પરમહંસ જીવ આત્મા હંસહેમંત:
બસ આટલી કૃપા રાખજો ગુરૂ દેવ કે જેમ સંસાર અને સંસાર ના લોકો માંથી મન નીકળી ગયું,
નાશવંત આ સૃષ્ટિ થી નીકળી પરે મન લાગ્યું બસ લાગ્યું રહે,
ચરમ સીમાએ કળયુગમાં ભગવંત મને કા ફસાયો🙏
બસ ધરાઈ ગયો છું હવે જટ ભવસાગર થી પાર ઉતારો,
રાક્ષસી માયા એ બધાના મન હરી લીધા, જયા દેખું ત્યા હાય હાય ,મારૂ તારૂ, મારૂ મરૂ , અને નકરા અભીમાન ક્રોધ લાલચ લોભ માં ભ્રમીત સંસાર, સત્ય સમજવા ને નહીં સક્ષમ,
ત્રાહીમામ સરણાગતમ
જય અલખ ધણી
કહું છું હાલો છોડો આ જંજાળ,
આ સંસાર તો નરકના દ્રાર , ગુરૂ હંસભગવાન કરે પુકાર ઉતારે નૈયા પાર બની આગેવાન કરૂ હંકાર , ના સુને બહેરો સંસાર , પાપ કર્મ દુરાચાર લોભ મોહ અહંકાર યમ કેરી ફાંસ, નહીં છોડાવી સકો પછી ખુદને લગાર,
હાલો હરીને દ્રાર ,સપના જેવો આ સંસાર, નુગરા જાણે શું સંસાર ,
તોરલ દેના શબ્દો,
" આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ હોજી,
સુરા સંત હોય ત્યા જઈ ભળીએ હોજી"
ઈશ્વરનો એકજ વહેવાર છે, તેને ઈશ્વરીય વહેવાર પણ કહીં શકો, કરૂણા પ્રેમ
જીવન કવન યાદ આવે દેવીદાસ બાપુનું, પરબ ધણી નું, બા અમર બાઈનું, ગૌતમ બુદ્ધ નું, મહાવીર નું , અને દયાના સાગર કરૂણા મય મારા ગુરુ દેવનું,
🕉️💐🙏
રોજ અખતરા કરૂ હું દુનીયા માં અટવાવાના,
પણ ગુરૂ મારાજ ની અસીમ કૃપા , વીસીલી દુનીયા થી એટલોજ દુર પછડાઉં,
ઠોકર વાગે અને ભાનમાં આવું,
રદય થી ઉદગાર નીકળે આભાર ગુરૂ દેવ તમારો,
જય ગુરુદેવ 🕉️💐🙏
એક મહાવીસ આ જગતમાં એ રીતે ઘોળાયું છે કે બધા અસર ગ્રસ્ત છે,
અને તે છે, સ્વાર્થ,
બીજા તો વીસ ઉતરી જાય છે સમય આવે પણ સ્વાર્થ નામનું વીસ તો લોહીમાં એ રીતે ભળેલું છે કે માણસ મૃત્યુ બાદ પણ સ્વાર્થ નથી ત્યજી શક્તો,
બસ મારુ તારૂ, ગમે તેવું નજીકનું સ્નેહી પણ અમુક વાતે સામે આવે તો લોકો એ સંબંધ ભુલીને સીધા વ્યક્તિગત મારા તારા પર ઉતરી આવતા જોયા, કોણ માબાપ , કોણ પતી પત્ની, કોઈ ભાઈ બહેન, કોણ પુત્ર સંતાન, પછી બીજા સંબંધોનું તો શું આવે,
આવા સંસારમાં તમો ગુણી આત્મા પ્રથમ ખુદનો સ્વાર્થ હીત સોધે પછી બીજાનું
કોઈ કોઈનું રાખતા, કોઈ ચુક ભુલ આવે તો પણ તું કોણ હું કોણ પર ઉતરતા જોયા, અને પછી કાળ ક્રોધ રૂપે પ્રવેશી વીનાશ કરવામાં ક્ષણની પણ વાર કરતો નથી,
કઈ રીતે સમજાવવો માનવી ને, માથે બેઠા કાળે માણસ ની બુધ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે,
ગમે તેટલો પ્રેમ જતાવી સમજાવીએ તો પણ માણસ ને કાળ મારૂ તારૂ વીચારાવી ને પણ સત્ય સમજવા નથી દેતો,
હરી ઓમ
હરરોજ માથે કાળ ભમે કોળીઓ કરવા, તોય માણસ હું નામના વીનાશક હથીયાર જે ખુદને પોતાનેજ ખતમ કરી દે છે તેને ધારણ કરી ફરે,
કયારે એ અધીયાર એનું કામ તમામ કરી વીનાશ નોતરશે એ કોને ખબર, તેમ છતા માણસ સમજતો નથી, મોકો મળ્યો કે લાગણીમાં ફસાવી સ્વાર્થ જગાવી અંતરમાં વીષ ઘોળી દે છે એ રીતે ,કે જગત વેરી કરી દે છે
લોકોની અધીરાઈ દેખો , માધ્યમ આ ફોન પર વોટ્સએપ સ્ટેટસ માંય જોવા મળશે,
નાહક ની ચીંતા કરૂ, નીયતી કોઈને છોડતી નથી, કર્મ ફળ તરફ દોરી જાય..
