નમસ્કાર ,
વાચકમિત્રો આજે એક અલગ જ પ્રવાસ પ્રેમકથા -"અડાબીડ અલબેલી " પીરસી રહી છું તો પ્રવાસ સાથે પ્રેમ નું રસપાન શબ્દો ના સથવારે માણતા રહો.આપના અમુલ્ય પ્રતિભાવ ને પ્રોત્સાહન અનિવાયૅ છે.
" અડાબીડ અલબેલી"
પ્રસ્તાવના :-
હિમાલયને શિર મુકુટ પર ધારણ કરનાર . પગ પખાળતો અફાટ સમુદ્ર એ ભારત દેશની અનોખી આગવી ઓળખ છે. ભારત દેશ વિવિધ સંસ્કૃતિનો વારસદાર છે.અનેક ભેદને રહસ્યો અહીંની ગુફાઓમાં છુપાયેલા છે. પર્વતોની ટોચે ડુંગરાઓમાં ભારતની સંસ્કૃતિની ખુમારી પુર બહારે ખીલી રહી છે. ભારતમાં વહેતી વિશાળ નદીઓ પવિત્રતા ને આસ્થા ના શ્રેષ્ઠ પ્રતિક સમાન છે. અહીં ના વનવગડા માં ઘુમી ને કુદરત ના સાનિધ્ય માં પહોચ્યાં નો અહેસાસ ને કુદરત વળી હવા ફેફસા ને તાજગી થી ભરી દે.ભારત દેશ મંદિરો નો દેશ ગણાય છે.અહીંના મંદિરો દેશ ની વિવિધતામાં રહેલી એકતા ને અંખડિતા નો નિર્દેશ કરે છે. ભારત માં અડીખમ ઉભેલા કિલ્લાઓ ને મહેલો ના ગોખલે રાજાઓની મહાનતા ને શુરવીરતા ની ગાથાઓ ઝુલી રહી છે તો અહીં ના તળાવો ને સરોવર ની પાળે ખમીરવંતા વંશજો નો મહાન ને ભવ્ય ઇતિહાસ અંકિત થયેલો છે. ખળખળ વહેતા ઝરણા માં અહીં ના લોકો ની માયા ,હેત ,લાગણી ને માનવતા અખુટ રીતે વહેતી દેખાય છે.આપણા ભારત દેશનો પ્રવાસ ખેડવો એ જીવનનો ઉત્તમ લાહવો છે .વિદેશથી પણ અનેક લોકો ભારતના પ્રવાસે આવે છે ને ભારત ભૂમિની સુગંધ ને હૈયામાં કાયમ માટે અંકિત કરીને લઈ જાય છે. જેમણે પણ પોતાના જીવન માં ભારત દશૅન કયુૅ છે એ ધન્ય થઈ ગયા છે.આજે આપણે પણ એક એવા જ પ્રવાસ ની વાત જાણીએ....
અડાબીડ અલબેલી બે પ્રમી યુગલ ના ભારત પ્રવાસ ની વાતૉ છે .જે હજારો માઈલ નું અંતર કાપી ને ભારત ના પ્રવાસે આવે છે.નથી બસ,ટ્રેન ,પ્લેન કે વહાણ ની સફર .ખુલ્લા આકાશ માં પાંખો થી ઉડાન ભરી હજારો માઈલ નું અંતર કાપી ને આવતા યાયાવર પક્ષીઓ ના પ્રવાસ ની વાત છે ..તો ચાલો જાણીએ એની સફર ની ગાથા.....
🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
હેમંત નો હેમ આકાશે વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. કડકડતી ઠંડી રાત ના ક્વીન ઓફ ફ્લેમિંગો બટૅર એ પોતાના ઝુંડની એક સભા બોલાવી.સભા માં જાહેરાત કરી કે ઠંડી દર વખતે કરતા વહેલી શ રૂ થઈ ગઈ છે.અચાનક થી થયેલ વાતાવરણ ના પલટા ને ધ્યાન માં લેતા હવે આપણે કાલ ની રાત્રે જ ભારતના પ્રવાસે નીકળી જવુ પડશે. રસ્તા માં બરફ ના તોફાનો કે કડકડતી ઠંડી નો સામનો કરવો ન પડે એ આશય થી કાલે આપણે નીકળી જવુ યોગ્ય રહેશે.વૃધ્ધો માટે આવાસ ની સગવડ કરી બધાએ સાથે જ ઝુંડ માં જ ઉડાન ભરવાની છે.ખુબ જ વધારે અંતર કાપવાનું છે બે ચાર દિવસ માં માનસરોવર પહોંચી જવું યોગ્ય રહેશે.જેથી દિવસે ત્યા પહોચી રાત રોકાય ને આરામ કરી પછી હિમાલય સર કરીશુ .કોઈએ અલગ પડવું નહી.શિકારી ઓ થી બચવું ઝુંડ માં જ રહેવું .હિમાલય પાર કયૉ પછી પ્રવાસ માં બહુ અડચણ નહીં આવે ઘણી બધી સુચના ઓ ને પ્રવાસ ની વાત થી ઝુંડ માં કોલાહલ મચી ગયો. કવીન બટૅર એ કહ્યુ:" માનસરોવર પહોંચ્યા પછી આગળ કેમ વધવું એની સુચના આપશે.યુવા ફલેમીંગો આનંદથી કૂદવા લાગ્યા યુવાન હૈયાઓ રોમાંચિત થઈ ગયા. ઝુંડમાં થોડો ધીર ગંભીર એવો અડાબેટ એ દૂર ઉભેલી અલબેલીની આંખમાં જોઈ લીધું. અલબેલી પણ પાંખો ફફડાવી તેની ખુશી જાહેર કરી.તે ખૂબ ખુશ થઈ રહી હતી .અડાબીડ ને નમણી નાજુક અલબેલી પહેલાથી જ પસંદ હતી પરંતુ પ્રેમનો એકરાર કરી શકતો ન હતો. ભારત પ્રવાસ ની વાત થી આ બે ધબકતા હૈયાને પ્રેમે ઝુલવાનો મોકો મળી ગયો.અડાબીડ તો અલબેલી જોડે આભ માં
ઉડવાના ને માનસરોવર માં મ્હાલવાના સપના જોવા લાગ્યો. બીજા દિવસે બધા એ ભરપેટ ભોજન લઈ ને રાતે સહિયારા ઉડાન ભરી ઝુંડ માં સૌથી આગળ કવીન ઓફ ફ્લેમિંગો બટૅર ને અનુભવી ને વડીલ એવા ફલેમિંગો વચ્ચે માદા ફ્લેમિંગો ને સૌથી છેલ્લે યુવા ફ્લેમિંગો આ રીતે એકદમ લાઈનબંધ ગોઠવાયા બાદ કવીન બટૅરે ઉડાન માટે ની લીલી ઝંડી આપી. અડાબીડ છેલ્લી લાઈન માં ને એની એકદમ આગળ અલબેલી જોડે-જોડે ઉડી રહ્યા હતા.બંને ના હૈયા પ્રેમ માં તરબોળ હતા. પ્રેમ મિલન માટે ની ઉતાવળ એની ઉડાન ના જોશ માં વતૉય રહી હતી.
