઈ  હોવાનું અંદરખાને અભિમાન હતું એ એના વર્તન પરથી દેખાતું હતું.

એક સમયે વર્ગમાં તાસ ચાલતો હતો. સાહેબ બોર્ડ પર ગણિતના દાખલા શીખવતા હતા. ગીતા પુરા વર્ગમાં આંખો ફેરવી બગાસાં ખાતી હતી. કારણ એને ગણિત વિષયમાં રસ નહોતો. સાહેબ ભણાવતા હતા પણ એનું ધ્યાન બીજે હતું. બાજુમાં બેઠેલી સીતા પુરા ધ્યાનથી સાહેબ જે બોર્ડ પર લખી રહ્યા હતા તે નોટમાં ટપકાવતી હતી. સીતાની નજર સાહેબ પર હતી. સાહેબનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળતી હતી અને પોતાની સમજ પ્રમાણે નોટ લખતી હતી. ગીતાએ તેની સખી સીતા તરફ જોયું. સીતા હસી. ગીતા બોલી યાર,  'મને ગણિતમાં કંઇ સમજ પડતી નથી.' સીતા બોલી 'સાહેબ બોલે છે એના તરફ ધ્યાન આપ. સાહેબ જે બોર્ડ પર લખે છે તે તારી નોટમાં લખવા લાગ. આપોઆપ આવડતું જશે.'
ગીતા બે ઘડી સીતા સામે જોતી જ રહી. પછી તેના દફતરમાંથી પેન અને નોટ કાઢી બોર્ડ પર જોઈ જોઈને લખવા લાગી. થોડી વારમાં એને સમજ પડવા લાગી. સીતાને પણ તેની સખીએ તેની સલાહ માની તે ગમ્યું. એ બોલી: 'સહેજ ધ્યાન આપીએ તો બધું આવડે.' ગીતા હસી પડી. તાસ પૂરો થયો. સમય પસાર થતો રહ્યો. સીતા અને ગીતા બંને જણીઓ તેમની મસ્તીમાં ખીલખીલાટ હસતાં મજાક મસ્તી  કરતાં આ રીતે જ પાકી દોસ્ત બની ગા હતી. 
ગીતાને પણ સીતાની દોસ્તીને કારણે ગણિતમાં સારા માર્કસ આવતા થયા.  સીતાની પુરેપુરી દોસ્તી તરીકેની મદદને કારણે ગણિતમાં રસ પડવા લાગ્યો. ગણિત આવડતું થયું, પરંતુ ગીતાની રહેણીકરણીમાં ફેરફાર ના થયો. ગીતાને ગણિતમાં રસ પડવાથી સીતા ખુશ હતી. દોસ્તી વધવાને પરિણામે ગીતા હવે સીતાને પહેલાં કરતાં વધુ સારી રીતે પ્રેમથી બોલાવતી. અને આ અબજના પ્રેમતંતુએ બન્નેની દોસ્તી બાંધી રાખી.

આમ વર્ષો પસાર થતાં થતાં હવે સીતા અને ગીતા બંને એક જ શાળામાં આઠમા ધોરણમાં આવેલ હતા.  બન્ને બહેનપણીઓ એક બીજાના ઘરે આવતી જતી થઈ. બન્નેનાં મમ્મી અને પપ્પા સીતા-ગીતાની દોસ્તી-મિત્રતાથી ઘણા ખુશ હતાં. આમ છતાં ગીતાને તેની ગર્ભ શ્રીમંતાઈ  થોડું અભિમાન હતું, પણ સીતા એ મનમાં રાખતી નહોતી. ગીતા તેને પ્રેમથી બોલાવે છે એ એના માટે ગણું હતું. જોકે ગીતાની માતાને પુરેપુરો ખ્યાલ આવી ગયો હતો કે એની દીકરી ગણિતમાં રસ લેતી થઇહોય તો એ સીતાને લીધે જ. ગીતાની માતા સીતાને પણ ખુદની  સગી દીકરીને જેમ સાચવતી.  ગીતા ઘણી વખત સીતાને વાતવાતમાં પૈસાની બાબતમાં ઉતારી પાડતી. તો સીતા તેને સામે  કહેતી એક વત્તા એક કેટલા થાય? આ સાંભળી ગીતા અકળાઈ જતી.  પણ સીતા તેની બહેનપણી ગીતાને મનાવી લેતી. નાની મોટી બાબતમાં બન્ને વચ્ચે રકઝક ચાલ્યા કરતી. ગીતાની માતાની મીઠી નજરથી બન્નેની દોસ્તી પૂરપાટ દોડયા કરતી.
સીતા બહુજ સમજુ અને ઠરેલ હતી. જ્યારે ગીતા થોડી તેના લાડકોડના ઉછેરના પરિણામે થોડી જક્કી અને હું પૈસાવાળી છું એવો ઠસ્સો રાખવાવાળી હતી, પણ સીતા તેને સાચવી લેતી હતી. ગીતાને મારા માટે લાગણી છે એવી પ્રતીતિ સીતાને ઘણી હતી.
વાર્ષિક પરીક્ષા હતી. સીતા અને ગીતાનો નો એક જ વર્ગમાં બેઠક નંબર આવ્યો હતો. વર્ગમાં છેલ્લી બેંચ પર બન્ને બેઠાં હતાં. ગણિતનું પ્રશ્નપત્ર હતું. ગીતાએ સીતાને ઇશારાથી ગણિતનો એક પ્રશ્નનો જવાબ પૂછ્યો. સીતા તેનું પેપર લખવામાં તલ્લીન હતી. ગીતાએ ફરી ઇશારો કરી પ્રશ્નનો જવાબ માંગ્યો. ગીતા પેપર લખતાં લખતાં બોલી, ગીતા તારી સમજદારી પૂર્વક સવાલના જવાબ લખ. સીતાએ પ્રશ્નનો જવાબ ન આપ્યો એટલે ગીતા તેનાથી નારાજ થઇ. એણે થોડી રકઝક કરી. સીતા ના માની ના માની. ગીતા તેના સ્વભાવ મુજબ ખુબ ગુસ્સામાં હતી.
પેપરનો સમય પૂરો થયો. બન્ને વર્ગખંડમાંથી બહાર આવી. સીતાએ ગીતા સાથે પેપરનો પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. ગીતા બોલી, 'કેમ તેં પ્રશ્નનો જવાબ ના કહ્યો?' સીતાએ જવાબ આપ્યો જો ગીતા તને ખ્યાલ છે આપણે પરીક્ષા આપવા આવ્યા છીએ. પરીક્ષામાં આપણી સમજદારી પૂવઁક  પ્રશ્નોના જવાબ લખવાના હોય. કોઇને પૂછીને જવાબ લખવાથી પરીક્ષામાં બની શકે ગુણ વધુ  આવે, પણ એ ચોરી કહેવાય.'ગીતા ખુબ ગુસ્સામાં બોલી: 'સીતા,  આજથી તારી કિટ્ટા. હવે હું તને નહીં બોલાવું. તારે મારા ઘેર નહીં આવવાનું.' એમ કહી ગીતા સડસડાટ તેના ઘર તરફ ચાલવા લાગી. સીતા પણ તેને એકીટસે  જતી જોઈ રહી. પછી એણે પણ પોતાના ઘર તરફ ચાલવા માંડયું.

