એક ગામ હતું.તે ગામમાં એક રાહુલ નામનો છોકરો રહેતો હતો. રાહુલ ભણવામાં તો હોંશિયાર હતો પણ સાથે સાથે કબડ્ડીની રમતમાં પણ ખૂબ જ નિપુણ(સારો)હતો. તે વારંવાર તેની શાળામાં યોજાયેલ રમતોત્સવમાં કબડ્ડીમાં ભાગ લેતો,અને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતો.આ જોઈને શિક્ષકોને પણ થતું કે રાહુલ આ રમતમાં ખૂબ જ આગળ જઈ શકે એમ છે. રાહુલ પણ મનમાં વિચારતો કે મારે પણ કબડ્ડી કોચિંગ માં જવું છે અને આગળ વધવું છે,પણ તે ખૂબ જ ગરીબ ઘરનો છોકરો હતો એટલે તેની પાસે એટલા પૈસા નહોતા કે તે કોચિંગ ની ફી ભરી શકે. અને આ વાત શિક્ષકો પણ જાણતા હતા. તેથી શિક્ષકોએ નક્કી કર્યું કે,આપણે રાહુલને કબડ્ડી કોચિંગ માં મોકલીશું અને તેની બધી ફી આપણે બધા ભેગા મળીને ભરીશુ. બધા શિક્ષકો આ વાત પર સહમત થયા, અને રાહુલને આ વાત જણાવી. રાહુલ આ વાત સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયો. તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તે મનમાં ને મનમાં વિચારતો કે હવે મારૂ સપનું પૂરું થશે.તેનું એડમિશન કોચિંગમાં થઈ ગયું,અને તેને ત્યાં જતા જ ઘણું બધું નવું શીખવા મળ્યું.હવે રાહુલને કબડ્ડી માં હરાવવું ખૂબ જ મુશ્કેલ હતું. તેની રમત પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી. હવે ત્યાં રાહુલ ની ટીમ બીજી ટીમો સામે ઘણી બધી મેચો જીતી,અને બધાય મા ખાસ યોગદાન રાહુલનું હતું. હવે કબડ્ડીની રમતમાં ત્યાં રાહુલ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો હતો. એને જોઈને બીજા ખેલાડીઓને ખૂબ જ ઇર્ષા થતી હતી. કારણ કે બીજા ખેલાડીઓ રાહુલ જેવું રમી શકતા નહોતા.એક દિવસ બીજા ખેલાડીઓ ભેગા થઈને વિચાર્યું કે, જો રાહુલ આ રીતે જ રમતો રહેશે તો એ ખૂબ જ આગળ વધી જશે અને આપણે અહીં ને અહીં રહી જશું. એમને વિચાર્યું કે રાહુલ ખૂબ જ ગરીબ ઘરનો છોકરો છે તો તેને પૈસાની લાલચ આપીને તેને છેતરી દઈએ.તો કદાચ એ પૈસાની લાલચમાં આવીને રમવાનું છોડી દેશે. રાહુલ જ્યારે કોચિંગમાં એકલો બેઠો હતો ત્યારે બે ખેલાડીઓની પાસે જઈને એને કહ્યું કે તુ આ રમવાનું છોડી દે અને જાતે જ પોતાની ટીમને હરાવ.આ કામ માટે અમે તને એટલા પૈસા આપી શું કે તારી બધી જ ગરીબી દૂર થઈ જશે.ખેલાડીઓએ કહ્યું કે અમે તને દસ હજાર રૂપિયા આપીએ.રાહુલ આ વાતમાં આવી ગયો, કારણ કે તે ગરીબ હતો એટલે તેને એક-એક રૂપિયાની કિંમત ખબર હતી.રાહુલે આ પૈસા લઈ લીધા. અને તે જાતે જ પોતાની ટીમને બધી જ મેચો હરાવવા લાગ્યો. તે જાતે જ આઉટ થઈ જતો,અને પોતાની ટીમ માટે પોઇન્ટ પણ ન લાગતો.રાહુલ ની આખી ટીમ તેના પર નિર્ભર હતી તેથી તે બધી જ મેચો હારવા લાગી.આ જોઇને બીજા વિદ્યાર્થીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જતા,બધાને નવાઈ લાગતી કે રાહુલ કેમ હારી જાય છે?રાહુલ ના લગાદાર હારને કારણે તેને કોચિંગ માંથી બહાર કરી દીધો. રાહુલને આ વાત પર ખૂબ જ દુઃખ થયું. તેને તેની ભૂલ સમજાઈ.તેને ખૂબ જ પસ્તાવો થયો.રાહુલને મનમાં વિચાર આવ્યો કે મારા શિક્ષકોએ મારા માટે કેટલી બધી ફી ભરી છે.એને મેં તેનું પરિણામ આવું બતાવ્યું? હવે હું તેમને શું મોઢું બતાવીશ.તેને મનમાં ને મનમાં એક વિચાર આવે છે કે આ વાતનો એક જ ઉકેલ છે! અને એ છે આત્મહત્યા.રાહુલ આત્મહત્યા કરવા માટે કેનાલમાં પડવાનું વિચાર્યું તે કેનાલમાં પડવાનો હતો ત્યાં
એના શિક્ષકે તેને જોઈ લીધો અને ત્યાં તેને પકડી લીધો અને મોઢા પર બે તમાચા માર્યા.પછી તેમને પૂછ્યું કે તું આવું પગલું શું કામ ભરે છે?ત્યારે રાહુલે બધી જ વાત શિક્ષકને જણાવી ત્યારે શિક્ષકે રાહુલને કહ્યું કે ભૂલ તો દરેક માણસ થી થાય માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ ભૂલને સુધારવી એ પણ આપણા હાથમાં જ છે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એટલે કોઈ દિવસ હાર ન માનવી તુ ફરીથી પ્રયત્ન કર. બસ શિક્ષકની આ વાતથી રાહુલ માં ઘણું બધું પરિવર્તન આવ્યું.તે ફરીથી રમવા માટે કોચિંગ માં એડમિશન કરાવ્યું. અને પેલા ખેલાડીઓના 10000 રૂપિયા પાછા આપ્યા. અને તેને રમવાનું ચાલુ કર્યું.તે પહેલા કરતા પણ ખૂબ જ સારું રમતો હતો. અને તે ખૂબ જ આગળ વધ્યો.અને તે ભારતની ટીમમાં કબડી રમવા લાગ્યો. અને તેનું નામ વિશ્વભરમા માસ્ટર ઓફ કબડ્ડી તરીકે પ્રચલિત થયું.