અમારા ગામમાં લેડીજની બહુ બધી સોસાયટીઝ છે. ઠંડીમાં જ્યારે ઠંડ વધારે થઇ જાય છે ત્યારે લોકોને શરદી થતા લેડીજ સૂપ વિતરણ સોસાયટી, લેડીજ કોલ વિતરણ સોસાયટી, લેડીજ કંબલ વિતરણ સોસાયટી, વગેરે શરુ થઇ જાય છે. ગરમીના સમયમાં જ્યારે બધા લોકો પેટનાં દુખાવાથી પીડિત થાય છે. ત્યારે અમે જોઈએ છીએ કે કેટલીક લેડીજ બીમારો માટે વિજીટેશન (પૂછ પરચ ) કરવા જાય છે. અને આખા વર્ષ ચાલવાવાળી સોસાયટી પણ છે. જેમ કે બાળકોની પરીક્ષાઓમાં મદદ કરવા માટેની સોસાયટી, લેડીજ બાઈબલ અને પ્રાથના પુસ્તક વિતરણ સોસાયટી અને બાળકોને કપડા આપવાની સોસાયટી. આ બે સોસાયટી સાચે જ ખુબ જ મહત્વની છે. અમને ખબર નથી કે બાળકો અને સમાજમાં તે કેટલું સારું છે. પણ આ વાત જરૂર છે કે બીજી બધી સોસાયટી ની તુલના આમાં વધારે ચહલ-પહલ થાય છે.
અમે અહિયાં થોડા દુખ સાથે બતાવીએકે બાઈબલ અને પ્રાથના પુસ્તક સોસાયટી એટલી લોક પ્રિય નથી જેટલી બાળકોને પથારી ચાદર વિતરણ સોસાયટી લોપ્રિયા છે. છેલ્લા એક બે વર્ષમાં બાઈબલ પુસ્તક સોસાયટીને થોડુક મહત્વ એટલે મળ્યું છે કે બાળકોનાં પરીક્ષાવાળી સોસાયટી નું કામ ધીમું પડી ગયેલ છે. અને એ બધી અવિવાહિત મહિલાઓ તો બાળકોને લખવા ભણાવવા ઉપર ધ્યાન આપતી હતી. અને એ બધા બાળકો બધા લોકોનું ધ્યાન ક્રેન્દ બની ગયા હતા. ત્રણે મિસ. બ્રાઉન બહેનો જે નબળા બાળકોને ભણાવતી હતી. એમને પરીક્ષા માટે તીયાર કરતી હતી. એમના બાળકો બીમાર થઇ ગયા હતા. એમની અંદર થાક અને કમજોરી નાં લક્ષણો પ્રકટ થવા લાગ્યા તથા એમની ઉપર કોઇપણ જાતનું દબાણ કરી શકાય તે ન હતું. આના લીધે ગામના કેટલાક લોકો દ્વારા આ મહિલાઓની હંસી ઉડાવવા લાગ્યા જ્યારે કટલાક સમજુ લોકો ચુપ રહ્યા.
હજુ વધારે સમય વીત્યો ન હતો કે જ્યારે ક્યુરેટ (પાદરીનાં સહાયક) ને ચેરીટી સ્કુલ માટે દાનશીલતા ઉપર એક ભાષણ આપ્યું અને એ ભાષણમાં કેટલાક માનનીય વ્યક્તિઓ નાં પ્રયાસોને વર્ણવ્યા અને એ લોકોનાં વખાણ કર્યા. ત્રણે બહેનો જ્યાં બેથી હતી ત્યાંથી રડવાની અવાજ આવવા લાગી એ વિભાગની કર્માચારીકા ઉતાવળે ગઈ અને પાણીના ગ્લાસ ભરીને લઇ આવી. અને કેટલીક મહિલા સેવિકાઓ દ્વારા તેઓને ચર્ચની બહાર લઇ જવામાં આવી. પાંચ મિનીટ પછી એ પાછા આવ્યા તેઓની હાથમાં હુમાલ હતા. જેનાથી એ પોતાની આંખો પૂછી રહી હતી. એવું લાગતું હતું કે ચર્ચ બહારનાં યાર્ડમાં કોઈ મૃતકની શોક સભા માંથી આવી હોય આનાથી એ સાફ દેખાઈ આવે છે કે કયા લોકોના વિષે વાત થઇ રહેલ છે. ?
