Midnight in Gujarati Horror Stories by hemang patel books and stories PDF | અડધી રાત્રે

Featured Books
Categories
Share

અડધી રાત્રે

જીવનમા કયારેક ડરાવની ઘટના બનતી હોઈ અમારા સાથે પણ બનેલી. એ રોડ અમારા માટે જાણીતો અને કેટલીય વાર મોડી રાત્રે એ રોડ પરથી અમે પસાર પણ
થયેલા કયારેય આવી ઘટના ન ઘટી હતી. ગામના અમુક લોકો કહેતા કે આ રોડ વિચિત્ર એમની સાથે વિવિધ ઘટનાઓ ઘટેલી હોવાનો દાવો કરે અમે એમની બધી વાતો મજાકમા જ લેતા.

કોલેજનો મિત્ર આકાશ એની મોટી બેનના લગ્ન હતા આકાશએ બધા મિત્રોને આમત્રંણ આપેલુ એમાં હું પણ સામેલ હતો. મને બરાબર યાદ DJ Night ના આગલા દિવસે સવારે 6 વાગે નિકુંજનો કોલ આવ્યો હતો પહેલી વાર તો મે કોલ ઉપાડ્યો જ નહી બીજી વાર કોલ આવ્યો એ કોલ ઉપાડ્યો.
નિકુંજ : કાલે DJ Night મા જવાનોને.
હું : હા, તું જવાનો.
નિકુંજ : મારી bike પર સાથે જઇશુ, કાલે તૌયાર રહેજે.
હું : જલ્દી આવજે...!
નિકુંજ : હું તો જલ્દી આવી જઈશ તૂ તૌયાર રહેજે અને ઘર
ની ચાલી લઈ લેજે સાંજે મોડું થઈ શકે.
હું : ઓકે,
અન્ય સામાન્ય વાતચીત થઈ હતી સવારની ઉંધ નિકુંજએ ખરાબ કરી નાખેલી. નિકુંજએ મારા ગામમા જ રહે school થી લઈને કોલેજ સુધી અમે સાથે જ અભ્યાસ કરેલો.

બીજા દિવસે Dj Night મા અમે સમયસર પહોંચીયા ઘણા દિવસો પછી મિત્રો સાથે મુલાકાત થઈ હતી અમારે મોડું જ થઈ ગયેલું જયારે ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ગામ આવવાને લગભગ 5-6 કિલોમીટર બાકી હશેને Bike બંધ થઈ ગયેલું.

રસ્તો સુમસામ હતો કોઈ વાહન કે વ્યક્તિની અવર જવર ન હતી આજુબાજુ દૂર સુધી કોઈ ઘર,દુકાન કઈ જ ન હતુ. આજુબાજુ ફક્ત શેરડીના ખેતરો હતા 1.30 થવા આવ્યા હતા.

Bike બંધ શાને લીધે થઈ હશે અમને સમજાયું નહી bike નવી જ હતી. ગઈ કાલે જ નિકુંજએ સર્વિસ પણ કરાવી હતી તેમજ bike મા સવારે જ નિકુંજે પેટ્રોલ પુરાવ્યું હતું. Bike ચાલુ કરવાનાં ઘણા પ્રયત્ન કર્યા છતાં અમે નિષ્ફળ રહ્યા bike ચાલુ થયુ નહી.

સુમસામ રસ્તા પર હું અને નિકુંજ અમે બે જ હતા.
હવે શુ કરવું એ વિચારી રહ્યા હતા ત્યારે જ શેરડીના ખેતરમાથી બે ભયાનક બિલાડીયો નીકળી એ અમારાથી થોડે જ દૂર આગળી પાછળ રોડ પર બેસી ગઈ અને સતત અમારી તરફ જોતી હતી અત્યાર સુધીતો ડર ન લાગતો હતો પણ બિલાડીને જોઈને થોડો ડર લાગવા લાગ્યો.

બિલાડીઓને પથ્થર મારી ભગાડવાનો પ્રયત્ન કર્યો પણ બિલાડીઓ ભાગી નહી હું બિલાડીને ઉંચકી સાઈડ પર મુકવા જતો જ હતો ત્યારે નિકુંજએ મારો હાથ પકડી લીધો અને હું નહી ગયો.

નિકુંજએ ગામના મિત્રોને કોલ કર્યો તેઓ જેવા જ આવ્યા બને બિલાડીઓ શેરડીના ખેતરમા ભાગી ગઈ તેઓ એ પણ bike ચાલુ કરવાનાં પ્રયત્ન કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. Bike ત્યાર જ રોડના સાઈડમા મૂકી અમે ઘરે આવી ગયા. મને ઉંધ ન આવી હતી જેવી આખ બંધ કરે ત્યારે બિલાડીઓ જ દેખાઈ મે નિકુંજને કોલ કરી નિકુંજને બધું જણાવ્યું નિકુંજની હાલ પણ મારા જેવી જ હતી એ રાત ગમે તેમ કરીને પસાર કરી.

સવારે અમે Bike લેવા માટે પહોંચીયા ત્યારે bike ચાલુ કરી કરવાનો પ્રયત્ન કર્યો તો પ્રથમ પ્રયત્ન ને જ bike ચાલુ થઈ ગઈ જાણે કઈ થયુ જ ના હોઈ જયારે bike ને મેકેનિક પાસે લઈ ગયા મેકેનિકએ જણાવ્યું કે bikeમા કોઈ પ્રકારની ખરાબી નથી...!

ગામના અમુક લોકો કહેતા કે આ રોડ વિચિત્ર એના પર અમને વિશ્વાસ થઈ ગયો એ બિલાડીઓ રોડ પર કેમ બેસી હશે,bike બંધ થવું કારણ હજુ રહસ્ય જ છે..!

રાજઆ બધી વાતો તેના ઓફિસના સાથીઓને કરી રહ્યો હતો.