જય ગુરુદેવ
કહીશ કૃષ્ણના શબ્દો, રામના શબ્દો, બુદ્ધ ના શબ્દો, મહાવીરના શબ્દો, સાંઈ ના શબ્દો, ઈશું ના શબ્દો,
તો જેની જેમાં આસ્થા એટલા શબ્દો સ્વીકારશે ,બાકી ના શબ્દો વીશે અણગમો,
બધાજ ઈશ્વરીય અવતાર છે, પરમહંસ ભગવાન ના સંતાન, તમને માર્ગ બતાવવા અલગ અલગ સ્થળે સમયે આવેલ ઉધ્ધાર કરવા,
પણ ત્યા પણ હું અને સ્વાર્થ તમને મારૂ તારૂ વીચારાવી અવળે માર્ગે ચડાવ્યા,
એકજ રસ્તો સ્વને ઓળખો,
શરીર દીલો દીમાગ પર કોનું વર્ચસ્વ? ભગવાન કે રાક્ષસ?
જયારે વાત દેશની આવે ત્યારે એકતા, ધર્મની આવે એકતા, જાતીની આવે એકતા, પેટા જાતીની આવે એકતા, પરીવારની આવે એકતા, ખુદની આવે ત્યારે ખુદની (જીવ ની)એકતા
પણ જયારે વાત આવે લડાઈ ની ત્યારે એજ એકતા ખુદમાં હું તું, પરીવારમાં હું તું, જાતીમાં હું તું, સમાજમાં હું તું, ધર્મ ધર્મ વચ્ચે હું તું, અને દેશ દેશ વચ્ચે હું તું,
કયા જાય એકતા તે વખતે??
તમે એક આત્મા છો,
કેવી આત્મા છો ? પુછજો ખુદને,
વીકારી તમો ગુણી રાક્ષસી આત્મા?
રજો ગુણી બીચારી મનુષ્ય આત્મા? સતો ગુણી દેવી આત્મા?
કે પછી બધુય છોડી બનવું છે શુધ્ધ સત્વ ગુણી ઈશવરીય આત્મા???
પથ્થર જેમ ધસાઈ પારસ બને તેમ ખુદને ઘસીને,અહમ ને ઓગાળી શરીરના મોહને ત્યજી ,રગડયું છે શરીર લોહ માસ ને બાળી ધસી ને, ત્યારે હવે અંતઃ નો અંધાપો દુર થયો, દીર્ધ દ્રષ્ટી નું નેત્ર હજું હવે ખુલી રહ્યું છે, નેત્ર બંધ હોય કે ખુલ્લી ,દુનીયા રંગીન હોય કે બે રંગ, રાત હોય દીવસ કે મધ્યાહન બધું સમાન લાગે, અને દુનીયાના લોકો પણ જેવા હોય તેવા બધા પ્રત્યે સમભાવ જાગે, એકજ વર્તન વહેવાર નીકળે સમભાવ જાગે, કરૂણા
ભાવ કોઈ પણ રૂપે પ્રગટે પણ હોય કરૂણા મય સમભાવ,
જેવા સાથે તેવો તો બીલકુલ નથીજ થતો, પણ સમય એવો હોય તો માત્ર શરીરને સામે ઘરૂ, આત્મા ને અછુતો રાખું, જયારે કોઈ વિકલ્પ ન હોય સમાવવાનો,
કારણ કર્મ ની ગતી ન્યારી, કોઈના કર્મનું કોઈ લઈ શક્તું નથી, કોઈના કર્મ આડે કોઈ આવી શક્તું નથી, દાખલા રામ અને સીતા ની જુદાઈના અને તુલસી ના શ્રાપના , અને કૃષ્ણ ના અંત સમયના , અને કદાચ સત્ય હોય તો
સ્વામીનારાયણ ના જન્મના કારણના,
જ્ઞાની માણસ ખુદને મહાજ્ઞાની સમજી કહે છે, શંકર જીવમાંથી શીવ બનેલાં,
નામ ગમે તે હોય ...બધાજ શુધ્ધ સત્વને ધારણ કરી જન્મધારણ નું કારણ સમજી યોગ દ્રારા અને પરોપકાર થકી પાપ તાપ કર્મ ને સ્વાહા કરી, જીવ માંથી શીવમાં ભળે છે..