પેલા અનાથ બાળકોને સહાયતા આપવાની સમજ બધામાં આવી ગઈ. ત્રણે મિસ બ્રાઉનને સમજાવવામાં આવ્યું. બાળકોની ચેરીટી સ્કુલને વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા. દર એક વિભાગમાં બે મહિલાઓને એમની દેખભાળ માટે નિમણુક કરી. થોડુક આપેલું જ્ઞાન મુશ્કેલીઓ ઉભી કરે છે. અને આ અપૂરતા જ્ઞાનને લીધે ત્રણે મિસ બ્રાઉને બાળકોની મેડસ તરીકે વૃદ્ધ મહિલાઓની નિમણુક કરી અને યુવતીઓને ખુબ જ સાવધાનીથી આ કામની બહાર રાખવામાં આવી. અપરણિત છોકરીઓનો વિજય થયો અને લોકોમાં ત્રણેય બહેનો વિષે વિરોધની ભાવના ઉત્પન્ન થઇ જે ક્યારેય હિંસક રૂપ ધારણ કરી શકતી હતી. પરતું સારા સયોગનાં કારણે આવું કઈ થયું નહિ. થયું એમ કે મિસિસ જોનસન પાર્કર જે સાત સારી અવિવાહિત ચૂકરીઓની માં હતી તેઓએ અન્ય માતાઓથી કે જે પોતા અવિવાહિત છોકરીઓની માતાઓ હતી, એમને બતાવ્યું કે પ્રતિ રવિવારમાં ચર્ચમાં પાંચ પુરુષો , છ સ્ત્રીઓ અને બહુ બધા બાળકોને ચર્ચની અંદર મફતવાળી બેઠકો ઉપર બાઈબલ વગર બેઠે છે, શું આ વાત કોઈ સભ્ય સમાજમાં ચલાવી શકાય? શું આ ઇશાઈઓની જમીન ઉપર શાન થાય ? ક્ય્રારેય નહિ ત્યારે જ એક લેડીજ સોસાયટી બાઈબલ અને પ્રાથના પુસ્તકોનાં વિતરણ માટે બનાવવામાં આવી.
મેડમ જોનસન પોરકાર એ સોસાયટીની પ્રેસિડેન્ટ બની ગઈ અને એની છોકરીઓ એ સોસાયટીની સેક્રેટરી, ટ્રેઝરર, અને ઓડીટર બની ગઈ. ત્યારબાદ ચંદો ઉધારાવવાની શરૂઆત થઇ. બાઈબલ અને પ્રાથના બુક ખરીદવામાં તથા ચર્ચમાં માફત બેઠક ઉપર બેઠવાવાલાને વિતરણ કરવામાં આવ્યું. પરતું એના પછીનાં રવિવારે પાદરીએ જ્યારે પહેલો અધ્યાન વાંચવાનું શરુ કર્યો તો પુસ્તકો નીચે પાડવા લાગી.અને એની પક્તિઓ નીચે એવી રીતે પાડવા લાગી કે એ દિવસે પાદરીએ શું અધ્યાન કર્યું એને સાભાલાવાનું અશામભાવ થયું. કોઈની સમજમાં એક શબ્દ –પણ ન આવ્યું. ત્રણેય જોનશન બહેનો એ પરિસ્થીતી માપી લીધી અને એનું મજાક બનાવી સમગ્ર પરિસ્થિતિને કાબુ કરવાની કોશિશ કરી. બ્રાઉન બહેનોનો કહેવું હતું કે વૃદ્ધ સ્ત્રીઓ અને પુરુષો પુસ્તક વાંચી શકતા નથી. પરતું મેળમાં પાર્કરએ કહ્યું કે આનાથી કઈ ફર્ક પડતું નથી. તે ધીમે ધીમે વાંચવાનું શીખી જશે.