ગીતાએ તેના ઘરે આવીને સીતા સાથે થયેલ હકીકતની મમ્મી આગળ ફરિયાદ કરી. ગીતાની મમ્મી સમજદાર હતી. એમણે દીકરીને સમજાવ્યું કે પરીક્ષામાં ચોરી કરવી એ ગુનો છે. આવું પરીક્ષામાં ન થાય. આપણે આપણી સમજદારી પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. આમ છતાં ગીતા તો જીદ્દી હતી. તે ન માની. સીતાને પોતાના ઘેર આવવાની ના પાડી એ બાબતે ગીતાની મમ્મીએ એને ઠપકો આપ્યો. ગીતાતો તેની મંમીની વાત સાંભળીને દંગ રહી ગઇ.
ઘણા દિવસો પસાર થયા. ગીતાને તેની મિત્ર સીતાની યાદ આવતી. એને થતું કે પોતે જ પોતાના પગ ઉપર જાતે કુહાડી મારી છે. હવે કરે શું? સીતાને કેમ કરી બોલાવવી કેમ?
તે દિવસે ગીતાનો જન્મદિવસ હતો. તે મમ્મી સાથે બજારમાં ખરીદવા નીકળી. એ ખુશ હતી. બજારમાં આમતેમ નજર દોડાવી રહી હતી. ગીતાની નજર સામે ફૂલોની એક મોટી દુકાન પર પડી. ભારે ભીડ હતી. તેની નજર અનીયાસ સીતા પર પડી. ભીડમાં સીતા ફૂલો ખરીદી રહી હતી. સીતાને ઘણા દિવસો બાદ જોઈને ગીતા રોમાંચિત થઇ ઉઠી. સીતાને પોતાના ઘરે ન આવવા કહેવા બાબતે અફસોસ થવા લાગ્યો. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એને પોતાની ભૂલ સમજાઈ. સીતાનું પેલું વાક્ય યાદ આવ્યું. એક વત્તા એક કેટલા થાય? એ સીતાને મળવા ઉતાવળી થઇ. મમ્મીનો હાથ હલાવી કહેવા લાગી: 'મમ્મી, ત્યાં જો... સીતા પેલી ફૂલોની દુકાનમાં...'
મમ્મીએ ફૂલોની દુકાનમાં નજર કરી. સીતાના હાથમાં બે ગુલાબ હતા. મમ્મીએ સીતાના નામની બૂમ મારી. સીતાની નજર એ તરફ ગઈ. એણે જોયું કે ગીતા અને તેની મમ્મી સાથે ઉભી હતી. ગીતાને જોઇને એ ખુશ થઇ. એણે ગુલાબ તરફ જોયું. એટલામાં ગીતા, ગીતાની માતા અને સીતા રસ્તા વચ્ચે આવી ગયાં. ત્રણે જણ રોમાંચિત થઇ ઉઠયાં હતાં. સીતા બોલી: 'ગીતા જો આજે તારો જન્મદિવસ છે. તને ભેટ રૂપે આ બે ગુલાબ આપું છું અને શુભેચ્છા પાઠવું છું.'
ગીતા અને એની મમ્મી ખુશ થઇ ગયાં. સીતા અને ગીતા બંને એકબીજાને ભેટી પડી. બે ગુલાબ સીતા અને ગીતાને જોઇ રહ્યાં...