યાયાવર પંખી ઓ હંમેશા રાત ના અંધકાર માં જ સ્થળાતંર કરતા સતત ત્રણ રાત ના ઉડાન પછી આખું ઝુંડ માનસરોવર પહોંચ્યું ખોરાક ને જલ વિહાર ની મોજ સાથે પ્રવાસ નો થાક ઉતારી ને દિવસ ના મધ્યાહને ક્વિન બટૅર એ ફરી સભા બોલાવી. સવારે સુરજ ની રોશની હિમાલય પર પથરાય એ પહેલા જ હિમાલય પાર કરી રસ્તા માં કોઈ તળાવ કે નદી ના કિનારે દિવસ પસાર કરીશુ .એવી સુચના અપાય .બધા થાક ના લીધે આશરો ગોતી કોઈક ને કોઈક ઝાડ પર બેસી ગયા હતા.અડાબીડ ને અલબેલી હજુ પણ માનસરોવર માં જલ વિહાર કરી રહ્યા હતા .અડાબીડ ચાંચ વડે પ્રેમ આલિંગન કરી અલબેલી ને રોમાંચિત કરતો તો ક્યારેક એક પગે ઉભા રહી એનો જોશ બતાવી તેનું ધ્યાન આકર્ષિત કરતો.સરોવર માંથી મેળવેલ સુંદર માછલી નું ભોજન એણે અલબેલી ને ચાંચ માં પિરસી ને તેને ખુશ કરી દીધી.અલબેલી ને પણ સ્નેહાળ એવા અડાબીડ નું સાંનિધ્ય ખુબ જ ગમતું હતું સાંજ નો ઢળતો પહોર તળાવ ના પાણી ને થીજાવી રહ્યો હતો..કવીન બટૅર એ તળાવ માં વિહાર કરતા યુવા હૈયા ઓને આરામ કરવા ટહેલ કરી ને અલબેલી શરમાય ને ઉડીને ઝાડ પર બેસી ગઈ .અડાબીડ પણ તેની સામેની જ ડાળ પર બેસી તેના ગુલાબી પાંખો ને નમણા નાજુક શરીર ના સૌદયૅંને નીરખતો સુઈ ગયો.
સુરજ નું આખરી કિરણ દેખાતું બંધ થયું ને સમગ્ર ઝુંડ ફરી ઉડાન માટે તૈયાર થયું રિત નો અંધકાર ને હિમાલય ના હિમપવન સાથે બાથ ભરતા વિદેશી પ્રવાસી ના ઝુંડે ભારત ના શિર મુકુટ ને સર કરી ભારત માં પ્રવાસ ની શરૂઆત કરી.
હિમાચલપ્રદેશ ના ચંબલ પાસે ખળખળ વહેતી નદી ના કિનારે સુરજ ની રોશની ના ઝગમગાટ સાથે સમગ્ર ઝુંડ નીચે ઉતયુૅ.વીસેક હજાર માઈલ નું અંતર કાપીને આવેલા બધા ને થોડા આરામ ની ઈચ્છા હતી.ક્વિન બટૅર ની તબિયત પણ થોડી નાજુક હતી.ઉમંર નો થાક તેમને વતાયૅ રહ્યો હતો.આજનો દિવસ અહીં જ આરામ કરવાનો હતો.અડાબીડ ને બીજા યુવા ફ્લેમિંગો આસપાસ ફરી ને બધા નુ રક્ષણ કરી રહ્યા હતા.નદીના છીછરા પાણી મા અડાબીડ એક પગે ઉભો હતો.અલબેલી ત્યાં જ સખી ઓ સાથે જલવિહાર કરી રહી હતી. ક્વીન બટૅર એ પંખીઓની સભા બોલાવી . અને કહ્યું કે આગળનો પ્રવાસ માંડી વાળી હમણાં એક બે દિવસ અહીં જ રોકાય જવાનું છે પરંતુ જલ વિહારમાં મસ્ત એવી અલબેલીને આ વાતની જાણ હતી નહીં.આ નદી ના કિનારે અન્ય ફ્લેમિંગોના ઝુંડ પણ ઉતરેલા હતા. જેવો સૂર્ય અસ્ત થયો ને રાત પડતા જ અન્ય ઝૂંડ એ આગળ ઉડાન ભરવાની શરૂ કરી .