કોઈવાત નહિ મેડમ પાર્કરએ જવાબ આપ્યું. એ લોકોને લખવા વાંચવાનું શીખવાડી શકાય. એક પાર્ટીનો આયોજન કરવામાં આવ્યું. બ્રાઉન બહેનએ પરીક્ષાનીજે લોકપ્રિય રીત હતી બાળકો માટેની રીત એ અપનાવી. મેડમ પાર્કરએ લોકોમાં બાઈબલ અને પ્રાથના પુસ્તકો વેચ્યા. એક પર પણ કોઈ પક્ષનાં નિર્ણયને આમતેમ કરી શકતો હતો અને થયું પણ એવું. એક મિશનરી વેસ્ટઇન્ડીઝથી આવેલ અને તે એક ધનવાન વિધવાથી પોતાના વિવાહ પછી એક એક અન્ય સોસાયટી સમક્ષ હાજર થવાનું હતું. મેડમ જોનશન પાર્કરએ પણ એને પોતાની સોસાયટીમાં લાવવા પ્રયત્ન વધારી લીષા. તેઓએ કહ્યું કે બે સોસાયટીઓ ની એક સંયુક્ત મીટીંગ કેમ રાખવામાં ન આવે? આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. બધા લોકોને જાણ કરવામાં આવી અને મીટીંગ રૂમ આખો સ્ત્રી પુરુષોથી ઉભરાઈ ગયો.મિશનરી મંચ પર આવ્યા એમનો ઉત્સાહથી સ્વાગત થયું. તેને વિતરણ સોસાયટીનાં વખાણ કર્યા અને ખુબજ ઉત્સાહથી થોડી ધણી અંગેજીમાં નકલ કરી પ્રવચન આપ્યું .આખા સભાખંડમાં તાળીયો વાગવા લાગી તે દિવસથી પુસ્તક વિતરણ સોસાયટીની લોક પ્રિયતા વધવા લાગી. અને ચિલ્ડ્રન પરીક્ષા સોસાયટી આનો વિરોધ ન કરી શકી
હવે વાત બાળકોની પથારી માટેની ચાદરો માટે બનેલ સોસાયટીની જે બાળકો માટે ચાદરો ઉધાર આપતી હતી. આ સોસાયટીની લોકપ્રિયતા અન્ય બે સોસાયટીની પ્રસિદ્ધિની જેમ લોકોનાં વિચારો ઉપર આધાર રાખતી ન હતી. અમારા ગામમાં વસ્તી વધારે હતી અને શહેરોની સરખામણીમાં બાળકો વધારે જન્મ થતા હતા. આમ તમે બાળકો માટે કઈપણ આપી પોતાની દયાશીલતા લોકોને બતાવી શકત હતા. અને એના ફળ રૂપે અમારી આ સોસાયટી ખુબજ પ્રખ્યાત થતી હતી. સોસાયટી દર મહીને ચાર મીટીંગ બોલાવતી હતી જેમાં દરેક માહનું બજેટ અને કામગીરી ઉપર ચર્ચા વિચારણા થતી હતી. અમે લોકો આ મીટીંગમાં ક્યારેય ભાગ ન લેતા જેનાથી સાફ દેખાઈ આવતું કે લોકોને આ મીટીંગ માં ભાગ લેવા માટે ક્યારેય બોલાવવમાં આવેલ ન હતા અને તેઓને સાવધાની પૂર્વક આનાથી બહાર રાખવામાં આવતો પરતું મી.બિંગને આ મીટીંગ માં એક બે વાર બોલાવવામાં આવ્યા અને એમના મંતવ્ય અનુસાર આ મીટીંગ ખુબજ સારી રીતે ચાલતી હતી અને ક્યારેય કોઇપણ વિષય ઉપર ચાર સદસ્યોથી વધારે કોઈ બોલી શકતા ન હતા. જે નિયમિત કમિટી હતી તેમાં માત્ર વિવાહિત સ્ત્રીઓ હતી. પણ તેમાં કેટલી યુવા મહિલાઓ કે જે 18 થી ૨૫ વર્ષની હતી તેમને પણ સભ્ય પદ મળતું.ખાસ કરીને એ માટે કે ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે પેટીઓ બનવવામાં મદદરૂપ થતી.
આ બંને સંસ્થાઓ ની પ્રતિસ્પર્ધામાં અને પોતાના એક આખરી પ્રયાસ રૂપે બાળક પરીક્ષા સોસાયટીએ નક્કી કર્યું કે એ બધા વિધાર્થીઓને પરીક્ષા લેશે. એ ઉદ્દેશ થી તેઓ દ્વારા ચર્ચ સ્કુલનો હોલ બુક કરાવવામાં આવ્યો. ગાવનાં મુખ્ય પાદરી અને અન્ય બે સંસ્થાઓનાં સદસ્યોને પણ આમંત્રણ આપ્યું સેમીનાર માટેના હોલની ખુબ સારી રીતે સફાઈ કરવામાં આવી. આવનાર વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા યોજવામાં આવી. બાળકો દ્વારા મોટો મોટા લાખનોનાં નમુના રૂપે ચાર્ટ અને ગણિતનાં પ્રશ્નો લગાવવામાં આવ્યા આ લખાવટમાં એટલો સુધાર કરવામાં આવેલ કે બાળકો પોતે પણ પોતાની લખાણ ભૂલી ગયેલ. એ વિધાર્થીઓને અધારા પ્રશ્નો ત્યાં સુધી યાદ કરાવવામાં આવ્યા જ્યાં સુધી એમને મોઢા ઉપર ન થઇ ગયા. અન્ય તૈયારીઓ પણ ખુબજ સારી રીતે કરવામાં આવી. બાળકોને સારી રીતે તૈયાર કરી સાફ કપડા પહેનાવવામાં આવ્યા. તેમના મુખ ચમકી રહ્યા હતા. છોકરીઓએ સફેદકલર નો સ્કાફ પહેન્યો હતો જે તેમના ખભા સુધી આવતો હતો. અને સફેદ કલરની ટોપી હતી જે રિબન સાથે બાંધેલ હતી. છોકરા માટેના શર્ટનાં કોલર ખુબજ મોટા રાખવામાં આવેલ .