આ સત્ય તો સમજવાનું છે, બધાયે આ વાત સાંભળી હશે, માનતા પણ હશો, પણ માર્ગ ? બધાયને ખબર છે ઉપર બધા લોક છે, શીવધામ પણ સ્વર્ગ પણ, પરંતું માર્ગ જોયો કોઈએ?
માર્ગ અહીથી અદ્રષ્ય ,માત્ર શ્રધ્ધા વિશ્વાસ થી ગુરૂ ના વચનને સંપૂર્ણ શ્રધ્ધા વિશ્વાસ થી સ્વીકારી આગળ ચાલે આગળ જઈ કઠીણ ચડાણ પછી, માર્ગ દ્રશ્ય થાય છે.
તમે તો ખુદના દેહના આવરણમાંથી હું હું માંથી બહાર નથી નીકળી શકતા કેવો કેવી મને આમ હું આમ કરી અંદરજ રહો છો, તો બહાર ની માયાની તો વાતજ ક્યા આવે છે? કેટ કેટલા પ્રકારના અભીમાન અને એ બધા અભીમાન ને ધારણ કર્યો બાદ પાછું દેહ અભીમાન,
કયારેય નહીં છુટો, અરે સમજીજ નહીં શકો કે શું યોગ્ય છે શું આરોગ્ય,
આતો છે મહામાયા ની માયા
કેવી કેવી આત્માઓથી ઉલજવું પડે હે ગુરુમારાજ, એમનો ચેપ પણ એવો કે આપણને ચેપ લાગી જાય, કાળ ક્રોધ લાલચ લોભ મોહ અહંકાર હીન્સા અને જાત ધર્મ ધન દોલત સતા દેહ અને ન જાણે કેટ કેટલી જાતના અભીમાન, ઘણી વાર તો એમ થાય દેહ ને મુકી આત્મા ઉડી જાઉં, પણ કારક શરીર ગયા જન્મનું કર્મ ફળ થોડું આમજ આત્માને છોડે, એતો ભોગવેજ પાર..
ખરેખર આત્મા અકળાય, જીવ અકળાય પણ કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, અંતે તો સર્વને નડે છે, માટે ગયા જન્મની લેણ દેણ પુરી કરવા લીધો આ મનુષ્ય અવતાર, બસ હવે વધું નહીં હીસાબ ચુકતે નવો કોઈ વહેવાર નહીં🕉️💐🙏
ઈશ્વર પણ કેવો વીજ્ઞાની કયારેક હસાવે કયારેક રડાવે, કયારેક ઘભરાવે કયારેક ક્રોધ જગડાવે, કયારેટ કુતુહૂલ જગડાવે નવાઈ લગડાવે,કયારેક શક્તી શાળી તો કયારેક નીર્બળતાનો અનુભવ કરાવે, કયારેક દુનીયા વ્હાલી લગડાવે, કયારેક જગ વેરી બતાવે, કેટ કેટલી રીતે ભગવંત કટ પુતળીની જેમ નચાવે, તોય તમે હું હું મે મે માંથી બહાર નીકળી સમજી નથી શક્તા,
🙏🙏🙏💐🕉️
સમય ઘડીએ ઘડીએ ટકોરા વગાડી યાદ કરાવે , પણ તમે માયાના ફંદ માં ફસાયેલ વારે વારે ભુલી જાઓ , કારણ આત્માની અ જાગૃતતા
હરી ઓમ તત્સત્,
રોજે રોજ કેવી કેવી બીજાની મહાનતા ની વાતો કરો છો, એ કેવા છે, એમને તો વેરાગ લાગ્યો છે, સંસાર માંથી મન ઉઠી ઈશ્વરમાં લાગ્યું છે,
જયારે તમને સમજાય છે એ વાત કે એ માર્ગ જ શ્રેષ્ઠ છે, એ માર્ગ પકડનાર ને તમે આદરણીય ગણી સન્માનો છો, તો તમે કેમ મૃર્ખામી કરો છો? કેમ તમે જાગવા છતા ઉઘેલા છો,
કશુંજ ફર્ક નથી, બધાજ આત્માઓ છો, ખોળીયા કારક ફળ થી અલગ અલગ મળેલા, આત્મા તો શીવ પરમહંસનો અંશ છે,
તમે એક પ્રાણ વાયું છો, ઈશ્વરીય કૃપાથી પ્રકાસીત કરી, જીવનના અંધકારને દુર કરો, ખુદ પ્રકાશીત બનો અને બીજાને પ્રકાસ બતાવો, જીવનના અંધકારમાં કયા સુધી આમતેમ ભટકયા કરશો??