અલબેલી અજાણ પણે આ ઝુંડ સાથે જ આગળના પ્રવાસ માટે નીકળી ગઈ. સવાર પડતા જ અલબેલી ક્યાંય દેખાતી ન હોવાથી અડાબીડ ને ઝુંડ માના સહુ ચિંતામાં મુકાયા. તેણે બધી જ જગ્યાએ અલબેલી અને શોધી પણ અલબેલી ક્યાંય મળી નહીં.અડાબીડ ને શંકા ગઈ કે નક્કી તે અજાણપણે અન્ય ઝુંડ સાથે જતી રહી છે. તેણે ક્વીન બટૅર ને કરગરીને કહ્યું કે તે અલબેલી વગર રહી શકે તેમ નથી અને નક્કી તે અન્ય ઝુંડ સાથે જ ગઈ હોવી જોઈએ માટે એને આગળ એકલા જવા માટે મંજૂરી આપે. જૂનના બીજા વડીલો અને ક્વીન બટૅર એ અડાબીડ ને ખૂબ સમજાવ્યો કે અલબેલીને શોધવી હવે ખૂબ જ મુશ્કેલ છે .કેમ કે આગળનું ઝુંડ કયા રસ્તે અને કઈ જગ્યાએ ગયું હોય તે કહી શકાય નહીં પરંતુ અડાબીડ ની લાગણી ને જોતા લાગતું હતું કે એ જવા માટે અડગ હતો. આખરે ક્વીન બટૅર એ અડાબીડ ના પ્રેમ ને જોઈને એ કહ્યું કે પોતાની યુવાનીમાં તે એક વખત એક સુંદર સરોવરે ગયેલા .કદાચ આ ઝુંડ ત્યાં ગયું હોવુ જોઈએ ફ્લેમિંગો માટે તે ખાસ પ્રવાસ નું સ્થળ છે. અડાબીડે ત્યાં જવું જોઈએ.
ક્વીન બટૅર એ એ પોતાની અજોડ શક્તિથી ગુજરાતના એ સરોવરની માહિતી આપતા કહ્યું કે.. નળ સરોવર ગુજરાતનો ખૂબ જ વિશાળને છીછરું સરોવર છે. અહીં ઘાસના અનેક પ્રકારો જોવા મળે છે. નળસરોવર માં જળચર પ્રાણીઓ વિપુલ પ્રમાણમાં હોય છે. અમદાવાદ થી 62 કિલોમીટર વિરમગામ તાલુકા નું નળ સરોવર 120.08 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલ છે .અહીં 250 થી વધુ પ્રજાતિના દેશ વિદેશી પક્ષીઓ ,72 જાતની માછલીઓ ,48 જાતની લીલ, 76 પ્રકારના જળચર પ્રાણીઓ, 72 પ્રકારની સુશ્રુત વનસ્પતિઓ જોવા મળે છે.
શિયાળાની ઠંડી શરૂ થતા જ અહીં સહેલાણીઓ દેશ વિદેશી પક્ષીઓ ને જોવા માટે ઉમટી પડે છે. લગભગ 15000 ફ્લેમિંગો દર વર્ષે આ સરોવર ની મુલાકાત લે છે ને અને તેમના સંવર્ધન ના સમયગાળા અહીં પસાર કરે છે .ઓક્ટોબર થી ફેબ્રુઆરી ના સમયગાળા માં તે પોતાના ઈંડા મુકે છે ને બચ્ચા ઉડવા લાગે એટલે પોતાના વતન પાછા ફરે છે.આ સરોવરમાં લગભગ 350 ટાપુઓ આવેલા છે. પાન લખા, ગુલાબી પોળ , યાયાવર, ગજપાવ ,લપાખી ધૂમડો ,ભગતડો,હંસ,બતક,જળકુકડી સંતાકૂકડી ,ખલેલીગયણો , કાળીબગલી, ધોળી બગલી સારસ, જળમૂરઘો,કારચિંયો, મોટો હંજ ,ભગવી સુરખાબ અને ફ્લેમિંગો આમ અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે.સૌરાષ્ટ ના નિચાણવાળા ભાગ દરિયા સાથે જોડાયેલા હોવાના અહીં પુરાવા મળે છે.સહેલાણી ઓ અને પક્ષી વિદો માટે નળસરોવર સ્વૅગ સમાન છે.સહેલાણી ઓ માટે બોટ દ્રારા નૌકાવિહાર અને પક્ષી દશૅન નો લહાવો સરોવર ના કિનારે ઘોડેસવારી ની મજા ને એ સ્વગૅ સમાન છે.