દરવાજો ખોલવામાં આવ્યો અને ત્રણે બ્રાઉન બહેનો ત્યાં સફેદ રંગનાં કપડા પહેરીને ઉભી હતી. તેઓએ પણ સફેદ કલરની એવી જ ટોપી પહેરી હતી જેવી છોકરીઓએ પહેરી હતી. સૌથી મોટો છોકરો બધાનું સ્વાગત કરતો ત્યાં આવ્યો અને સ્વાગત ભાષણ પણ તેનેજ કર્યો જે મિસ્ટર હેનરી બ્રાઉન દ્વારા લખવામાં આવેલ . બધા લોકોએ ખુબજ ઉત્સાહથી સાભળ્યું અને આખા હોલમાં વાહ વાહ થવા લાગી. બાળકોની પરીક્ષા સફળતાપૂર્વક પૂરી થઇ. અને બાળકોની પરીક્ષા સોસાયટીનો વિજય થયો.
તે રાત્રે મેડમ જોનશનનાં ત્યાં બાળકોના કપડા વિતરણ કરનાર સોસાયટીની ક ગુપ્ત મીટીંગ થઇ, જેમાં એ વિષય ઉપર ચર્ચા થઇ કે કેવી રીતે વિતરણ સોસાયટી પોતાની જૂની જગ્યા પાછી મેળવી શકે. અને ફરીથી એજ માન સમ્માન મળી શકે શું ફરી એક મીટીંગ કરાવી જોઈએ? તેમાં ભાગ લેવા કોણ આવશે. પેલો મિશનરી તો આવશે જ નહિ. પાદરીને ફરીથી કોઈ વાત સમજાવી પડશે. પણ તેના માટે કયા પગલા ભરવા જોઈએ. ધના બધા વાળ વિવાદ પછી કોઈએ એક વૃદ્ધ મહિલાને કહેતા સાભળ્યું કે “ એવસેટલ હોલ” બધાના મનમાં વીજળીની ઝડપ આવી ગઈ. બધાએ મળીને એ નક્કી કર્યું કે એક દલ તેજ વિખ્યાત ભાષણ આપનારની પાસે જાય અને તેને એક સારો ભાષણ આપવા તૈયાર કરે. અને પેલી મહિલા બીજા ગામમાં જાય અને ત્યાથી અન્ય મહિલાઓને પણ બોલાવી આવે જ્યાં પેલી વ્યક્તિ ભાષણ આપનાર હતી. તેમના દલનો અભયાન સફળ રહ્યો અને મીટીંગ થઇ. ભાષણકર્તા આવ્યો એને ભાષણ આપ્યો. વિદેશી સમુદાય વિષે જણાવ્યું. ઇસૈયોની ઉદારતા વિષે ભાષણ આપ્યું એટલાન્ટીક મહાસાગર વિષે જણાવ્યું, તેની ઊંડાઈ વિષે બતાવ્યું. જાતિઓનાં વિનાશ વિષે બતાવ્યું. અને તે ભાવુક થઇ ગયો તેને તેની આંખો લુછી અને લેટીન ભાષામાં કઈક કહ્યું. કોઈને તેનો મતલબ સમાજમાં ન આવ્યું પણ બધાએ એજ વિચાર્યું કે ખુબ જ ભાવુક કરનાર શબ્દો હશે. કેમકે ભાષણ કરનાર પણ ભાવુક થઇ હતો .
વિતરણ સોસાયટી ની લોકપ્રિયતા અમારા ગામમાં ખુબ જ ઝડપથી વધવા લાગી અને બાળક પરીક્ષા સોસાયટીનો ધીરે ધીરે પતન શરુ થયો.