Mukti-Dehni ke Aatmani ? - 1 in English Fiction Stories by Heena books and stories PDF | મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-1)

The Author
Featured Books
Categories
Share

મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-1)

Hello friends,
આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ પ્રેમ ભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે .
અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના જીવન માં કે પછી તમારી આજુબાજુ ના લોકોને આ અહેસાસ અને સુંદર સપનાઓ ની દુનિયામાં રાચતા જોયા જ હશે.પ્રેમ અને વહેમ બંને એવી વસ્તુ છે કે વ્યક્તિ જ્યારે એમાંથી પસાર થાય છે ત્યારે એને સંભાળવો બહુ મુશ્કેલ છે.
પ્રેમ એટલે સાક્ષાત્ ઈશ્વર. ઈશ્વર ને પામવા જેટલું જ કઠિન કામ છે એક સાચા પ્રેમ ને પામવું.
આજકાલ તો ફેશન છે કે યુવાન બનો એટલે girlfriend કે boyfriend હોવો જ જોઈએ. નહિ તો તમે હાસ્ય ને પાત્ર બનો છો કે લે અલ્યા તારું કોઈ crush નથી...પણ જ્યારે એ જ પ્રેમ ને આગ ની ભથ્ઠી માં તપીને નીખરવાનું હોય તો એમાં બધા પાર પામી શકતા નથી. આ વેવલાવેડા અને દેખાડો કરવાવાડા હોય એ પ્રેમી પંખીડાઓ એમનેમ જ ઉડી જાય છે.
સાચો પ્રેમ કોને કહીશું ?
શું પામવું એનું નામ જ પ્રેમ રાખીશું ?
કોઈની શરીર ની માયા માંથી પરે આત્માનો પૂરેપૂરો સ્વીકાર એક તપસ્યા બની રહે છે અને એ જ તપસ્વી સાચો પ્રેમી બનીને આ દુનિયામાં પ્રેમ ની સાચી વ્યાખ્યા પ્રસ્થાપિત કરે છે.
અહી વાર્તા ના પાત્રો આશુ અને વિનય નો પ્રેમ પણ કાંઈક એવો જ છે. તો ચાલો આપણે આશુ અને વિનય ના પ્રેમ ની સફર માં જઈએ .
---------- ----
" સરસ".
રસ્તાના સામાં છેડેથી અવાજ સંભળાયો.
રણ માં સૂર્ય જેમ માનવદેહને ભક્ષી રહે ,એવા જ ભીંસાતા ક્રૂર સ્વરો.....અવાજ કાને સંભળાતા જ ફરી એ જ કંપન ....

હૂંફાળા દેહને જેમ વરસાદની એક બુંદ ધ્રુજાવી રહે .કોમળ પારેવાના શરીર પર જેમ જંગલી જાનવર તરાપ મારે અને જે દશા થાય એવુંજ કંઈક શરીરને થયું અને હું ધ્રુજી રહી....

ક્યાં સુધી ???

ક્યાં સુધી આ હેરાનગતિ ? મેં તો એને આઝાદ કર્યો .મારા મન ,જીવન અને સંબંધમાંથીએ.તો પછી એ મને કેમ મુક્ત નથી કરતો ?કેમ હજીય મારી આશાઓ માંથી એ નથી ભૂલાતો. શું હજીય એ આવશે ? મારા માટે હજીય એ એટલો જ પ્રેમ રાખતો હશે કે પછી એની જેમ એનો પ્રેમ પણ ખોટો હતો ? આશુ પોતાના મનોજગતમાં વિચારોની મોહજાળમાં ફસાયેલી છે.ગાડી ચલાવતા એ બેધ્યાન બને છે . અને અચાનક જ ધડાક.......

આશુ એક પરિણીત સ્ત્રી છે .પોતાના જીવનમાં એ ખૂબ જ ખુશ છે. જીવનની પ્રભાતે ભગવાને એના ખોળામાં આપવાનું કંઈ જ બાકી નથી રાખ્યું .એનો સુખી સંસાર એક નાના પંખીના માળા ની જેમ ભર્યો ભર્યો છે .તો પછી એવું તો શું છે જે એને આમ અકળાવે છે .એના આ સુખી સંસાર માં કોણે ભૂંકપ મચાવ્યો છે. ?કોનો અવાજ હતો એ...? શું થયું છે ભૂતકાળમાં એના જીવન માં ?કે કોઈ એવી ઘટના જે એના માનસપટ પર આમ અસર કરી રહી છે?
આશુ ની સફર માં આગળ શું થયું અને શું બની ગયું છે એ જાણવા માટે વાર્તા ના આ સફર માં મારી સાથે જોડાયેલા રહેજો.
વાર્તા ગમે તો જરૂરથી લાઈક કરજો ને આપના કિંમતી પ્રતિભાવો નો હંમેશા ઇંતેજાર રહેશે .😊
(ક્રમશ:)