ફલેમિંગો માટે ખાસ આ સ્થળ જાણીતું છે.અડાબીડ ને અચુક થી અલબેલી ત્યા મળી જશે.
અડાબીડ જવા માટે અધીરો થઇ રહ્યો હતો. રાત પડતાં જ ક્વીન બટૅર ના બતાવેલા રસ્તે એને ઉડાન ભરી ને પાંખો ને વેગ આપતા ઝડપ ભેર પંથ કાપવા લાગ્યો . આ તરફ સુરજ ઉગતા જ અજવાળા માં અલબેલી ને ભાન થાય છેકે પોતે અન્ય અજાણ્યા ઝુંડ સાથે આવી ગ ઈ છે.તેને ખુબ જ ડર ને એકલું લાગે છે.અડાબીડ ની ખુબ જ યાદ આવે છે.પરંતુ હવે કદાચ એ અડાબીડ ને ક્યારેય નહીં મળી શકે એવું તે અનુભવી રહી છે.સારસ બેલડી ને પ્રેમમગ્ન જોઈ તેને આંસુ આવી જાય છે.બધા જ ફ્લેમિંગો પોતપોતાના જોડા સાથે પ્રેમ ને સંવધૅન માં ખોવાયેલા હોય છે.અલબેલી એકલી સરોવર માં વિહાર કરે છે.સવાર નું સોનેરી કિરણ સરોવર માં પડે છે પરતુ તેની આસપાસ તો અંધકાર જ હોય છે.દુર થી જ આકાશ માં ઉડતો અડાબીડ અલબેલી ને ઓળખી જાય છે ને સીધો જ સરોવર માં ઉતરી ને એને આલિંગન માં લે છે.અલબેલી એને વળગી ને ખુબ રડે છે.અડાબીડ એક પગે ઉભો રહી તેને હસાવે છે.જુદાઈ પછી ના મિલન બાદ અલબેલી ને અડાબીડ માટી નો માળો બનાવી એમાં ઈંડા મુકે છે.નળસરોવર પર એમને ખુબ જ મજા આવે છે.બને ઈંડા સેવે છે ને સુંદર બચ્ચું બહાર આવતા જ બને અનુપમ આનંદ અનુભવે છે.સરોવર માં ગેલકરવી,જલવિહાર પ્રેમભરી રમતો અલબેલી ને અડાબીડ ના જીવન ને સુખ થી ભરી દે છે.બચ્ચા ને અડાબીડ ઉડાન માટે ના પાઠ શીખવે છે.ફેબ્રુઆરી માસ પુરો થતા જ ઠંડી નું પ્રમાણ ઘટતા જ ઇચ્છા ન હોવા છતાં તેઓ વતન જવાની તૈયારી કરે છે.અલબેલી એમના આ યાદગાર પ્રવાસ માટે અડાબીડ નો આભાર માને છે ને આ નળસરોવર ની ભવ્યતા ને સુંદરતા ની કાયમ. યાદ રૂપે તે એના બચ્ચા ને ગુજૅરનળ નામ આપે છે.ભારત ની ભવ્યતા,સુંદરતા હ્દય માં ભરી એ વતન જવા ઉડાન ભરે છે.