દાખલા લઈ લો ગુરૂ ગોરખ, મચંદર, ભરથરી, અરે સંત રોહીદાસ ના,
ના ખબર હોય તો યુ ટ્યુબ પર મળી જશે,
શું કહેવા માગું છું?
જે ખુદ ઉત્પન્ન કરી શકનાર હતા હીરા માણેક સોનું ચાંદી, ભોગવી સકતા હતા નાશવંત મોજ શોખ શુખના સાધનો તેમણે અલખ જગાવ્યો, કેમ?
શબ્દો છે...જો શુખ મીલતા રામ ભજનમે વો શુખ નાહી અમીરી મે, મન લાગ્યો મેરો યાર ફકીરી મે,
અને એકલા ના રહી શક્તા હો તો, ભલે રહો નર નારી સાથે,
માતા અનસુયા, અને અત્રે રૂષી ની જેમજ,
તમારા માંથી જ ભટકતા જીવ આત્માને યોગ શક્તી કે સાધનાના થી દેવ દેવી બનાવી તેત્રીસ કરોડ દેવી દેવતા બનાવ્યા જે આગળ તમે પાંગળા બની બે હાથ જોડી ઉભા રહો છો,
ખુદ કયારે એ શક્તીઓ જાગૃત કરી તમારા જેવા દીન દુખીયાની વારે ચડવા યૌધ્ધા કયારે બનશો?
દેવી દેવતા કયારેય નથી ઈચ્છતા કે તમે યાચક બની બે હાથ જોડી પાંગળા બની એમની સામે હાથ જોડી ઊભા રહો, બેચારા નીરાધાર મહેસૂસ કરો,
શું તમે તમારા બાળકોને નીર્બળ શક્તીહીન બનેલા જોવાં માંગો છો? કે પછી તમારા જેવા કે તમારાથી પણ વધું શશક્ત ? રોજે રોજ કોઈ નહીં સમજાવે,
વાત સમજાય તો જાગો, આ ક્ષણે નહીતર કાળ ની કોને ખબર કયારે યમદુત લેવા આવશે, ફેરો આમજ માથે પડશે,
ભેગું કરેલું બીજું કંઈ ભેગું નહીં આવે, આ જન્મનું આ જન્મમાં અહીજ પડ્યું રહેશે, શરીર પણ માટીમાં મળી પંચ તત્વોમાં વીહીન જેણે આપેલ તે તત્વ પાછું લેશે
શીગોતર માતા, સધી માતા, આયડમાતા , મેલડી માતા, ગોગો મહારાજ , અને કેટ કેટલા દેવી દેવતા, કેટલી સધી માતા, કેટલી શીગોતર, કેટલા વીર, ગામે ગામે ફળીએ ફળીએ, જયા દેખો ત્યા દેવળ અને દેવી દેવતાઓ,
બચારા છુટી પણ નથી શક્તા તમારી પુકારો સાંભળી તમારી મદદ માટે રોકાણા,
આસ્થા તમારી સાચી, દેવી દેવતા પણ સાચા, પણ તમે કા પાંગળા...?
તમે તો છુટી જાશો પણ એ બચારા આ મૃત્યુ લોકમાં,તમે એમને શાધી ને રાખ્યાં, કાલે તમારી પણ એજ હાલત થશે, કર્મની ગતી ન્યારી, જેશી કરણી વેશી ભરણી
આવતો હશે તમને પવન વાયરો, અનુભુતી થતી હશે,
કોઈ મેલી તમો ગુણી તો કોઈ સત્વ ગુણી વીધ્યા ના દેવ દેવીઓ,
ધુણાવતા હશે તમને , સત્ય હશે ,પણ સત્ય એ પણ છે કે એક વાયું રૂપે છે એ અને તમે પણ , ફરક એટલો કે તમે શરીરમાં પુરાયેલા, અને એ શરીર છોડી ચુકેલા,
ન ગળે ઉતરે તો ઈતીહાસ જોઈ લેજો, દરેક દેવી દેવતાઓનો,
બધાજ બીચારાજ ભાસો, એતો દયાના સાગર કરૂણા મય બની ઈશ્વરના કાર્ય ને ઈશ્વરના માનીતા બની, એમનું કાર્ય કરી રહ્યા, પરંતું તમે??
હરી ઓમ 🕉️💐🙏
બસ હવે તમે તમારી નીયતી, હું અને મારી નીયતી,
આપણે બધા નું સાચું નામ હંસ આત્મા,
નામ ખોળીયાને માણસોએ આપ્યું